Rudrani ruhi - 50 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-50

રુદ્રની રુહી... - ભાગ-50

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -50

સનીની વાત આઘાત આપનાર હતી.

"શું ભુતકાળ છે હેત ગજરાલનો?"રુદ્રે પુછ્યું.

"સર,તે માણસનું નામ હેત છે પણ તેનામાં બિલકુલ હેત નથી.સર,તે વ્યક્તિ ખુબ જ ખતરનાક છે.સર તે એક ગરીબ ઘરમાંથી આવેલો સામાન્ય છોકરો અને આજે કરોડો અબજોની સંપત્તિનો માલિક છે.

શું લાગે છે તમને આદિત્ય એમ જ રુચિ પાછળ હશે?બીજી વાત સર રુચિ તેમની એકમાત્ર વારસદાર છે.એક પુત્ર હતો તેમને જે યુવાનીમાં જ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યો હતો.

આ પોઝીશન પર આવવા ઘણા કાળા કામ કર્યા હશે તેમણે.આ બિઝનેસ એમ્પાયર ઘણાબધા લોકોની લાશ પર ઊભું થયેલું છે.સર,મોટા મોટા રાજનેતા અને અંડવર્લ્ડના મોટા માથા સાતે તેમને ઘરોબો છે.

સર,વકીલસાહેબ મારા ગુરુ છે.તેમણે તમારા વિશે જણાવ્યું એટલે તમારા માટે મને માન છે.સર,હેત ગજરાલને છંછેડવા જેવા નથી.નો ડાઉટ તમે ખુબ જ તાકાતવર અને મજબૂત છો પણ હેત ગજરાલ ખલનાયક છે.સર તમારું જીવન ખરાબ કરી દેશે.તો તેને તમેના છંછેડો એ જ સારું."સની એક જ શ્વાસે બોલી ગયો.

"હમ્મ,સારું તેને ડાયરેક્ટ નહીં છંછેડું પણ તેવો કોઇ તો રસ્તો હશે કે પડદા પાછળ રહીને તેને નુકશાન પહોંચાડી શકાય.મારે તેની સાથે કોઇ દુશ્મની નથી.મારે તો રુચિને સબક શીખવાડવો છે બસ."રુદ્ર બોલ્યો.

"હં બરાબર સર,રુચિની જાસુસી ચાલું છે.કઇંક જાણવા મળશે તો તમને તરત જ જણાવું."સની.

રુદ્ર વિચારમાં પડ્યો અને તેણે આદિત્યને સબક શીખવાડવા માટે પ્લાન બનાવી દીધો.

"સની,સાંભળ સાંભળ્યું છે કે મુંબઇ બોલિવુડની નગરી છે.તો મારા માટે એક એવા એકટરને હાયર કર જેની એકટીંગ એકદમ રીયલ હોય પણ તેને બહુ કોઇ જાણતું ના હોય.આટલું કર પછી જણાવું કે શું કરવાનું છે?"રુદ્ર બોલ્યો

"ઓ.કે સર કાલ સુધીમાં આ કામ થઇ જશે."સનીએ આટલું કહીને ફોનમુકી દીધો.

ફોન મુકીને રુદ્ર અંદર આવ્યો.શ્યામ ત્રિવેદી ગંભીર વદને બેઠેલા હતા.સામે બધાના મનમાં પ્રશ્ન હતો કે તેઓ શું કહેવા માંગતા હશે?

" આવ રુદ્ર બેસ મારે બધાને કઇંક કહેવું છે?"શ્યામ ત્રિવેદી બોલ્યા.

"પપ્પા,બધું ઠીક તો છે ને"રુદ્રને થોડી ચિંતા થઇ.

"રુહીને એક ગંભીર રેર સાયકોલોજીકલ બિમારી છે.હું આ વાત બધાથી છુપાવવા નહતો માંગતો.હા પણ તેનો મતલબ એ બિલકુલ નથી કે તમે ચિંતા કરો.તેનું સ્પેશિયલ ધ્યાન રાખો.

આદિત્યના સતત તેને નીચા દેખાડવાના કારણે,તેના સાસુ-નણંદ દ્રારા થતી તેની આલોચના,તેને ગુડ ફોર નથીંગ માનવી અને આ સિવાય આદિત્ય દ્રારા આપવામાં આવેલી અસંખ્ય માનસીક યાતના.આ બધી બાબત મારી નાજુક હ્રદયની દિકરી સહન ના કરી શકી.

