Rudrani ruhi - 52 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-52

રુદ્રની રુહી... - ભાગ-52

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -52

‍આ આદિત્ય સમજે છે શું પોતાની જાતને? મને રુહી સમજીને રાખી છે કે શું ?કે મારી સાથે રુહીની જોડે વર્તતો હતો.એક તો હું મારી શોર્ય પ્રત્યેની લાગણી હોવા છતા તેની સાથે લગ્ન કરવા તૈયાર છું અને તે મારી સાથે આવું વર્તન કરશે."રુચિ ગુસ્સામાં તેના રૂમમાં બધું અસ્તવ્યસ્ત કરી રહી હતી.

તેને યાદ આવ્યું....આજે બપોરે તે આદિત્ય સાથે લંચ પર જવા માટે બિલકુલ ઉત્સાહિત નહતી.તે સાવ સાદા કપડાં પહેરીને અને વગર મેકઅપ કર્યે લંચ પર જવા તૈયાર થઇ.આદિત્ય તેને લેવા માટે આવ્યો હતો.

આદિત્ય સાથે ફરવા જતી વખતે રુચિ સામાન્ય રીતે ખુબ જ સરસ તૈયાર થતી રુચિને આજે આ રીતે જોઇને તે આશ્ચર્ય પામ્યો.

આદિત્ય અને રુચિ લંચ પર રુચિની ફેવરિટ રેસ્ટોરન્ટમાં આવ્યાં હતાં.

"જો રુચિ તારા માટે સ્પેશિયલ મે તારું ફેવરિટ ટેબલ બુક કરાવ્યું છે પુલ સાઇડનું જ્યાં આપણી પ્રાઇવસીનું પણ ધ્યાન રખાશે.સોરી રુચિ,પુરી વાત જાણ્યા વગર મે તારા પર ગુસ્સો કર્યો.આઇ એમ સોરી સ્વિટહાર્ટ.આઇ એમ સો હેપી કે બસ હવે ચાર દિવસ અને પછી તું મારી પત્ની હોઇશ.મારી પત્ની અને હું તારો પતિ."આટલું કહીને આદિત્યએ તેને પોતાના તરફ ખેંચી તેણે તેને કીસ કરવાની કોશીશ કરી.રુચિએ તેને પ્રતિકાર કર્યો.

"વાત શું છે રુચિ ? તું કેમ મને ઇગ્નોર કરતી હોય તેવું મને લાગે છે.કોઇ ઉત્સાહ જ નથી જણાતો તારા ચહેરા પર.તને જોઇને કોઇ એમ ના કહે કે તારા લગ્ન છે.ક્યાંક પેલા શોર્ય સાથેની દોસ્તી આગળ તો નથી વધી ગઇને."આદિત્ય ગુસ્સામાં બોલ્યો.

"રુચિ,એક વાત ધ્યાનમાં રાખજે કે હવે તારો અને મારો સંબંધ બદલાઇ જશે.આવું બધું નહીં ચાલે.કોઇ પરપુરુષ સાથે હદથી વધારે દોસ્તી નહીં ચાલે.લગ્ન પછી તું પણ તારી અને મારી મમ્મીની જેમ હાઉસવાઇફ બની જઇશ.હા તું ઘરનું કોઇ કામ નહીં કરે તો ચાલશે.

તું મારી જાન છે તારા માટે એટલી છુટછાટ ચાલશે.તું બસ ખાલી મારી ભાવતી રસોઇ બનાવતા શીખી જજે.હા,તું કીટીપાર્ટી,તારી બહેનપણીઓ સાથે ફરવા જવું બધું જ કરી શકે છે."આદિત્યે કિરન સાથે થયેલી વાતને ગંભીરતાથી લઇને રુચિ પર રોફ જતાવવાની કોશીશ કરી.

"આદિત્ય ઇનફ ઇઝ આદિત્ય,તું મને રુહી સમજવાની ભુલ ના કરતો.હું રુહી નથી કે તારા દબાવવાથી દબાઇ જઇશ, કે તારો ગુસ્સો સહન કરીશ, કે તું કહીશ એમ જ કરીશ.ના હું તે નહીં કરું.હું લગ્ન પછી મારો બિઝનેસ નહીં છોડું.રસોઇ તારા માટે ક્યારેય નહીં બનાવું અને આજ પછી આવો એટીટ્યુડ મને નહીં બતાવવાનો.અન્ડર સ્ટેન્ડ."રુચિ આદિત્યને જડબાતોડ જવાબ આપીને ઊભી થઇ ગઇ.આદિત્ય ગુસ્સામાં સમસમીને રહી ગયો.

રુચિ ગુસ્સામાં તેના રૂમમાં ફરી રહી હતી.તેની દોસ્ત તેને શાંત કરવાની કોશીશ કરી રહી હતી.

"આદિત્ય,તેની હિંમત કેવી રીતે થઇ મારી સાથે રુહીની સાથે કરતો હતો તેમ વર્તન કરવાની.મારી સાથે લગ્ન કરવા એ તેની જરૂરત છે અને મારી મજબુરી.નહીંતર તેના જેવા બીજવર સાથે મારા જેવી સુંદર યુવતીના લગ્ન કોઇ કાળે શક્ય નથી.

અગર આ લગ્ન ના થઇ શકયાને તો તે રસ્તા પર આવી જશે.એકવાર શોર્ય મને કહી દે કે રુચિ આઇ લવ યુ ટુ તો હું તેને તેની અસલી ઓકાત બતાવી દઉં અને બધું છોડીને શોર્ય પાસે જતી રહું." રુચિ બોલી.

* * *

રિતુ,કિરન અને અભિષેક જે સ્ત્રી વિશે વાત કરતા હતા.તે એક ફેમસ ન્યુઝ ચેનલની ટોપ રિપોર્ટર સ્મિતા હતી.જે તેની ધારદાર વાણી અને ધારદાર પ્રશ્નો માટે જાણીતી હતી.કોઇ પણ પ્રેસ કોન્ફરન્સમાં અગર તે પ્રશ્નો પુછવાની શરૂઆત કરે તો સામે વાળાની બોલતી બંધ કરી દે.અગર તેણે અહીં રુદ્ર અને રુહીની વિરુદ્ધમાં સવાલ પુછવાનું અને બોલવાનું શરૂ કરે તો પુરા હરિદ્વારમાં રુદ્રની ઇજ્જત અને નામ દાવ પર લાગી જાય.આ વાત જણાવવા માટે હવે બહુ જ મોડું થઇ ગયું હતું.

કાકાસાહેબે માઇક લઇને બોલવાનું શરૂ કર્યું.
"રુદ્ર અને રુહીના પ્રેમ વિશે તો જેટલું પણ કહીએ તેટલું ઓછું છે.રુહી પર સાક્ષાત્ માઁ અન્નપુર્ણાનો આશિર્વાદ છે.તેના હાથમાં ખરેખર જાદુ છે અને તેના અને રુદ્રના પ્રેમમાં તો તેનાથી પણ મોટો જાદુ છે.

રુદ્રએ પોતાની પત્ની માટે રુહી ગૃહઉદ્યોગ કરીને ફેક્ટરી સ્થાપી છે.જેની ચેરપર્સન રુહી છે.જેનાથી ઘણીબધી મહિલાઓને આજીવિકા મળશે.મને ખુબ જ ગર્વ છે રુદ્ર પર અને તેના આ પગલા પર.મારા તરફથી આ દસ લાખનો ચેક રુહીના ગૃહઉદ્યોગના નામ.હું રિકવેસ્ટ કરીશ કે આ નાનકડી ભેંટનો રુહી સ્વિકાર કરે."કાકાસાહેબે બોલ્યા

રુહીએ રુદ્રની સામે જોયું.રુદ્રને કઇ જ સમજ નહતી પડતી.તેણે માથું હલાવીને રુહીને ચેક સ્વિકારવા કહ્યું.રુહીએ કાકાસાહેબને પગે લાગીને તે ચેક સ્વિકાર્યો.

બધા મીડિયાવાળા આ ક્ષણને તેમના કેમેરામાં કેદ કરી રહ્યા હતાં.તેટલાંમાં જ સ્મિતા ઊભી થઇ કાકાસાહેબના ઇશારા પર.

"એક મિનિટ મીસીસ રુહી રુદ્રાક્ષ સિંહ કે મીસીસ રુહી આદિત્ય શેઠ.એટલે સમજ ના પડી સાચું નામ કયું છે?

સાંભળ્યું છે કે તમારા કાયદાકીય પતિ દેવાળીયા થઇ ગયા છે એટલે તમે નવો પૈસાદાર વર શોધી લીધો કેમકે રુદ્રાક્ષ સિંહની સંપત્તિ વિશે તો લગભગ પુરું હરિદ્વાર જાણે છે.તે દિવસે તમારા ડુબવાની ઘટના પણ મને એક વિચારેલી ચાલ લાગે છે.

રુહીજી,એક નિમ્ન મધ્યમ વર્ગની છોકરી મોટા સપના જોવે તેમા ખોટું નથી પણ તેને પુરા કરવા આવો રસ્તો અપનાવે તે ખોટું છે.સાંભળ્યું છે કે તમે આદિત્યના પત્ની હોવાછતા રુદ્રાક્ષ સિંહ સાથે અનૈતિક સંબંધ બાંધ્યાં.પતિ પત્ની ના હોવા છતા તમે એક જ બેડરૂમમાં પતિ પત્નીના સંબંધ ધરાવો છો.

ખબર નહીં તમારા પર ભરોસો કરવાવાળા ખેડૂતો અને મહિલાઓના બાળકો પર આ વાતની શું અસર પડશે?મને તો દયા તમારા આ નવા બકરા સોરી પતિની દયા આવે છે કે તેમની નવી ફોરેન ડીલ પર આ વાતની અસર ના થાય.

રુહીજી,આ બધું કરતા પહેલા તમને તમારા દસ વર્ષના નાના બાળકનો વિચાર આવ્યો કે તે તમારા પાપની સજા બોર્ડીંગ સ્કુલમાં રહીને ભોગવી રહ્યો છે.શેઇમ ઓન યુ રુહી ત્રિવેદી.પૈસા માટે એક સ્ત્રી આટલા હદ સુધી નીચે પડી શકે.

સાંભળ્યું છે કે તમારા પતિ આદિત્ય શેઠ ખુબ જભલા માણસ છે.જેમણે તમારી આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખ્યા વગર તમારી સાથે લગ્ન કર્યાં.તમે તેમા ખુશ ના રહી શક્યાં.પોતાની નિષ્ફળતાનો દોષ તેમને આપ્યો અને હવે તે બીજા લગ્ન કરે છે તો તેમાં પણ તમે તેમનો જકોઇ દોષ કાઢશો નહીં?"અંતે તે રિપોર્ટર સ્મિતા બોલતા અટકી.પુરી પાર્ટીમાં સન્નાટો છવાઇ ગયો.લોકો ઘૃણાથી રુહીની સામે જોતા હતા.રુહીની આંખોમાં અત્યંત આઘાત હતો.બાકી બધા પણ સખત આઘાતમાં હતા.રુદ્ર પોતે આ બધું રોકી ના શકવાનો દોષ પોતાની જાતને આપતો હતો.શ્યામ ત્રિવેદી અને અભિષેકમા મનમાં એક જ ડર હતો કે રુહીની બિમારીનો એટેક તેને ફરીથી આવ્યો તો આ વખતે કઇપણ થઇ શકે જેમ કે રુહી ફરીથી કોમામાં જઇ શકે કે તે તેનું માનસીક સમતોલન ખોઇ શકે.તે બસ મનોમન પ્રાર્થના કરતા હતા કે રુહીને કશુંજ ના થાય.

રુહી એક લથડીયું ખાઇને પડવા જેવી થઇ ગઇ.તેણે ટેબલ પકડી લીધું.તે બેભાન થવામાં જ હતી.તેને તે એટેક આવવાનો જ હતો પણ તેને તેના પિતાના કહેલા શબ્દો યાદ આવ્યા.તેણે તેના પિતાના સામે જોયું તેમની આંખોમાં આત્મવિશ્વાસ અને રુહી પરનો વિશ્વાસ સાફ દેખાતો હતો જે રુહીને હિંમત આપી ગયું.

"રુહી,સાંભળ નાનો આઘાત પણતારા માટે ઘાતકી પુરવાર થઇ શકે છે એવું આ રિપોર્ટ્સ કહે છેપણ તેને ખોટુે સાબિત કરવું તારા હાથમાં છે.મજબુત બનાવ તારા મનને કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહે એ ભલે સારી હોય કે ખરાબ.તારે હવે તે ત્રણેયને સબક શીખવાડીને જ રાહતનો શ્વાસ લેવાનો છે."શ્યામ ત્રિવેદીના આ શબ્દો રુહી પર અણધારી અસર કરી.

રુહીએ પોતાની જાતને સંભાળી અને માઇક હાથમાં લીધું.
"મેડમ,તમારું પતી ગયું કે હજી કોઇ આક્ષેપ લગાવવાના બાકી છે?"આટલું કહીને રુહી અટકી.

"આટલું ઓછું લાગે છે કે શું તમને?"સ્મિતા કટાક્ષમાં બોલી.રુહીએ ખુરશી ખેંચી અને તેની સામે જ બેસી ગઇ.‍

"સ્ટેપ બાય સ્ટેપ તમારા આરોપોનો જવાબ આપું

નંબર એક હું રુહી રુદ્રાક્ષ સિંહ કે રુહી આદિત્ય શેઠ નહીં પણ મીસ રુહી શ્યામ ત્રિવેદી છું.હા પણ જલ્દી જ હું રુહી રુદ્રાક્ષ સિંહ બનવાની છું.આદિત્ય શેઠ મારા પુર્વ પતિ એટલે કે એક્સ.હસબંડ.મારા અને તેમના ડિવોર્સ થઇ ગયા છે."રુહી જે આત્મવિશ્વાસથી બોલી તે જોઇ શ્યામ ત્રિવેદીને અને રાધિકા ત્રિવેદીને ખુબ જ ગર્વ થયો.રુદ્ર અને અભિષેકને પણ રુહી પર ગર્વ થયો.

""હવે નંબર બે ડુબવાવાળી વાત નાટક નહતું.મને એક રેર સાયકોલોજીકલ બિમારી છે."આટલું કહીને તેણે પોતાની બિમારી અને તેના કારણ એટલે કે આદિત્યના ખરાબ વર્તન વિશે કહ્યું.જે સવારે તેના પિતાએ તેને જણાવ્યું.

"અગર તમને આ વાતનો વિશ્વાસના થાય તો મારા ડોક્ટર્સ ડો.શ્યામ ત્રિવેદી અને ડો.અભિષેક તમને તેના રિપોર્ટ્સ બતાવી દેશે."રુહી જે રીતે જવાબ આપી રહી હતી તે જોઇને કાકાસાહેબ,શોર્ય અને સ્મિતાનું મોઢું પડી ગયું.કાકાસાહેબે સ્મિતાને ઇશારો કર્યો.

"વાહ રુહીજી,એટલે કે તમે પોતે જ માનો છો કે તમે રુદ્રજીના પત્ની નથી છતાપણ તમે તેમની સાથે એક જ બેડરૂમમાં.વાહ...."સ્મિતાએ પોતાનું કામ ચાલું રાખ્યું.

"માની લીધું કે તમે માનસીક રીતે બિમાર છો તે ડુબવા વાળી વાત નાટક નહતી પણ જ્યારે તમે ભાનમાં આવ્યાં અને જોયું કે વાહ પૈસાદાર પાર્ટી છે.તો તમે પાછા જવાનું જ ના વિચાર્યું.કેમ રુહીજી તમે પાછા કેમ ના ગયા?તમારે તો ભાન આવ્યાં પછી તરત જ પાછું જવું જોઇતું હતું."સ્મિતા બોલતા તો બોલી ગઇ પણ તેની વાતથી કાકાસાહેબ અને શોર્ય ચિંતામાં આવી ગયાં.રુહીના ચહેરા પર એક વિજયી હાસ્ય આવ્યું.

શું રુહી સ્મિતા અને તેના જેવી માનસિકતા ધરાવતા લોકોની બોલતી બંધ કરી શકશે?રુચિ અને શોર્ય વિશેની વાત રુદ્ર જાણી શકશે?કેવું રહેશે આરુહનું આગમન?શું અસર થશે તેના આગમનની રુદ્ર અને રુહીના સંબંધ પર?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Laxmi

Laxmi 4 days ago

maya shelat

maya shelat 1 month ago

sandip dudani

sandip dudani 12 months ago

Halimaibrahimjuneja

Halimaibrahimjuneja 12 months ago

Bhimji

Bhimji 12 months ago