Rudrani ruhi - 54 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી...ભાગ-54

રુદ્રની રુહી...ભાગ-54

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -54

અહીં રુદ્ર ઘરે આવ્યો ત્યારે રાતના એક વાગી ગયો હતો.તે ધીમેથી તેના રૂમમાં ગયો.રાધિકા ત્રિવેદી અને રુહી જાગતા હતા.રુહીનું માથું તેની મમ્મીના ખોળામાં હતું અને તેઓ રુહીનું માથું દબાવી રહ્યા હતાં.આ દ્રશ્ય જોઇને રુદ્રની આંખો ભીની થઇ ગઇ તેને તેની મમ્મી યાદ આવી.રાધિકા ત્રિવેદીનું ધ્યાન રુદ્ર તરફ ગયું.

"તું પણ આવ દિકરા.તું પણ મારા દિકરા આરવની જેમ જ છો મારા માટે.મારે હવે ત્રણ સંતાન છે રુહી ,આરવ અને રુદ્ર." રુહીના મમ્મીએ કહ્યું.રુદ્ર પણ પલંગમાં તેમના ખોળામાં માથું રાખીને સુઇ ગયો.રાધીકા ત્રિવેદીના ખોળામાં એક બાજુએ રુદ્ર અને બીજી બાજુએ રુહી અને રાધિકાબેન બન્નેના માથામાં હાથ ફેરવતા હતા.ક્યાંય સુધી તે લોકો આમજ રહ્યા.મૌન પણ તેમની વચ્ચે જાણે પ્રેમભર્યો સંવાદ કરી રહ્યો હતો.

"ચલો બાળકો,તમે સુઈ જાઓ બહુ મોડું થઇ ગયું છે કાલે તો મારો રાજદુલારો આરુહ આવવાનો છે.મારો વ્હાલસોયો."આટલું કહીને રાધિકાબેન ત્યાંથી નિકળવા લાગ્યાં.

"મમ્મી,તમે અહીં રુહી સાથે સુઇ જાઓ હું અભિષેકના રૂમમાં તેની સાથે સુઇ જઇશ.આમપણ અમારા લગ્ન.."આટલું કહી રુદ્ર અટકી ગયો.

"ના બેટા,હું પણ એ લોકો જેવી સંકુચિત માનસિકતા નથી ધરાવતી અને બીજી વાત મને મારા બાળકો પર વિશ્વાસ છે.તારા હાજર હોવાનો અહેસાસ માત્ર મારી દિકરીને હિંમત અને હુંફ આપે છે."આટલું કહીને રાધિકાબેન બારણું બંધ કરીને જતાં રહ્યા.

"રુદ્ર,તમે સુઇ જાઓ હું કપડાં બદલીને આવી."આમ કહીને રુહી બાથરૂમમાં જતી રહી.રુદ્ર પણ કપડાં બદલીને કાઉચ પર લાંબો થયો.આડા પડતાં જ આખા દિવસનો શારીરિક અને માનસિક થાક તેને ઊંઘમાં તુરંત જ લઇ ગઇ.રુહી કપડાં બદલીને બહાર આવી.તેણે ગોઠણ સુધીનું સ્લિવલેસ કોટન ગાઉન પહેર્યુ હતું.આજે આખો દિવસ ભારે કપડાં પહેરીને થાકી ગયેલી રુહીએ રાત્રે પહેર્વા સાવ સિમ્પલ કોટન કપડાં પર પસંદગી ઉતારી હતી.

બહાર નિકળેલી રુહીનું ધ્યાન સુતેલા રુદ્ર તરફ ગયું.ઊંઘમાં તે એક માસુમ બાળક જેવો લાગતો હતો.તેને રુદ્રની અને તેની પહેલી મુલાકાતથી લઇને અત્યાર સુધીની વાતો યાદ આવી ,જે તેના ચહેરા પર હાસ્ય લઇ આવી.આજે અચાનક બધાની સામે સ્મિતાને જવાબ આપવાની હિંમત તેને રુદ્રના કારણે પણ મળી હતી.તે ધીમે પગલે રુદ્ર પાસે ગઇ.તેની બાજુમાં બેસી કાઉચ પર.રુદ્ર અદબવાળીને આંખો બંધ કરીને સુતેલો હતો.રુહીએ પોતાનું માથું તેની છાતીમાં રાખી દીધું.રુહીના સ્પર્શે રુદ્રને જગાડી દીધો.

"અરે રુહી,તમે સુતા નહીં હજી સુધી.સુઇ જાઓ.તમે પલંગ પર સુઇ જાઓ હું અહીં જ સુઇ જઇશ.મને ફાવશે."રુદ્ર બોલ્યો.

રુહીએ પોતાની આંગળી તેના હોઠ પર મુકી તેને ચુપ રહેવા કહ્યું.તે પોતે પણ હવે પોતાના પગ કાઉચ પર કરીને રુદ્રની ફરતે પોતાના હાથ મજબુતીથી વિંટાળીને તેની છાતી પર માથું રાખીને સુઇ ગઇ.રુદ્રના હાથ પણ રુહીનાફરતે વિંટળાઇ ગયા.તેમને એકબીજાનો સ્પર્શ ખુબ જ રોમાંચિત કરતો હતો.

"રુદ્ર,બસ મારે આજે આમ જ સુઇ જવું છે." આટલું કહીને રુહી સુઇ ગઇ.રુદ્ર પણ તેના કપાળે ચુંબન કરીને સુઇ ગયો.બીજા દિવસે સવારના સૂરજની કિરણો એકબીજાની હુંફમાં શાંતિથી સુતેલા રુદ્ર અને રુહી પર પડી.એકબીજાના આશ્લેષમાં સવારના આઠ વાગી ગયા હતા તે વાત તેમને જાણ જ ના રહી.

તેટલાંમાં રુદ્રનો ફોન વાઇબ્રેટ થયો.વકિલસાહેબનો ફોન હતો.

"રુદ્ર સર,અમે એરપોર્ટ પર આવી ગયા છીએ .બસ એક કલાકમાં અમે આવી જઇશું અને હા સર આપે કહ્યું હતું કે આપ રુહીજી સાથે લગ્ન કરવા માંગો છો.તો તેના માટે લીગલ ફોર્માલીટી મે શરૂ કરી દીધી છે.હવે હું આપના લીગલ અને વીધીવત મેરેજ એટેન્ડ કરીને જ જઇશ."વકિલસાહેબ બોલ્યા.

રુદ્રે ફોન મુક્યો.તેનું ધ્યાન પોતાને વેલની જેમ લપેટાઇને સુઈ રહેલી રુહી પર ગયું.તે તેને ઉઠાડવા જ જતો હતો ત્યાં બારણા પર નોક થયું રુદ્ર ઉભો થયો.

"અંદર આવો." રુદ્ર બોલ્યો.પણ રુદ્રના બોલવાની રાહ જોયા વગર રિતુ અંદર આવી ગઇ.રુહીને કાઉચ પર સુતેલી જોઇને તે બગડી.તેણે જઇને રુહીની રીતસરની ઢંઢોળી.રુહી ભડકીને જાગી.રુદ્ર બાથરૂમમાં જતો રહ્યો.

"ઓ મેડમ,ભાન છે કેટલા વાગ્યા છે?આઠ વાગ્યા એ તો સારું છે કે આંટી અહીં છે તો તેમને રસોડું સંભાળી લીધું.રુહી આરુહ એરપોર્ટ પર આવી ગયો છે અને તે ગમે ત્યારે અહીં આવી શકે છે.ચલ ઊભી થા."રિતુ એક જ શ્વાસે બોલી ગઇ.રુહીને ગુસ્સો આવ્યો.તેણે પાસે પડેલું ઓશીકુ તેની ઉપર ફેંકયુ અને બોલી,

"જડ જેવી છે સાવ તું.આવી રીતે કોઇ ઉઠાડે?"

"એય એક વાત કહે.આટલે મોડે સુધી સુઇ રહી વાત શું છે? અને આ કાઉચની સ્થિતિ મને કઇંક અલગ જવાત બતાવે છે."રિતુ રુહીને ચીઢવી રહી હતી.

"જા ને એવીકોઇ જ વાત નથી."રુહી

"સારું જલ્દી તૈયાર થઇને નીચે આવ.ચિંતા ના કર.નીચે બધીજ તૈયારી થઇ ગઇ છે.તારી તબિયત કાલે ઠીક નહતી એટલે અમે જ તને સુવા દીધી.મે,કિરન અને આંટીએ મળીને બધું જ તૈયાર કરી દીધું છે.રુહી,એક વાત કહું ગઇકાલ પાર્ટીવાળી વાત માટે આઇ એમ પ્રાઉડ ઓફ યુ."આટલું કહીને રિતુ જતી રહી.

રુદ્રના તૈયાર થઇ ગયા પછી રુહી પણ તૈયાર થઇ ગઇ.રુદ્ર બ્લુ જીન્સ ,તેની પર બ્લેક શર્ટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.રુહી પણ નેવી બ્લુ કલરની શીફોનની સાડીમાં અત્યંત સુંદર લાગી રહી હતી.તેના ખુલ્લા ભીના વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું.રુદ્ર તેને પાછળથી આવીને હગ કર્યું.

"રુહી,આઇ એમ પ્રાઉડ ઓફ યુ.હું કાલે ખુબ જ ડરી ગયો હતો.મને લાગ્યું કે હું તને ખોઇ બેઠો.પપ્પાની વાત યાદ આવી કે હવે કોઇ નાનકડો આઘાત પણ તને કોમામાં મોકલી શકે છે.હેટ્સ ઓફ ટુ યુ કે તે એકલીએ સ્થિતિ સંભાળી લીધી."રુદ્ર બોલ્યો.

"હા,હું પણ ડરી ગઇ હતી પણ પછી મને પપ્પાની વાત યાદ આવી પછી તમારી સામે જોયું.હું કોમામાં જતી રહું તો મારે તમારાથી અલગ થવું પડે.હવે હું તમારાથી દુર થવા નથી માંગતી."રુહી બોલી.

"રુહી,મને બહુ જ ડર લાગે છે કે હું કેવો પિતા બનીશ?આરુહ દસ વર્ષનો છે.આ ઊંમરમાં ઘણીબધી સમજ પડતી હોય બાળકોને અને આમપણ તેને નાની ઊંમરમાં ઘણુંબધું જોઇ લીધું છે અને સહન કર્યું છે.

હું એક સારો પિતા બનવા માંગુ છું.હું ઇચ્છું છું કે તેને સારા ખોટાની સમજ આપું.હું માત્ર તેને લાડ લડાવીને બગાડવા નથી માંગતો.હું તેને એક સારા સંસ્કાર આપવા માંગુ છું.હું ઇચ્છું છું કે તે મોટો થઇને .."રુદ્રને બોલતા અટકાવીને રુહી બોલી
" કે તે મોટો થઇને બીજો રુદ્ર બને.ચલો નીચે જઇએ.એક વાત કહું કે આરુહ પણ તમને સામેથી કહેશે કે આઇ લવ યુ રુદ્ર પાપા."

નીચે હેરી અને સેન્ડી તેમની બેગ લઇને નીચે આવ્યાં.

"રુદ્ર,ઇટ વોઝ નાઇસ મીટીંગ યુ.રુદ્ર બડી ડોન્ટ વરી.કાલ રાતની ઘટનાની અસર આપણી ડીલ પર નથી થઇ પણ અત્યારે અમારે જવું પડશે.હા મોડા વહેલા આપણે ડીલ જરૂર કરીશું."હેરી બોલ્યા.

"હા રુહી અને રુદ્ર,થેંક યુ અમારું આટલું સરસ ધ્યાન રાખવા માટે.અમે આ સમય હંમેશા યાદ રાખીશું."સેન્ડી બોલી.

"પણ આપણે તો અત્યારે ડીલ સાઇન કરવાના હતાં?"રુહી બોલી.

"હા,જો રુહી બહુ ખરાબ થયું છે તારી સાથે પણ લાગે છે કે થોડો સમય આપવો પડશે આ બધું ઠીક થવા માટે.કેમ કે તે બરાબર જવાબ આપ્યો પણ ખેડૂતો કે મહિલાઓ તમારી સાથે કામ કરવા હજીપણ એમ જ તૈયાર છે? લગભગ ના.તો આ કંડીશનમાં આપણું કામ આગળ કઇ રીતે વધશે."સેન્ડી બોલી.

રુદ્રને અંદર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો.અંતે શોર્ય અને કાકાસાહેબની ચાલ કામયાબ રહી. એક જોતા હેરી અને સેન્ડીની વાત પરથી એમ જ લાગી રહ્યું હતું કે આ ડીલ હાથમાંથી ગઇ.રુદ્રની મહેનત પર પાણી ફરી વળ્યું.બધાં ખુબ જ આઘાતમાં હતાં.રુહીને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો.

