Rudrani ruhi - 68 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -68

રુદ્રની રુહી... - ભાગ -68

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -68

"એટલે ઉંઘવુ નથી ? તો શું કરવું છે?"રિતુએ આઘાત સાથે આરુહને પુછ્યું.

"સ્ટોરી સાંભળવી છે મારે આ લો બુક."આરુહે બુક રિતુને આપતા કહ્યું.

"ઓ.કે પણ તું અભિષેક સાથે ઉંઘતા ઉંઘતા સાંભળ ,કદાચ સ્ટોરી સાંભળતા ઉંઘ આવી જાય."રિતુએ કહ્યું.

રિતુએ સ્ટોરી કહેવાનું શરૂ કર્યું.એક...બે....ત્રણ એમ કુલ સાત-આઠ સ્ટોરી સાંભળી આરુહે પણ સ્ટોરીની સાચી અસર અભિષેકને થઇ હતી.તે સુઇ ગયો તેની છાતી પર માથું રાખીને સુતેલો આરુહ તેના નસ્કોરાના અવાજથી ભડક્યો અને તેણે અભિષેકને ઢંઢોળીને જગાડ્યો.

"ચાચુ,કેટલા જોરજોરથી અવાજ કરીને ઉંઘો છો?મારી ઉંઘ ઉડાડી દીધી.હવે મારે સ્ટોરી નથી સાંભળવી.મારે રમવું છે."આરુહ ગુસ્સામાં બોલ્યો.અભિષેક અને રિતુની હાલત ખરાબ હતી.

"બેટા,રાતના બાર વાગ્યા છે.આ ઉંઘવાનો ટાઇમ છે રમવાનો નહીં."અભિષેક બગાસા ખાતાખાતા બોલ્યો.

"મારે રમવું છે રમવું છે રમવું છે નહીંતર હું મમ્મી પાપા પાસે જઇશ.મારે મોનોપોલી રમવું છે."આરુહે પગ પછાડતા કહ્યું.

"હા આમ પણ તારી જ મોનોપોલી ચાલે છે.હા રમીએ છે ચલ."અભિષેક તેને રોકતા બોલ્યો.

લગભગ એક કલાક મોનોપોલી,લુડો,સાઁપસીડી અને અન્ય ગેમ્સ રમ્યાં પછી પણ આરુહની એનર્જી તેમ જ હતી જ્યારે રિતુ અને અભિષેકની વિકેટ ગમે ત્યારે પડી શકે તેમ હતી.

"અભિષેક ચાચુ,હવે તમે સ્ટોરી સંભળાવો."આટલું કહીને આરુહે અભિષેકને બુક આપી.અભિષેકને આ બધી બાબતનો કોઇ જ અનુભવ નહતો,તેણે બુક વાંચવાની શરૂ કરી તે ખુબ જ બોંરીંગ રીતે બુક વાંચી રહ્યો હતો.અને તેના બુક વાચવાની દસ જ મીનીટમાં આરુહ અને રિતુ ધસધસાટ સુઇ ગયા હતાં.અભિષેકને આશ્ચર્ય થયું.

"આ રીતે સ્ટોરી વાંચવાની હોય,આ રિતુને તો કઇ આવડતું જ નથી.જોયું કેવી દસ મીનીટમાં જ સુઇ ગયો.હાશ ચલો ફાઇનલી બે વાગવા આવ્યા છે હવે હું પણ સુઇ જઇશ."અભિષેક મનોમન બોલ્યો.

અહીં એક નાના બેડમાં અભિષેક,અભિષેકની ઉપર સુતેલો આરુહ અને બાજુમાં સુવા માટે વધુ જગ્યા મેળવવા ઉંઘમાં હાથપગ મારતી રિતુ સુતેલી હતી.અભિષેક જેમતેમ કરીને થાકના કારણે સુઇ ગયો.

