Rudrani ruhi - 70 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -70

રુદ્રની રુહી... - ભાગ -70

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -70

"મોટો ઓર્ડર છે...ખુબ જ મોટો..."હેરી અને સેન્ડી અંદર આવતા બોલ્યા.બધાં આશ્ચર્ય સાથે તેમની સામે જોઇ રહ્યા હતાં.

"રુદ્ર ,મને માફ કરી દે....કેટલી સંકુચિત માનસિકતા વાળો થઇ ગયો હતો હું...આ ભુલનો અહેસાસ અહીં ગામના નાના ખેડૂતો અને આ મહિલાઓએ સમજાવ્યું...જ્યારે આ વાત અમે યુ.એસમાં અમારા બીજા વેપારી મિત્રોને જણાવી તો તેમણે પણ અમને ખુબ જ ખરી ખોટી સંભળાવી...તમારો આટલો પ્રેમ અને લાગણીએ અમને ખુબ જ ગિલ્ટ ફિલ કરાવ્યું."હેરી આટલું કહેતા ભાવુક થઇ ગયાં.

"સાચી વાત છે હેરીની,રુદ્ર -રુહી તમારો પ્રેમ ખરેખર ખુબ જ અદભુત છે.અમને માફ કરી દો..અમારા આ વર્તાવ માટે અને અમારો આ ઓર્ડર સ્વિકારી લો."સેન્ડી બોલી.

"રુદ્ર ,જે ડિલ માટે અમે અહીં આવ્યા હતાં,તે ડિલ પણ આપણે ફાઇનલ કરીને કોન્ટ્રાક્ટ પેપર્સ આજે જ સાઇન કરી લઇશું અને હા સોરી રુદ્ર તારા નવા નવા લગ્ન થયા છે.તારી ઇચ્છા હોય કે તું રુહીભાભી સાથે હનીમૂન પર જાય પણ તે શક્ય નહીં બને કેમકે આ તો મારા સ્ટોરનો ઓર્ડર છે...મારા બીજા વેપારી મિત્રો જે અન્ય શહેરમાં છે તે પણ તેમનો ઓર્ડર રુહીભાભીને આપવા આ મહિનામાં આવી જશે.રુહીભાભી કમર કસી લો બહુ કામ કરવાનું છે."હેરીની વાતે બધાનાં ચહેરા પર હાસ્ય લાવી દીધું.હેરી અને રુદ્ર તથાં સેન્ડી અને રુહી ગળે મળ્યાં. વકીલસાહેબે પેપર ચેક કરીને આપ્યા જે રુહી અને રુદ્રે સાઇન કર્યા..રુદ્રહીને હનીમૂન પર આ ઓર્ડર પતે પછી યુ.એસ આવવાના વચન સાથે હેરી અને સેન્ડી તેમના ઘર જવા એરપોર્ટ તરફ રવાના થયાં.

કેબિનમાં રુહી અને રુદ્ર જ હતાં.રુહી અને રુદ્ર ખુશી સાથે ગળે મળ્ય‍‍‍ાં.

"થેંક યુ,રુહી આ ડિલ મારા માટે ખુબ જ મહત્વની હતી.તારા શુભ કદમોના પગલે આ થયું છે.ચલ હવે હું એરપોર્ટ જવા નિકળું આજે રાત્રેઆથવા કાલે સવારે આવી જઇશ.તારા માટે એક સરપ્રાઇઝ સાથે."
"આવજો...તમારી રાહ જોઇશ અને હા તમારું ધ્યાન રાખજો."રુહીએ રુદ્રને ગાલ પર હળવું ચુંબન કર્યું.રુદ્ર ત્યાંથી નિકળી ગયો.તે બહાર કાકીમાઁને મળ્યો અને તેમના પગે લાગીને આશિર્વાદ લીધો.

'કાકીમાઁ,તમે બધું જ જાણો છો કે હું કેમ મુંબઇ જઇ રહ્યો છું.આશિર્વાદ આપો કે બધું આપણે વિચાર્યું છે તેમ જ થાય અને આપણો પ્લાન સફળ થાય.હું પાછો આવું પછી ખ્યાલ છે ને કે તમારે શું કરવાનું છે?" રુદ્રે કહ્યું.

"હા રુદ્ર ,મારા આશિર્વાદ તારી સાથે છે..પણ પછી આપણે જે વિચાર્યું છે તે હું કરી શકીશ?મને ડર લાગે છે કે મે ક્યારેય તેવું નથી કર્યું અને હા રુદ્ર આપણે પ્લાન તો બનાવી લિધો પણ મને ડર લાગે છે.તું તારું ધ્યાન રાખજે..હવે રુહી અને આરુહની જવાબદારી છે તારા ઉપર...વિજયી ભવ..મારા દિકરા."આટલું કહીને કાકીમાઁ એ રુદ્રના માથે હાથ મુક્યો તેના કપાળે ચુંબન કર્યું.રુદ્ર વકીલસાહેબ અને સની સાથે એરપોર્ટ જવા નિકળી ગયો.

અહીં રુહીએ આ વાત આવીને ત્યાં હાજર તમામ સ્ટાફ અને મહિલાઓને જણાવી..
"સખીઓ,આજે આપણા માટે ખુબ જ મોટો દિવસ છે.અેક તો આપણા રુહી ગૃહ ઉધોગનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે જ આપણને આટલો મોટો ઓર્ડર મળ્યો છે.

હવે આપણે બધાએ મળીને ખુબ જ મહેનત કરવાની છે." રુહી બોલી..

રુહી તમામ સ્ટાફ અને મહિલાઓની સાથે મળીને કામમાં લાગી ગઇ.અનુભવી મેનેજરની સલાહ સાથે રુહી કામ કરવા લાગી.રુહી કેબિનમાં બેસી રહેવાની જગ્યાએ તે મહિલાઓ સાથે મળીને કામ પર લાગેલી હતી.
*********
અહીં અભિષેક તેના રૂમમાં કાઉચ પર બેસીને લેપટોપમાં કામ કરી રહ્યો હતો.રિતુ અંદર આવી.

"હાય અભિષેક ,બીઝી હતાં?"રિતુ બોલી.

"અરે હાય રિતુ,ના ના જસ્ટ મારા રીસર્ચ પર કામ કરી રહ્યો હતો.આવોને બેસો પ્લીઝ."અભિષેકે રિતુને બેસવા કહ્યું.

"મને લાગ્યું કે તમે સુઇ ગયા હશો.રાતની ધમાલ પછી પણ તમે જાગો છો.ગ્રેટ મારે તમને થેંક યુ કહેવું હતું."રિતુ બોલી.

"થેંક યુ!?શેના માટે?"અભિષેકને આશ્ચર્ય થયું.

"તમે પેલા દિવસે મારા એક્સ હસબંડને જે રિપ્લાય આપ્યો હતોને તેના પછી તે સીધો થઇ ગયો લાઇક..તેણે મને સોરી કહ્યું મને ટેગ કરવા માટે તે ફોટોમાં અને ગેસ વોટ તેણે મને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું કે..ગુડ રિતુ તને પણ સુટેબલ લાઇફપાર્ટનર મળી ગયો..અને કહે કે વી કેન સ્ટીલ બી ફ્રેન્ડ્સ."રિતુ બોલી.
"અરે વાહ સારુંને તે વ્યક્તિ સુધરી ગઇ."અભિષેક બોલ્યો.

"સાવ એવું પણ નથી,તમને ખબર છે તેણે મને ટોન્ટ મારવાનું ના છોડ્યું શુ કહે છે ખબર છે કે રિતુ તેને જણાવી દેજે કે તું ક્યારેય માઁ નહી બની શકે."આટલું કહેતા રિતુની આંખમાં ઝળઝળીયા આવી ગયા.

"તેની તો અમુક લોકો જેમકે કાકાસાહેબ,શોર્ય,આદિત્ય અને તારા એક્સ હસબંડ તે ક્યારેય ના સુધરે."અભિષેક ગુસ્સામાં બોલ્યો.

