Rudrani ruhi - 53 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી....ભાગ-53

રુદ્રની રુહી....ભાગ-53

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -53

બધાનું ધ્યાન રુહી તરફ હતું રુહી હસી અને બોલી,

"સાચી વાત છે તમારી,ભાનમાં આવ્યાં પછીમેપહેલો ફોન મારા એક્સ હસબંડને કર્યો હતો.ખબર છે તેમણે શું કહ્યું મને."રુહીએ તે વખતના આદિત્યના શબ્દો બધાને કહ્યા.તેણે રુચિ અને આદિત્યના લગ્નેત્તર સંબંધ વિશે પણ જણાવ્યું.

" છતાપણ હું જતી હતી જે દિવસે ભાનમાં આવી તે જ સાંજની ટ્રેનમાં ટીકીટ પણ રુદ્રજી એ બુક કરી દીધી હતી.મને કાકાસાહેબ અને શોર્યના માણસોએ કીડનેપ કરી અને મને મારી નાખવાની ધમકી આપી.હું રુદ્રજીની પત્ની છું આ વાત ફેલાવનાર તેઓ જ હતા.

મારા માતાપિતાને પણ મારવાની ધમકી આપી હું ડરીગઇ અને રુદ્રજીને પણ મારું આ સ્થિતિમાં ઘરની બહાર જવું યોગ્ય ના લાગ્યું એટલે હું અહીં રોકાઇ ગઇ.બધું ઠીક ચાલતું હતું રુદ્રજી એ મને ટ્રેનીંગ આપીને મજબુત બનાવી ,સ્વરક્ષણ શીખવાડ્યું.
તમને ખબર છે આ શોર્ય તેણે મારા પર રેપ કરવાની કોશીશ કરી હતી.થેંક ગોડ કેમને ગન ચલાવતા આવડતી હતી ઓલ થેન્કસ ટુ રુદ્રજી.મેતેના પગે ગોળી મારી અને તે ભાગી ગયો.તેની સાબિતી તમને શોર્યના પગ પર ગોળીના નીશાન જોઇને મળી જશે.

રુદ્રજીના ફોરેન ડેલીગેટ્સ આવવાના હતા.કાકાસાહેબે ત્યાં પણ ચાલ રમી અને તેમના ડેલીગેટ્સને એમ કહ્યું કે હું રુદ્રની પત્ની છું અનેઅમારા નવા લગ્ન થયા છે.તે જાણતા હતા કે હું રુદ્રની પત્ની નથી છતાપણ.તેઓ આ ડીલ કેન્સલ કરાવવા માંગતા હતા.જેથી રુદ્ર અને ખેડૂતોને નુકશાન થાય.

પણ હેરી અને સેન્ડીને તો રુદ્રના કામથી જ મતલબ હતો.રહી વાત મારા અને રુદ્રાક્ષજીના સંબંધની તો તે પવિત્ર છે.હા અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને આ અઠવાડિયામાં જ લગ્ન કરવાના છે.

હવે વાત રહી મારા દિકરાની તો મને અને રુદ્રજીને તેની કસ્ટડી મળી ગઇ છે.જે આવતીકાલે સવારે આવવાનો છે.તમે મોસ્ટ વેલકમ છોઅમારી સાથે જોડાવવા માટે .તેનું સ્વાગત જોવા.રુદ્રજી શાનદાર તૈયારી કરી રહ્યા છે તેના સ્વાગતની અને મને વિશ્વાસ છે કે તેઓ સર્વશ્રેષ્ઠ પિતા બનશે.સ્મિતાજી હજીપણ કઇ પુછવું છે કઇ આરોપ બાકી રહ્યા?"રુહીએ પોતાનું બોલવાનું ખતમ કર્યું અને ઊંચું માથું રાખીને રુદ્રનો હાથ પકડીને પોતાના પરિવાર ,મિત્રો ,સેન્ડી અને હેરી સાથે નિકળી પડી.

સ્મિતા હાર નહતી માનવા માંગતી.

"વાઉ રુહીજી જવાબ તો સરસ આપ્યા.પણ એક વાત કહું રુદ્રજી એ આ ફેક્ટરી તમારા પ્રેમના કારણે ખોલી આપી છે.બાકી મે જે સાંભળ્યું છે તમારા વિશે તે પ્રમાણે અને હું પણ માનું છું કે યુ આર ગુડ ફોર નથીંગ.."આટલું કહીને સ્મિતા હસવા લાગી.