અહીં રુદ્રની છાતી પર માથું રાખીને સુતેલી રુહીના ચહેરા પર એક અનન્ય ખુશી અને સુંદર સ્મિત હતું.તેની આંખો બંધ હતી પણ તે જાગતી હતી.પોતાના રુદ્રનો પ્રેમ પામીને તે આજે પોતાને ખુબ જ ખુશકિસ્મત સમજી રહી હતી.રુદ્રનો હળવેથી તેની પીઠ પર ફરી રહેલા હાથનો સ્પર્શ તે આંખો બંધ કરીને માણી રહી હતી
જ્યારે રુદ્ર સતત રુહી સામે જોઇ રહ્યો હતો,તેના ચહેરા પરના સુંદર હાસ્યને જોઇને તેના હ્રદયને શાંતિ મળી રહી હતી.રુહી હવે સંપૂર્ણપણે તેની થઇ ગઇ હતી.
"રુહી,થેંક યુ મારા જીવનમાં આવવા માટે ,મારી પ્રેમિકા બનવા માટે ,મારી પત્ની બનવા માટે ,મને આરુહ જેવા દિકરાનો પિતા બનાવવા માટે અને આજે મને સંપૂર્ણ કરવા માટે.મને લાગે છે કે જાણે તારો પ્રેમ પામીને મારા જીવનમાં અને મારી અંદર જે કઇંક પણ ખુટતુ હતું.તે આજે મને મળી ગયું છે."રુદ્ર રુહીને પ્રેમ કરતા બોલ્યો.

રુહીએ જવાબમાં આંખો ખોલીને તેની સામે માત્ર એક મધુર સ્માઇલ આપ્યું.

"રુહી , આરુહ શું કરી રહ્યો હશે? તે સુઇ તો ગયો હશેને?અભિષેક અને રિતુ સાથે તેને ફાવી રહ્યું હશે ને?"રુદ્રએ પુછ્યું.

"હા એ આરુહ છે.મને ચિંતા તો અભિષેક અને રિતુની થાય છે.કરી લેશે તે લોકો મેનેજ.મને વિશ્વાસ હતોમારી રિતુ પર કે તે આપણા જીવનની આ ખાસ ક્ષણોને આપણે મન ભરીને માણી શકીએ તે માટે તે આરુહને કોઇપણ રીતે સાચવી લેશે.બાય ધ વે રુદ્ર....આ રુહાક્ષ અને રુદ્રહી...આઇ લાઇક ઇટ.મને બન્ને નામ ખુબ જ ગમ્યાં.થેંક યુ.આઇ લવ યુ"રુહી બોલી.

"ઓહ આઇ લવ યુ સો મચ રુહી...."આટલું કહીને ફરીથી રુહીને પોતાની નજીક ખેંચીને રુદ્ર તેને પ્રેમ કરવા લાગ્યો.

અહીં અડધી રાત પછી ‍અભિષેકને પોતાની છાતી પર ખુબ જ ભાર અનુભવાયો.તેણે આંખો ખોલીને જોયું તો રિતુ શાંતિથી તેની છાતી પર માથું રાખીને સુતેલી હતી.અભિષેકે તેને જોઇ સ્માઇલ કરી અને ફરીથી આંખો બંધ કરી.પણ અચાનક જ..તે ઝબકીને જાગી ગયો.

"આરુહ...."તે અચાનક ગભરાઇ ગયો.તેણે રિતુને ઉઠાડી...
"રિતુ,તમે અહીં મારી છાતી પર માથું રાખીને સુતા છો તો આરુહ ક્ય‍ાં છે?"અભિષેકે પુછ્યું .રિતુ ડરી ગઇ,તે ઝબકીને જાગી ગઇ.
"મને નથી ખબર હું અહીં કેવી રીતે આવી અને આરુહ ક્યાં છે? તે રુદ્ર અને રુહી પાસે તો નહીં જતો રહ્યો હોયને?"રિતુ ડરતા ડરતા બોલી.

"ના એ શક્ય નથી કેમ કે બારણું ઉપરથી સ્ટોપર મારીને બંધ કર્યું છે.અહીં જ ક્યાંય હશે."અભિષેક બોલ્યો.

અભિષેક અને રિતુ ઊભા થયા તેમણે આજુબાજુ જોયું આરુહ પલંગની નીચે ઉંધો સુતેલો હતો.તેના પગ ઉપર તરફ હતા અને માથું નીચે હતું અને તે ધસધસાટ ઉંઘતો હતો.

"હાય હાય,આ નીચે કેવીરીતે ગયો?"રિતુ
"તે જ ધક્કો માર્યો હશે?"અભિષેક
"હવે ઉપર લાઇએ? કે ઝગડવાનું છે?"રિતુ
અભિષેકે તેને ઉચકવાની કોશીશ કરી તો તે સળવળવા લાગ્યો

"હેય શાંતિથી ઉઠી જશે એક કામ કરો હું પગ પકડુ અને તમે માથું ."રિતુએ આઇડીયા આપ્યો.

અભિષેક અને રિતુએ તે જ પ્રમાણે કર્યું પણ આરુહ ઊઠી ગયો.

"બેડ ચાચુ નોટી ચાચી,તમે મને નીચે કેમ સુવાડી દીધો?તમે ચાચુને વ્હાલુ થવા માંગતા હતાને?"આરુહે ગુસ્સામાં બોલ્યો.

"ના ના બેટા તું તારી જાતે નીચે આવીને સુઇ ગયો હતો અમે તો તને ઉપર સુવાડી રહ્યા હતાં."અભિષેક બોલ્યો.

"ના હું નથી માનતો,તમે જ મને નીચે પાડી દીધો હશે.હું હમણાં જ પપ્પાને કહીશ."આરુહ ગુસ્સામાં બોલ્યો.
"ના ના પ્લીઝ ,સોરી સોરી બેટા સુઇ જા."રિતુએ વાત થાળે પાડવાની કોશીશ કરી.

"ઓ.કે માફ કરીશ પણમારી એક શરત છે."આરુહ બોલ્યો.

"અને તે શું છે?"અભિષેકે આંખો ચોળતા પુછ્યું.

"મુરગા બનો તમે બન્ને ફીફટીન મીનીટ માટે."આરુહ બોલ્યો.
"વોટ?!!!" અભિષેક અને રિતુ એકસાથે બોલ્યા.
"હા નહીંતર..."આરુહે તેમને ડરાવ્યા.અભિષેક અને રિતુ ડરીને મુરગા બની ગયા.

"હુ ટોપર હતોસ્કુલ અને કોલેજમાં,આજ સુધી ક્યારેય પનીશમેન્ટ મળવાની વાતતો દુર રહી મને હંમેશાં મેડલ મળ્યા છે.બસ આ જ બાકી હતું."અભિષેક બોલ્યો.

"હા અને હું તો સ્કુલે જતી હતી જ મુરગો બનવા."રિતુ અને અભિષેક ઝગડવા લાગ્યાં.તેમણે જોયું કે આરુહ પલંગ પર શાંતિથી સુઇ ગયો હતો.
"હાશ ચલો સુઇ ગયો હવે આપણે પણ સુઇ જઇએ"અભિષેક બોલ્યો.ફાઇનલી અભિષેક અને રિતુ શાંતિથી ઉંધી શક્યાં.

*****

રુચિ તેના રૂમમાં બેચેનીથી આંટાફેરા મારી રહી હતી.તેની સહેલી તેને જોઇ રહી હતી.
"હું આ લગ્ન નહીં કરી શકું,મારે ભાગી જવું છે."રુચિ બોલી

"પાગલ થઇ ગઇ છો?તારા પપ્પાએ ખાસ વ્યવસ્થા ગોઠવી છે કે તું ભાગે નહીં તેના માટે અને ભાગીને જઇશ ક્યાં?જો ખબરદાર તારે ક્યાય જવાનું નથી અંકલે તારી જવાબદારી મને સોંપી છે."તેની સહેલીએ ડરીને કહ્યું.

"હા ક્યાંય નથી જવાની.આમપણ શોર્ય મારીસાથે લગ્ન કરવા માંગે છે કે નહીં મને ખબર નથી."આટલું કહીને રુચિ સુવા જતી રહી.રુચિ જતી રહી તેની ખાત્રી કર્યા પછી તે સહેલીએ કોઇને ફોન લગાવ્યો.
"હા સર,રુચિએ ફરીથી ભાગવાની વાત કરી હતી પણ મે તેને ફરીથી સમજાવી દીધી છે કે આ લગ્ન તો કોઇપણ કાળે તારે કરવાના જ છે."રુચિની સહેલી બોલી

"વેરી ગુડ,તું તારું કામ ખુબ જ સરસ રીતે કરી રહી છો.રુચિ ભાગવી ના જોઇએ સમજી ગઇ નહીંતર આપણો પુરો પ્લાન નિષ્ફળ જશે.કામ થતાં જ તને તારા રૂપિયા મળી જશે.બસ કાલે આપણા પ્લાનનો અંતિમ દિવસ છે."સામેથી કોઇ પુરુષનો અવાજ આવ્યો.

"ઓ.કે સર"રુચિની સહેલીબોલી.
અહીં કિરને મોકલેલા રુહીના લગ્નના તમામ ફોટા જોઇને આદિત્ય ઉપરથી નીચે સળગી ગયો જાણે.રુદ્ર અને રુહીના રોયલ વેડીંગને જોઇ આદિત્યની રુહી માટે બદલાની ભાવના પ્રબળ થઇ ગઇ.અદિતિ પણ આ બધાં ફોટો જોઇ રહી હતી.

"ભાઇ,એક તોરુહીએ તમારી પાસેથી ધમકી આપીને છુટાછેડા અને આરુહની કસ્ટડી લીધી,આરુહને તમારાથી સાવ દુર કરી પેલા રુદ્રાક્ષ સિંહની નજીક કર્યો અને તમને મારવાની ધમકી આપી તેણે કહ્યું હતું ને કે તે તમને ગોળી મારશે.તમને ખબર છે કાલથી રુહી બિઝનેસવુમન બની જશે."અદિતિ બોલી.

"હા તો શું કરું ?"આદિત્ય બોલ્યો.
"એક પ્લાન છે મારી પાસે ,જેમા તમારે તમારા સસરાની એટલે કે હેત ગજરાલની મદદ લેવાની છે."અદિતિએ આદિત્યના કાનમાં કઇંક કહ્યું જે સાંભળીને આદિત્ય ખુશ થઇ ગયો.

"હા આ બરાબર રહેશે. હું હમણાં જ મારા થવાવાળા સસરાને ફોન કરું છું."આદિત્ય બોલ્યો.આદિત્યે તેના સસરાને ફોન કર્યો.

"જયશ્રી ક્રિષ્ના આદિત્ય કુમાર ,આટલી રાત્રે ફોન કર્યો કઇ કામ હતું ?"હેત ગજરાલ
"ના કોઇ ખાસ નહી પણ રુચિનું વર્તન આજકાલ મારા માટે બદલાઇ ગયું છે.લાગે છે કે તે આ લગ્ન કરવા નથી માંગતી.એકવાત સમજી લો સસરાજી,અગર આ લગ્ન ના થયાને તો મારી સાથે તમે પણ બરબાદ થશો."આદિત્ય બોલ્યો.

"આદિત્ય કુમાર,ભુતકાળની એક ઘટનાને લઇને તમે મને બહુ બ્લેકમેઇલ કર્યો"હેત ગજરાલ ગુસ્સામાં બોલ્યા.

"વાત નાનકડી તો નહતી,અગર આ વાત કોઇને જાણ થશે તો તમને ખબર જ છે કે શું થઇ શકે છે?"આદિત્ય બોલ્યો.
"બોલો શું કામ છે?"
" મને હરિદ્વારમાં એક નાનકડું કામ કરાવવું છે.તો બે ત્રણ માણસો જોઇએ છે."આદિત્ય બોલ્યો.આદિત્યે તેનો પ્લાન કહ્યો.

"ઠીક છે કામ થઇ જશે."હેત ગજરાલે ફોન મુકતા પોતાનું માથું કુટ્યું.

આ ફોન મુકતા જ આદિત્યને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.

શું છે આદિત્યનો પ્લાન?કેવો રહેશે રુહીનો તેના બિઝનેસનો પહેલો દિવસ? કોનો ફોન આવ્યો હશે આદિત્યને?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Chetna Jack Kathiriya
Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Neepa

Neepa 1 year ago