Rudrani ruhi - 64 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-64

રુદ્રની રુહી... - ભાગ-64

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -64


હલ્દી અને રુહીની મહેંદીની રસમ-૨


રુહીને કાકીમાઁ પોતાની સાથે લઇ ગયા તેને સ્નાન કરાવવા માટે.અહીં રિતુ અને કિરનનું શરારતી હાસ્ય રુદ્રને અકળાવનારું હતું.તેને હતું જ કે સવારથી શાંત બેસેલી રિતુ કોઇક ધમાકો જરૂર કરશે.બધાં સગા વિખરાવવા લાગ્યાં.

અભિષેક અને આરવ જ ત્યાં હતાં.કિરન અને રિતુ ધીમેથી રુદ્ર તરફ આગળ વધી.બન્નેએ એકબીજાની સામે જોયું.

"રુદ્રાક્ષ સિંહ,પ્રેમથી આ શોર્ટસ પહેરીને આવી જાઓ નહીંતર તમારા કપડાં અમે ફાડીશું."રિતુ અને કિરન બોલી.

"જાઓ જાઓ,તમારા ઇરાદા સારા નથી લાગતા."રુદ્ર બોલ્યો.

"મારા દોસ્તને પરેશાન કરવાનું બંધ કરો."અભિષેક આગળ આવતા બોલ્યો.

"એક કામ કર પહેલા આ દોસ્તના ચમચાને જ લઇ લઇએ પછી રુદ્રનો વારો."કિરન બોલી.

અભિષેક કઇ સમજે કે વિચારે તે પહેલા જ રિતુ,કિરને અને તે બ્યુટીશીયન લેડીઝે મળીને અભિષેકને પુરો હલ્દી વાળો કરી નાખ્યો.અભિષેક હવે ઓળખાતો નહતો.અભિષેકની હાલત જોઇને રુદ્રને પરસેવો વળ્યો.અભિષેકનો કુરતો પણ ભાગાદોડીમાં ફાટી ગયો હતો.
હવે તે લેડીઝ ગેંગ રુદ્ર તરફ વધી.

"હું આવ્યો આ શોર્ટ્સ પહેરીને."રુદ્ર બોલ્યો.રિતુ ,કિરન અને આરવે મળીને રુદ્રના પુરા શરીર પર હલ્દી લગાવી દીધી.રુદ્ર પણ હવે ઓળખાતો નહતો.

અહીં રુહીનું સ્નાન પતી ગયું હતું.તે હવે મહેંદીની રસમ માટે તૈયાર થઇ ગઇ હતી.લાઇટગ્રીન કલરના સિલ્કના ચણિયાચોળીમાં રુહી ખુબ જ સુંદર લાગી રહી હતી.કાનમાં લાંબા એન્ટીકવર્ક વાળા ગોલ્ડન ઇયરરીંગ્સ પહેરેલા હતાં અને ગળામાં નાનાકડો ચેઇન.હલ્દીની રસમ પછી અને સ્નાન પછી રુહીની સુંદરતા ઊભરીને આવી રહી હતી.રુદ્ર પણ સ્નાન કર્યા પછી તૈયાર થઇને આવી ગયો હતો.તેણે પણ રુહીની જેવા જ લાઇટ ગ્રીન કલરનો સિલ્કનો કુરતો અને પાયજામો પહેર્યો હતો.તે પણ રુહીની બાજુમાં સોફા પર બેસ્યો.

(અહીં દર્શાવવામાં આવેલી રસમ માત્ર કાલ્પનિક છે.)

કાકીમાઁ રુહી પાસે આવ્યાં અને બોલ્યા ,
"રુહી,અહીં અાપણા પરિવારની પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓ આવશે અને તારા હાથમાં એક ટપકુ મહેંદીનું મુકશે અને તારા કાનમાં કઇંક કહેશે.તું દરેકને આ ભેંટ આપીશ.જેનો શુભેચ્છા તને ખુબ જ પસંદ આવે તેને તું આ તારા હાથમાં પહેરેલા કડા આપીશ.બરાબર,સમજી ગઇ?"

રુહીએ હકારમાં માથું હલાવ્યું.

"તો પાંચ સ્ત્રીઓમાં હું,તારા મમ્મી,કિરન,સેન્ડીબેન અને હા તારી સહેલી રિતુ આવશે."કાકીમાઁ બોલ્યા.

"અરે સાંભળ્યું છે કે તે રિતુતો વાંઝણી છે.તેના પતિએ તેને છોડી દીધી છે."ત્યાં હાજર કોઇ સ્ત્રી બોલી.રિતુની આંખમાં પાણી આવી ગયું.અભિષેક,રુહી અને રુદ્રને ખુબ જ ગુસ્સો આવ્યો તે કઇંક બોલવા જતાં હતાં.રિતુએ તેમને રોક્યાં.

"કેટલાના મોઢા બંધ કરાવશો? અંતે તેમની વાતતો સાચી જ છે ને.જુવો તેમની સાથે કોઇ ચર્ચા કરી આપણોશુભ પ્રસંગ બગાડવો,મુડ બગાડવો તેના કરતા કોઇ અન્ય સ્ત્રીને બોલાવી લો.સાચે મને ખરાબ નથી લાગતું હવે.આમપણ મારે એક જરૂરી કામ છે.તો હું આવું."રિતુએ ખુબ જ સમજદારી પુર્વક તે સ્ત્રીને જવાબ આપી પ્રસંગ બગડતા બચાવી લીધો.કાકીમાઁએ તે સ્ત્રીને ઠપકો આપ્યો અને તેમના અન્ય એક સંબંધીને બોલાવી લીધાં.

પહેલા રાધિકાબેન આવ્યાં રસમ નિભાવી અને તેના કાનમાં બોલ્યા.
"મારી દિકરી આમ જ હસતી રહેજે અને હવે તારી ખુશીને કોઇનીનજર ના લાગે "
પછી કિરન આવી,સેન્ડી,એક અન્ય સ્ત્રી અને છેલ્લે કાકીમાઁ આવ્યાં.કાકીમાઁ એ રસમ નિભાવી અને તેના કાનમાં કઇંક ગણગણ્યાં.રુહીના ગાલ પર શરમની લાલી છવાઇ ગઇ.તેણે તુરંત જ તે કડા કાઢીને કાકીમાઁને આપી દીધાં.બધાંને ખુબ જ આશ્ચર્ય થયું અને આતુરતા પણ થઇ કે તેમણે એવું તો શું કહ્યું કે રુહી આટલી બધી શરમાઇ પણ અને તુરંત જ કડા આપી દીધાં.

અંતે રુહીના હાથ પર અને પગ પર મહેંદી મુકવાની રસમ શરૂ થઇ.બેસ્ટ એવી ચાર મહેંદી આર્ટીસ્ટે રુહીના બે હાથ અને બન્ને પગમાં મહેંદી મુકવાનું શરૂ કર્યું.રુદ્રે પણ પોતાના બન્ને હાથમાં નાનું હાર્ટ બનાવડાવ્યું જેમા એકમાં રુહી અને બીજામાં આરુહ લખાવડાવ્યું.તેટલાંમાં આરુહ આવ્યો અને બોલ્યો,

"મારે પણ મહેંદી મુકાવવી છે બડીની જેમ."

આરુહે પણ રુદ્રની જેમ બે હાથમાં બે હાર્ટ બનાવડાવ્યા જેમા એકમાં રુહી અને બીજામાં રુદ્ર લખાવ્યું.

અહીં રિતુ બહાનું બનાવીને જતી તો રહી પણ તે સ્ત્રીની વાત તેને હ્રદયમાં અંદર સુધી તકલીફ આપી ગઇ.કિરને તેને આવીને સાંત્વના આપી.

"રિતુ,આવી સ્ત્રીઓને તો બોલવું હોય છે.પોતાના પર વીતે ત્યારે ખબર પડે.તું ખુબ જ સારા હ્રદયની છો અને જે સારા હોય ભગવાન તેમની સાથે સારું જ કરે હંમેશાં."કિરનની વાતે રિતુને થોડી રીલેક્ષ ફીલ કરાવ્યું.

રિતુએ ગઇકાલ રાતવાળી વાત કહી.

"અરે વાહ,અભિષેકે ખુબ જ સરસ કર્યું.તારો એક્સ હસબંડ તેને તો બરાબર જવાબ મળી ગયો.બાય ધ વે રિતુ અભિષેક ખુબ જ સારો છે.તું તેના વિશે કઇંક વિચારતી કેમ નથી."કિરનની વાત પર રિતુ ભડકી.

"એ બધું છોડ,આપણો પ્લાન."રિતુએ યાદ દેવડાવ્યું.

અહીં મહેંદીની રસમ ખતમ થઇ ગઇ હતી.રુદ્ર અને અભિષેકને એકમેસેજ આવ્યો કે તે ફાર્મહાઉસના પાછળના ભાગમાં આવે ત્યાં કોઇ તેમની રાહ જોઇ રહ્યું હતું.રુદ્ર અને અભિષેક પાછળ ગયા.જ્યાં કિરન અને રિતુએ સ્પેશિયલ માટીથી એક કિચડનું મોટું ખાબોચીયું તૈયાર કરાવ્યું હતું.જેમા ઉપર ધાંસ પાથરીને સંતાડી દેવામાં આવ્યું હતું.રિતુ અને કિરન સંતાઈને આ બધું જોઇ રહ્યા હતાં.

રુદ્રએ રિતુની સાડીનો છેડો જોઇ લીધો.તે સમજી ગયો.આસપાસ નજર ફેરવતા તે બધું જ સમજી ગયો.તેણે અભિષેકને પણ ઇશારો કર્યો.

"અરે અભિષેક રુહી રુહી...."રુદ્ર ડરેલા હોવાનું નાટક કરીને બોલ્યો.કિરન રિતુને રોકવા જાય તે પહેલા રુહીનું નામ સાંભળીને તે ભાગી અને પોતે ખોદેલા ખાડામાં પોતે જ જઇને પડી.રુદ્ર અને અભિષેક જોરજોરથી હસી રહ્યા હતાં.

"અભિષેક,આજે એક વાત સાબિત થઇ કે જે ખાડો ખોદે તે પડે.હું જાઉં મારે રુહીને જમાડવાની છે.મારો બદલો તોરિતુએ પોતે જ પુરો કરી દીધો ."આમકહીને રુદ્ર જતો રહ્યો પણ અભિષેક જે ખાડાની નજીક ઊભો હતો તેનો પગ લપસ્યો અને તે પણ પડ્યો તેમાં.

"રિતુ કઇંક મદદ કરું ?"કિરને પુછ્યું.
"ના તું જા કિરન"અભિષેકે કહ્યું.
રિતુના ગયાં પછી અભિષેક રિતુની નજીક ગયો.તે બન્ને કિચડથી લથબથ હતાં.
"રિતુ,તમે ઠીક તો છોને?પેલી સ્ત્રીની વાતો."અભિષેકને રિતુની ચિંતા હતી.

"હા હું ઠીક છું ,લોકો તો બોલ્યા કરે.થેંક યુ કાલ રાત માટે."રિતુ બોલી.
અભિષેક ઊભો થયો તેણે રિતુને પોતાના બે હાથમાં ઉચકી અને પાછળ આવેલા સ્વિમિંગ પુલમાં લઇ ગયો.તે બન્ને સ્વિમિંગ પુલમાં ગયા જેથી તેમનો કિચડ સાફ થઇ ગયો.રિતુને અભિષેકે પોતાના આલીંગનમાં પકડી લીધી.તે બન્ને એકબીજાની સામે કઇંક આલગ જ રીતે જોઇ રહ્યા હતાં.તે બન્ને ભીના હતાં.

રિતુ ત્યાંથી નિકળવાની કોશીશ કરી રહી હતી પણ અભિષેકે તેને ખેંચીને પોતાના ગળે લગાવી દીધી.ક્યાંય સુધી એમ જ રહ્યા પછી તે બન્ને અળગા થયાં.રિતુની સાડી તેના શરીર પર ચોંટી ગઇહતી.અભિષેક તેને પલક ઝપકાવ્યા વગર જોઇ રહ્યો હતો.

"હું આવું કપડાં બદલીને."રિતુ શરમાઇને ત્યાંથી જતી રહી.અભિષેક સમજી નહતો શકતો કે આ તેને શું થયું તે કેમ રિતુને આમ જોઇ રહ્યો હતો.રિતુની તેને આટલી ચિંતા કેમ થતી હતી?!

સંગીત,મહેંદી અને હલ્દીની રસમ પતી ગઇ હતી.કાકીમાઁએ હલ્દી પછી રાખેલી પુજા પણ ખુબ જ સરસ રીતે સંપન્ન થઇ.ઘરે આવતા બધાને સાંજ થઇ ગઇ હતી.આવતીકાલે તે સવાર હતી જેની બધાને રાહ હતી.રુદ્ર અને રુહીના એક થવાનો દિવસ.આદિત્ય અને અદિતિ ખુબ જ ગુસ્સામાં હતા.તે આ લગ્નને બગાડવા માટે કઇ જ કરીશકે તેમ નહતા.જેનું કારણ રુદ્રનો પાવર અને આદિત્યના પોતાના રુચિ સાથે લગ્ન હતાં.

" અદિતિ,એક વાર મારા લગ્ન થઇ જવા દે રુચિ સાથે પછી અહીં રુચિનું અને ત્યાં રુહીનું જીવન તકલીફોથી ભરપૂર કરી નાખીશ.તું મને મદદ કરીશને?"આદિત્યે પુછ્યું

"હા ભાઇ,હું હંમેશાં તારી સાથે છું."અદિતિ બોલી.તે બન્ને બસ આદિત્ય અને રુચિના લગ્ન સંપન્ન થવાની રાહ જોઇ રહ્યા હતાં.જે રુહીના લગ્નના બીજા દિવસે હતાં.

અહીં રુદ્રના ઘરે રુદ્ર અને રુહી પર કાકીમાઁ અને રાધીકાબેને સખત પહેરો લગાવી દીધો હતો જેથી તે બન્ને એકબીજાને મળીના શકે.રુહી,આરવ,શ્યામ ત્રિવેદી,રાધિકા ત્રિવેદી ,રિતુ અને કિરન રાત્રે જ રુદ્રના ફાર્મહાઉસ પર પહોંચી ગયાં હતાં.

અહીં રુદ્રના ઘરે રુદ્ર ,અભિષેક,હેરી અને વકિલસાહેબ બેસીને રુદ્રની આઝાદીનો અંતિમ દિવસ સેલિબ્રીટ કરી રહ્યા હતાં.તેટલાંમાં એક મહેમાન આવ્યો તે સની હતો.તેને જોઇને રુદ્ર ચોંક્યો.

"સની,તું અહીં ? તને જોઇને ખુશી થઇ પણ આપણો પ્લાન?"રુદ્ર બોલ્યો.

"રુદ્ર સર ચિંતા ના કરો.તમે કીધું હતું તેમ થઇ ગયું છે.તમારા લગ્ન હોય અને હું ના આવું એમ કઇ રીતે બને."સનીએ કહ્યું.

"વેલકમ દોસ્ત ,ખુબ જ ખુશી થઇ તને જોઇને.હવે સાંભળ આદિત્ય સિવાય આપણે એકબીજુ પણ કામકરવાનું છે."રુદ્રએ કહ્યું.

"તે શું સર?"સનીએ પુછ્યું.રુદ્રએ તેના કાનમાં કઇંક કહ્યું.જે સાંભળીને સનીના હોશ ઉડી ગયાં.

"રુદ્ર સર ,આર યુ શ્યોર કે તમે આ કરવા માંગો છો?મતલબ આ ખુબ જ ડેન્જરસ બની શકે છે."સનીનો અવાજ ડરથી કાંપતો હતો.

રુદ્રએ જવાબમાં હકારમાં માથું હલાવ્યું.

"અે બધી મારા લગ્ન પછીની વાત છે.અત્યારે એન્જોય કર."રુદ્ર બોલ્યો.

શું છે રુદ્રનો ડેડલી પ્લાન જે સાંભળીને સનીના હોશ ઉડી ગયાં?અભિષેક અને રિતુ પોતાની લાગણી સમજી શકશે?

તો તે શુભ ધડી આવી ગઇ છે.રુદ્ર અને રુહીના મિલનની,તેમના એક થવાની.તો વાંચો ધ રોયલ વેડીંગ આવતો ભાગ.

વાર્તા પસંદ આવે તો રેટિંગ્સ અને પ્રતિભાવ જરૂર આપજો.

રીન્કુ શાહ.

Rate & Review

Ramesh dabhi

Ramesh dabhi 1 month ago

maya shelat

maya shelat 1 month ago

Geeta Nilesh

Geeta Nilesh 11 months ago

Chetna Jack Kathiriya
Bhimji

Bhimji 12 months ago