Rudrani ruhi -69 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -69

રુદ્રની રુહી... - ભાગ -69

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -69

આદિત્યના ફોનમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.

"આટલી રાત્રે કોણ હોઇ શકે? બની શકે કે સસરાજીએ હરિદ્વારમાં મારું કામકરવા વાળા માણસો શોધી નાખ્યા."આટલું સ્વગત બબડીને આદિત્યે ફોન ઉપાડ્યો.
"આદિત્ય શેઠ સ્પિકીંગ."

"યસ,મિ.શેઠ હું કુમાર બોલું છું.એ.એન.એસ એન્ટરપ્રાઈઝના માલિક મૌલિકભાઇનો પી.એ.મારા બોસની લંડન બેઝ એક કંપની છે.તે અહીં જ્વેલરી બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે.તો તેમણે ઘણું રિસર્ચ કર્યું જેમા તમારી કંપની એક જુની,જાણીતી અને વિશ્વાસપાત્ર જણાઇ તો.મૌલિકભાઇ કાલે એક દિવસ માટે ઇન્ડિયા આવવાના છે તો તે તમને મળવા માંગે છે.એક ખુબ જ મોટી ડીલમાટે." સામેથી મિ.કુમાર બોલ્યા

"વોટ!!કાલે ...? કાલે મારા લગ્ન છે અને આમપણ આવા તો કેટલાય ફ્રોડ લોકો આવતા હોય છે.હું તમારો વિશ્વાસ કેમ કરું ?"આદિત્યે કહ્યું.

"કોઇ વાંધો નહીં મિ.શેઠ,તમને અમારો વિશ્વાસ કરવો હોય તો કરો નહીંતર અમારી પાસે બીજા ઘણાબધા ઓપ્શન છે.રહી વાત વિશ્વાસની હું તમને મારી કંપનીની ડિટેઇલ્સ મેઇલ કરીશ.જેની તમે પૃષ્ટી કરાવી શકો છો.મે સાંભળ્યું છે કે તમે બહુ દેવામ‍ાં છો.ટ્રસ્ટ મી આ ડિલ કર્યા પછી તે દેવું તો ચુકતે થઇ જશે અને તમે સારું કમાશો.અમે તમારા પિતાજીના નામના ભરોસે તમને પહેલા ફોન કર્યો હતો.કોઇ વાંધો નહીં.અમે બીજા કોઈને આ કરોડો રૂપિયાની ઓફર આપીશું."કુમાર બોલ્યો.

"આદિત્ય ,શું કરે છે? લક્ષ્મીમાઁ ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય.આમપણ અગર આ ડિલ અગર થઇ ગઇ તો મારે હેત ગજરાલ કે રુચિનો ઉપકાર નહીં લેવો પડે અને રુચિને દબાઇને રાખવાનું મારું સ્વપ્ન પુરું થશે."આદિત્ય મનોમન બોલ્યો.

"વેઇટ અ મીનીટ ,મિ.કુમાર હું તૈયાર છું કાલે કેટલા વાગે મળવાનું છે?"આદિત્યે પુછ્યું.

"કાલે સાંજે સાત વાગે મુંબઇ લોનાવાલા હાઇવે પર એક હોટેલ છે ત્યાં."કુમારે કહ્યું

"વોટ પણ નવ વાગે મારા લગ્ન છે.હું નવ વાગ્યા સુધી મારા લગ્નના સ્થળે કઇરીતે પહોંચીશ? કેમ કે તે સ્થળ આપે જણાવેલા સ્થળની બિલકુલ વિરુદ્ધ દિશામાં છે"આદિત્યે કહ્યું.

"જુવો,મિ.શેઠ માત્ર અડધો કલાકની જ વાત છે આમપણ તેમની પણ પછી ફ્લાઇટ છે."કુમારે કહ્યું.

"ઓ.કે ડન કાલે મળીએ સાત વાગે."આદિત્યે વચન આપ્યું.

આ બધું તેણે પિયુષભાઇને જણાવ્યું.