"હશે છોડો એક વાત પુછું આ કાકાસાહેબ અને રુદ્રની શું દુશ્મનાવટ છે?અને તે ક્યારેય તમને નુકશાન કેમ નથી પહોંચાડતા કેમ કે તમે રુદ્ર માટે આટલા ખાસ છો? મને તમારા વિશે જાણવું છે.આઇ મીન મે તો તમને મારા વિશે બધું કહ્યું.હવે તમારો વારો..ફ્રેન્ડ્સ એકબીજા વિશે બધું જાણતા હોયને?"રિતુએ પુછ્યું જવાબમાં અભિષેક હસ્યો.
"વન મીનીટ."આટલું કહીને અભિષેકે લેપટોપ મુક્યું.અને કોફીના બે કપ લઇને આવ્યો.

"તો રુદ્ર અને કાકાસાહેબની દુશ્મનાવટ વિશે ફરી ક્યારેક વાત બહુ ગંભીર મામલો છે.હા મારા વિશે તમને બધું જ જણાવું આજે."અભિષેક બોલ્યો.રિતુ તેને ધ્યાનથી જોઇ રહી હતી તેની વાત સાંભળવા માટે...
**********
અહીં રુદ્ર ,વકીલસાહેબ અને સની મુંબઇ એરપોર્ટ પહોંચ્યા.રુદ્રે વકીલસાહેબને તે લોકો શું કરવાના હતા તેની પુરી વાત વકીલસાહેબને કહી.

"રુદ્રસર અને સની,આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ અને સની રુદ્રસર ગમે તે કહે અને તે તારે માની લેવાનું?"વકીલસાહેબ ખુબ ગુસ્સામાં હતાં.સની નીચું જોઇ રહ્યો હતો.

"શાંત, આમા સનીનો કોઇ વાંક નથી.રુચિ,આદિત્ય અને શોર્યને સબક શીખવાડવા આ કરવું જરૂરી છે.ચિંતા ના કરો.તમારા સાથ વગર આ બધું કઇ જ નહી થઇ શકે."રુદ્ર બોલ્યો.

" ઠીક છે રુદ્રસર ,હું તમારી સાથે છું અને સની રુદ્રસર કોઇ મુશ્કેલીમાં ના પડવા જોઇએ.બાકી મારે જેને મારી સાથે ઓફિસ લઇ જવાનો છે.તે વ્યક્તિ ક્યાં છે?"વકીલસાહેબે પુછ્યું.

તેટલાંમાં એક વ્યક્તિ આવી જેણે બિલકુલ રુદ્ર જેવા કપડાં પહેર્યા હતાં.રુદ્રની જેમ જ દેખાતો હતો.સામેથી કોઇ જોવે તો તેને તે વ્યક્તિ રુદ્ર નથી તે સમજાઇ જાય પણ સાઇડ અને પાછળથી જોવાવાળી વ્યક્તિને તે રુદ્ર છે તેવું જ લાગે.તે વ્યક્તિ વકીલસાહેબની સાથે જતી રહી...

રુદ્ર અને સની ત્યાંથી છુપાઇને નિકળી ગયાં.અહીં સાંજના છ વાગવા આવ્યાં હતાં.આદિત્યના ઘરે જાન નિકળવાની તૈયારી થઇ ગઇ હતી.બધાં સગાંસંબંધી અને મિત્રો તૈયાર હતાં.આદિત્ય લાલ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.તેના ગળામાં મોતીની માળા હતી અને માથા પર સહેરો..તે ખુબ જ ઉત્સાહિત હતો એક તો રુચિ સાથે લગ્ન માટે અને બીજી પેલી ડિલ માટે.

રાત્રે જ તેણે તે કંપની વિશે ઘણીબધી તપાસ કરી..કંપની તેને વિશે ઘણીબધી માહિતી તો તેને તે મિ.કુમારે મોકલેલા ઇમેઇલમાંથી જ મળી ગઇ હતી.

"આદિત્ય ,આજે જ જવું જરૂરી છે?આમ અપશુકન થાય.વરરાજા આમ એકલો એકલો ફરે તે સારું ના કહેવાય અને ના કરેને નારાયણ તું સમયસર ના પહોંચી શક્યો તો શું થશે?"કેતકીબેને ચિંતા વ્યક્ત કરી.આદિત્યે અદિતિને ઇશારો કર્યો

"ઓહો મમ્મી,કેટલું નેગેટીવ વીચારે છે તું કશુંજ નહી થાય ભાઇને અને આ તો સારું થશેને અગર ભાઇને આ ડિલ મળી ગઇ તો પેલી રુચિની ગુલામી અને જોહુકમીમાંથી આપણને બધાંને મુક્તિ મળશે.નહીંતર તો તે અહીં આવીને શું કરવાની છે તે તો તને પણ ખબર છે."અદિતિએ કહ્યું.કેતકીબેન ચુપ થઇ ગયાં.
"હા વાતે વાતે સંભળાવશે

વરઘોડો સમયસર નિકળ્યો.ઉત્સાહિત જાનૈયા ખુબ જ નાચ્યા અંતે જાન હેત ગજરાલના ઘરે જવા નિકળી ગઇ.હેત ગજરાલનું ઘર દરિયાકિનારે આવેલું હતું અને તે ખુબ જ મોટું હતું.હેત ગજરાલ પોતાની લાડકવાયીને પોતાના આંગણેથી જ વિદાય આપવા માંગતા હત‍ાં.

નવવધુના શણગારમાં સજેલી રુચિ ખુબ જ સુંદર લાગી રહી હતી.તેના હાથમાં આદિત્યના નામની મહેંદી હતી પણ તે તેમા શોર્યને શોધી રહી હતી.આંખોમાં વર્ષોથી જોયેલું સપનું પુર્ણ થવાનો કોઇ ઉત્સાહ નહતો.

તેણે નક્કી કરી લીધેલ હતું કે તે આ લગ્ન પછી આદિત્યને હેરાન કરી નાખશે.શોર્ય પર પણ તેને ખુબ જ ગુસ્સો હતો.

અહીં આદિત્ય તેના ડ્રાઇવર સાથે મિ.કુમારે આપેલા એડ્રેસ પર પહોંચ્યો.તે એક ફાઇવસ્ટાર હોટેલના રેસ્ટોરન્ટમાં પહોચ્યો.તે રિઝર્વ કરેલા ટેબલ પર મૌલિકભાઇની રાહ જોઇ રહ્યો હતો.અત્યારે એક એક મીનીટ તેના માટે કિંમતી હતો.તેને સમયસર પોતાના લગ્નમાં પણ પહોંચવાનું હતું.મૌલિકભાઇ મુળ ગુજરાતી હતાં પણ વર્ષોથી લંડનમાં જ હતાં.તેમના દાદા વર્ષોથી લંડનમાં જ હતાં.

અંતે એક ખુબ જ પ્રભાવશાળી વ્યક્તિ ત્યાં દાખલ થયાં,ચાલીસની આસપાસની ઊંમર તે આદિત્ય પાસે આવીને ઊભા રહ્યા.તેમણે ડાર્કબ્લુ કલરનો શુટ પહેરેલો હતો.ચહેર પર સનગ્લાસીસથી માંડીને પગમાં શુઝ સુધી બધું જ ટોપ બ્રાન્ડનું એક્સક્લુઝીવ કલેક્શન હતું.

"હેલો મિ.શેઠ,હું મૌલિક.."મૌલિકભાઇ બોર્ન એન્ડ બ્રોટ અપ લંડન હત‍ાં છતાપણ તે સારું ગુજરાતી બોલતા હતા,હા તેમના ઉચ્ચારણમાં લંડનની ભાષાનો પ્રભાવ દેખાતો હતો.

આદિત્ય તેની પર્સનાલિટીથી અંજાઇ ગયો તે પોતાની ચેયર પરથી ઊભો થઇને હાથ મિલાવવા આગળ વધ્યો.

શું આદિત્ય આ ડિલ ફાઇનલ કરીને રુચિ અને હેત ગજરાલને પોતાના દાબમાં રાખવાનું સપનું પુરું કરી શકશે?રુદ્રનો ધમાકો શું છે,શું રુદ્ર તેમા સફળ થશે કે આવખતે તેનો પ્લાન તેના જ માથે પડશે?અભિષેકના ભુતકાળ વિશે અને તેના જીવન વિશે જાણો આવતા ભાગમા.

તો જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Geeta Nilesh

Geeta Nilesh 11 months ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

kiran shah

kiran shah 1 year ago

bahu saras che