રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -61
સંગીતસંધ્યા અને મહેંદી ફંકશન-૨
બધાં ખુબ જ આશ્ચર્ય પામ્યાં કે આ કોણ હશે.સામે સફેદ કલરના સોફા પર બેસેલો રુદ્ર પણ આશ્ચર્ય પામ્યો.
રુદ્રાક્ષ સિંહ આજે દરેક યુવતીના સપનાના રાજકુમાર જેવો લાગી રહ્યો હતો.વ્હાઇટ અને બ્લુના શેડને મીક્ષ કરીને ચમકદાર એકદમ લાઇટબ્લુ કલરનો ડિઝાઇનર કુરતો જેમા નેવી બ્લુ કલરનું વર્ક હતું અને નીચે તે જ કલરનું ચુડીદાર.પગમાં ડિઝાઇનર મોજડી અને જમણા ખભા પર નેવી બ્લુ કલરનો દુપટ્ટો હતો.જે ડાબા હાથમાં ભરાવ્યો હતો. આરુહ પણ નેવી બ્લુ કલરના કુરતા પાયજામામાં સજ્જ હતો.
સ્ટેજ પર રહેલી યુવતીએ માઇક હાથમાં લીધું અને ધીમા અવાજમાં કહ્યું,
"રુદ્ર ....આ સરપ્રાઇઝ પરફોર્મન્સ માત્ર તમારા માટે....મારા જીવનમાં આવવા માટે."
તે આટલું કહીને આગળ ફરી.તે રુહી હતી.શાઇનીંગ વ્હાઇટ કલરનાં ઓફ શોલ્ડર ગાઉનમાં ઝીણી ઝીણી સફેદ મોતી અને સફેદ જરદોશીની ફુલોની ડિઝાઇન હતી.એક સાઇડમાં ગોઠણથી કટ હતો.તેણે વ્હાઇટ કલરના હાઇ હિલ્સ પહેર્યા હતાં.બધાં ખુબ જ આશ્ચર્યચકિત હતાં અને રુદ્ર રુહીને આ રૂપમાં જોઇને ખુબ જ એક્સાઇટેડ હતો.
રિતુ અને કિરન આવીને રુદ્રની આસપાસ ગોઠવાઇ ગઇ અને બોલી,
"રુદ્ર, આ પરફોર્મન્સ રુહી તરફથી તમારા માટે એક ગિફ્ટ છે.એક્ચ્યુલી કાલે રાત્રે થયું એમ કે...."
ગઇકાલે રાત્રે ......
રુહી,રિતુ અને કિરન રાત્રે રિતુના રૂમમાં સુઇ ગઇ હતી.
"રુહી,એક વાત કહું ?"કિરન બોલી.
"હા બોલ."રુહી બોલી.
"તું રુદ્રને શું ગિફ્ટ આપવાની છે લગ્નની?કિરને પુછ્યુ.
રુહી ચમકી અને બોલી,
"હાય ...હાય...એ તો હું સાવ ભુલી જ ગઇ...પણ હું રુદ્ર માટે શું લઉં તેમની પાસે તો દુનિયાની તમામ બેસ્ટ વસ્તુઓ છે."
"ઓહો...રુહી જરૂરી નથી કે કોઇ વસ્તુ જ આપવી.કઇબીજુ પણ આપી શકાય જેમ કે તું રુદ્ર માટે તેમના નામનું ટેટૂ કરાવ ."રિતુબોલી.
"ના ટેટૂ નહીં મને બહુ ડર લાગે તેનાથી..તો શું કરું ?" રુહી વિચારમાં પડી અને અચાનક તેને કઇંક વિચાર આવ્યો.
તે રિતુ અને કિરન સાથે તે કોરીયોગ્રાફર પાસે ગઇ.
"મારે રુદ્ર માટે એક સરપ્રાઇઝ ડાન્સ પરફોર્મન્સ આપવું છે.એ પણ સાવ અલગ જ ...રુદ્રે મને ક્યારેય આ અંદાજમાં નથી જોઇ.હું મોર્ડન ડ્રેસ પહેરીશ અને કોઇ સુંદર ગીત પર પરફોર્મન્સ આપીશ."
"વાઉ મેમ યુનીક ગિફ્ટ છે આ તો.રુદ્રસર ખુશ થઇ જશે.લેટ્સ સ્ટાર્ટ પ્રેક્ટિસ."કોરીયોગ્રાફર બોલ્યો.
અત્યારે ...
રિતુ અને કિરને રુદ્રને આ બધી વાત જણાવી.
"રુદ્ર ,તમને આ સરપ્રાઇઝ આપવા માટે રુહીએ પુરીરાત વગર ઉંઘ્યે પ્રેક્ટિસ કરી છે અને આ પ્રકારના કપડાં અને હાઇ હિલ્સ તેણે તેની લાઇફમાં પહેલી વાર પહેર્યા છે.હાઇ હિલ્સથી તેને કમર દુખે છે પણ આ કપડાં સાથે તે મેચ થતું હોવાના કારણે તેણે પહેર્યા."કિરન બોલી..રુદ્રને અનહદ ખુશી થઇ.
ગીત શરૂ થયું.
લેજા લેેજા રે...લેજા લેજા....
મુજસે દુર કહીં ના જા બસ યહીં કહીં રહ જા
મૈ તેરી દિવાની રે ...અફસોસ તુજે હૈ કયાં?
મુજસે દુર કહીં ના જા બસ યહીં કહીં રહ જા
મૈ તેરી દિવાની રે ...અફસોસ તુજે હૈ કયાં?
તેરી મેરી કહાની નયી બન ગયી
તૂ મેરા હો ગયા મૈં તેરી હો ગયી
જહાં જાએ તૂ સંગ મુજે લે જા લેજા
લેજા લેજા રે મહેકી રાતમે ચુરાકે સારે રંગ લેજા
રાતેં રાતેં મૈં ભીગૂ સાથ મેં તૂ એસી મુલાકાત દેજા.
અનબીલીવેબલ મુવ્સ સાથે રુહી અદભુત આત્મવિશ્વાસ સાથે પોતાના રુદ્ર માટે દુનિયા ભુલાવીને નાચી રહી હતી.તેને માત્ર રુદ્ર જ દેખાતો હતો.રુદ્ર પણ અભીભૂત થઇ ગયો હતો.
રુહીનું પરફોર્મન્સ ખતમ થતાં રુદ્ર દુનિયાની ચિંતા કર્યા વગર દોડીને સ્ટેજ પર જતો રહ્યો અને રુહીને ગળે લાગી ગયો તેને ઉચકી લીધી પોતાની બાંહોમાં.
"ઓહ રુહી,આ બેસ્ટ ગિફ્ટ છે પણ બસ કર હવે."રુદ્ર બોલ્યો રુહી ચમકી
"બસ કર હવે કેટલો તારા પ્રેમમાં પાડીશ.પાગલ થઇ ગયો છું તારા પ્રેમમાં એટલો કે તારા સિવાય કશુંજ દેખાતું નથી મને." રુદ્રની વાત સાંભળી રુહી શરમાઇ ગઇ.
"છોડો હવે બધાં જોવે છે."રુહી શરમાતા બોલી.
"ભલે જોતા. કહ્યું હતુંને કે રુદ્રાક્ષ સિંહ પ્રેમ અને દુશ્મનાવટ જોરશોરથી નિભાવે છે.બાય ધ વે આ વેસ્ટર્ન આઉટફીટમાં તું એકદમ ગોર્જીયસ લાગે છે.આઇ જસ્ટ લવ્ડ યોર ધીસ લુક."રુદ્રએ દુનિયાની પરવાહ કર્યા વગર તેના ગાલ પર કિસ કરી દીધી.
"સારું હું કપડાં બદલીને આવું.તમારું પરફોર્મન્સ છેને આરુહ સાથે મારે તે મીસ નથી કરવું."આટલું બોલી રુહી જેટલી જલ્દી ગઇ હતી.તેટલી જ જલ્દી તૈયાર થઇને આવી ગઇ.નેવી બ્લુ કલરનાં ચણિયાચોળીમાં તે સુંદર લાગી રહી હતી.
નેવી બ્લુ કલરના સિલ્કના સ્લિવલેસ બ્લાઉસમાં ગોલ્ડન અને ગુલાબી કલરના સિલ્કના હેવીદોરાથી ફુલોની ડિઝાઇનવાળી એમ્બ્રોડરી હતી.જેમા નાના નાના ડાયમંડ લાગેલા હતાં.નીચે હેવી નેવી બ્લુ કલરના ફુલ ધેર વાળા ચણિયામાં નીચે મોટી ગોલ્ડન કલરની બોર્ડર હતી.જેમા તેવા જ કલરના દોરાથી વર્ક હતું અને બાકીના ચણિયામાં ગુલાબી અને ગોલ્ડન કલરના દોરાથી વર્ક હતું.નેટની નેવી બ્લુ કલરની ચુંદડી સુંદર સ્ટાઇલથી પીનઅપ કરીને ઓઢી હતી.જેમા ગોલ્ડનકલરના નાના ફુલોવાળું વર્ક હતું.
ગળામાં ગોલ્ડ અને કુંદનનો હેવી સેટ પહેર્યો હતો.કાનમાં તે જ સેટના ઝુમકા અને હાથમાં સોનાના મોટા કડાં.
રુહી આવીને રિતુ અને કિરન સાથે બેસી ગઇ.તે ખુબ જ એક્સાઇટેડ હતી આરુહ અને રુદ્રનું પરફોર્મન્સ જોવા માટે.
મ્યુઝિક શરૂ થયું.
Yeah! Baby when u see me
Comming yeah!
Yeah u better run for cover
Yeah
Cos u know when i find u
Yeah
Yeah im gonna be your lover
તુમસે લોગ કહેંગે ના કર પ્યાર મુજે મે તો લાખ બુરા હું નીંદ ચુરા લું હોશ ઉડા દું ચાહે જહા દિલ કો છુપા બાતો હી બાતો મે દો મુલાકાતો મે લે લું
બચના એ હસીનો લો મે આ ગયાં.
આરુહ અને રુદ્ર ખુબ જ સારી રીતે ડાન્સ કરી રહ્યા હતાં.તેમના વચ્ચેનું બોન્ડીંગ ખુબ જ સરસ હતું.રુહીની આંખમાં ખુશીના આંસુ હતાં.તેમનું પરફોર્મન્સ ખતમ થયું.
અહીં શોર્ય લગ્નમાં રીસાઇને ખુણામાં બેસેલા કોઇ સગાનીજેમ જ લાગતો હતો.તે રુહી પર ખરાબ ઇરાદા ધરાવતો હતો.તે રુહીને પામવા માંગતો હતો પણ તે વાત હવે કોઇપણ કાળે શક્ય નહતી.બીજી બાજુએ તેની ગણતરી કહો કે પ્લાન કહો તે ઉંધો પડી ગયો.રુચિએ તેને સામે ચાલીને એકપણ ફોન ના કર્યો.
"આ રુચિ, મને લાગ્યું કે તે મારી સાથે લગ્ન કરવા બધું જ છોડીને આવી જશે.શું થયું હશે ત્યાં?તેણે કેમ કઇ કર્યું નહીં.અગર રુચિ સાથે મારા લગ્નના થયા તો આ અબજોની સંપત્તિ પામવાનું મારું સ્વપન રોળાઇ જશે.
અહીં વકીલસાહેબ પણ આ સંગીતસંધ્યાનો આનંદ માણી રહ્યા હતાં.તે રુદ્ર પાસે આવ્યાં.
"સર,ખુબ જ સરસ ડાન્સ કર્યો.તમારી અને રુહીમેમની જોડી હેવનલી લાગે છે એકદમ."વકીલસાહેબ બોલ્યા.
"થેંક યુ.વકીલસાહેબ સની તો બહુ જ કામનો અને હોશિયાર છોકરો છે.મે એક એવો પ્લાન બનાવ્યો છે.સોરી એક નહીં બે.એક આદિત્ય અને શોર્ય માટે અને બીજો રુચિ માટે કે તે લોકોને તેમના જીવનનો મોટો સબક મળી જશે.તે પ્લાન મારા લગ્નના બીજા દિવસે જ અમલમાં મુકાઇ જશે અને પછી થશે બુમ...ધડાકો."રુદ્ર હસીને બોલ્યો.
"સર,મને વિશ્વાસ છે કે તમે કાયદાને તમારા હાથમાં નહીં લો."વકીલસાહેબ બોલ્યા.
"ડોન્ટ વરી વકીલસાહેબ.એન્જોય ધ પાર્ટી."આટલું કહીને રુદ્ર જતો રહ્યો.તેને મળવા ખેડૂતોના અને મહિલા ગૃહઉદ્યોગના આગેવન આવ્યાં.તેમણે તે બધાના તરફથી રુદ્ર અને રુહીને ભેંટ આપી.
"આપ સૌનો ખુબ ખુબ આભાર અહીં આવીને અમને આશિર્વાદ આપવા માટે.આ ભેંટ મારા માટે ખુબ જ મહત્વ ધરાવે છે.પ્લીઝ પાર્ટીનો આનંદ લેજો."રુદ્રે બે હાથ જોડીને કહ્યું.
હેરી અને સેન્ડી ખુબ જ શરમ અનુભવતા હતાં.આ બે દિવસ દરમ્યાન પુરા પરિવારે કોઇપણ પ્રકારની દ્રેષની ભાવના રાખ્યા વગર તેમની સાથે અા અવસરનો અાનંદ લીધો હતો.તેમને ખેડૂતોએ અને તે મહિલા ગૃહઉદ્યોગવાળી મહિલાઓના રુદ્ર -રુહીને મળેલા અનકંડીશનલ સપોર્ટ વિશે પણ સાંભળવા મળ્યું હતું.
અહીં રુદ્રે આરુહ માટે સ્પેશિયલ પ્લે એરિયા રાખ્યો હતો જયાં તેને તેની નવી સ્કુલના તેના તમામ ક્લાસમેટ આવ્યાં હતાં.તે ખુબ જ એન્જોય કરી રહ્યો હતો.રુદ્રે તેના માટે સ્પેશિયલ બે બોડીગાર્ડ પણ રાખ્યા હતાં.
અહીં રુચિ અને આદિત્યનું પણ સંગીત ફંકશન તે જ સમયે મુંબઇની એક સેવેનસ્ટાર હોટેલનાં વિશાળ બેંકવેટ હોલમાં ચાલી રહ્યું હતું.રુચિ એક સુંદર સજાયેલી ઢિંગલી જેવી લાગતી હતી.જેને ચાવી આપેલી હતી એટલે તે હસતી હતી,તેણે કમને આદિત્ય સાથે ડાન્સ પણ કર્યો.તેનું મન શોર્ય પાસે અટકેલું હતું પણ શોર્ય દ્રારા એકવાર પણ લગ્નનો પ્રસ્તાવ ના મેળવવાનાં કારણે તે ઉદાસ હતી.
"તે મને લગ્ન માટે કહેશે તો જ હું તેની સાથે લગ્ન કરીશ પણ મને નથી લાગતું કે આ શક્ય થાય હવે.લગ્નતો બસ બે દિવસ પછી છે."તે સ્વગત બોલી.
અહીં હવે જેની સૌને રાહ હતી તે સમય આવી ગયો હતો.રુદ્ર અને રુહીનું પરફોર્મન્સ આ સંગીતસંધ્યાનું અંતિમ પરફોર્મન્સ હતું.ત્યારબાદ મુંબઇથી આવેલા પ્રખ્યાત ગાયક તેમના ગીતો રજુ કરવાના હતાં.બાકી આવેલી મહિલાઓ મહેંદી મુકાવી રહી હતી.અહીં ઘરની તમામ મહિલાઓ ડાન્સ પરફોર્મન્સ પત્યા પછી મહેંદી મુકાવવાની હતી અને રુહી માટે સ્પેશિયલ બ્રાઇડલ મહેંદી આવતી કાલે સવારે હલ્દીની રસમ પછી હતી.જેના માટે એક સ્પેશિયલ મહેંદી આર્ટીસ્ટ તેમની ટીમ સાથે આવતી કાલે આવવાના હતાં.રુદ્ર અને રુહીનું પરફોર્મન્સ હોસ્ટે અેનાઉન્સ કર્યું.
બધાં ખુબ જ એક્સાઇટેડ હતાં.જમવાનું છોડી અને બધી જ વાતો,ગોસિપ છોડીને બધાં પોતપોતાની સીટ પર ગોઠવાઇ ગયાં.પુરા ફાર્મહાઉસમાં એક નિરવ શાંતિ છવાઇ ગઇ જાણે કે પીનડ્રોપ સાયલન્સ.
થોડો સમય વીતી ગયો પણ રુદ્ર અને રુહીના આવ્યાં કે ના ગીત શરૂ થયું.અચાનક અંધારું છવાઇ ગયું અને સ્પોટ લાઇટ સ્ટેજ પર ફોકસ થઇ.વચ્ચોવચ એક ગોળ ખાડા જેવું હતું જેમાંથી સ્ટેજ ધીરેધીરે ઉપર આવ્યું પોતાના બે હાથોમાં રુહીને ઉચકીને ઊભેલો રુદ્ર બધાને દેખાયો.આ ખાસ એન્ટ્રી રુદ્ર અને રુહીની પહેલી મુલાકાત પર આધારિત હતી.ગંગામૈયામાં ડુબકી લગાવતા રુદ્રના ખોળામાં જેમરુહી અચાનક આવી ગઇ હતીતે જ રીતે.
રુદ્ર અને રુહીની આ જોરદાર એન્ટ્રી પર બધાંએ ખુબ જ તાલીઓ વગાળી.
રુદ્ર-રુહીનું પરફોર્મન્સ અને લગ્નપ્રસંગના અન્ય રીતરીવાજની મજાઓ માણો આવતા ભાગમાં.