Rudrani ruhi - 55 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી...ભાગ-55

રુદ્રની રુહી...ભાગ-55

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -55

આરુહ વકિલસાહેબ સાથે અંદર આવ્યો.રુહી અને આરુહ એકબીજાને જોઇને ભાવુક થઇ ગયાં.તે બન્ને એકબીજા તરફ દોડે તે પહેલા જ રુદ્ર તેમને રોક્યા.

"સ્ટોપ,તમારા બન્ને માંથી કોઇપણ આગળ નહીં વધે.પંડિતજી વીધીપુર્વક આરતી ઉતારી,મંત્રોચ્ચાર કરીને મારા દિકરાનો તેના ઘરમાં પ્રવેશ કરાવો."રુદ્ર બોલ્યો.
પંડિતજીએ આરુહની આરતી ઉતારી અને મંત્રોચ્ચાર કરીને ઘરમાં પ્રવેશ કરાવ્યો
"રુહી,આપણા આરુહની નજર નહીં ઉતારો?"રુદ્રની વાત પર રુહીએ માથું હકારમાં હલાવ્યું.રુહીએ આરુહની નજર ઉતારી.આરુહ આશ્ચર્ય સાથે આ બધું જોઇ રહ્યો હતો.

રુદ્રનું ઘર ખરેખર ખુબ જ સુંદર હતું.આરુહ ઘરમાંની સજાવટ જોઇને છક થઇ ગયો.પોતાના પસંદગીના ફુલો,વિશાળ ડ્રોઇંગરૂમમાં વચ્ચોવચ લાગેલું સુંદર ઝુમ્મર ,સામે જ લાગેલું વેલકમ હોમ આરુહ લખેલું પોસ્ટર.તેટલાંમાં રુહી આવી આરુહ આટલા મહિનાઓ પછી પોતાની માઁને જોઇને ભાવુક થઇ ગયો.તે દોડીને રુહીને કુદીને તેને વળગી ગયો.રુહીનું બેલેન્સ ગયું રુહી અને આરુહ નીચે પડ્યાં.આરુહ પોતાની માઁની છાતીમાં માથું છુપાવીને રડવા લાગ્યો.અંતે તેના પર તેની માઁ ના વિયોગમાં તેના પર વિતેલી વ્યથા અનરાધાર આંસુઓના રૂપમાં બહાર આવી ગયાં.રુહી પણ પુત્રના વિયોગનું દુખ આંસુના રૂપમાં વહાવી રહી હતી.આરુહે પોતાની માઁના ચહેરા પર તેના બન્ને ગાલ પર પપ્પી કરી અને હિબકા ભરીને જોરજોરથી રડવા લાગ્યો.માઁ દિકરાનું આટલું ભાવુક મિલને બધાની આંખમાં આસુ લાવી દીધાં.રુદ્ર નીચે બેસ્યો.તેણે બન્નેને ઊભા કરીને પોતાના બન્ને હાથોમાં બન્નેને સમાવી દીધાં.

"મમ્મી,આઇ એમ સોરી.મે હંમેશાં તારા પર ગુસ્સો કર્યો,તારી વાત ના માની અને તને ઓર્ડર કર્યા.મમ્મી આઇ લવ યુ.તને ખબર છે.તારા વગર મને બિલકુલ નહતું ગમતું.ઘરે પણ નહીં કે બોર્ડીંગ સ્કુલમાં પણ નહીં.તું હવે મને છોડીને ક્યાંય ના જતી.હું તારા વગર નહીં રહી શકું."આટલું કહીને આરુહ જોરથી રુહીના ગળે લાગી ગયો.

"આરુહ,આઇ એમ સોરી.મારી મજબૂરી હતી કે હું તારી પાસે ના આવી શકી.તને ખબર છે એક ગંદા અંકલે મને કીડનેપ કરીલીધી હતી અને તને અને બીજા બધાંને મારી નાખવાની ધમકી આપી હતી.હું કેવીરીતે આવું?"રુહીએ પોતાની લાચારી આરુહ સમક્ષ મુકી.

"સાચે..તને કીડનેપ કરી હતી મમ્મા."આરુહે ફરીથી રુહીને ગળે લગાવી દીધી.

મજબુત રુદ્રાક્ષ સિંહ પણ પીગળી ગયો હતો.તેની આંખો ભીની હતી.અભિષેક પરિસ્થિતિ વધુ ભાવુક થાય અને સેલિબ્રેશન રહી જાય તે પહેલા આગળ આવ્યો.
"ગાયઝ,હવે આ ઇમોશનલ સીન ખતમ કરીને હવે હેપી અને હંગ્રી સીન તરફ જઇએ.આરુહ હાય હું છું અભિષેક ,તારા રુદ્રપાપાનો નાનાભાઇ જેવો એટલે યુ કેન કોલમી ચાચુ."

રિતુ આગળ આવી અને બોલી.

"આરુહ,હાય હું રિતુ તારી મોમની નાનપણની ફ્રેન્ડ.યુ કેન કોલમી."
"ચાચી.અભિષેક ચાચુ અેન્ડ રિતુચાચી."આરુહ માસુમિયત સાથે બોલ્યો.

અભિષેક અને રિતુ થોડા શરમાઇ ગયાં.

"અરે ના,તુ મને માસી કહેજે."રિતુ બોલી.

"ઓ.કે.તો રિતુ માસી એન્ડ અભિષેક માસા રાઇટ?"આરુહ ફરીથી પોતાની માસુમિયત સાથે બોલ્યો.ત્યાં હાજર બધા હસ્યા અને અભિષેક -રિતુ શરમાયા.આરુહ તેના નાનાનાની,મામા અને કિરનમાસીને મળ્યો.

"ઓ.કે,આરુહ તને જે ગમે તે નામથી અમને બોલાવજે.ચલ હું તને હરિરામકાકાની ઓળખ આપું અને ઘર બતાવું"આટલું કહીને અભિષેક તેને હરિરામકાકાને મળાવીને ઘર બતાવવા લઇગયો.અત્યાર સુધી આ દ્રશ્ય પ્રેક્ષકની જેમ જોઇ રહેલા હેરી અને સેન્ડી પાસે રુહી ગઇ.

"હેરીજી અને સેન્ડીજી,આપ અહીં આટલા દિવસ સ્વજનની જેમ રહ્યા.આ ડિલની વાત એકબાજુએ મુકીને શું હું આપને એક વિનંતી કરી શકું?"રુહી બે હાથ જોડીને બોલી.હેરી અને સેન્ડીએ તેની સામે ક્ષોભ સાથે જોયું.

" આ અઠવાડિયામાં મારા અને રુદ્રના લગ્ન છે.બસ મારા સ્વજન બનીને આ લગ્ન માણીને પછી તમારા ઘરે પરત જજો.ડિલ વિશે થોડા દિવસ તમે અને હું બન્ને ભુલી જઇશું."રુહી બોલી

"હા હેરી સેન્ડી,નો હાર્ડ ફીલીંગ્સ.પ્લીઝ રોકાઇ જાઓને અમારા લગ્ન માટે."રુદ્ર પણ બોલ્યો.હેરી અને સેન્ડીએ માથું હકારમાં હલાવ્યું.

હેરી અને સેન્ડીને ખુબ જ શરમ આવી રહીહતી કે પોતે આવું વર્તન કર્યું છતાપણ રુદ્ર અને રુહીએ વિશાળ હ્રદય રાખીને તેમને પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું.તે પોતાનો સામાન લઇને રૂમ તરફ જતા હતા.

"હા હેરી અને સેન્ડી,ડિલ વાળી વાત યાદ કરીને દુખી થવાની જરૂર નથી કે શરમ અનુભવવાની જરૂર નથી.ખુશી ખુશી એક સ્વજનની જેમ આ લગ્ન માણજો."રુદ્ર બોલ્યો.તેટલાંમાં અભિષેક સાથે ઘર જોઇને આરુહ રુદ્ર પાસે આવ્યો.

રુદ્ર અને આરુહ એકબીજાની સામસામે ઊભા રહ્યા.તે બન્ને એકબીજાને જ જોઇ રહ્યા હતાં.રુદ્રને આરુહ રુહીની જ આબેહૂબ પ્રતિકૃતિ લાગતો.તેવો જ ચહેરો,આંખો,નાક અને ગોરા ચહેરા પર તેના એકદમ ગુલાબી હોઠ.તેનું હાસ્ય એકદમ મધુર.