"આદિત્ય,તે આમપણ તારી મુર્ખામી અને લાલચના કારણે તે આપણા વર્ષો જુના આ શોરૂમને દાવ પર મુકી દીધું છે.હવે એવું કઇ નાકરતો કે આપણે સાવ રોડ પર આવી જઇએ.આજકાલ આવા ફ્રોડના કિસ્સા બહુ જ બનતા હોય છે.

કાલે સાત વાગે જે સ્થળ પર તું જવાની વાત કરે છે તે ખુબ જ દુર છે.નવ વાગે હસ્તમેળાપનું મુહૂર્ત છે.તું મુંબઇનો ટ્રાફિક તો જાણે છે.અગર સમયસર ના પહોંચી શક્યો તો હેત ખુબ જ ખતરનાક માણસ છે.ભલે તે મારો મિત્ર છે પણ તેના માટે તેની ઇજ્જત સૌથી પહેલા આવે છે."પિયુષભાઈએ આદિત્યને ચેતવ્યો.

"પપ્પા ચિંતા ના કરો હું આવી જઇશ સમયસર અને રહી વાત ફ્રોડની તો હું ખાલી તેમને મળી રહ્યો છું કોઇ ડિલ ફાઇનલ નથી કરી રહ્યો.હવે હું નાનો નથી પપ્પા ચિંતા ના કરો."આદિત્યે પિયુષભાઇને જેમતેમ સમજાવી દીધાં.તે ખુશ હતો કેમકે બધી વાતો તેના ફેવરમાં હતી.રુચિ તેની પત્ની બની જશે કાલે,રુહીને પણ બરબાદ કરવાનો પ્લાન અદિતિએ જણાવી દીધો અને હેત ગજરાલના ઉપકારથી બચવાનો ઉપાય પણ તેને મળી ગયો હતો.

*************

વહેલી સવારની પહેલી કિરણ રુદ્રની બાહુપાશમાં સુતેલી રુહી પર પડી.સવાર તો રોજ જ થતી હતી પણ આજની વાત અલગ હતી.આજે તે તેની નવી ઓળખ મેળવવાની હતી,તેનો ગુમ થયેલા આત્મવિશ્વાસને પાછો મેળવવાની હતી,પોતાનો પ્રેમ પરથી ઉઠી ગયેલો વિશ્વાસ તેણે રુદ્રના રૂપમાં પામી લીધો હતો.તે હવે રુહી રુદ્રાક્ષ સિંહ હતી.તે ઊભી થઇ અને નાહીને સુંદર રીતે તૈયાર થઇને રુદ્રને ઉઠાડવા આવી.
સુંદર ગુલાબી રંગની ડિઝાઇનર સાડી,તેની પર ખુલ્લા ભીના વાાળ,ગળામાં સુંદર અને મોટું હીરાનું મંગળસુત્ર,કપાળમાં લાલ રંગનો નાનો ચાંદલો,હાથમાં રુદ્રના માતાના કડા.

"રુદ્ર ઉઠો...સાત વાગવા આવ્યાં,આજે આપણા ત્રણેય માટે ખાસ દિવસ છે."રુહીએ કહ્યું.

રુદ્રએ આંખો ખોલીને રુહીની સામે જોયુ,તે ખુબ જ સુંદર લાગી રહી હતી.રુદ્ર બસ તેને આમ જ જોયા કરવા માંગતો હતો.
"કઇંક ખુટે છે?"રુદ્રે કહ્યું.

"ખબર છે મને,તે કમી શેની છે?તે હું લઇને જ આવી છું.આ કુમકુમ જે તમે મારા સેંથામાં પુરશો."આટલું કહીને રુહીએ કુમકુમની ડબ્બી રુદ્રને આપી.રુદ્રએ તેમાંથી કુમકુમ લઇને રુહીના સેંથામાં લગાવ્યું.

"હવે જાઓ તૈયાર થાઓ."રુહીએ કહ્યું.રુદ્ર પણ નાહીને તૈયાર થઇને બહાર આવ્યો.તે બ્રાઉનકલરનું જીન્સ,તેની પર લાઇટ બ્લુ શર્ટમાં અને તેની પર બ્લેઝર તે ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.આજે તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી.

રુહી આવીને રુદ્રને ગળે લાગી.

" કોઇ અાજે ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા છે.મને તો તમને જવા દેવાનું મન જ નથી."રુહી રુદ્રની છાતીમાં પોતાનું માથું છુપાવતા બોલી.

