Rudrani ruhi - 62 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-62

રુદ્રની રુહી... - ભાગ-62

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -62

રુદ્રે રુહીને નીચે ઉતારી,તે બન્ને એકબીજાની સામે જ જોઇ રહ્યા હતાં.ગીત વાગી રહ્યું હતું.

કચ્ચી ડોરીયોં,ડોરીયોં,ડોરીયોં સે મૈનુ તૂ બાંધ લે
પક્કી યારીયોં,યારીયોં,યારીયોં મે હોંદે ના ફાસલે
યે નારાજગી કાગજી સાતી તેરી મેરે સોહ્નેયા સૂન લે મેરી
દિલ દિયાં ગલ્લ‍ાં કર‍ંગે નાલ નાલ બહ કે આઁખ નાલે આઁખ નૂ મિલા કે
દિલ દિયાં ગલ્લાં કરાંગે રોજ રોજ બહ કે સચ્ચિયાઁ મોહબ્બતાં નિભા કે.

સતાયે મેનુ ક્યોં દિખાએ મૈનુ ક્યોં જુઠી મુટ્ઠી રુસ કે રૂસાકે દિલ દિયાં ગલ્લ‍ાં
તેનુ લાખાં તોં છુપા કે રખ‍ાં અક્ખાં તે સઝા કે તૂ એ મેરી વફા રખ અપના બના કે મૈં તેરે લઇય‍ાં યારા ના પાવિ કદે દુરિયાં
મૈં જીના હાઁ તેરા .....મૈં જીના હાઁ તેરા દસ લેના કી નખરા દિખા કે
દિલ દિયાં ગલ્લ‍ાં કર‍ંગે નાલ નાલ બહ કે આઁખ નાલે આઁખ નૂ મિલા કે

રુદ્ર અને રુહીને આસપાસ કોઇ જ નહતું દેખાઇ રહ્યું માત્ર એકબીજામાં ખોવાઇને આ ક્ષણને માણી રહ્યા હતાં.અચાનક રુહીએ રિતુ સામે જોયું અને રિતુએ આંખ મારી.બીજી જ ક્ષણે લાઇટ બંધ થઇ ગઇ.પુરા ફાર્મ હાઉસમાં ધોર અંધકાર થઇ ગયો.ગીત વાગતું બંધ થઇ ગયું.રુદ્ર આસપાસ જોવા લાગ્યો પણ કઇ દેખાતું નહતું અચાનક રુહીએ રુદ્રનો ચહેરો પકડ્યો અને તેને પોતાના ચહેરાની નજીક લાવીને પોતાના હોઠ રુદ્રના હોઠ પર મુકી દીધાં.રુદ્ર સુખદ આશ્ચર્ય પામ્યો.તે લોકો અલગ થયા ત્યારબાદ રુહીએ જોરથી ત્રણ વાર પોતાની પાયલ રણકાવી.સ્ટેજની નજીક ઊભેલી રિતુ તેનો ઇશારો સમજી ગઇ અને થોડીવારમાં લાઇટ આવી ગઇ.ગીત પાછુ વાગ્યું.

પતા હૈં મૈનુ ક્યોં છુપા કે દેખે તૂ મેરે નામ સે નામ મિલા કે
દિલ દિયાં ગલ્લ‍ાં કર‍ંગે નાલ નાલ બહ કે આઁખ નાલે આઁખ નૂ મિલા કે
રુદ્ર અને રુહીએ પરફોર્મન્સ ખતમ કર્યું.બધાં એ ખુબ જ જોરદાર તાળીઓ પાડી અને સીટી વગાડી અને ચીચીયારી કરીને તેમનું પરફોર્મન્સ વધાવ્યું.
રુદ્રને હજી વિશ્વાસ નહતો આવી રહ્યો કે રુહી તેને આવી સરપ્રાઇઝ આપશે.
તેમણે લોકોનું અભિવાદન કર્યું અને નીચે આવ્યાં.તે રુહીના કાનમાં ગણગણ્યો,

"વાહ રુહી,તમે તો જોરદાર સરપ્રાઇઝ આપી છેલ્લે આ બધું ક્યારે પ્લાન કર્યું."

"રુદ્રજી,એમ ના સમજતાં કે તમે શરત જીતી ગયાં આ તો મારી સરપ્રાઇઝ હતી.તમારી ચેલેન્જ તો બાકી રહી."આટલું કહીને રુહી આંખ મારીને જતી રહી.

અભિષેક રુદ્ર પાસે આવ્યો અને બોલ્યો,

"આ લાઇટો અચાનક કેમ બંધ થઇ તે વાત સમજમાં ના આવી."રુદ્રએ અભિષેકને રુહીના સરપ્રાઇઝ વિશે જણાવ્યું.

"વાહ દોસ્ત,સોરી પણ રુહી વધારે બહાદુર છે તારા કરતા.લાગે છે તું શરત હારી જવાનો."અભિષેક બોલ્યો.

"એવું નહીં થાય,જીજુ શરત નહીં હારે.."આરવ ત્યાં આવતા બોલ્યો.

"આરવ! તું અમારી મદદ કરીશ?આઇમીન તું રુહીનો ભાઇ છે."અભિષેક બોલ્યો.

" અરે અહીં બોયઝ વર્સીસ ગર્લ્સની જંગ છે.તો અફકોર્ષ હું બોયઝની સાથે હોઉને."આરવ બોલ્યો.
"વાહ.."અભિષેક.

"ડોન્ટ વરી જીજુ,આરવ તમારી મુંછો નીચી નહીથવા દે.મારી પાસે એક પ્લાન છે.તમારી લવસ્ટોરીની મુખ્ય વિલન રિતુ છે.સો પ્લાન મારો હશે પણ તેને એક્સીક્યુટ તમારે અને અભિષેકજીએ કરવાનો છે."આરવ બોલ્યો.

"પ્લાન શું છે?"રુદ્રે પુછ્યું.

"અહીં આવો નજીક." આરવે તેમને નજીક બોલાવીને પોતાનો પ્લાન કહ્યો.

"વાહ દોસ્ત જબરદસ્ત પ્લાન છે.આ શરત તો હવે રુદ્રાક્ષ સિંહને જીતતા કોઈ નહીં રોકી શકે."રુદ્ર બોલ્યો.

અહીં શોર્ય ખુબ જ ખુન્નસમાં હતો.તે રુદ્રનો પ્રસંગ આટલી સરસ રીતે થઇ રહ્યો હતો તે જાણીને ગુસ્સે થયો.તેણે પોતાની રીતે બધી વ્યવસ્થા બગડે તેના ખુબ જ પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ રહ્યો.રુદ્રના ધ્યાનમાં આ વાત જરૂર આવી.તેણે કાકાસાહેબ અને રુદ્રને બોલાવ્યા.

"કાકાસાહેબ અને શોર્ય,આ છેલ્લી વાર કહું છું કે મારા લગ્નના પ્રસંગમાં કઇપણ ગડબડ કરવાની કોશીશ કરી તો હું એ કરી બેસીસ જે તમે ક્યારેય નહીં વિચાર્યું હોય અને આ માત્ર ધમકી નથી.શોર્ય છેલ્લી વાર કહું છું."રુદ્ર તેમનેધમકી આપીને જતો રહ્યો.શોર્ય સમસમી ગયો.

સંગીતનું ફંકશન ખુબ જ સરસ રીતે પતી ગયુ.રાત્રે રુહી,રિતુ અને કિરન રૂમમાં બેસેલા હતાં.રુહી ખુબ થાકી ગઇ હતી.તેની કમર દુખી રહી હતી.

"રુહી,દવા લઇલે.કાલે હલ્દી અને મહેંદી છે.દવા નહીં લે તો આટલું બધું બેસી નહીં શકે."રિતુ બોલી.

રુહી વિચારમાં હતી.
"રુહી,શું વિચારે છે?"કિરને પુછ્યું.

"કિરન,પરમદિવસે મારા લગ્ન છે રુદ્ર સાથે,મને એમ થાય છે કે એકવાર મમ્મીજી પપ્પાજી એટલે કે આરુહના દાદાદાદી સાથે વાત કરીને તેમના આશિર્વાદ લઉં.આદિત્યે મારી સાથે ભલે ગમે તેટલું ખરાબ કર્યું હોય પણ પપ્પાજીએ ક્યારેય મારી સાથે ખરાબ નથી કર્યુ.હંમેશા મને તેમની દિકરી ગણી છે પણ હું તેમને ફોન કરીશ તો રુદ્રને ખરાબ નહીં લાગેને?"રુહી બોલી.

"ના રુદ્રને બિલકુલ ખરાબ નહીં લાગે."રુદ્ર રૂમમાં આવતા બોલ્યો.
"કિરન ,તમને આંટી બોલાવે છે નીચે."અભિષેક અંદર આવતા બોલ્યો.
કિરન નીચે ગઇ.રુહીએ આરુહના દાદાના નંબર પર વીડિયો કોલ લગાવ્યો.તેમણે ફોન ઉપાડ્યો.રુદ્ર તેની બાજુમાં બેસ્યો.

"પપ્પાજી,સોરી...હવે તો મારો હક નથી તમને તે સંબોધનથી બોલાવવાનો.કેમ છો તમે? તમારી તબિયત કેમ છે? બીપી અને ડાયાબિટીસની દવા સમયસર લો છોને?ડોક્ટર પાસે દર પંદર દિવસે ચેકઅપ માટે જાઓ છોને?"આટલું કહેતા રુહી ભાવુક થઇ ગઇ.
પિયુષભાઇ પણ ભાવુક થઇ ગયાં.

"રુહી બેટા,મારા ભગવાન જાણે છે કે મે તને ક્યારેય મારી વહુ માની હોય તો મે તો તને હંમેશાં દિકરીજ ગણી છે.એ તો આદિત્યના ખરાબ નસીબ છે કે તે ઝવેરી હોવા છતા સાચો હિરો પારખી ના શક્યો અને પથ્થર પાછળ ભાગ્યો.અને હા તું મને હજી પણ પપ્પા કહી શકે છે.હું ઠીક છું બેટા તું કેમ છે?"પિયુષભાઇની પણ આંખો ભીની હતી.

"પપ્પા,પરમદિવસે મારા લગ્ન છે રુદ્રાક્ષ સિંહ સાથે."રુહી બોલી.

"હા બેટા,મે સાંભળ્યું આદિત્ય જોડેથી.હું જોઇ શકું છું તેમને એક વાર?"પિયુષભાઇએ પુછ્યું.ફોન રુદ્રએ લીધો.
"પ્રણામ અંકલ."રુદ્ર બોલ્યો

"નમસ્તે બેટા,સુખી થાઓ.રુદ્ર બેટા મારી દિકરીનું ધ્યાન રાખજે તેને બધી જ ખુશીઓ આપજે જે તેને હકદાર છે.એક વાત ખાસ કહીશ કે તેને વફાદાર થઇને રહેજે.તેની સાથે ક્યારેય બેઇમાની ના કરતો
ભગવાન તમને બન્નેને ખુબજ ખુશ રાખે."પિયુષભાઇ બોલ્યા.

"તમે ચિંતા ના કરો,રુહી રુદ્રનો જીવ છે.રુદ્ર પોતાના જીવ સાથે તો વફાદાર જ હોયને."રુદ્ર બોલ્યો.

પિયુષભાઇ વાત કરી રહ્યા હતા તેટલાંમાં કેતકીબેન આવ્યા.રુહીને જોઇ તે પણ ભાવુક થઇ ગયાં.તેના ગયાં પછી રુચિના વર્તન પરથી સમજાઇ ગયું હતું કે તેમણે કેટલી મોટી ભુલ કરી.

"રુહી,બેટા કેમ છે તું?"કેતકીબેને પુછ્યું.

"હું ઠીક છું મમ્મીજી તમે કેમ છો?"રુહીએ કહ્યું.

"રુહી બેટા,મને માફ કરી દે આજ સુધી તારી સાથે મે ખુબ જ ખરાબ વર્તન કર્યું.તારા ગયા પછી તારી કિંમત સમજાઇ.સાંભળ્યું છે તું લગ્ન કરી રહી છો.મારા આશિર્વાદ છે તને કે તું ખુબ જ ખુશ રહે."કેતકીબેન બોલ્યા.

"રુહી બેટા,આરુહ શું કરે છે?"પિયુષભાઇએ પુછ્યું.

"તે આજે ખુબ જ થાકી ગયો હતો આજે અમારું સંગીત હતું ને તો.સુઇ ગયો છે."રુહી બોલી

"આવજે બેટા સુખી થા." આટલું કહીને તેમણે ફોન મુકી દીધો.રુહીની આંખમાં આંસુ હતાં તે રુદ્રને વળગીને રડી પડી.રુહીનો મુડ ચેન્જ કરવા માટે રુદ્રને પોતાનો પ્લાન યાદ આવ્યો.રુહી તેને હજી ગળે લાગેલી હતી.

"વાહ, રિતુ મારી ચેલેન્જ અહીં જ પુરી કરી લઉં.મને તો શરમ નથી તમને આવે તો બહાર જતા રહેજો."રુદ્ર બોલ્યો.રિતુ ભડકી તેણે રુહીને રુદ્રથી અલગ કરીને પોતાની તરફ ખેંચી.

"કોઇપણ હિસાબે નહીં."રિતુ ભડકીને બોલી.

" સારું."રુદ્ર બોલ્યો થોડું અટક્યો અને ફરીથી બોલ્યો.

"હેય રિતુ તમારી પાછળ ગરોળી છે."રુદ્ર જોરથી બોલ્યો.

"મમ્મી..."આટલું કહીને રુહી ચીસ પાડીને પલંગ પર ચઢી ગઇ અને રિતુ અભિષેક ઊભો હતો તે તરફ ચીસ પાડીને ભાગી.રુદ્રએ અભિષેકને આંખ મારી.અભિષેકે રિતુને પગથી ઉચકી પોતાના ખભે મુકી અને તેને લઇને તે રૂમની ગેલેરીમાં જતો રહ્યો અને તેણે તેને હિંચકા પર બેસાડી દીધી.રિતુ સમજી ગઇ તેણે અભિષેકની પકડમાંથી પોતાની જાતને છોડાવવા તેને માર્યું પણ તેની પકડમાંથી છુટી ના શકી.

અહીં તેના ગયાં પછી તે ગેલેરીનો દરવાજો રુદ્રએ અંદરથી બંધ કર્યો.

અહીં હિંચકામાં બેસેલી રિતુ સમજી ગઇ કે આ લોકો તેમની સાથે ચાલ રમી ગયાં.
" આ રુદ્રાક્ષ સિંહને હું નહીં છોડું."રિતુ દાંત ભીસીને બોલી.

"તેના માટે તમારે અહીંથી નિકળવું પડશે.જો તમે એવી કોશીશ કરીને તો આમ તો હું ખુબ જ ડાહ્યો છોકરો છું પણ પછી..."અભિષેક બોલ્યો.

"પછી શું ..?"રિતુએ પુછ્યું.

"પછી રુદ્રની શરત હું તમારી સાથે પુરી કરી લઇશ આમપણ આરુહે આપણને ચાચાચાચી બનાવી દીધાં છે તો."અભિષેકે આટલું બોલતા રિતુની થોડીક ખુલ્લી કમર પર હાથ મુક્યો.રિતુને ચારસો ચાલીસ વોટનો ઝટકો લાગ્યો.બહાર ઠંડક વાળા વાતાવરણમાં પણ તેને પરસેવો વળતો હતો.અભિષેક શરારતી હાસ્ય સાથે રિતુ સામે જોઇ રહ્યો હતો.રિતુ ગુસ્સો કરવાનું છોડીને નીચું જોઇને શરમાવા લાગી.તેના ગુલાબી ગાલ શરમથી લાલ થઇ ગયાં હતાં..

તેણે ઝટકો આપીને અભિષેકનો હાથ પોતાની કમરથી હટાવ્યો.તે પોકેટમાં રાખેલો મોબાઇલ જોવામાં વ્યસ્ત થઇ ગઇ.તે સોશિયલ મીડિયામાં ચેક કરી રહી હતી.અચાનક એક પોસ્ટ પર તેનું ધ્યાન ગયું અને તેની આંખો પહોળી થઇ ગઇ.તેની ભાવના પરથી તેનો કંટ્રોલ જતો રહ્યો.તેનો ફોન તેના હાથમાંથી છુટી ગયો.જે નીચે જઇને પડ્યો. તે રડવા લાગી...અભિષેક ચોંક્યો.તેણે તે મોબાઇલ નીચેથી ઉઠાવીને લીધો.સોશિયલ મીડિયાની જે પોસ્ટ જોઇને રિતુની આ હાલત થઇ હતી.તે જોઇને તે સમજી ગયોકે શું વાત છે?

શું રિતુ અને અભિષેક એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ સમજી શકશે?રુદ્ર પોતની શરત પુરી કરશે?માણો આવતા ભાગમાં રુદ્ર અને રુહીની હલ્દી અને રુહીની મહેંદીની રસમ અને હલ્દીમ‍ાં ધમાલ.

જાણવા વાંચતા રહો.

Rate & Review

Laxmi

Laxmi 2 days ago

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Neepa

Neepa 1 year ago