રુહીના પગ થંભી ગયા.તેને ખુબ જ ગુસ્સો આવ્યો.રુદ્ર તેને રોકવા માંગતો હતો કેમકે તે સ્મિતા તેને ભડકાવવા જ આ બોલી હતી.તેણે જઇને તેનો હાથ મરોડ્યો અને બોલી.

" હું ગુડ ફોર નથીંગ નથી.....સાંભળ્યું હું ગુડ ફોર નથીંગ નથી..ફરીથી કહું છું હું ગુડ ફોર નથીંગ નથી"તેની ચીસથી પુરી પાર્ટીમાં સન્નાટો છવાઇ ગયો.

"અને આ વાત હું જલ્દી જ સાબિત કરીશ કે એક સ્ત્રી ધારે તે કરી શકે.તે ઘર પણ સંભાળી શકે અને બિઝનેસ પણ."રુહી બોલી.જે પાર્ટીમાં સન્નાટો હતો તેમા ખલેલ ત્યાં હાજર સ્ત્રીઓની તાલીઓએ પાડી પુરી પાર્ટી તાલીઓથી ગુંજી ઊઠી.

"યુ નો વોટ તારા જેવી સ્ત્રીઓ સ્ત્રીઓની જ દુશ્મન હોય છે.જેની ઇર્ષા તેને અને અન્ય સ્ત્રીને બરબાદ કરી દે છે."રુહી બોલીપણ તેનીઆંખમાં આંસુ હતા.રુદ્ર આગળ આવ્યો તેનો હાથ પકડ્યો.રુહીનું માથું થોડું ભારે થયું હતું.રુદ્રે દુનિયાની ,લોકોની કે કોઇની પણ પરવાહ કર્યા વગર પોતાની રુહીને પોતાના બે મજબુત હાથોમાં ઉઠાવી લીધી અને તેને લઇને પાર્ટી છોડીને ચાલ્યો ગયો.ઘરે આવીને બધાં કપડાં બદલીને પોતપોતાના રૂમમાં હતા.આજે રુહીની બહાદુરી પર બધાને ગર્વ થયો.રુહીએ પોતાની,પોતાના માતાપિતાની અને રુદ્રની ઇજ્જત ખરાબ થતાં બચાવી લીધી.

રુદ્રે રુહીને તેમના બેડરૂમમાં બેડ પર સુવાડી.દવા લઇને રુહી તબિયત થોડી નાદુરસ્ત હોવાના કારણે ધસધસાટ સુઇ ગઇ.રુદ્ર તેની બાજુમાં બેસ્યો.તેના કપાળ પર ચુંબન કર્યું અને તેને હગ કર્યું તેનો હાથ પક્ડયો અને ત્યાં જ બેઠા બેઠા સુઇ ગયો.

થોડીવાર પછી બારણું ખખડ્યું.રાધિકા ત્રિવેદી અંદર આવ્યાં.
"હવે કેમ છે રુહીને?"

"ડોન્ટ વરી મમ્મી,તે ઠીક છે.મમ્મી તમે રુહી સાથે બેસો હું આવું એક કામ છે."આટલું કહીને રુદ્ર બહાર નિકળી ગયો તે તેની ગાડી લઇને સીધો કાકાસાહેબના ઘરે ગયો.અહીં કાકાસાહેબના ઘરે કાકાસાહેબ અને શોર્ય ખુબ જ ગુસ્સામા હતાં પોતાની નિષ્ફળતાને કારણે. તેટલાંમાં શોર્ય ગુસ્સામાં અંદર આવ્યો અને તેણે ઘાંટો પાડ્યો.

"શોર્ય,તારી અાટલી હિંમત."જઇને તેણે સીધો શોર્યનો કોલર પકડ્યો અને તેને નીચે પાડ્યો.કાકાસાહેબ અને તેમના બીજા માણસો વચ્ચે પડવા ગયાં.ત્યાં જ રુદ્રાક્ષ સિંહે સિંહની જેમ ગર્જના કરી

"ખબરદાર,કોઇ પણ અમારી વચ્ચે પડ્યું તો." આટલું કહીને તેણે શોર્યને ખુબ માર્યો.શોર્યના હાથપગમાં દુખાવો થવા લાગ્યા અને તેના મોંઢામાંથી લોહી નિકળવા લાગ્યું.

"તને શું લાગ્યું શોર્ય તું મુંબઇ જઇશ અને મને ખબર નહીં પડે.તું રુચિ અને આદિત્ય સાથે મળીને રુહી વિરુદ્ધ કાવતરું ધડીશ અને મને ખબર નહીં પડે."રુદ્ર બોલ્યો અને તેની વાતથી શોર્ય ચોંક્યો.

"શું આ શું બોલે છે તું ?કઇપણ આરોપો લગાવીશ અને હું માની જઇશ?"શોર્ય બોલ્યો.."

"તારા આ મહાગઠબંધનના પુરાવા છે મારી પાસે.તે સિવાય મને કઇંક એવું ખબર છે કે જે તારા મહાગઠબંધનના બાકી સભ્યોને ખબર પડશે તો."

"શું બકવાસ કરે છે રુદ્ર ?"શોર્ય ગભરાઇ ગયો.

"એ જ કે ન્યુઝપેપરમાં જે સમાચાર આવ્યા હતા રુહી અને રુચિ વિરુદ્ધ તે ન્યુઝ તે આપ્યા હતા.આદિત્યને તેના શોરૂમ પર જઇને રુચિ વિરુદ્ધ ભડકાવનાર તું જ હતો.રુચિને ક્લબમાં ડ્રિન્કમાં કઇંક ભેળવીને આપનાર તું જ હતો.તને શું લાગે છે હું રુદ્ર છું.બધી જ જાણકારી છે મારી પાસે.તું કઇંક જોરદાર ગેમ પ્લાન કરી રહ્યો છે પણ યાદ રાખજે કે અગર તે મારી કે રુહી વિરુદ્ધ કઇ પણ પ્લાન કર્યું ને તો મારાથી ખરાબ બીજું કોઇ નહીં હોય.હું જઉં છું કાકીમાઁને મળવા."આટલું કહી શોર્યને આઘાતમાં નાખીને રુદ્ર કાકીમાઁના રૂમમાં ગયો.કાકીમાઁ પલંગ પર બેસીને રડી રહ્યા હતાં.રુદ્ર તેમની પાસે ગયો તેમના આંસુ લુછ્યા.

"એય કાકીમાઁ,કેમ રડો છો?"રુદ્રે પુછ્યું.

"હું બધું જાણતીહોવા છતા તારી કોઇ મદદ ના કરી શકી.આ લોકોએ મને નજરકેદમાં રાખી હતી."કાકીમાઁ રડતા રડતા કહ્યું.

રુદ્રે પાર્ટીમાં બનેલી બધી વાત કરી.કાકીમાઁને રુહીની બહાદુરી પર ગર્વ થયો.

"બસ થયું કાકીમાઁ હવે તમે અહીં નહીં રહો.અહીં કોઇને તમારી પડી નથી.ચલો મારીસાથે."રુદ્રે કહ્યું.

"ના બેટા,મારું અહીં રહેવું જરૂરી છે તો આ લોકો કાબુમાં રહેશે નહીંતર મન ફાવે તેમ કરશે.હું અહીં રહીને તને બધી જાણકારી આપીશ કે તે શું કરે છે."કાકીમાઁ બોલ્યા.

"તમારું ધ્યાન રાખજો અને કઇપણ હોય મને ફોન કરજો."આટલું કહી રુદ્ર બહાર આવ્યો જ્યાં હજીપણ કાકાસાહેબ અને શોર્ય ગુસ્સા અને આઘાતમાં હતાં.

"યાદ રાખજો.કાકીમાઁ સાથે આજ પછી સહેજ પણ ખરાબ વર્તન કર્યું કે તમે તેમને આવી રીતે કેદ કર્યા તો મારાથી ખરાબ બીજું કોઇ નહીં થાય."રુદ્ર ગુસ્સામાં બોલીને ત્યાંથી નિકળી ગયો.

* * *

અહીં રુચિ આદિત્યના વર્તન પછી નિશ્ચય લઇને બેસેલી હતી કે તે કોઇપણ કાળે આદિત્ય સાથે લગ્ન નહીં કરે.તે આ લગ્નથી બચવા માટે રસ્તા શોધી રહી હતી.તેની સહેલી તેની પાસે બેસેલી હતી.

" કઇપણ કરીને મારે આ લગ્ન પોસ્ટપોન કરવા પડશે અથવા તો કેન્સલ કરવા પડશે.હા યસ...આ વાત મને પહેલા યાદ કેમ ના આવી."

રુચિ દોડતી દોડતી તેના મમ્મીપપ્પાના રૂમમાં આવી.
"પપ્પા,આ લગ્ન નહી થઇ શકે."રુચિ ખુશી સાથે બોલી.

"રુચિ,એક વાર સમજાવ્યું તને સમજ નથી પડતી."હેત ગજરાલ બોલ્યા.

"પપ્પા,વાત એમ નથી પણ પપ્પા રુહી અને આદિત્યના ડિવોર્સ નથી થયા અને અારુહ...તમને ખબર છે ને મને રુહીથી નફરત છે તેમાપણ તેના જ દિકરાને સામે જોઇને મને ગુસ્સો આવશે.આમા હું ખુશ કઇરીતે રહી શકીશ? અને રુહીએ મને ધમકી આપી છે કે તે આદિત્યને ડિવોર્સ નહીં આપે."રુચિ બોલી

"રુહીએ સામે ચાલીને આદિત્યને ડિવોર્સ નોટિસ મોકલી હતી અને આરુહની કસ્ટડી પણ તેણે આદિત્ય જોડેથી લઇ લીધી છે.આદિત્યે પણ તે ડિવોર્સ પેપર્સ સહી કરી દીધાં.તને ખબર છે રુહીને પણ કોઇ રુદ્રાક્ષ સિંહ કરીને મળી ગયો છે.સારું છે ને તે હવે તારા જીવનમાં દખલ નહીં કરે.

ના તેનો દિકરો જે તેની પાસે જવા નિકળી ગયો છે.હવે તો ખુશને મારી રાજકુમારી?"હેત ગજરાલની વાતે રુચિને આંચકો આપ્યો.

"વોટ,!!!!આટલી મોટી વાત આદિત્યે મને ના જણાવી.આજકાલ તે ખુબ જ બદલાયેલો લાગે છે.મારાથી વાતો છુપાવે છે.પપ્પા તે મને પણ રુહીની જેમ દાબમાં રાખવા ઇચ્છે છે."આટલું કહીને રુચિએ લંચ પર બનેલી ઘટના કહી.

"હા તો તેમા ખોટું કશુંજ નથી કીધું આદિત્યકુમારે.હવે તું આ તારો આ સ્વભાવ છોડીને તારી મમ્મીની જેમ જીવતા શીખી જા.વાહ.મને ખુશી છે કે આદિત્ય જેવો સમજદાર અને ઠરેલ જીવનસાથી તારા જેવીને મળે છે."હેત ગજરાલ બોલ્યા.જેની સાથે આ લગ્ન કેન્સલ કરાવવાની રુચિની એકબીજી ચાલ નિષ્ફળ રહી.

હેત ગજરાલે રાહત અનુભવી કે રુચિ માનીને શાંત થઇ ગઇ.

"હે ભગવાન,આ લગ્ન થવા જેટલા આદિત્ય માટે જરૂરી છે તેટલાં મારા માટે પણ.જો આ લગ્ન ના થયા તો આદિત્ય ..હે ભગવાન હું આ રિસ્ક ના લઇ શકું.રુચિ સાથે લગ્ન ના થયા તો આદિત્ય કઇપણ કરી શકે છે કઇપણ."હેત ગજરાલના કપાળ પર ફુલ એ.સીમાં પણ પરસેવો હતો.

હેત ગજરાલનો ભુતકાળ અને આદિત્ય એકબીજા સાથે જોડાયેલા છે પણ કઇરીતે?કેમ આ લગ્ન હેત ગજરાલ માટે જરૂરી છે?આરુહનું તેની માઁ રુહી સાથે મિલન કેવું રહેશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Mp Mpnanda

Mp Mpnanda 11 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago