Spiritual part of Rudra-58 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી ભાગ-58

રુદ્રની રુહી ભાગ-58

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -58

રુદ્રની આંખમાં આંસુ હતા.તે બોલ્યો,

"આરુહ,તું શું બોલ્યો બેટા?ફરીથી બોલને?"

"ફરીથી? ઓ.કે.મમ્મા, હું હવે બીગ બોય છું તો એ વાત તારે ધ્યાન રાખવાની અને મને નવડાવવાનુ અને કપડ‍ાં ચેન્જ કરવામાં તારે હેલ્પ નહીં કરવાની."આરુહ બોલ્યો.

"ના એ નહીં તેના પછી."રુદ્ર બોલ્યો.

"એ તો રુદ્રપાપા હેલ્પ કરશે."આરુહ ધીમેથી બોલ્યો.

રુદ્રની આંખોમાં આંસુઓની ધાર હતી.તેણે આરુહને ગળે લગાડીને ચુમીઓથી નવડાવી દીધો.

"ઓહો બસ બડી,કેટલી કિસી કરશો?"આરુહની વાત પર બધાં હસ્યાં.

"નાનુ ચલો ગાર્ડનમાં રમવા.મારે ક્રિકેટ રમવાનું છે આરવમામા અને તમારી જોડે."આટલું કહીને આરુહ આરવ અને નાનુ જોડે ગાર્ડનમાં જતો રહ્યો.

રુહી રસોડામાં ગઇ અને રાધિકાબેન,કિરન અને અભિષેક લગ્નની તૈયારીનું લિસ્ટ બનાવવા રાધિકાબેનના રૂમમાં ગયાં.રિતુ પણ હરિરામકાકા જોડે લિસ્ટ બનાવવામાં લાગી.તક જોઇને રુદ્ર રસોડામાં ગયો.રુહી રસોડામાં કામ કરી રહી હતી.રુદ્રે તેને આવીને પોતાની તરફ ખેંચી તેને ખુણામાં લઇ ગયો.રુદ્ર તેના વાળમાં પોતાની આંગળીઓ ફેરવવા લાગ્યો.રુહીએ તેની આંખો બંધ કરી દીધી.

તેણે તેનો ચહેરો પોતાના હાથમાં લઇને તેને ચુંબન કર્યું.તે એકબીજાને ગળે લાગેલા હતાં.

"સો, આર યુ એક્સાઇટેડ? બસ ત્રણ દિવસ અને તું રુહી રુદ્રાક્ષ સિંહ બની જઇશ.મારી પત્ની.આઇ લવ યુ રુહી."રુદ્ર તેના કાનમાં બોલ્યો.

"આઇ લવ યુ ટુ રુદ્ર."રુહીએ પણ રુદ્રને ફરતે પોતાના બે નાજુક હાથ મજબુતીથી વીટી દીધાં.એકબીજાના આલીંગનમાં ખોવાયેલા હતા રુદ્ર અને રુહી.તેટલાંમાં રિતુ આવી.તેણે ખોંખારો ખાધો.રુદ્ર અને રુહી અલગ થયા.રુદ્રને આજ વહેલી સવારનો,તેના પછીનો અને અત્યારનો ગુસ્સો એકસાથે આવ્યો.

"કેટલાક લોકોને છેને મેનર્સ નથી હોતી રુહી.ચલ મારી સાથે."રુદ્ર મોઢું ચઢાવીને બોલ્યો.

"રુહી ક્યાંય નહીં જાય રુદ્રાક્ષ સિંહ."રિતુ પણ ગુસ્સામાં બોલી.

"કેમ? મારી પત્ની છે થવાવાળી"રુદ્ર બોલ્યો.

"હા થવાવાળી ,થઇ નથી.મને મેનર્સ નથી અને તમને શરમ નથી જ્યાં ચાન્સ મળ્યો નથી કે ડાન્સ કર્યો નથી.આજથી લગ્ન સુધી રુહી મારી સાથે મારા રૂમમાં રહેશે તેની પર મારો કડક પહેરો પણ હશે.તેની નજીક આવવાનું તમારા માટે ખુબ જ મુશ્કેલ છે રુદ્રાક્ષ સિંહ."રિતુ નાકનું ટરેવું ચઢાવીને રુહીને પોતાની તરફ હાથ પકડીને ખેંચતા બોલી.તેટલાંમાં અભિષેક અને કિરન પણ આવ્યાં.રિતુએ તેમને પણ બધું જણાવ્યું.તે બન્ને જણા હસી રહ્યા હતા અને રુહી શરમાઇ રહી હતી.

"હા તો આ ત્રણેયની સામે તને ચેલેન્જ આપું છું રિતુ કે લગ્ન પહેલા હું રુહીને તમારા પહેરામાંથી ભગાવીને તેને કીસ કરીશ.તમે મને બેશરમ કહ્યોને તો હવે તો બેશરમ જ સહી.આજથી રુદ્રના દુશ્મનોના લિસ્ટમાં એક નામ ટોપ પર છે."રુદ્ર અકડમાં બોલ્યો.

"હા ખબર છે મને તે મારું છે."રિતુ પણ અકડમાં બોલી.

"યે હુઇના બાત.દોસ્ત હું તારી સાથે છું આ ત્રણેય સહેલીઓ એકતરફ અને આપણે બે એકતરફ.બ્રાઇડ ટીમ વર્સીસ ગ્રુમ ટીમ."અભિષેક બોલ્યો.

"તો ઠીક છે ચેલેન્જ એકસેપ્ટેડ."આટલું બોલી રિતુ અને કિરન રુહીને લઇને જતાં રહ્યા.

લગ્નની તૈયારી ધામધૂમથી શરૂ થઇ ગઇ હતી.અભિષેકે હરિદ્વારના બેસ્ટ અને રોયલ વેડીંગ પ્લાનરને બોલાવી દીધા.તેમણે મહેંદી-સંગીત,હલ્દી-અન્ય રીતરસમ અને લગ્ન એમ ત્રણ ફંકશન રાખવાનું નક્કી કર્યું.રુદ્ર અને રુહીના વેડીંગ અને અન્ય ફંકશન માટે મુંબઇથી ઇન્ડિયાના ટોપ મોસ્ટ ડિઝાઇનરને બોલાવી દેવામાં આવ્યાં.રુહીની મેકઅપ અને મહેંદી માટે પણ બેસ્ટ બ્યુટીશીયન આવી ગયાં.સાંજ સુધીમાં તો ઇન્વીટેશન કાર્ડ પણ છપાઇને આવી.બધાએ મળીને કંકોત્રી પણ લખી નાખી.કંકોત્રી લખવાની રસમ પણ પુરી થઇ તે વિદ્વાન પંડિતજીના આશિર્વાદ સાથે.

"રુદ્ર,મારી ઇચ્છા છે કે સૌથી પહેલું આમંત્રણ વીધી પ્રમાણે મંદિરમા મહાદેવજીને આપીએ,ત્યારબાદ માતાજીને અને ત્યારબાદ પંડિતજીને પછી તમે આ કંકોત્રી અન્ય લોકોને વહેંચી શકો છો."શ્યામ ત્રિવેદી બોલ્યા.

શ્યામ ત્રિવેદીના કહ્યા પ્રમાણે કંકોત્રીની વીધી પુરી કરવામ‍‍ાં આવી.તે વિદ્વાન પંડિતજીએ રુદ્ર અને રુહીને એક રક્ષા માટે દોરો બાંધ્યો અને તેમના આશિર્વાદ આપ્યાં.

"રુદ્ર,મારી ઇચ્છા છે કે આપણે તે તમામ ખેડૂતો,મહિલાઓ જે રુહી ગૃહઉદ્યોગમાં જોડાયા છે તે અને તેમના પરિવારને આ લગ્નમાં આમંત્રણ આપીએ અને તેમને રીટર્નમાં એક ભેંટ આપીએ અને સાથે તેમને આશ્વાસન અાપીએ કે આપણી સાથે કામકરવાથી તેમના બાળકો પર કોઇ જ ખોટી અસર નહીં પડે."રુહીએ તેનો વિચાર મુક્યો.