તે કોઇને કહેવા માંગતી હતી આ વાત પણ તે કહી ના શકી.કિરન,રિતુ,રાધિકા કે હું કદાચ કોઇ જ તેને સાંભળવા તૈયાર નહતું.મારી પાસે આવી પણ હતી તે આ વાત લઇને પણ મે તેની વાત પુરી સાભળી નહીં જેના કારણે તે દિવસે તે ડુબકી લગાવતા ડુબી ગઇ.

સારું થયું કે ડુબી ગઇ નહીંતર તેને રુદ્ર ના મળતો જે તેના જીવનમાં એક અદભુત આત્મવિશ્વાસ ,તાકાત અને મક્કમ મનોબળ લાવ્યો.અભિષેક,રિતુ અને કિરન જેવા મિત્રો તેના જીવનમાં આવ્યાં.

જ્યાં કઇંક સારું થાય ત્યાં ખરાબ પણ હોય આ બધી વાતો અને અભિષેકની સારવાર તેને ઠીક કરી દેત અગર જો આદિત્ય ,અદિતિ અને રુચિએ આ બધું ના કર્યું હોત.

કોઇપણ સ્ત્રી માટે તે વાત અસહ્ય હોય કે તેનો પતિ કોઇ અન્ય સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધમાં છે.આ વાતની રુહીના માનસ પર ઊંઘી અસર કરી અને હવે તેની બિમારી ઘાતક વળાંક પર ઊભી છે."

બધાની આંખો આશ્ચર્યથી પહોળી હતી અને આંસુથી ભરેલી હતી.રુદ્ર ખુબ જ ગુસ્સામાં હતો.

"તમે લોકો બધા આમ દુખી કેમ છો? રુહીનો ઇલાજ શક્ય છે.જેની શરૂઆત રુદ્રે કરી દીધી છે.રુહી અહીં આવ.જો બેટા,આજસુધી તે ખુબ સહન કર્યું પણ હવે નહીં તે આદિત્ય ,અદિતિ અને રુચિને તારે જડબાતોડ જવાબ આપવાનો છે.સૌથી પહેલા તારે તારા ગૃહઉદ્યોગને શરૂ કરીને એક નવી ઓળખ સ્થાપવાની છે.

બીજું રુદ્ર સાથે લગ્ન કરીને અને આરુહને તેની સ્વેચ્છાએ અહીં રહેવા મનાવીને આદિત્યના મોઢા પર થપ્પડ મારવાનો છે.

સાંભળ નાનો આઘાત પણતારા માટે ઘાતકી પુરવાર થઇ શકે છે એવું આ રિપોર્ટ્સ કહે છેપણ તેને ખોટુે સાબિત કરવું તારા હાથમાં છે.મજબુત બનાવ તારા મનને કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહે એ ભલે સારી હોય કે ખરાબ.તારે હવે તે ત્રણેયને સબક શીખવાડીને જ રાહતનો શ્વાસ લેવાનો છે."શ્યામ ત્રિવેદી બોલ્યા.

"વાઉ સર,ગ્રેટ કાઉન્સેલીંગ અને હા રુહી હું અને સર રેગ્યુલર તારું કાઉન્સેલી્ગ કરીશું અને આ બુક્સ મહાન લોકોની બાયોગ્રાફી છે.તું વાંચ તને ખુબ જ પોઝીટીવીટી અનુભવાશે અને હિંમત મળશે.આ દવાઓ આજથી તારી ટ્રીટમેન્ટ શરૂ થાય છે.અમે બધા તારી સાથે છીએ."અભિષેક રુહીના ખભે હાથ મુકી તેને દવા આપતા બોલ્યો.

"હા રુહી અમે બધા તારી સાથે છીએ."બધા એકસાથે બોલ્યા.

"રુહી,તારા જેટલા દોસ્ત છે તેટલાં જ દુશ્મનો છે.આદિત્ય ,અદિતિ ,રુચિ ,શોર્ય અને કાકાસાહેબ.તે બધાનો તું એકલી સામનો કરી શકે તેટલું મજબૂત થવાનું છે."રુદ્ર બોલ્યો.