સામે આરુહ રુદ્રને જોઇને ખુબ જ ઇમ્પ્રેસ થઇ ગયો.તેને રુદ્ર કોઇ રોયલ પ્રિન્સ જેવો લાગ્યો.રુદ્રની હસી તેને સૌથી વધારે ગમી.

"હાય બડી"લગભગ બન્ને એકસાથે જ બોલ્યા

આરુહ દોડીને રુદ્રને ગળે લાગી ગયો.રુદ્રે પણ તેને તેડી લીધો અને હવામાં ગોળ ધુમાવ્યો.રુદ્રે આરુહને પોતાના ગળે લગાવીને તેને ચુમીઓથી નવડાવી દીધો.રુદ્રે તેને તેડેલો જ રાખ્યો.

"આરુહ,મને બડીની જગ્યાએ પપ્પા કે પાપા કહેને."રુદ્રે તેને કહ્યું.

"અમ્મ,બડી મારા મોઢેથી પપ્પા સાંભળવા તમારે રાહ જોવી પડશે.બડી,તમારું ઘર ઓસમ છે અને બહાર ગાર્ડન તો એકદમ જોરદાર.બડી મને હોર્સરાઇડીંગ શીખવું છે અને સ્વિમિંગ પણ.ડેડીને ડર લાગતો પાણીથી તો મને પણ સ્વિમિંગ ના શીખવા દીધું.

બડી,તમે ફોન પર કીધું હતું ને કે તમને કરાટે આવડે છે તો મને શીખવાડવું પડશે."આટલું એક જ શ્વાસે બોલતા આરુહનુ ધ્યાન દિવાલ પર લટકેલી બંદૂક અને તલવાર પર ગયું.તેની આંખો પહોળી થઇ ગઇ.

"બડી,જલ્દી મને ત્યાં લઇ જાઓ."આટલું કહીને આરુહે તે દિવાલ બતાવી.

"વાઉ બડી,મને સ્વોર્ડ અને ગન પણ શીખવી છે.બડી પ્લીઝ મને આ બધું શીખવાડશોને.જલ્દી બોલોને.બડી ઈ ઇ."આરુહે રુદ્રના કાનમાં ચીસ પાડી.નાના બાળકના આવવાથી એક અલગ રોનક આવી ગઇ હતી રુદ્રના ઘરમાં.

"હા બાબા હા.પણ ગન અને સ્વોર્ડ માટે તું હજી નાનો છે.હોર્સરાઇડીંગ હું તને મારી સાથે બેસાડીને કરાવીશ.હા સ્વિમિંગ,સાઇકલીંગ,યોગા અને કરાટે જરૂર શીખવાડીશ પણ મારી એક શરત છે."રુદ્ર બોલ્યો.તેણે હજીપણ તેને એમ જ તેડીને રાખ્યો હતો.

"એ શું ?"

"તું હવે એમ નહીં કહે કે આ તમારું ઘર છે.તું એમ કહીશ કે આ આપણું ઘર છે.આરુહ તું હવે મારો દિકરો છે એટલે કે રુદ્રાક્ષ સિંહનો તારું નામ આજથી આરુહ રુદ્રાક્ષ સિંહ છે.આ બધું જે પણ દેખાય છે તે તારું જ છે અને મોટા થઇને તારે જ સંભાળવાનું છે."રુદ્ર તેને ગાલ પર કીસ કરતા બોલ્યો.

આરુહે હકારમાં માથું હલાવ્યું.તેટલાંમાં રાધિકાબેન આવ્યાં અને બોલ્યા,

"ચલો હવે,આરુહ તો અહીં જ છે.નાસ્તો ગરમ ગરમ છે.મારા દિકરાને ભૂખ લાગી હશે.પછી તે થાકી ગયો હશે."

બધાં હસીને ડાઇનીંગ ટેબલ પર ગયાં.રાધીકાબેને પુરું ડાઇનીંગ ટેબલ આરુહની મનપસંદ વાનગીઓથી ભરી નાખ્યું હતું .આરુહ પોતાની પસંદગીની વાનગીઓ જોઇને ખુશ થઇ ગયો.તે રુહીના ખોળામાં ગોઠવાઇ ગયો.રુહીએ પોતાના વ્હાલા દિકરાને પોતાના હાથેથી જમાડ્યો.

* * *

રુચિ રાતની ગુસ્સામાં હતી.તેના પિતાના શબ્દો અને પોતાના લગ્ન કેન્સલ કરવાના પ્લાન પર ફરેલા પાણીને જોઇને તે પુરી રાત સુઇના શકી.તેની ખાસ સહેલી તેને શાંત કરવાની કોશીશ કરી રહી હતી.

"હું કઇરીતે શાંત થઉં?કાલથી લગ્નની બધી વીધી શરૂ થશે અને પેલા નાલાયક આદિત્ય સાથે મારા લગ્ન થઇ જશે.તે મને ઘરકુકડી બનાવીને રાખશે.તને ખબર છે કે આ બિઝનેસને આ સ્થાન પર લઇ જવામે મારા કેટલા સોનેરી દિવસો અને વર્ષો લગાવી દીધાં છે?"

તેટલાંમાં શોર્યનો ફોન આવ્યો.રુચિનો ગુસ્સો શાંત થયો.

"હાય શોર્ય..."રુચિ એકદમ પ્રેમથી બોલી

"હાય રુચિ"શોર્યને ગઇકાલના રુદ્રના મારનો દુખાવો હજીપણ હતો.

"શું થયું તારો અવાજ કેમ આવો આવે છે?"રુચિ બોલી.

શોર્યે ગઇકાલ રાતની પાર્ટી વિશે કહ્યું,તેમને મળેલી નિષ્ફળતા વિશે અને રુહીની બહાદુરી વિશે કહ્યું.જો કે રુદ્ર દ્રારા તેની થયેલી ધોલાઇ વિશે તેણે કહેવાનું ટાળ્યું.આજે પહેલી વાર આ બધું સાંભળીને રુચિને કોઇજ ફરક ના પડ્યો.તેના માટે હવે તેના જીવનમાં હવે રુહી ,આરુહ કે આદિત્ય કોઇ મહત્વ નહતા ધરાવતા.એક બસ શોર્ય જ તેને પુરો દિવસ યાદ આવતો અને તેના જ વિચાર તેના મનમાં ચાલતા.
આ વાત પર કઇ કહેવાની જગ્યાએ રુચિએ અલગ જ વાત કહી.

"શોર્ય,કાલથી મારા લગ્નની તૈયારી શરૂ થઇ જશે."રુચિ બોલી.
"હા રુચિ,હું પણ તને આજ પછી ફોન નહીં કરું.નહીંતર હું તારા પપ્પાને ઓળખું છું.તે મને નહીં છોડે."શોર્યે પોતાનો પ્લાન આગળ વધાર્યો.

રુચિ આશ્ચર્ય પામી!
"મતલબ,તું ઓળખે છે મારા પપ્પાને?"
."તારા પપ્પાને કોણ ના ઓળખે.તે શું શું કરી શકે છે.એ હું સારી રીતે જાણું છું.આ લગ્ન તેમની મરજી છે.મારું માન તારું મને ભુલી જવું જ ઠીક છે.અગર તું મારી ભલાઇ ઇચ્છતી હોય તો.જેમ હું તને ભુલવાની કોશીશ..."આટલું બોલી શોર્ય ચુપ થઇ ગયો.

"એટલે તારા કહેવાનો શું મતલબ છે શોર્ય?શું તું પણ મને પ્રેમ કરે છે?"રુચિનું આટલું બોલતા હ્રદય જોરથી ધડકવા લાગ્યું.

અહીં શોર્ય ખંધુ હસ્યો.

આરુહ અને રુદ્રનું બોન્ડીંગ કેવું રહેશે આગળ જતા?શું રુદ્ર આરુહ માટે યોગ્ય પિતા બની શકશે?કે અારુહનું આગમન રુદ્ર અને રુહીના સંબંધમાં દુરી લાવશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

sangeeta ben

sangeeta ben 9 months ago

Chirag Radadiya

Chirag Radadiya 11 months ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago