Rudrani ruhi - 67 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -67

રુદ્રની રુહી... - ભાગ -67

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -67

અભિષેકે રુદ્રની ઓપન જીપની ચાવી લીધી અને રિતુ તથા આરુહને બહાર લોંગ ડ્રાઇવ પર લઇ જવા નિકળ્યો,અભિષેક અને રિતુ આજે સવારથી લગ્નની તેૈયારીમાં હોવાના કારણે ખુબ જ થાકેલા હતાં પણ રુદ્ર અને રુહી માટે આ ક્ષણો કેટલી મહત્વની હતી આ વાત તે લોકો સારી રીતે જાણતા હતા અને એટલે જ તે પોતાના જીગરજાન જેવા દોસ્ત માટે આ પણ કરવા તૈયાર હતાં.

આરુહને રાખવાનું કામ તેમને કેટલું સહેલું પડશે કે કેટલું અઘરું તે તો સમય જ તેમને જણાવવાનો હતો.

અહીં તેમના ગયાં પછી રુદ્ર અને રુહી જ હતાં તેમના બેડરૂમની બહાર.તેમણે એકબીજાની સામે જોયું અને હસ્યાં.રુદ્રએ રુહી સામે હાથ લંબાવ્યો.આજે તે લોકો આ રૂમમાં પતિપત્ની તરીકે પહેલો કદમ મુકવાના હતાં.રુદ્રનો રુહી તરફ લંબાવાયેલો હાથ રુહીએ અવગણ્યો.રુદ્રને આશ્ચર્ય થયું.

"મને લાગ્યું હતું કે તમે મને કોઇ સ્પેશિયલ રીતે આવકારશો આપણા બેડરૂમમાં તમારી પત્ની તરીકે."રુહીએ હસીને રુદ્ર સામે જોયું.

"અચ્છાજી."આટલું કહીને રુદ્રે રુહીને પોતાના બે હાથમાં ઉચકી અને તેને અંદર લઇ ગયો.રુદ્ર અને રુહીનો બેડરૂમ આજે રુહી કરતા પણ વધારે સુંદર લાગી રહ્યો હતો.આછી બ્લુ લાઇટ,કેન્ડલ્સ,હાર્ટ શેપના બલુન અને રુહીના પસંદગીના ફુલોથી સજાવેલો હતો.તેમના લગ્નમાં સવારે ફોટોગ્રાફર દ્રારા પાડવામાં આવેલો ફોટો અત્યારે સુંદર ફ્રેમમાં જડાઇને મોટી સાઇઝમાં સામે જ લાગી ગયો હતો.નીચે રુદ્રહી લખેલું હતું અને એક હાર્ટ બનેલું હતું.

"અરે વાહ રુદ્રાક્ષ સિંહ,આઇ એમ ઇમ્પ્રેસ્ડ."રુહી દુલ્હનની જેમ સજેલા રૂમને જોઇને બોલી.

"આ તો હજી શરૂઆત છે ડાર્લિંગ,મોર સરપ્રાઇઝીસ વેઇટીંગ ફોર યુ.તું કંટાળી ગઇ હોઇશ આ હેવી આઉટફીટ અને ઘરેણાં પહેરીને.વ્હાય ડોન્ટ યુ ટેક શાવર."રુદ્ર બોલ્યો.

રુહી રુદ્રની વાત સાથે સહેમત હતી કેમકે તેણે પહેરેલો લગ્નનો તે આઉટફીટ ખરેખર ખુબજ વજનદાર હતો અને તે ઘરેણાં ખુબ જ ભારે હતાં.તેની ગરદન અને કાન દુખી રહ્યા હતાં.રુહી થોડીક જ વારમાં શાવર લઇને બહાર આવી,તેણે સફેદ રંગનું બાથરોબ પહેરેલું હતું.રુદ્ર પણ ત્યારબાદ શાવર લઇને આવ્યો તેણે માત્ર શોર્ટસ પહેરેલા હતાં.

"તો મારું નેક્સ્ટ સરપ્રાઇઝ શું છે?"રુહી બોલી.

"આ રહ્યું ."આટલું કહીને રુદ્ર તેને બારી પાસેના કાઉચ પાસે લઇ ગયો.ત્યાં એક સુંદર હાર્ટશેપની યમ્મી ચોકલેટ કેક હતી.
"ઓહ!!મારી ફેવરિટ ચોકલેટ ટ્રફલ કેક."રુહી બોલી.

"હા આ કેક કટ કરીને આપણે સેલિબ્રેશન કરીશું."રુદ્ર બોલ્યો.રુદ્રે રુહીનો હાથ પકડીને તેને કાઉચ પર બેસાડી.એકબીજાનો હાથ પકડીને કેક કટ કરી અને એકબીજાને ખવડાવી.
"વાઉ! રુદ્ર,આ કેક તો બહુ જ યમ્મી છે.હું તો પુરી ખાઇ લઇશ."રુહી બોલી.

"સ્પેશિયલ આ શહેરના ટોપ મોસ્ટ શેફ જોડે બનાવડાવી છે.લાવ હું ખવડાવું તને મારા હાથે."રુદ્રે રુહીને પોતાના હાથેથી કેક ખવડાવી.રુદ્ર બારી પાસે જઇને ઊભો રહ્યો.

"આજે હું ખુબ જ ખુશ છું મે ક્યારેય નહતું વિચાર્યું કે મારા જીવનમાં આ દિવસ પણ આવશે."રુદ્ર બારીની બહાર જોતા બોલ્યો રુહીએ આવીને તેને પાછળથી હગ કર્યું.

"મે પણ નહતું વિચાર્યું કે થોડા જ મહિનાઓમાં મારું જીવન સાવ બદલાઇ જશે.આત્મવિશ્વાસ વગરની રુહી આત્મવિશ્વાસથી ભરપૂર થઇ જશે.હંમેશાં હાઉસવાઇફ બનીને જ રહેવાનું છે તેવું મે માની લીધું હતું અને હું કાલથી મારો પોતાનો બિઝનેસ સંભાળીશ.

રુદ્ર તમને યાદ છે જ્યારે મને ભાન આવ્યું હતું અને હું મુંબઇ જવા નિકળી હતી ત્યારે શું બોલી હતી કે આ ઘરમાં ફરીથી ક્યારેય પગ નહીં મુકુ અને આજે આ ઘરમાં તમારી પત્ની બનીને આવી."રુહી જુની વાતો યાદ કરીને બોલી.રુદ્ર જવાબમાં માત્ર હસ્યો.

"હવે બસ સરપ્રાઇઝ ખતમ?"રુહીએ પુછ્યું.
રુદ્રે હળવું રોમેન્ટિક મ્યુઝિક શરૂ કર્યું અને હાથ લંબાવ્યો.જે રુહીએ પકડી લીધો.રુદ્ર અને રુહી એકબીજાની એકદમ નજીક હળવો ડાન્સ કરી રહ્યા હતાં.

"રુહી,ગઇકાલે કાકીમાઁએ મહેંદી વખતે કાનમાં એવું તો શું કહ્યું કે તે તુરંત જ કડા આપી દીધાં અને આટલું બધું શરમાઇ?"રુદ્રએ રુહીને ડાન્સ કરતા ગોળ ફેરવતા પુછ્યું.

"કહી દઉં?એક ગેસ તો કરો."રુહીએ કહ્યું.

"અમ્મ,કદાચ તેમણે આપણા બાળક વિશે આશિર્વાદ આપ્યો હોય."રુદ્રએ કહ્યું.
" તમને ખબર નથી કે મમ્મી સિવાય જેટલી પણ સ્ત્રી આવી તેમણે મને આ જ કહ્યું."રુહી બોલી.

"તો?"રુદ્ર હવે સમજી નહતો શકતો.

"અમ્મ,સારું સાંભળો.
કાકીમાઁએ કહ્યું.
'રુહી ખુબ સુખી થાઓ અને સુખી કરો અને ભગવાન જલ્દી રુદ્રાક્ષીકાને તમારા ખોળામાં તેમના આશિર્વાદ રૂપે આપે.'હું કન્ફયુઝ થઇ ગઇ રુદ્રાક્ષીકા? પછી એક ક્ષણ અટકીને તેમણે કહ્યું.રુદ્રાક્ષની અક્સ એટલે કે રુદ્રનો અંશ સ્વરૂપ એક સુંદર પુત્રી રુદ્રાક્ષીકા."આટલું કહી રુહીએ તેનું માથું રુદ્રની છાતીમાં છુપાવી દીધું.

"અરે વાહ,કાકીમાઁ જાણે છે કે મને શું જોઇએ છે.એક દિકરો તો છે જ બસ એક દિકરી આવી જાય તો આપણો પરિવાર સંપૂર્ણ થઇ જાય પણ રુહી તે વાતને આપણે થોડો સમય આપીશું કેમ કે આરુહ હજી હમણાં જ અહીં આવ્યો છે.તેને અને મને થોડો સમય આપ."રુદ્રએ પ્રેમથી રુહીના માથે હાથ ફેરવતા કહ્યું.

"હા આરુહને થોડો સમય આપવો પડશે અને તેનું મન પણ આપણે જાણવું પડશે.રુદ્ર હું તમારા માટે એક ગિફ્ટ લાવી છું."આટલું કહીને રુહી કબાટમાંથી એક નાનકડી ડબ્બી લાવી.તેમાંથી એક ચેન કાઢી જેમા રુહી લખેલું હતું,તે તેણે રુદ્રને પહેરાવી દીધી.

"આ ચેન તમારું મંગળસુત્ર છે ,સમજ્યાં તમે માત્ર અને માત્ર મારા જ છો.આ ચેન જોઇને કોઇપણ છોકરી સમજી જશે કે તમે મારા જ છો.જેમ રુદ્રની રુહી તેમ રુહીના રુદ્ર.બસ."રુહી એ રુદ્ર પર પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો.રુદ્રના ચહેરા પર હાસ્ય હતું.

"હા તો હું તારો જ છું.કદાચ આજ સુધી સ્ત્રીઓને નફરત કરવાનું કારણ એ જ હશે કેમકે તું મને નહતી મળી.આઇ લવ યુ રુહી."આટલું કહીને રુદ્ર રુહીને ગળે લાગી ગયો.રુહીના હ્રદયના ધબકારા વધી ગયાં જ્યારે રુદ્રનો હાથ બાથરોબની દોરી પાસે ગયો.રુદ્ર અને રુહી ખરેખર હવે રુદ્ર અને રુહી માથી રુદ્રહી બની ગયા હતા,એકમેકમાં ઓગળીને.

*******

અહીં અભિષેક રિતુ અને આરુહને લઇને લોંગ ડ્રાઇવ પર ગયો.અંતે ગંગાકિનારે આવીને તે લોકો બેસેલા હતાં.આરુહ શાંતિથી તેનો આઇસક્રીમ એન્જોય કરવામાં ખોવાયેલો હતો.
"રિતુ,મને તમારાથી આ આશા નહતી."અભિષેક બોલ્યો.

"કેમ શું કર્યું મે?"રિતુ બોલી.

"એ જ કે તમે ચેલેન્જ હારી ગયાનો બદલો લેશો પણ તમે તો આરુહને રાખવાની અઘરી જવાબદારી સ્વિકારી.તમને શું લાગે છે કે આપણે આરુહને પુરી રાત સાચવી શકીશું?"અભિષેકે પુછ્યું.

"હા સાચવી લઇશું અને રહી વાત બદલાની તો કેવો બદલો રુહી મારી જાન છે અને રુદ્ર મારી જાન રુહીની જાન.તેમના આ ખાસ પળો માટે આપણે આટલું તો કરી શકીએને?" રિતુ બોલી.

"હા રુદ્ર પણ મારી જાન છે?થેંક યુ રિતુ."અભિષેક બોલ્યો.

"અભિષેક,ઘણો સમય થયો મને લાગે છે કે આપણે જવું જોઇએ ખાસી ઠંડક છે આરુહે આઇસક્રીમ પણ ખાધેલો છે.આપણે તેને લઇ જવો જોઇએ."રિતુ બોલી.

અભિષેક અને રિતુ આરુહને ઘરે લઇને આવ્યાં.

"ચલો સુઇ જઇએ આરુહ.ચલ મારા રૂમમાં સુઇ જઇએ."અભિષેકે કહ્યું આરુહ કઇંક વિચારમાં હતો.

"ઓ.કે સુઇ જઇએ પણ રિતુચાચી પણ આપણી સાથે જ ઉંઘશે."આરુહ બોલ્યો.

"હા હા શ્યોર."રિતુએ કહ્યું.

"બીજી વાત,આપણે મારા રૂમમાં ઉંઘીશું."આરુહ બોલ્યો.

"અરે બેટા,તારા રૂમમાં બેડ કેટલો નાનો છે.ત્રણ જણા કેવી રીતે ઉંઘીશું."રિતુ બોલી.

"એ હું કઇના જાણું તમે મારી સાથે મારા બેડ પર જ ઉંઘશો.નહીંતર હું મમ્મીપપ્પાની પાસે જતો રહીશ."આરુહ બોલ્યો.તેની વાત પર ચોંકયો.તે બન્ને એકસાથે ચોંક્યા.

"ના ના.."બન્ને એકસાથે બરાડીને બોલ્યા.

ફાઇનલી તે ત્રણેય આરુહના રૂમમાં ગયાં.આરુહના રૂમમાં પલંગ ખુબ જ નાનો હતો.જેમા ત્રણ જણા માટે ઉંધવુ એક ચેલેન્જ હતી.

"રિતુ ચાચી,પેલા કપબોર્ડમાં સ્ટોરીબુક છે,મને તેમાંથી સ્ટોરી કહો અને અભિષેક ચાચુ,તમે કુરતો નિકાળો મને જેમ હું રુદ્ર પાપાની પર ઉંઘી જવું છું તેમ સુઇ જવું છે."આરુહની વાત પર અભિષેક ચમક્યો.
"પણ કેમ?આજનો દિવસ એડજેસ્ટ કરી લે ને?"અભિષેકને રિતુ સામે કુરતો કાઢવામાં શરમ આવતી હતી.

"ના હું નહીં કાઢું કુરતો ."અભિષેકે ધસીને ના પાડી.રિતુએ આરુહ સામે ઇશારો કર્યો.અારુહે તે સમજીને અભિષેકને ગલીગલી કરી અને તેનો કુરતો કાઢ નાખ્યો.

"આ તો ચીટીંગ કહેવાય."અભિષેકે નકલી ગુસ્સામાં કહ્યું.

"હું ચેન્જકરીને આવું ચાચુચાચી."આરુહ ચેન્જ કરવા જતો રહ્યો.

"આ ખોટું છે રિતુ."અભિષેક બોલ્યો.

"અભિષેક,પ્લીઝ આરુહ બાળક છે કે તમે બાળક છો?તમને ખબર છેને કે આપણે આજે આરુહને કેમ રાખી રહ્યા છીએ કે સમજાવું?"રિતુ અકળાઇને બોલી.અભિષેકને થોડી મસ્તી સુઝી તે રિતુની નજીક આવ્યો.
"સમજાવો..ને રિતુ."અભિષેક ધીરેથી તેના કાન પાસે આવીને બોલ્યો.રિતુ ગભરાઇ ગઇ.અભિષેકે તેને પકડીને પોતાની વધુ નજીક ખેંચી.

"શું થયું ? હું સમજ્યો નહીં ,સમજાવોને."અભિષેકે રિતુને પકડેલી હતી.રિતુના હ્રદયના ધબકારા વધી ગયાં.અભિષેકનો ચહેરો રિતુના ચહેરાની એકદમ નજીક હતો.રિતુની આંખો બંધ હતી.તેટલાંમાં બારણું ખુલવાનો અવાજ આવ્યો અને તે બન્ને અળગા થયાં.

આરુહ બહાર આવ્યો.

"મને ઉંઘ નથી આવતી અને મારે નથી ઉંઘવું."આરુહે તે બન્નેની પર બોમ્બ ફોંડ્યો.રિતુ અને અભિષેક પહોળી આંખો સાથે એકબીજાની સામે જોઇ રહ્યા હતાં.

આરુહને રાખવાનો અભિષેક અને રિતુનો આ સફર કવો રહેશે.હિન્દીવાળો સફર કે ઇંગ્લીશ વાળો suffer?રુહીનો બિઝનેસવુમન તરીકેનો પહેલો દિવસ કેવો રહેશે?મુંબઇ જઇને કયા બોમ્બ ફોડશે રુદ્ર ?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Neepa

Neepa 1 year ago