* * *

અહીં સાંજ થવામાં હતી કાકીમાઁ ખુબ જ ચિંતામાં હતા.તે બે બહેનો તેમની પાછળ ભુતની જેમ લાગેલી હતી.બાથરૂમ જવા સિવાય તેમને ક્યાંય પણ એકલા ના જવા દેતી.તેઓએ નિશ્ચય કરી લીધો હતો કે તે આ વાત કોઇપણ રીતે રુદ્રને જણાવીને જ રહેશે.તેમણે તે બન્ને સ્ત્રીઓને પોતાના બધા ઘરેણા અને મોંઘી સાડીઓ આપવાની ઓફર કરી છતાપણ તે બન્ને ના માની.

અંતે કાકીમાઁએ હિંમત દેખાડવાનું નક્કી કર્યું તે ઉભા થઇને પોતાના કબાટમાં ગયા જ્યાં કાકાસાહેબની જુની બંદૂક હતી તેમણે તે કાઢી.તેમા ગોળીનાહતી પણ આ વાતની જાણ માત્ર તેમને જ હતી.

"એ ય,આ બંદૂક જોઇ છે.તે કોઇની સગી નથી થતી.ચુપચાપ મને તમારો ફોન આપો."કાકીમાઁ બોલ્યા

તે બન્ને બહેનો એકબીજાની સામે જોઇને હસવા લાગી.

"ઓ માજી,અા બંદૂકથી લડવાનું તમારું કામ નહીં.અમે પ્રોફેશનલ છીએ."આટલું કહીનેતે બંદૂક તેમના હાથમાંથી ખેંચવાની કોશીશ કરી.કાકીમાઁએ પુરી હિંમત લગાવીને તે બંદૂક એક એક કરીને બન્નેના માથામાં મારી તે બન્ને માથું પકડીને ઊભી રહી.કાકીમાઁએ તેમનો મોબાઇલ લઇને તેમને બાથરૂમમાં પુરી દીધાં.તેમણે મોબાઇલતો લઇ લીધો પણ રુદ્રનો મોબાઇલ નંબર તેમને મોઢે યાદ નહતો.તેમને રુદ્રના ઘરનો લેન્ડલાઇન નંબર યાદ હતો તો તે લગાવ્યો.રીંગ વાગી રહી હતી.હરિરામકાકાએ ફોન ઉઠાવ્યો.
"હેલો."

"હરિરામભાઇ,જલ્દી રુદ્રને ફોન આપો."કાકીમાઁ હાંફી રહ્યા હતા.

"જી બેન." આટલું કહીને તેઓ રુદ્રને બોલાવવા ગયાં.રુદ્ર આવ્યો.

"હા કાકીમાઁ,કેમ છો? શું થયું કેમલેન્ડલાઇન પર ફોન કર્યો?"રુદ્રને આશ્ચર્ય થયું.

"રુદ્ર,મારી વાત સાંભળ સાંજે પાર્ટીમાં ...સાંજે પાર્ટીમાં શોર્ય અને તારા કાકાસાહેબ ધમાલ."આટલું બોલ્યા ત્યાં ફોન કપાઇ ગયો.રુદ્રને લાગ્યું કે લેન્ડલાઇનમાં પ્રોબ્લેમ થયો.તેણે ફરીથી ફોન જોડવાની કોશીશ કરી પણ ફોન ના લાગ્યો.

અહીં કાકીમાઁના હાથમાંથી ફોનશોર્યે ખેંચી લીધો હતો.કાકીમાઁએ ફોન જેનો લીધો તેની પાસે બીજો મોબાઇલ હતો જેમાંથી તેણે શોર્યને ફોન કરી લીધો.
"મમ્મી,તમારી સાથે મને સખત વર્તન કરવું નહીં પસંદ આવે.હું તમને ખુબ જ પ્રેમ કરું છું.તો મહેરબાની કરીને મારા ધિરજનીકસોટી ના લેશો.હવે શાંતિથી ચુપચાપ તમાશો જોજો નહીંતર મારે તમને મામા પાસે ગામ મોકલી દેવા પડશે."શોર્યે પોતાની માતાને ધમકી આપી.કાકીમાઁના આંખમાં લાચારીના આંસુ હતા.

અહીં કાકીમાઁનો ફોન અચાનક કપાઇ જવાથી રુદ્ર ચિંતામાં આવી ગયો.તેણે ફરીથી ફોન લગાવ્યો પણ લાગ્યો નહીં.તેટલાંમાં અભિષેક આવ્યો રુદ્રએ અભિષેકને બધીવાત જણાવી.

"અભિષેક,સાંજની પાર્ટીમાં જવાનું કેન્સલ કરી નાખીએ.કાકીમાઁ કઇંક કહેવા જતા હતા કે પાર્ટીમાં..નક્કી પાર્ટીમાં કાકાસાહેબ અને શોર્ય કઇંક ગડબડ કરવાના છે.જ્યારે કાકાસાહેબે પાર્ટીની વાત કરી ત્યારે જ મને લાગ્યું હતું કે કઇંક તો કાળુ છે દાળમાં."રુદ્ર બોલ્યો.

"રુદ્ર,તું આ પાર્ટીમાં નહીં જાય તો બદનામી તારી જ થશે.કાકાસાહેબને તારા વિરુદ્ધ બોલવાનો એક વધારે ચાન્સ મળી જશે.આપણે બધાં એકસાથે છીએને તો ગમે તેવી પરિસ્થિતિ હશે સંભાળી લઇશું."અભિષેક બોલ્યો.

"હા એ વાત સાચી છે.હાલમાં આ વાત કોઇને ના જણાવતો રિતુ સિવાય.આપણે ત્રણેય જણા ધ્યાન રાખીશું અને તેવું કઇપણ જણાશે તો સંભાળી લઇશું."રુદ્રએ કહ્યું.

સાંજે કાકાસાહેબની હવેલી પર ખુબ જ રોનક લાગેલી હતી.કાકાસાહેબની હવેલી પણ ખુબ જ મોટી હતી.પહેલા એક શાનદાર જુના જમાનાની કોતરણી વાળો ગેટ જેને ફુલોથી અને લાઇટથી સજાવેલો હતો.
વેલકમ રુદ્ર અને રુહી એવું બોર્ડ લાઇટીંગથી ચમકી રહ્યું હતું.

ગેટની અંદર દાખલ થતાં થોડુંક ચાલતા એક બાજુએ ગેરેજ અને બીજી બાજુએ તેમની વિશાળ હવેલી અને બાજુમ‍ાંથી પાછળ આવેલા વિશાળ ખુલ્લા પ્લોટ કે ગાર્ડન તરફ જવાનો રસ્તો હતો.

પાછળ ગાર્ડનમાં ખુબ જ સુંદર સજાવટ હતી.દેશી અને વિદેશી અલગ અલગ ભોજનોના કાઉન્ટર,વચ્ચોવચ સુંદર ફુવારો અને ઘણુંબધું.આ પાર્ટી માટે કાકાસાહેબે ખુબ જ રૂપિયા ખર્ચ્ય‍ા હતા.

જે બધા માટે ખુબ જ આશ્ચર્યની વાત હતી.એક પછી એક મહેમાન આવવા લાગ્યા.કાકીમાઁ તે બન્ને બહેનોના પહેરા હેઠળ રૂમમાં કેદ હતાં.અહીં રુદ્રની હવેલી પર બધાં તૈયાર હતાં.બધાં રુદ્ર દ્રારા ભેટ આપવામાં આવેલા સુંદર અને મોંઘા કપડાંમાં સુંદર લાગી રહ્યા હતા.હેરી અને સેન્ડી પણ તૈયાર હતાં.અભિષેક બ્લેક બ્લેઝરમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.રુદ્ર અને રુહીની રાહ જોઇને બધા નીચે ઊભા હતા.અંતે રુદ્ર અને રુહી નીચે આવ્યા.જેમને જોઇને બધાંની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ.

કાકાસાહેબની પાર્ટીમાં શું શું ધમાલ થશે ? શોર્ય,અભિષેક અને રિતુ મળીને તે રોકી શકશે કે આ વખતે કાકાસાહેબ જીત મેળવશે?

જ‍ાણવા વાંચતા રહેજો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

sangeeta ben

sangeeta ben 9 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago