Rudrani ruhi - 48 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-48

રુદ્રની રુહી... - ભાગ-48

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -48

બધાં ડોક્ટર શ્યામ ત્રિવેદી એટલે કે રુહીના પિતાની તરફ જોઇ રહ્યા હતા.

"શ્યામ,શું વિચારો છો?જીવન દરેકને આવો બીજો ચાન્સ નથી આપતી જે આપણી દિકરીને મળ્યો છે.આવો જીવનસાથી તો કેટલીય વ્રત,પુજા કર્યા પછી નથી મળતો."

"રુદ્રાક્ષ સિંહ,હું તમને ઓળખતો નથી તો એમ જ મારી દિકરીનો હાથ કેમ તમારા હાથમાં આપી દઉં?"શ્યામ ત્રિવેદી બોલ્યા.

" સર,મારો દોસ્ત ખુબ જ સારા હ્રદયનો માણસ છે.તે ખુબ જ ઉદાર છે.તમને ખબર છે તેની કેટલી બધી જમીન છે છતાપણ તે પોતાનું વિચારવા કરતા ખેડૂતો માટે વિચારે છે તેમના ભલા માટે વિચારે છે.સર મારા પર ટ્રસ્ટ કરો.હા પાડી દો." અભિષેકે હાથ જોડીને પ્રાર્થના કરી.

" એક શરત છે મારી."શ્યામ ત્રિવેદી બોલ્યા.તેમની વાત સાંભળીને બધા ગંભીર થઇ ગયાં.

"તે મને સર સર કરે છેને તો મારા સરમાં દર્દ થાય છે.તે મને પપ્પા કહે તો કઇંક વિચારું."આટલું કહીને શ્યામ ત્રિવેદી હસ્યા.રુદ્ર બાઘાની જેમ જોઇ રહ્યો હતો અને તેના આ ભોળપણ પર બધાને હસવું આવ્યું.

"પપ્પા,આઇ પ્રોમિસ કે હું રુહીને ખુશ રાખીશ."આટલું કહીને રુદ્ર રુહીના માતાપિતાને પગે લાગ્યો.તેમણે રુદ્રને તેમના ગળે લગાડ્યો આરવે પણ પોતાના જીજાજીને ગળે લગાડ્યા.

" રુદ્ર અને રુહી,અગર રુહીના ડિવોર્સની વીધી પતી ગઇ હોય તો હું ઇચ્છું છું કે આ લગ્ન ખુબ જ જલ્દી થઈ જાય.આવતા અઠવાડિયામાં પેલા આદિત્યના લગ્ન છે.હું ઇચ્છું છું કે મારી રુહીના લગ્ન તે પહેલા થઇ જાય વીધીવત અને કાનુની રીતે.અભિષેક તેમના લગ્ન કરાવવાની જવાબદારી હું તને સોંપુ છું."શ્યામ ત્રિવેદી ખુબ જ ખુશ હતા.

" અભિષેક તું રોકાજે તારી સાથે વાતો કરવી હતી."શ્યામ ત્રિવેદી બોલ્યા.

રુહી અને તેની મમ્મી રસોડામાં રસોઇ કરવા ગયા,જ્યારે રિતુ કિરનને તેના રૂમમાં લઇ ગઇ અને રુદ્ર આરુહના આગમનની તૈયારીમાં લાગી ગયો.

રૂમમાં અભિષેક અને શ્યામ ત્રિવેદી એકલા પડ્યા.

"અભિષેક,તું કોઇક કેસ વિશે કહેતો હતો."શ્યામ ત્રિવેદીએ પુછ્યું.

"હા સર,આ રિપોર્ટસ જુવો,પહેલા રિપોર્ટ દેખજો પછી તે પેશન્ટનું નામ વાંચજો."અભિષેકે આટલું કહીને તે ફાઇલ તેમને આપી.ડોક્ટર શ્યામ ત્રિવેદીએ તે ફાઇલની અંદર રહેલા તમામ રિપોર્ટસ ઝીણવટ પુર્વક જોયા અને તેમના ચહેરા પર ગંભીરતાના ભાવ આવી ગયાં.

"અભિષેક,આ રિપોર્ટ્સ જેના પણ છે.તેની માનસિક સ્થિતિ સાવ કથળી ગઇ છે.તેને એક રેર બિમારી છે."તે આટલું કહીને કઇંક વિચારમાં પડી ગયાં.

"ક્યાંક આ રિપોર્ટસ રુહીના તો નથી ને?"શ્યામ ત્રિવેદીએ પુછ્યું.

"હા સર આ રિપોર્ટસ રુહીના છે.આદિત્યનું દસ વર્ષનું રુહી સાથેનું સાવ ખરાબ વર્તન,તેનું વારંવાર નીચું દેખાડવું,તેમા આત્મવિશ્વાસ અને આત્મસન્માન પર ઠેસ પહોંચાડવી અને વારંવર તેને ગુડ ફોર નથીંગ હોવાનું લેબલ લગાડવું આ બધું જ રુહીને આ બિમારી તરફ લઇ ગઇ.

એકલતાનું એવું વર્તુળ હતું રુહીની આસપાસ અને પરિવારની ઇજ્જત માટે થઇને તેણે આ બધી વાતો કોઇને કહેવાની જગ્યાએ મનમાં જ સંધરી અને દુખી થઇ.કહેવાય છેને કે દુખ કહેવાથી હળવું બને છે.તેણે પણ તેની કોઇ સહેલી કે તમને આ વાત કહી હોત તો તમે તેને સમજાવીને તેને આ બિમારી તરફ આગળ વધતા અટકાવી શકતા.

કાશ તેને પહેલો અેટેક આવ્યો ત્યારે જ તે તમારી પાસે આવી ગઇ હોત.આજે તે જે સ્થિતિ પર છે ત્યાં ના હોત.આ અકસ્માતે તેની માનસિક હાલતમાં બળતામાં ઘી હોમ્યુ છે સર."અભિષેક બોલ્યો.શ્યામ ત્રિવેદીની આંખમાં આંસુ હતા.

"અભિષેક,ક્યાંક આદિત્યની સાથે રુહીની આ હાલત માટે હું પણ જવાબદાર છું.તે અાવતી મારી પાસે આદિત્યની ફરિયાદ કરવા પણ મને તે વખતે આદિત્ય જ દેખાતો ખાલી.તે મારી પાસે આ બિમારી વિશે પણ કહેવા આવી હતી પણ મે જ તેની વાત ના સાંભળી." આટલું કહીને શ્યામ ત્રિવેદી નીચે જોઇ ગયાં.

"સર,ઇટ્સ ઓ.કે જે થયું તે ભુલી જાઓ આપણે હવે રુહીના ઇલાજ પર કામ કરવું જોઇએ.તમારો અનુભવ અને મારી ટેકનીક,આપણે રુહીને ઠિક કરીને જ રહીશું."અભિષેકની વાતથી શ્યામ ત્રિવેદીને હિંમત મળી.

"અભિષેક,મને થોડીક બુક્સ જોઇએ છે.તારી વાત સાચી છે.મુંબઇના બે બેસ્ટ મનોચિકિત્સક મળે થો કમાલ તો થશે જ.હાલમાં આ વાત આપણા બે વચ્ચે જ રાખજે.રુહીને કોઇ આઘાત ના મળવો જોઇએ."શ્યામ ત્રિવેદી બોલ્યા.

"હા તે આઘાત તેના પર બે પ્રકારે અસર કરી શકે છે.પોઝિટિવ અથવા એકદમ નેગેટીવ."અભિષેક બોલ્યો.

"આદિત્ય,આ બધું આદિત્યના કારણે થયું છે.હું તેને નહીં છોડું બરબાદ કરી નાખીશ.તેણે મારી દિકરીને માનસિક રોગી બનાવીને પણ સાચો માનસિક રોગી તો તે જ છે.હું તેને નહીં છોડું.મારી ફુલ જેવી કોમળ દિકરીની શું હાલત કરી નાખી."શ્યામ ત્રિવેદી ગુસ્સામાં બોલ્યા.

* * *
અહીં શોર્ય અને કાકીમાઁ સામસામે ઊભા હતા.

"છીં...તારા અને તારા પિતાનો પ્લાન છીં...સાવ આ હદે નીચે પડી જશો તમે તે મે સપનામાં પણ નહતું વિચાર્યું.હું આ વાત રુદ્રને જરૂર કહીશ."કાકીમાઁ બોલ્યા.

શોર્ય સમજી ગયો કે અહીં બળથી નહીં પણ કળથી કામ લેવું પડશે.

"વાહ,ખુબ સરસ માઁ.તમે નાનપણથી આજ સુધી મારા ભાગનો પ્રેમ પણ રુદ્રને આપ્યો.ત્યારે પણ હું ચુપ રહ્યો.તમે નાનપણથી તેને માઁ બનીને પ્રેમ આપ્યો.તેણે શું કર્યું આજસુધી તમારી માટે.

એક વાત સમજી લો માઁ કે તમારો દિકરો,તમારું લોહી હું છું અને આ વખતે હું મારો પ્લાન તમને બગાડવા નહીં દઉં.માઁ તમને મારા સમ છે અગર તમે રુદ્રને કઇપણ કહ્યું તો આ છરી હું મારા જ પેટમાં ખોંપી દઇશ."શોર્ય આટલું બોલીને પાસે ટેબલ પર ફ્રુટની બાસ્કેટમાંથી છરી ઉપાડી.

"જો શોર્ય તારી આવી વાતોમાં આવું તેવી મુરખ માઁ નથી હું.હું તને સારીરીતે ઓળખું છું.તું તારી જાતને ખરોંચ પણ નહીં આવવા દે.તો હું આ લગાવીશ રુદ્રને ફોન અને તેને બધું જ કહી દઈશ."કાકીમાઁએ ફોન ઉપાડ્યો.શોર્યએ ફોન તેમના હાથમાંથી ખેંચીને ફેંકી દીધો અને તેમને તેમના રૂમમાં મુકી આવ્યો.
તેણે તેમના ઘરે કામ કરતા બે બહેનોને બોલાવ્યા.

"જુવો,માઁની તબિયત ખરાબ છે તો તે રૂમમાંથી બહાર ના નિકળવા જોઇએ કે ફોન નાલેવા જોઇએ.ડોક્ટરે તેમને માત્ર આરામ કરવા કહ્યું છે.તે વાતનું ધ્યાન તમે રાખશો.કાલે પાર્ટી સુધી માઁ સાહેબ રૂમની બહાર ના આવવા જોઇએ."આટલું કહીને શોર્ય ત્યાંથી જતો રહ્યો તેણે આ વાત કાકાસાહેબને કહી.

"સારું કર્યું.તારી મમ્મીખુબ જ ભોળી અને સારી છે.તેને બધા પ્રત્યે ખુબ જ પ્રેમભાવ હોય છે."કાકાસાહેબ બોલ્યા.

* * *

અહીં ડિનર કરીને રુચિ તેના રૂમમાં બેસેલી હતી તેની સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ બેસેલી હતી.રુચિએ તેને બધી વાત કરી.

"તું પાગલ થઇ ગઇ છો.આદિત્યનવ છોડીને તે કાલના આવેલા શોર્ય પાછળ પાગલ થઇ રહી છો.તને કઇ અક્કલ છે કે નહીં.આદિત્ય જેવો વર તને ક્યારેય નહીં મળે.તારો જે પ્રમાણે નો સ્વભાવ છેને તે આદિત્ય જ હેન્ડલ કરી શકે.

રુહી પર હુકુમ ચલાવવા વાળો આદિત્ય તારા હુકુમ પાળે છે.તને મનાવવા લંચ એરેન્જ કરે છે.રુહી જેવી સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા છતા તને જે ના ભુલી શક્યો તેને તારે કોઇપણ કાળે ના છોડાય." રુચિની સહેલી બોલી.

" હું શું કરું આવો અહેસાસ મને ક્યારેય નથી થયો.હું શોર્ય વગર નહીં જીવી શકું."રુચિ બોલી

"એક મીનીટ,તું તેને પ્રેમ કરે છે પણ શું તે તને પ્રેમ કરે છે?તું તેના વગર નહીં જીવી શકે પણ શું તે તારી સાથે જીવી શકશે?તે એક વાર પણ તેને પુછ્યું કે તે તને પ્રેમ કરે છે કે નહીં અને બસ ચાલી નિકળી લગ્ન કેન્સલ કરવા."રુચિની સહેલી બોલી.

"ના,પણ કરતો જ હશે."રુચિ.

"વાઉ!તું ખરેખર ગ્રેટ છે.એક કામ કર અત્યારે જ તેને ફોન લગાવ અને પુછ તેને કે તે તને પ્રેમ કરે છે કે નહીં પછી દુધનું દુધ અને પાણીનુ પાણી થઇ જશે."રુચિની સહેલી તેને ફોન આપતા બોલી.રુચિએ શોર્યને ફોન લગાવ્યો અને સ્પિકર પર રાખ્યો.શોર્ય તેના રૂમમાં કાલની પાર્ટી વિશે વિચારી રહ્યો હતો.
"હાય રુચિજી,કેમ છો? આટલી રાત્રે ફોન કર્યો કઇ ખાસ કામ હતું ? સોરી હો પેલો પ્લાન આજે નહીં પણ કાલે રાત્રે અમે રાખેલી પાર્ટીમાં પાર પાડીશું અને હવે તો મારા પિતાજી પણ આપણી સાથે છે.તેમણે એક જોરદાર પ્લાન બનાવ્યો છે.
હવે રુદ્ર નહીં બચી શકે."શોર્ય બસ બોલ્યા જ જતો હતો.

"શોર્યજી,એક મીનીટ.મે આજે કઇંક બીજી જ વાત કરવા માટે ફોન કર્યો છે. "રુચિ બોલી

"જી બોલો."શોર્ય.

"શોર્યજી.આઇ વોન્ટ ટુ સે.આઇ મીન.આઇ લવ યુ અને હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું.હું તમારી સાથે પહેલી નજરના પ્રેમમાં પડી ગઇ."રુચિની આ વાત પર શોર્ય મનોમન ખુશ થયો.

"ઓહ,મને માફ કરજો રુચિજી પણ હું તમને પ્રેમ નથી કરતો કે નથી તમારી સાથે લગ્ન કરવા માંગતો.તમે આદિત્ય સાથે લગ્ન કરીલો તે તમને ખુબ જ પ્રેમ કરે છે.મારી સાથે લગ્ન કરીને તમને ખુશી નહીં પણ તકલીફ જ મળશે.હું તમને પ્રેમ જ નથી કરતો તો આપણા લગ્ન કઇરીતે સફળ બની શકે."શોર્યે રુચિનો પ્રસ્તાવ પ્રેમથી ઠુકરાવી દીધો.રુચિ અત્યંત આઘાત પામી.

"રુચિજી,કાલે પાર્ટી છે તૈયારી બાકી છે આપણે પછી વાત કરીએ.ગુડ નાઇટ."આટલું કહીને શોર્યે ફોન મુકી દીધો.તે રુચિને જાણી જોઇને ઇગ્નોર કરી રહ્યો હતો.તે ફોન મુકીને બોલ્યો ,
" વાહ શોર્ય,તેરા જાદુ ચલ ગયા.અબ આયા ઉંટ પહાડ કે નીચે.હવે મારું તીર નીશાના પર લાગ્યું.હવે જેમ હું ઇચ્છું છું તેમ જ થશે."

રુચિને અત્યંત આઘાત લાગ્યો.તેની આંખમાં આંસુ હતા.તેની સહેલી તેને સંભાળતા બોલી,

" લે જા હજી ના પાડ લગ્ન કરવાની આદિત્યને.મારી વાત ધ્યાનથી સાંભળ હવે ચુપચાપ આદિત્યને પરણી જા અને હા આદિત્યને તારા પાલવે બાંધીને રાખવો હોય તો તેના બાળકને જન્મ પણ આપવો પડશે તારે."રુચિની એકદમ ખાસ સહેલી બોલી.રુચિ ગુસ્સાથી તેની સામે જોવા લાગી.
"ગુસ્સો ના કર મારી પર.જે મળ્યું છે તે પ્રેમથી સ્વિકાર નહીંતર બરબાદ થઇ જઇશ.આદિત્ય સાથે લગ્ન કરી ખુશીથી જીવન વિતાવ નહીંતર આ શોર્યની વાત સાંભળીને તો લાગે છે કે તે તને બરબાદ કરી નાખશે."રુચિની સહેલી.
અહીં શોર્ય ખુબ જ ખુશ હતો.તે રુચિને જાણી જોઇને ઇગ્નોર કરી રહ્યો હતો.
"વાહ જેટલું ધાર્યું હતું તેટલું સરળતાથી આ કામતો થઇ ગયું.રુચિ અંતે મારા પ્રેમમાં પડી ગઇ.હવે તોતેના અને આદિત્યના લગ્ન કોઇપણ સંજોગે નહીં થાય.હું જ તેને નહીં થવા દઉં.હા હા.મારો પ્લાન એકદમ જોરદાર છે કોઇ જ સમજી નહીં શકે."

અહીં રાત્રે રુહી,રિતુ,કિરન,રુદ્ર અને અભિષેક ભેગા થયા હતા.

"તો તે કિરનને બોલાવી તો લીધી રિતુ પણ આગળ તે શું વિચાર્યું છે?આદિત્યને સબક કેવીરીતે શીખવાડીશ?"રુહી બોલી.

"મે કઇંક વિચાર્યું છે પણ તેમા રુદ્ર અને તારે થોડું સપોર્ટ કરવું પડશે"રિતુ બોલી.બધા તેની સામેજોવા લાગ્યાં.

શું રુદ્ર રુચિ અને આદિત્યના વિશે બધું જાણી તેમને પોતાની રીતે સબક શીખવાડી શકશે?રુચિ આદિત્ય સાથે લગ્ન કરી લેશે કે તે શોર્યને સાથે લગ્ન કરવાની તેની જીદ નહીં છોડે?કાકાસાહેબ પાર્ટીમાં શું ધમાલ કરશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Neepa

Neepa 1 year ago