"મુંબઇ બે જરૂરી કામ માટે જઉં છું.લગ્નમાં તે મને આટલી બધી સરપ્રાઇઝ આપી તો થોડી સરપ્રાઇઝ હું આપીશ."રુદ્ર બોલ્યો.

તેટલાંમાં દરવાજે નોક થયું.રુહીએ દરવાજો ખોલ્યો સામે ગુસ્સામાં રડુ રડુ થતો આરુહ ઊભો હતો અને કંટાળેલા,જેમની આંખો એકદમ લાલ હતી અને એકદમ થાકેલા અભિષેક અને રિતુ હતાં.

"આ બેડ ચાચુ અને નોટી ચાચીએ મને બે વાર બેડ પરથી નીચે ફેંકીદીધો."આરુહે ફાઇનલી રડવાનું ચાલુ કર્યું.

"હાય હાય ગપ્પીબાજ,શરમ કર શરમ કેટલું ખોટું બોલીશ?જે ખોટું બોલેને તેનું નાક લાંબુ થઇ જાય.લે રુહી સંભાળ તારા મુસીબતના પોટલાને.તમારે બન્નેએ એક્ચયુલી અમારું ખુબ ખુબ આભારી થવું જોઇએ.અમારા પર શું વિત્યું છે તે અમે જ જાણીએ છીએ."રિતુ ભડકી.આરુહ,રિતુ અને અભિષેક નાનાબાળકોની જેમ ઝગડી રહ્યા હતા અને રુદ્ર રુહી હસી રહ્યા હતાં.આરુહ અંદર જઇને સુઇ ગયો.

"ફાઇનલી અભિષેક ગુડ નાઇટ.આજે તો સાંજ પહેલા ઉઠવું જ નથી."રિતુ બોલી.

"હેલો દસ વાગ્યા સુધીમાં તૈયાર થઇ જજો.ખબર નથી અાજે મારા રુહી ગૃહ ઉદ્યોગનો પહેલો દિવસ છે.તારે કિરન અને મમ્મી પપ્પાને બાય નથી કહેવું તે આજે જઇ રહ્યા છે."રુહી બોલી.
"ડન.થોડીવાર સુઇ જઉ.પછી શાંતિથી તને તારા સપૂતના કારસ્તાન જણાવીશ."રિતુ બોલી.
અભિષેકે આરુહના પુરી રાત જે જે કર્યું તે બધું જ જણાવ્યું જે સાંભળીને રુદ્ર અને રુહીને ખુબ જ હસવું આવ્યું.રુહી અને રિતુ ત્યાંથી જતાં રહ્યા.

"તારા કુંવરે મને મુરગો બનાવ્યો."અભિષેક બોલ્યો.રુદ્રને અભિષેક પર ખુબ જ હસવું આવી રહ્યું હતું.રુદ્રના ચહેરા પરની ચમકે અભિષેકનો બધો થાક ઉતારી દીધો.
"આય હાય મારી જાન.તારા ચહેરા પરની આ ચમક અને હાસ્ય મને જણાવી રહ્યો છે કે તારો સમય કેવો પસાર થયો હશે.હું ખુબ જ ખુશ છું હવે હું શાંતિથી મુંબઇ જઇ શકીશ."અભિષેક બોલ્યો.અભિષેકના જવાની વાત સાંભળીને રુદ્ર થોડો દુખી થઇ ગયો પણ અભિષેકે તેને સમજાવી દીધો કે આજે કેટલો મહત્વનો દિવસ છે રુહી માટે.

અંતે તે શુભ સમય આવી ગયો હતો.તૈયાર થઇને આરુહ તેની નવી સ્કુલ જવા નિકળી ગયો હતો.જતા પહેલા તે તેના નાનાનાની અને આરવમામાને મળીને અને પોતાની મમ્મીપપ્પાને ઓલ ધ બેસ્ટ કહીને ગયો.

રુહી ગૃહ ઉદ્યોગના ઉદઘાટન હતું અાજે.ખેડૂત અને મહિલા વિકાસના આગેવાન અને રુહીનો પુરો પરિવાર હાજર હતો.કાકાસાહેબ,શોર્ય અને કાકીમાઁ પણ હાજર હતાં.
રુદ્ર અને રુહીએ એકસાથે રીબીન કટ કરીને રુહી ગૃહ ઉદ્યોગનું ઉદઘાટન કર્યું.રુદ્ર અને રુહીએ બધાં વડીલના આશિર્વાદ લીધાં.તે વિદ્વાન પંડિતજીએ પુજા કરી.તે હવે અહીંથી વિદાય લઇ રહ્યા હતા.તે રુદ્ર અને રુહી પાસે આવ્ય‍ાં.

"રુદ્ર અને રુહી....રુદ્રહી...તમારું મિલન લોકોના કલ્યાણ માટે જ થયું છે.તમે હંમેશાં લોકોનું કલ્યાણ કરશો પણ એક વાત મારી હંમેશાં યાદ રાખજો.એકલો રુદ્ર કે એકલી રુહી કશુંજ નથી.રુદ્રહી જ એક શક્તિ છે.એકબીજાનો સાથ લઇને અને એકસાથે મળીને તમે ગમે તેવી બુરાઇ સાથે લડી શકો છો અને રુદ્ર રુહી એકસાથે હશે તો વિજય તમારો જ થશે.કલ્યાણ ભવ.."‍આટલું કહી તે પંડિતજી પ્રસ્થાન કરી ગયા ત્યાંથી.

રુદ્રે રુહીની કેબીન એક સરપ્રાઇઝ તરીકે રાખેલી હતી.રુદ્ર રુહીને તેની કેબિનમાં લઇ ગયો અને ચેરપર્સનની ચેર પર તેને બેસાડી.રુહીની આંખમાં અાજે ખુશીના આંસુ હતાં.તેણે પોતાના પતિના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધાં.

"રુહી તમારું સ્થાન મારા હ્રદયમાં છે.તમે સાંભળ્યું નહીં રુદ્રહી જ શક્તિ છે."રુદ્ર તેને ઊભી કરતા બોલ્યો.

"રુદ્ર,આ મારો પ્રેમ અને મારી આસ્થા છે.પ્લીઝ તમારી રુહીને આશિર્વાદ આપો." રુહી બોલી.

રુદ્રે રુહીને ગળે લગાડી તેને કપાળે ચુંબન કર્યું.

"રુહી રુદ્ર દિકરા, અમે વિદાય લઇએ અમારી ટ્રેનનો સમય થઇ ગયો છે."ડો.શ્યામ ત્રિવેદીએ કહ્યું.રુહી અને રુદ્રએ તેમને ભાવપુર્વક અને ખુશી ખુશી વિદાય આપી.શ્યામ ત્રિવેદી,રાધિકા ત્રિવેદી ,આરવ,કિરને પણ તેના પતિ અને બાળક સાથે રજા લીધી.અભિષેક અને રિતુ પણ ઘરે જઇ ચુક્યાં હતાં.

હવે તે કેબિનમાં રુદ્ર,રુહી અને રુહી ગૃહ ઉદ્યોગના મેનેજર પ્રકાશભાઇ હાજર હતાં.

"મેમ,આપણી પાસે હાલમાં કોઇ મોટો ઓર્ડર નથી.આપણે કરીશું શું?મુંબઇ અને હરિદ્વારમાં આપણા રુહી ગૃહ ઉદ્યોગની શોપ ખુલતા સમય લાગશે.પહેલા તો હેરીસર અને સેન્ડીમેમ મોટો ઓર્ડર આપવાના હતાં."પ્રકાશભાઇએ કહ્યું.

"ઓર્ડર છે....મોટો ઓર્ડર છે." કેબિનમાં અંદર દાખલ થતાં કોઇ બોલ્યું.

કેવી રહેશે રુહીની આ નવી શરૂઆત ?રુદ્ર મુંબઇ જઇને શું ધમાલ કરશે? શું ધમાલ થશે આદિત્ય અને રુચિના લગ્નમાં?આદિત્યે શું પ્લાન બનાવ્યો હશે રુહીને પરાસ્ત કરવા?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Laxmi

Laxmi 4 hours ago

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Mmm

Mmm 1 year ago