શ્યામ ત્રિવેદી આગળ આવ્યાં.

"વેરી ગુડ.તમે આટલા મોર્ડન અને નવા જમાનાની વિચારસરણી ધરાવતા હોવાછતા તમે હજી પણ એજ બધીજુનવાણી વાતો પર વિશ્વાસ કરો છો.રુદ્ર અને રુહી લગ્ન કર્ય‍ા વગર એક જ રૂમમાં રહે છે તે વાતથી તમને તકલીફ છે?

રુહીના પતિ,નણંદ,શોર્ય,કાકાસાહેબ અને રુચિ જેવા લોકો અને તમારામાં શું ફરક છે? કેમ કે તમે તેમની ચાલ મારી નિર્દોષ દિકરી વિરુદ્ધ સફળ બનાવી દીધી.

હવે મારી લાગણીશીલ દિકરી આ ડીલ કેન્સલ થવા માટે પોતાની જાતને દોષ આપશે.જાઓ સારું છે આ ડીલ ના થઇ.તમારા જેવા સંકુચિત માનસિકતા ધરાવતા લોકો રુદ્ર અને રુહી જેવા પવિત્ર લોકો સાથે કામ કરવા લાયકાત નથી ધરાવતા."શ્યામ ત્રિવેદી ગુસ્સામાં બોલી ગયા.હેરી અને સેન્ડી તેમની સામે જ જોઇ રહ્યા હતાં.તેમનું માથું નીચે જુકી ગયું હતું.

"ભાઇ,આજે મારી દિકરી માટે ખુબ જ મોટો દિવસ હતો.તેનો દિકરો આવી રહ્યો હતો."રાધિકા ત્રિવેદી

તેટલાંમાં જ ગેટ ખુલવાનો અવાજ આવ્યો.એક ગાડી અંદર આવી.ગાડી પાર્કિંગ એરિયામાં પાર્ક થઇ.આરુહ નીચે ઉતર્યો.રાતની મુસાફરીએ તેને થકવી નાખ્યો હતો.તેની આંખમાં ઊંઘ અને થાક સ્પષ્ટ દેખાતો હતો.તેણે આસપાસ નજર ફેરવીને જોયું તેને એક મોટું બોર્ડ દેખાયું વેલકમ આરુહ રુદ્રાક્ષ સિંહ.જેમા આરુહનો ક્યુટ ફોટો હતો.

આરુહ આ વિશાળ મહેલ જેવા ઘર અને તેના બગીચાને જોઇને છક થઇ ગયો.આમ તો તેનું પણ મુંબઇમાં મોટું ઘર હતું પણ આવું રજવાડી મહેલ પ્રકારનું ઘર તેને આકર્ષી ગયું.
"અંકલ,આ રુદ્ર અંકલનું ઘર છે કે તેમણે કોઇ પેલેસમાં મારા સ્વાગત માટે પાર્ટી રાખી છે?"આરુહે માસુમીયત સાથે પુછ્યું

"ના બેટા,કોઇ પાર્ટી નથી આ તો રુદ્રસરનું ઘર છે.તેમના પોતાના ઘોડા પણ છે.જો ત્યાં એ રહ્યા."વકિલસાહેબ બોલ્યા.

આરુહને પહેલેથી ઘોડેસવારીનું ખુબ જ આકર્ષણ હતું.તે દોડીને ઘોડા પાસે પહોંચી ગયો.

"વાઉ,કેટલા મોટા મોટા રોયલ ઘોડા છે."આરુહ ખુશી સાથે બોલ્યો.
"આરુહ બેટા,તારા રુદ્ર પાપા અને રુહી મમ્મી જોડે જઇએ? તે અંદર તારી રાહ જોઇ રહ્યા છે."વકિલસાહેબ બોલ્યા.આટલા સમય પછીપોતાની માતાને મળવા માટે આરુહ ઉત્સાહિતતો હતો પણ થોડો નર્વસ પણ.

કેવું રહેશે માઁ-દિકરાનું મીલન?શું શ્યામ ત્રિવેદી અને રાધિકા ત્રિવેદીના શબ્દોની હેરી અને સેન્ડી પર અસર થશે કે ફરીથી રુહીના જીવનામાં તકલીફો આવશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Divyesh Patel

Divyesh Patel 5 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago