Rudrani ruhi - 63 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-63

રુદ્રની રુહી... - ભાગ-63

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -63

હલ્દી અને રુહીની મહેંદીની રસમ-૧

અભિષેકે રિતુને થોડીવાર એમ જ રડવા દીધી.પોતાના બે હાથ વચ્ચે પોતાનું મોઢું સંતાડીને રિતુ પોતાના ડુસકાંનો અવાજ મોટો ના થઇ જાય તેનું ધ્યાન રાખી રહી હતી.અભિષેક પણ ચુપ જ બેસેલો હતો.તેણે તેના ખભા પર હાથ મુક્યો.રિતુએ પોતાના અાંસુ લુછ્યાં.

"આ તારા એક્સ હસબંડનો ફોટો છે ને?"અભિષેકે પુછ્યું.

"હા,અાજે તેની ગર્લફ્રેન્ડે તેના બાળકને જન્મ આપ્યો,તે એક દિકરાનો પિતા બની ગયો.ફાઇનલી તેનું પિતા બનવાનું સપનું પુરું થયું અને આ ફોટો સ્પેશિયલ મને ટેગ કરીને સોશિયલ મીડિયા પર મુક્યો છે.મને જલાવવા ,બતાવવા અને જતાવવા કે હું માઁ ના બની શકી તો શું ? તે તો પિતા બની ગયો."રિતુ પોતાના આંસુને છુપાવવાની કોશીશ કરતા બોલી.અભિષેકે તેનો મોબાઇલ લીધો.તે પોસ્ટ પર રિતુનાં તરફથી અભિનંદન લખ્યું અને એક મોટા સ્માઇલી સાથે પોસ્ટ કર્યું.

"આ શું કર્યું ,અભિષેક ?"રિતુએ પોતાનો મોબાઇલ ખેંચવાની કોશીશ કરી.
"જેવા સાથે તેવા.વન મીનીટ તે મિસ્ટર શો ઓફને કઇંક બતાવીએ." અભિષેકે આટલું કહીને રિતુને પોતાની નજીક ખેંચી તેના ગાલ પર ચુંબન કરતો સેલ્ફી પાડીને તેના એક્સ હસબંડને મોકલ્યો.

"આ શું હતું? "રિતુ બોલી.

"તેને હવે થોડો બેચેન થવા દે.આપણો આ ફોટો જોઇને તેનો પ્લાન ફેઇલ થઈ જશે.તે તને જલાવવા માંગતો હતો હવે પોતે જલશે.તેને સમજાઇ જશે કે તેના બાપ બનવાથી તને કોઇ ફરક નથી પડ્યો.

એક વાત સાંભળી લે જીવન જીવવા માટે પોઝિટિવ એટીટ્યુડની જરૂર છે.એક સારા જીવનસાથીની જરૂર છે કે જે ઘરડાં થયા પછી પણ તમને તેટલો જ પ્રેમ કરે,તમારી કેયર કરે,હાથમાં હાથ નાખી વોક કરે અને ટોક કરે.બસ.....સ્ટોપ ક્રાઇંગ.કાલે હલ્દી છે શું ધમાલ કરવી છે કાલે તે વિચાર્યું નહીં ?અને આ શરત તો રુદ્ર જીતી ગયો.આગળ હવે બદલો લેવાતારે શું કરવાનું છે તે તો વિચાર"અભિષેકની વાત રિતુને તુરંત જ એક પોઝિટિવ ઊર્જા આપી.

"હમ્મ,આ રુદ્રાક્ષ સિંહનું કઇંક કરવું પડશે."રિતુ હસીને બોલી.
"કાલે હલ્દીમ‍‍‍ાં વાત છે તેની.બરાબર બદલો લઇશ."રિતુ બોલી.

અહીં અભિષેકના રિતુને લઇગયાં પછી રુદ્રએ બાલ્કનીનો દરવાજો બંધ કર્યો અને પડદો પણ પાડી દીધો.તે રુહીની નજીક આવ્યો.

"આ તો ચીટીંગ કહેવા રુદ્રાક્ષ સિંહ.."રુહી થોડું શરમાતા અને ગભરાતા પાછળ જતાં બોલી.
"એવરીથીંગ ઇઝ ફેયર ઇન લવ એન્ડ વોર ડાર્લિંગ."રુદ્રએ પોતાની મુંછો પર હાથ ફેરવતા કહ્યું તે ધીમેધીમે રુહી તરફ આગળ વધી રહ્યો હતો.

"અચ્છા,તો પહેલા મને પકડીને બતાવો રનીંગમાં હું ચેમ્પીયન હતી સ્કુલમાં."આટલું કહીને રુહી ભાગી.રુદ્ર તેની પાછળ ભાગ્યો.પુરા રૂમમાં બધું ઉથલપાથલ કરીને અંતે રુદ્રએ રુહીને પકડી લીધી.

"રુદ્રાક્ષ સિંહ,અામાપણ ચીટીંગ !!તમે પગમાં વાગ્યું છે તેવો અવાજ કાઢ્યો એટલે હું જોવા ઊભી રહી અને તેમા પકડાઇ ગઇ."રુદ્રએ રુહીને એમ જ ઉચકી અને તેને બેડ પર સુવાડી.

"રુદ્ર.."રુહી કઇંક બોલવા જતી હતી.રુદ્રએ તેના હોઠ પર આંગળી મુકી.રુહીના ધબકારા વધી ગયાં અને તેણે આંખો બંધ કરી દીધી.રુદ્ર ધીમેધીમે તેની તરફ આગળ વધ્યો.રુહીના કોમળ હોઠો પર પોતાના સખત હોઠ મુકી દીધાં.રુદ્રના હાથ રુહીની પાતળી કમર પર ફરી રહ્યા હતાં.રુદ્ર રુહીથી થોડો અળગો થયો.તેના વાળમાં આંગળી ફેરવતો હતો.

"હવે મને એમ થાય છે.આ બીજા બધાં ફંકશન કરતા સીધા લગ્ન રાખી દીધાં હોત તો કેટલું સારું હોત." રુદ્ર રુહીને છોડવા જ નહતો માંગતો.તે તેને પ્રેમ કરી રહ્યો હતો.

અચાનક તેને કઇંક યાદ આવ્યું તે ઊભો થયો.હાથમાં એક નાની બોટલ લઇને આવ્યો અને બોલ્યો,
"રુહી ઉંધા સુઇ જાઓ."
રુહી કઇ સમજી નહીં પણ તે ઉંધી સુઇ ગઈ.રુદ્રએ તે બોટલમાંથી આયુર્વેદિક તેલ કાઢીને તેની કમર પર માલીશ કરી.આયુર્વેદિક તેલની અસર અને રુદ્રના સ્પર્શનો જાદુ રુહીને આરામ આપી રહી હતી.તેલ માલીશ કર્યાં પછી રુદ્રે તેને પેઇન કિલર આપી.

"શું જરૂર હતી મારા માટે આટલી તકલીફ લેવાની?કે કમર દુખી ગઇ."રુદ્ર નકલી ગુસ્સો દેખાડતા બોલ્યો.રુહી સીધી સુઇ ગઇ રુદ્રને પોતાની નજીક ખેંચ્યો.રુહી તેને વળગીને સુઇ ગઇ.
દવાની અસર અને રુદ્રની હુંફ તે તુરંત જ સુઇ ગઇ.

અહીં અભિષેક અને રિતુ હવે બેચેન થઇ રહ્યા હતાં.

"શું કરીએ? હવે જઇએ?"અભિષેકે પુછ્યું.

"હા બહુ વાર થઇ ચલો."રિતુએ દરવાજો ખખડાવ્યો રુદ્રએ દરવાજો ખોલ્યો.સામેનું દ્રશ્ય જોઇને રિતુ અને અભિષેક આશ્ચર્ય પામ્યાં.રુહી શાંતિથી ધસધસાટ સુતેલી હતી.

"ગાયઝ,ધીમે રુહીને કમર પર તેલથી માલીશ કરી છે અને દવા આપી છે.અવાજના કરતા અને હા રિતુ મહેરબાની કરીને કાલે જડની જેમ તેને વહેલી ના ઊઠાડી દેતા.

બાય ધ વે રિતુ હું શરત જીતી ગયો.આઇ કિસ્ડ હર...વિશ્વાસ ના આવતો હોય તો કાલે તેને પુછી લેજો.ચલ અભિષેક આરુહ એકલો સુતેલો છે આજે તું પણ મારી સાથે મારા રૂમમાં સુઇ જા."રુદ્ર અકડ સાથે રિતુ સામે જોઇને બોલ્યો અને રિતુએ ગુસ્સામાં મોઢું ફેરવી દીધું.

"રુદ્ર,કાલે તમારી હલ્દી તો હું કરીશ.ખરા અર્થમાં, તમે આવતીકાલનો દિવસ ખુબ જ સારી રીતે યાદ રાખશો."રિતુએ તેને સંભળાવતા કહ્યું.

બીજા દિવસે સવારથી ફાર્મહાઉસ પર હલ્દીની તૈયારી શરૂ થઇ ગઇ હતી.ફાર્મહાઉસ પર અત્યારે ગઇકાલ જેટલાં મહેમાન નહતા આવવાના અત્યારે માત્ર નજીકના સગા અને મિત્રો આવવાના હતાં.અત્યારે ડ્રેસકોડ યલ્લો અને વ્હાઇટનું કોમ્બીનેશન હતું.એટલે કે દરેકના વસ્ત્રોમાં આ બન્ને રંગ હોવા જોઇએ.

એન્ટ્રી પર સુરજમુખીના પીળા ફુલોથી એક મોટું હાર્ટ બનાવેલું હતું જેમા રુદ્ર અને રુહીનો ફોટો મુકેલો હતો.એન્ટ્રી પેસેજને પુરા યલ્લો અને વ્હાઇટના કોમ્બીનેશનવાળી લહેરીયાં દુપટ્ટાથી ડેકોરેટ કરવામાં આવી હતી.યલ્લો કલરના ગલગોટા અને ગુલાબના ફુલોની સેરો લટકતી હતી.સામે સફેદ અને પીળા ગુલાબથી હલ્દી એવું લખેલું હતું.

ફાર્મ હાઉસમાં દાખલ થતાંજ.અલગ અલગ નાનાનાના પીળા કલરના માંડવા બાંધેલા હતાં.જેમા બેસવા માટે વ્હાઇટ કલરની ટેબલ ખુરશીઓ હતી.જે સુંદર સફેદ અને પીળા કલરના ફુલોથી શુશોભીત હતી.

દરેક ટેબલ પર એક ખુબ જ સુંદર ફુલદાન રાખવામાં આવ્યું હતું.જેમાં પીળા ગુલાબ,મોગરાના અને અન્ય વિદેશી ફુલો હતાં.અત્યારે સજાવટમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે દરેક જગ્યાએ યલ્લો અને વ્હાઇટ કલરનો ઉપયોગ થાય.

આ બધાં માંડવાની વચ્ચોવચ એક ખુબ જ સુંદર ગ્રીન કલરનો માંડવો હતો.જે ખુબ જ આલીશાન હતો.તેમા ગ્રીન કલરનો એકદમ આરામદાયક અને રોયલ સોફા હતો.જેમા સિલ્વર કલરના આરામદાયક અને સોફ્ટ પીલો હતા.સામે નાનાનાના ગ્રીન કલરના સોફાચેર જેવું હતું.જેમા મહેંદી આર્ટીસ્ટ જે રુહીની મહેંદી મુકવામાં આવશે તેમને બેસવાની વ્યવસ્થા હતી.રુહીની સરભરા માટે સ્પેશિયલ એક ડઝન જેટલી બહેનો રોકવામાં આવી હતી.

સ્પેશિયલ રીતે તૈયાર કરવામાં આવેલી હર્બલ અને આયુર્વેદિક મહેંદીના કોન એક વિશાળ સુશોભિત કાચની થાળીમાં મુકવામાં આવ્યાં હતાં.તે પુરા માંડવાને સિલ્વર આભલા અને ટીકીઓથી સજાવેલો હતો.

તેની બાજુમાં એક શાહી પીળા કલરનો માંડવોહતો.જેમા એક્સક્લુઝીવ વિદેશી પીળા અને સફેદ સુંગધીદાર ફુલોનું ડેકોરેશન હતું.બે નાના સુંદર પીળા કલરનાં ડેકોરેટીવ પાટલા હતાં.જેમા રુદ્ર અને રુહી બેસવાનાં હતાં.એક સુંદર ગોળ ટેબલ હતું.

રિતુ વહેલી સવારે આવીને કઇંક ગોઠવણમાં લાગેલી હતી.જે કોઇ સમજી નહતું શકતું.

અભિષેક સુંદર લાઇટ યલ્લો કલરના કુરતા અને તેની નીચે સફેદ ધોતીમાં એકદમ સોહામણો લાગી રહ્યો હતો.રિતુ પણ યલ્લો કલરની સુંદર સાડીમાં સુંદર લાગી રહી હતી.તેના ખુલ્લાવાળમાં તેણે મોગરાના ફુલોને સજાવેલા હતાં.તે સવારથી ખુબ જ શાંત હતી.જે વાત રુદ્ર અને અભિષેકને સતત ચિંતા કરાવી રહી હતી.

રુદ્રે શાઇનીંગ વ્હાઇટ કલરનો કુરતો અને પાયજામો પહેરેલો હતો.તેની ઉપર યલ્લો કલરની એમ્બ્રોડરી વર્કવાળી કોટી હતી અને આંખો પર ડિઝાઇનર બ્લેક સનગ્લાસીસ,આરુહ પણ રુદ્ર સાથે મેચીંગ ડ્રેસમાં હતો.ત્યાં હાજર અન્ય લોકો પણ ડ્રેસકોડ પ્રમાણેના વસ્ત્રોમાં સજ્જ હતાં.

તેટલાંમાં કાકીમાં અને રાધીકાબેન રુહીને લઇને આવ્યાં.રુહીએ સુંદર પીળા કલરના ચણિયાચોળી પહેર્યા હતાં.જે ઓફશોલ્ડર હતાં ,જેમાં શોલ્ડરના ભાગ પર યલ્લો નેટ હતી અને તેની પર સુંદર યલ્લો ટીક્કી અને આભલાંવાળું વર્ક હતું.ચોળી અને ચણિયાની વચ્ચે તેની સુંદર પેટ અને કમર પર એક એન્ટીક સિલ્વર કંદોરો બાંધેલો હતો.નેટનો પીળો દુપટ્ટો એક બાજુએ નાખેલો હતો અને તેણે ફુલોની બનાવેલી સ્પેશિયલ જ્વલેરી પહેરી હતી.

રુદ્ર અને રુહીને બાજુબાજુમાં બેસાડવામાં આવ્યાં.પંડિતજી સ્પેશિયલ તૈયાર કરેલી હલ્દી લઇને આવ્યાં તેમણે થોડીક ધાર્મિક વીધી કરી અને તે હલ્દીવાળો બાઉલ કાકીમાઁને સોંપ્યો.કાકીમાઁએ પહેલા બાઉલમાંથી પોતાના બન્ને હાથમાં હલ્દી લઇને રુદ્ર ના ગાલ પર ,તેના હાથ પર અને પછી તેના પગે લગાવી.તેજ હલ્દી તેમણે રુહીને પણ તેજ રીતે લગાવી.તેમણે રુદ્ર અને રુહીની નજર ઉતારી અને તેમના ઓવારણાં લીધાં.ત્યારબાદ આ વીધી રાધિકાબેને કરી

"બાળકો,જરાક જલ્દી કરજો.હલ્દીની રસમ પછી હું રુહીને સ્નાન માટે લઇ જઇશ જ્ય‍‍ાં તેના માટે મે તૈયાર કરાવેલા ખાસ કુંડમાં દુધથી તેનું સ્નાન થશે.આ વીધી રુહીની સાસુ કરે પણ રુદ્રના માતાના સ્થાને અત્યારે હું છું તો આ વીધી હું જ કરીશ.આ આપણા કુટુંબની એક ખાસ રસમમાંથી એક છે."કાકીમાઁ બોલ્યાં.

.એકપછી એક હાજર તમામ નજીકના સગા અને મિત્રોએ આ વીધી કરી.અભિષેકે પણ રુદ્ર અને રુહી બન્નેને હલ્દી લગાવી.રુહીએ સામે અભિષેકને પણ હલ્દી લગાવી અને તેને જ કાનમાં કઇંક કહ્યું જેનાથી અભિષેક થોડો શરમાઇ ગયો.જે બધાંને આશ્ચર્યમાં મુકી ગયું.આરુહે પણ પોતાના નાનાનાના હાથેથી પોતાના મોમ ડેડને હલ્દી લગાવી.તે આ બધું પહેલી વાર જોઇ રહ્યો હતો તો તે ખુબ જ ઉત્સાહિત હતો.તે ત્યારબાદ તેના અહીં બનેલા નવા મિત્રો સાથે પોતાના પ્લે એરિયામાં રમવા જતો રહ્યો.

શોર્યે અને કાકાસાહેબે આ વીધીથી દુર રહેવાનું નક્કી કર્યું હતું.તે એક ખુણામાં ખુન્નસવાળી શાંતિથી બેસેલા હતાં કદાચ રુદ્રની ધમકીથી ડરીને.

રિતુ અને કિરન પણ છેલ્લે આવી.તેમણે આ વીધી પુરી કરી અને એકબીજાની સામે જોયુ શરારતી હાસ્ય સાથે.

શું ધમાલ થશે આગળ હલ્દીમાં ? અત્યાર સુધી શા્ત બેસેલી રિતુએ શું નવું તોફાન કર્યું છે? રુદ્ર કે રિતુ બદલો લેવામાં કોણ સફળ થશે?

જાણવા વાંચતા રહો.