Rudrani ruhi - 49 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-49

રુદ્રની રુહી... - ભાગ-49

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -49

"રિતુ,તે કિરનને અહીં બોલાવી તારો પ્લાન શું હતો?"અભિષેક.

"જુવો,આદિત્ય અને અદિતિએ રુહીની જાસુસી કરવા કિરનને રોકી,તેને પૈસા આપ્યા અા કામ માટે.એ તો સારું છે કે કિરનને સત્ય ખબર પડી અને તે આપણી તરફ છે.

અગર કિરન આ કામ કરવા ના કહી દેત તો આદિત્ય કોઇ પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટરને રોકત જે આદિત્યને સાચી સાબિતી પણ આપત અને તેને સાચી સલાહ પણ આપત.તે આપણા માટે સારું ના હોત.

તો આપણે હવે આદિત્યને આપણા ઇશારે નચાવી શકીશું.જે આપણે તેને દેખાડવું હશે તે જ દેખાડીશું."રિતુ બોલી.

"હા પણ આગળ શું કરવાનું છે?મને હવે આદિત્યથી સંપૂર્ણ છુટકારો જોઇએ છે.તે વ્યક્તિનો મારા કે આરુહના જીવનમાં પડછાયો પણ નથી જોઇતો મારે. "રુહી મક્કમતા પુર્વક બોલી.

"મને ખબર છે આગળ મારે શું કરવાનું છે.બાકી બધા આ રૂમમાંથી બહાર નિકળી જાઓ.રુદ્ર અને રુહી તમારે પતિ પત્નીની જેમ વર્તવાનું છે બસ.બાકી મારી પર છોડી દો."કિરનની વાત સાંભળીને રુદ્ર અને રુહી થોડા શરમાઇ ગયા.

"ઓહો,આમાં શરમાવાનું શું છે?તમારે તો ભાવતું હતુંને વૈધે કીધું."અભિષેકે કહ્યું ,તેણે આંખ મારી રુદ્રને .બધાં બહાર જતા રહ્યા.

"હા થોડી બારી ખુલ્લી છે એ ધ્યાન રાખજો."કિરન તેમને ચિઢવવા બોલી અને તે અને કિરન હસ્યા.રુહીએ મોટી મોટી આંખો કાઢીને ગુસ્સો દેખાડ્યો.

બહાર જઇને બારણું બંધ કરીને કિરને આદિત્યને વીડિયોકોલ કર્યો.આદિત્ય આટલી રાત્રે કિરનનો વિડીયો કોલ જોઇને આશ્ચર્ય થયું.
"હેલો કિરન."આદિત્ય બોલ્યો તે ચહેરા પરથી ઉદાસ જણાતો હતો.
"હેલો આદિત્ય,કેમ છો? તબિયત તો સારી છે ને? તમારો ચહેરો જોઇને એમ લાગે છે કે ઉદાસ છો."કિરન.

"ના ના હું ઠીક છું.આ તો બસ આરુહની યાદ આવતી હતી."આદિત્ય બોલ્યો.

"આદિત્ય,હું અહીં પહોંચી ગઇ છું અને મે રુહીને મારી મીઠીમીઠી વાતોમાં ફસાવવાની શરૂઆત કરી દીધી છે.જલ્દી જ હું તમને રુહીના વિરુદ્ધ પુરાવા આપીશ અને તમે તેને ચારિત્રહીન સાબિત કરીને આરુહની કસ્ટડી લઇ શકશો."કિરન
"ઓહ ખરેખર!?"આદિત્ય થોડો ખુશ થયો.

"આ તમે છો જે ત્યાં ઉદાસ છો અને રુહી તે તો તેના થવાવાળા પતિ સાથે પહેલાથી એક જ રૂમમાં રહે છે.પતિ પત્નીની જેમ.એક મીનીટ બતાવું."આટલું કહી કિરને અધખુલ્લી બારીમાંથી એકબીજાને ગળે લાગેલા રુદ્ર અને રુહી બતાવ્યા.આદિત્યને ખુબ જ ગુસ્સો આવ્યો.તેની આ બેચેની અને ગુસ્સો જોઇને કિરન અને રિતુને ખુબ જ ખુશી મળી.

"આદિત્ય,જોયું કેવી બેશરમ થઇ ગઇ છે એક એ છે અને એક તમે છો.તમારા પણ લગ્ન થવાના છે પણ તમે આવું બધું થોડું કરો છો.આદિત્ય પેલા ન્યુઝ તમે આપ્યા હતાને રુહીને બદનામ કરવા?"કિરન બોલી.