"વાહ રુહી,તમે તો મારા મનની વાત કહી દીધી આમપણ આ લોકો સિવાય મારા પરિવારમાં કોઇ નથી.કાલે સવારે આપણે જઇશું તમને આમંત્રિત કરવા અત્યારે મારે કાકાસાહેબના ઘરે જવું છે તેમને આમંત્રણ આપવા માટે."રુદ્ર બોલ્યો.

"હું આવ્યો."આટલું કહીને રુદ્ર એક કંકોત્રી લઇને કાકાસાહેબના ઘરે ગયો.જ્યાં કાકાસાહેબ અને શોર્ય ખુન્નસમાં બેસેલા હતાં.શોર્યના હાથેપગે અને મોઢે વાગ્યાનું નીશાન હતું.રુદ્રને જોઇને તેમને આશ્ચર્ય પણ થયું.

"આટલી રાત્રે રુદ્રાક્ષ સિંહ કાકાસાહેબની હવેલી પર એકલો શું વાત છે?"કાકાસાહેબ બોલ્યા.

" વાત જ કઇંક એવી હતી.કાકીમાઁ."રુદ્રે કાકીમાઁને બુમ મારી.

કાકીમાઁ રુદ્રનો અવાજ સાંભળીને બહાર આવ્યાં.રુદ્ર કાકીમાઁને પગે લાગ્યો.

"કાકીમાઁ,આ લો ત્રણ દિવસ પછી મારા લગ્ન છે મારી રુહી સાથે.તમારે ચોક્કસ આવવાનું છે.તમારા આશિર્વાદ વગર તે અઘુરા હશે.કાકાસાહેબ આજે પ્રેમથી તમને આમંત્રણ આપું છું.વડીલ બનીને ચોક્કસ આવજો.દુશ્મન બનીને આવવાના હોય તો ના આવતા."રુદ્રે તેમના પણ આશિર્વાદ લીધાં.

કાકાસાહેબ મોઢું ફેરવીને અંદર જતાં રહ્યા.શોર્ય પણ ખુબ જ ગુસ્સે થયો કેમકે હવે રુહીને પામવાના તેના બદઇરાદા ક્યારેય સફળ નહીં થાય.

"હું આવી બેટા."આટલું કહીને કાકીમાઁ પણ અંદર ગયાં.

"શોર્ય,કેમ છે?દુખતું નથી ને બહુ ?"રુદ્ર શોર્યની બાજુમાં બેસતા બોલ્યો.

શોર્યે ગુસ્સામાં દાંત ભિસ્યાં.

"અરે દોસ્ત,ગુસ્સે કેમ થાય છે?સારું ચલ આજે બ્રધર્સ ટોક એટલે કે ભાઇઓની વાત કરીએ.શોર્ય તું મારાથી એક કે બે વર્ષ નાનો હોઇશ."રુદ્ર બોલ્યો.

"હા તો."શોર્ય તેની સાથે વાત કરવા નહતો માંગતો.

" તો તને નથી લાગતું કે તારે પરણી જવું જોઇએ.સાંભળ્યું છે કે રુચિ અને તારું ચક્કર ચાલું થયું છે.તે તારા પ્રેમમાં છે.અરે વાહ તું તો છુપોરુસ્તમ નિકળ્યો.કહ્યું પણ નહીં.હું તારો મોટો ભાઇ છું.મદદ કરીશ તારા અને તેના લગ્ન કરાવવામાં."રુદ્ર બોલ્યો.

"રુદ્ર,તારા કામથી કામ રાખને.આમપણ તેના આદિત્ય સાથે લગ્ન છે ચાર દિવસ પછી."શોર્ય ગુસ્સામાં બોલ્યો.

"ઓહ એટલે તું તેને પ્રેમ નથી કરતો.તું તેને તારી પાસે અહીં તારી પત્ની બનાવીને નથી લાવવા માંગતો?"રુદ્રના મગજમાં કઇંક ચાલી રહ્યું હતું.

" હું તેને પ્રેમ કરું કે ના કરું શું ફરક પડે છે? તું તારું કામ કરને અને રહી વાત પત્ની બનાવવાની તો તે હવે શક્ય નથી.હા કરવા છે મારે લગ્ન તેની સાથે જા તેના ડેન્જર બાપને કહે જઇને અને કેવીરીતે આવશે તે અહીં ? ભાગીને?તું જાને આપી દીધીને કંકોત્રી જા હવે.મગજના ખાઇશ મારું."શોર્ય ખુબ જ ગુસ્સામાં હતો.રુદ્ર હસીને બહાર નિકળ્યો.

"સ્ટેપ વન કંમ્પલીટ થયું હવે સ્ટેપ ટુ બ્રેક કે બાદ.શોર્ય તે રુહીની વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર રચ્યું હવે જો તું રુદ્ર શું કરે છે." તે ત્યાંથી નિકળી ગયો.તેણે સનીને ફોન કર્યો.

"સની,હું તને કઇંક લખીને મોકલીશ તારા તે એકટરને તે સ્ક્રિપ્ટ આપીને તેના ડાયલોગ યાદ કરવા કહેજે અને હું તને લિસ્ટ આપું તે વસ્તુ તું તેને લઇને આપજે."

"ઓ.કે સર."સની બોલ્યો.રુદ્ર ઘરે આવ્યો ત્યારે બધા તેની ચિંતામાં બેસેલા હતાં.
"રુદ્ર,કેટલી વાર લાગી તમને ? મને ચિંતા થતી હતી."રુહી બોલી.

"ચિંતા ના કર.કશો જ પ્રોબ્લેમ નથી.સુઇ જાઓ બધાં બહુ રાત થઇ ગઇ છે."રુદ્ર બોલ્યો.

"બેટા,હવે જરૂરના હોય તો બહુ બહાર ના ફરશો લગ્ન થઇ જાય ત્યાંસુધી."રાધિકાબેન બોલ્યા.

"હા માઁ,બસ કાલે મારા ખેડુતભાઇઓને મળીને આમંત્રણ આપી દઉં પછી ક્યાંય નહીં.આરુહ ક્યાં છે?" રુદ્રે પુછ્યું.

"આરુહ..."રુહીએ તેના નામની બુમ મારી.

આરુહ રમવાનું છોડીને નીચે આવ્યો.

"આરુહ,ચલ સુવા બેટા."રુહી બોલી.

"મારે તારી સાથે નથી સુવુ.મારે બડી સાથે સુવુ છે."આરુહની વાતથી રુહી ચોંકી.તેને આશ્ચર્ય થયું.
રુદ્ર ખુશ થઇ ગયો અને તેણે આરુહને ઉંચકી લીધો.

"હા બેટા,ચલ આપણે બન્ને શાંતિથી સુઇ જઇએ.આખો પલંગ આપણો.આપણને કોઇ ડિસ્ટર્બ નહીં કરે.ગુડ નાઇટ રિતુ.ગુડ નાઇટ રુહી..."રુદ્ર મોઢું ફુલાવીને આરુહને લઇને જતો રહ્યો.

* * *

રુચિની બેચેની સખત વધી ગઇ હતી.જ્યારથી તેણે જાણ્યું હતું કે શોર્ય પણ તેને પ્રેમ કરે છે અને તેના પિતાના ડરના કારણે તે આ સંબંધમાં આગળ વધવા નથી માંગતો ત્યારથી તેની એકપળ પણ ચેન નહતું પડતું.આવતીકાલથી તેના લગ્નની વીધી શરૂ થવાની હતી.મહેમાનો આવી ગયા હતાં,તૈયારી થઇ ગઇ હતી.

અંતે તેણે એક નિર્ણય લીધો.
"હવે આ જ બરાબર રહેશે.હું આમ જ કરીશ પણ લગ્ન તો હું શોર્ય સાથે જ કરીશ."

શું રુચિ અને શોર્ય લગ્ન કરી શકશે? શોર્યના માટે રુદ્રએ શું પ્લાન બનાવ્યો છે.? કેવા રહેશે રુદ્ર અને રુહીના લગ્નના પ્રસંગ ?શું આપ સૌ રુદ્ર અને રુહીના લગ્નના ભાગ વાંચવા આતુર છો?જરૂરથી જણાવજો.

આગળ જાણવા વાંચતા રહેજો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Rupal

Rupal 11 months ago

Asha Patel

Asha Patel 12 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Bhimji

Bhimji 12 months ago