"ના મે નથી આપ્યા.અગર મે આપ્યા હોત તો રુચિ વિશે થોડું જેમ તેમ લખાવું."આદિત્ય ભડક્યો.

"તો હે આદિત્ય આ રુચિ તમારી સાથે લગ્ન કરવા માની ગઇ સારું કહેવાય.નહીંતર તમે તો તેને છોડીને રુહી સાથે લગ્ન કર્યા.તે ગુસ્સે થઇ હશેને.તો તમે તેને આટલી જલ્દી કેવી રીતે મનાવી? સાંભળ્યું છે કે રુચિ પ્રેગન્નટ છે."કિરન બોલી.તે આદિત્ય પાસેથી વાતો કઢાવવા માંગતી હતી.આદિત્યને યાદ આવ્યું કે રુચિએ લગ્ન માટે આ ખોટું બોલ્યુ હતું કે તે માઁ બનવાની છે.તેણે વિચાર્યું કે અગર તેણે સત્ય જણાવી દિધું તો આ વાત બહાર આવી શકે છે.

"હા સાચી વાત છે.જો તું તો હવે મિત્ર જેવી છો.તારાથી શું છુપાવું હું રુહી સાથે લગ્ન કરવા રુચિના કહેવાથી જ તૈયાર થયો હતો કેમકે રુચિ લગ્ન કરીને માઁ બનવા નહતી માંગતી અને મને લગ્ન કરીને બાળક જોઇતું હતું.

અમારા સંબંધ લગ્ન પછી પણ એમ જ રહ્યા હતાં.હું બહારગામ કામના બહાને તેની સાથે જ સમય વિતાવતો."આદિત્ય પોપટની જેમ બધું બોલી ગયો કિરને થોડી સહાનભુતી બતાવી તેમા.

"ઓહ.યુ આર સો લકી કે તમને રુચિ જેવી સમજદાર પ્રેમિકા મળી પણ તમે ખુશ કેમ નથી એક મહિના પછી લગ્ન છે તમારા?"

"કિરન,ખબર નહીં કેમ આજે મન હળવું કરવાનું મન થયું છે.મારું કોઇ દોસ્ત નથી રુચિ સિવાય.હું તને જ કહું આજકાલ રુચિ બદલાઇ ગઇ છે.તે મને ઇગ્નોર કરે છે.મારા પર ગુસ્સો કરે છે.આ લગ્ન જેના માટે તે ખુશ હતી તેના માટે તેના ચહેરા પર કોઇ ઉત્સાહ નથી દેખાતો."

"ઓહો આદિત્ય,સો સેડ.તમારા નસીબમાં તો પત્નીનું સુખ લખ્યું જ નથી.એવું તો નથીને કે રુચિના મનમાં હવે કોઈ બીજું વસી ગયું હોય.આદિત્ય રુચિ પર થોડી કડકાઇ વર્તજો નહીંતર તે હાથની બહાર નિકળી જશે.જેમ તમે રુહીને દાબમાં રાખતા તેમ તેને પણ દાબમાં રાખજો.સાચું કહું છું તમે પુરુષ છો તે કેમ ગુસ્સો કરે તમારા પર.તમે જ તેને તમારો અસલી સ્વભાવ દેખાડો.ચલો બાય હું ફોન મુકુ તમે ચિંતા ના કરતા રુહી વિરુદ્ધ પુરાવા તમને જલ્દી જ આપી દઇશ.ગુડ નાઇટ."કિરને આદિત્યને ભડકાવવામાં કશુંજ બાકી ના રાખ્યું.રિતુ અને અભિષેક કિરનની વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયાં.

અહીં કિરનની વાતો સાંભળી આદિત્યે નક્કી કર્યું કે તે રુહીની જેમ જ રુચિને દાબમાં રાખશે.

ફોન મુક્યા પછી બધાએ કિરનને સેલ્યુટ કર્યું.
"અંદર ચલો."કિરન આટલું કહીને અંદર ગઇ જ્યાં રુહી હજીપણ રુદ્રની આગોશમાં જ હતી.રિતુએ ખોંખારો ખાધો.રુદ્ર અને રુહી અલગ થયાં.

"આહ હાય મારી જાન નજર ના લાગે આ પ્યારી જોડીને."રિતુ બોલી.કિરને ફોન પર જે વાત થઇ તે કહી.
"હવે આદિત્ય અને રુચિના સંબંધ બગડશે.આદિત્ય રુચિ સાથે તારી સાથે વર્તતો હતો તેમ વર્તશે પણ તે રુચિ છે.તે આદિત્યની બેન્ડ બજાવશે અને તેમના સંબંધોની પણ બેન્ડ બજશે.મે આદિત્યના મોઢેથી કબુલાત કરાવી તે મે રેકોર્ડ કર્યું છે.જે ભવિષ્યમાં આપણે અગર જરૂર પડી તો તેના વિરુદ્ધ જ વાપરી શકીશું.હવે તે નિશ્ચિત છે કે અહીં હું તેનું જ કામ કરું છું તો તે તારા જીવનમાં કોઇ નવી તકલીફ ઊભી નહીં કરી શકે.ચલો રાત બહુ થઇ ગઇ છે સુઇ જઇએ.કાલથી તમારા લગ્નની તૈયારી કરવાની છે અને રાત્રે પેલી પાર્ટીમાં પણ જવાનું છે"કિરન બોલી.

"રિતુ અને કિરન.થેંક યુ આઇ લવ યુ મારી સખીઓ."આટલું કહીને રુહી તેની સખીઓને ગળે લાગી.

તેમના ગયા પછી રુદ્રએ બારણું બંધ કર્યું અને રુહીને જોરથી પોતાના બાહુપાશમાં જકડી લીધી.
" રુદ્ર,બસ કિરનનો ફોન પતી ગયો હવે છોડો મને."રુહીએ પોતાની જાતને છોડાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.રુદ્ર તેની એકદમ નજીક હતો તેના વાળની અને તેની સુવાસ લઇ રહ્યો હતો.રુહી પણ પિગળી રહી હતી જાણે તેમા.અચાનક તેને મસ્તી સુઝી રુદ્રને ધક્કો મારીને ભાગી.

"રુદ્રજી,બસ હવે થોડા દિવસનો ઇંતજાર કરવો પડશે મને પામવા માટે."રુહી શરારતી સ્મિત આપ્યું.

"ઓહો.રુહી.હું તમને આજે નહીં છોડું પકડીને જ રહીશ અને જો એક વાર પકડી લીધીને તો..."આટલું કહીને તે રુહી પાછળ ભાગ્યો.રુહી અને રુદ્ર રૂમમાં દોડપકડ રમી રહ્યા હતા.રુહી તેની પર ઓશીકા અન બ્લેંકેટ ફેંકી રહી હતી.રુદ્રએ તેને પકડી લીધી અને તેના ફરતે પોતાના હાથ મજબુતીથી મુકી દીધાં.
"આઇ લવ યુ રુહી...." રુદ્રે આટલું કહીને તેના કપાળ પર ચુંબન કરી તેને પોતાની છાતીમાં છુપાવી દીધી.

"હવે સુઇ જાઓ તમે આ પલંગ પરસુઇ જાઓ તમારી તબિયત ઠીક નહતી.હું અહીં કાઉચ પર સુઇ જઇશ."રુદ્ર બોલ્યો.રુહી તેની સામે હસી.

બિજા દિવસે સવારે શ્યામ ત્રિવેદી અને અભિષેક બ્રેકફાસ્ટ કરવા જઇ રહ્યા હતા.

"અભિષેક,મે નક્કી કર્યું છે કે હું રુહીને અને અન્ય બધાને રુહીની બિમારી વિશે બધું જ જણાવી દઇશ.હું તેનું કાઉન્સેલીંગ કરીશ.હવે હું તેનાથી કઇ છુપાવવા નથી માંગતો."રુહીના પિતા બોલ્યા.

બ્રેકફાસ્ટ ટેબલ પર બ્રેકફાસ્ટ કર્યા પછી હેરી અને સેન્ડી ઊભા થયા.રુદ્રએ રુહીના માતાપિતા અને ભાઇની ઓળખાણ આપી.

"રુદ્ર,કોન્ગ્રેચ્યુલેશનસ અમે તો અહીં એક ડીલ કરવા આવ્યા હતા પણ તે જે રીતે અમારું વેલકમ કર્યું અમારું ધ્યાન રાખ્યું.અમે ખુબ જ પ્રભાવિત છીએ.સાથે રુહીના હાથના મસાલા અને ડ્રાય નાસ્તા વાળી ડીલ.અમે આ બન્ને ડીલ ફાઇનલ કરીએ છીએ.

આજે સાંજે આ કાકાસાહેબની પાર્ટી પછી કાલે આ ડીલના પેપર્સ સાઇન કરીને અમે સાંજની ફ્લાઇટમાં પાછા જવાના છીએ."હેરી બોલ્યો.

"ઓહ થેંક યુ.આ બન્ને ડીલથી ખેડૂતો અને અહીંની જરૂરિયાત વાળી મહિલાઓને ખુબ જ ફાયદો થશે."રુદ્ર બોલ્યો.

"રુદ્ર અને રુહી તમે બન્ને ખુબ જ સારા છો.રુદ્ર અમે જઇએ શોપિંગ માટે સાંજે મળીએ.બાય."આટલું કહીને હેરી અને સેન્ડી નિકળી ગયા.તેટલાંમાં રુદ્રને મુંબઇથી વકીલસાહેબનો ફોન આવ્યો.

"ગુડ મોર્નિંગ રુદ્ર સર,આજના ન્યુઝપેપરમાં માફીપત્ર છપાઇ ગયું છે.તે ન્યુઝ આપવા વાળા રિપોર્ટરે મોઢું ખોલી નાખ્યું છે.સર તમને આશ્ચર્ય થશે કે તે ન્યુઝ કોણે આપ્યા હતા."વકીલસાહેબે કહ્યું.

"કોણે આપ્યા?"રુદ્ર ગુસ્સામાં કાંપી રહ્યો હતો.

"શોર્ય સિંહ."વકીલ સાહેબ બોલ્યા.

"સર,શોર્ય સિંહ બે દિવસ મુંબઇમાં હતા અને તે રુચિ સાથે જ બે દિવસ હતો.આ પેપરમાં રુચિ સાથે જે પુરુષ દેખાતો હતો તે શોર્ય હતો.સર શોર્ય સિંહ અને રુચિ કઇંક મોટું પ્લાન કરી રહ્યા છે."વકીલ

"પણ શું?"રુદ્ર

"રુદ્ર સર,તે જાણવા જ મે મારા એક જાસુસને રુચિના ઘરે લગાવ્યા છે.તે મને જલ્દી જ અંદરની બધી જ વાત આપણને જણાવશે.

સર,હું અત્યારે મહાબળેશ્વર મારી ટીમ સાથે જવા નિકળી ગયો છું.અમને બધી ફોર્માલીટી પતાવતા સાંજ થઇ જશે.મોડીરાતની ફ્લાઇટમાં નિકળીને કાલ સવાર સુધીમાં અમે આવી જઇશું તમારા હ્રદયના ટુકડાને લઇને."વકીલસાહેબ બોલ્યા

"અરે વાહ,વકીલસાહેબ આદિત્ય અને રુચિ વિશે માહિતી મળી?"રુદ્રએ પુછ્યું.

"હા સર તેના માટે હું તમારો ફોન તે પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટર સાથે કનેક્ટ કરું છું જેને મે આ કામ સોંપ્યું હતું."વકીલસાહેબ
વકીલસાહેબે તે પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટરનો નંબર રુદ્રને આપ્યો.રુદ્રએ તેમને ફોન લગાવ્યો

"ગુડ મોર્નિંગ રુદ્ર સર.મારું નામ.સની છે.સર રુચિ ગજરાલ અને આદિત્ય શેઠની પુરી હિસ્ટ્રી મારી પાસે છે.શરૂઆત કરીએ આદિત્ય શેઠથી.
સર તે એક નંબરનો અભિમાની ,લાલચી અને મુર્ખ માણસ છે.હા એ એટલા માટે કે તેના શોરૂમની આવક ઘટી છે તેની મુર્ખામીના કારણે તે લાલચમાં આવીને નવા નવા સાહસો ખેડે અને તે મુર્ખામી તેને જ ભારે પડી.તેણે છેલ્લી બે વખતમાં જે માલખરીદ્યો તે આઉટડેટેડ ડિઝાઇનસ વાળો હતો.જે પડ્યો રહ્યો અને તેને નુકશાન થયું.કહેવાય છે કે તે ખુબ જ દેવામાં છે અને તે નુકશાનથી તેને હેત ગજરાલ જ બચાવી શકે એમ છે.એટલે આ લગ્ન આદિત્ય માટે જીવનનો સવાલ છે.

સર,હવે વાત કરીએ રુચિ ગજરાલ એટલે કે હેત ગજરાલની દિકરી.એકમાત્ર દિકરી છે તેવું દુનિયા જાણે છે પણ હેત ગજરાલનો ભુતકાળ કઇંક અલગ અને ઇન્ટરેસ્ટીંગ હતો."

શું છે હેત ગજરાલનો ભુતકાળ?આદિત્ય અને રુચિના લગ્ન થશે કે નહીં ?રુહીના પિતા તેનો ઇલાજ કરી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Laxmi

Laxmi 4 days ago

maya shelat

maya shelat 1 month ago

JIGNESH

JIGNESH 11 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago