Rudrani ruhi - 71 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -71

રુદ્રની રુહી... - ભાગ -71

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -71

અભિષેકે બોલવાનું શરૂ કર્યું.
સુર્યરાજ સિંહ અને પ્રતિમા સુર્યરાજ સિંહ રુદ્રના માતાપિતા અને મારા માઁ તો હું ખુબ નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યાં હતાં.મારા પિતાજી તેજપ્રકાશભાઇ ખુબ જ વિદ્વાન ગણિતશાસ્ત્રી હતાં.અંકોનું,ગ્રહોનું બધું જ ગણિત જાણતા.તે ખુબ જ શાંત તેજસ્વી હતા.તેમનો પ્રભાવ જ કઇંક એવો હતો.ભગવાન શિવને તે ખુબ જ માનતાં.

પહેલા સ્થિતિ આવી નહતી,કાકાસાહેબ અને બાપુસાહેબ આ હવેલીમાં એક જ સાથે જ રહેતા.કાકાસાહેબ અને બાપુસાહેબને પિતાજીનું ખુબ જ મહત્વ હતું.પિતાજી રુદ્ર,મને અને શોર્યને ગણિત અને જિંદગીના મુલ્યો શીખવતા.રુદ્ર અને હું નાનપણથી એકસાથે જ રહ્યા હતાં ,ત્યારથી જ ભાઇબંધ નહીં ભાઇઓ હતા,રુદ્ર મારી અને હું રુદ્રની જાન છીએ. બાપુસાહેબ મને પણ રુદ્ર જેટલો પ્રેમ કરતા,કાકાસાહેબ પણ મનેશોર્યની જેટલો જ ચાહતા.પિતાજીના અંક અને ગ્રહોના ગણિતે તેમને ખુબ જ લાભ કરાવ્યો હતો."અભિષેક કોફીનો સીપ લેવા અટક્યો.

"એક વાત ના સમજાઇ તો કાકાસાહેબ અને રુદ્ર વચ્ચે દુશ્મનાવટ કેવીરીતે થઇ?અને તમે રુદ્રના આટલા ખાસ છો તો તે તમને નુકશાન પહોંચાડીને પણ રુદ્રની જોડે બદલો લઇ શકે ને?"રિતુ બોલી.

"કાકાસાહેબ અને રુદ્ર વચ્ચે દુશ્મનાવટનું કારણ ભુતકાળમાં બનેલી અમુક ઘટનાઓ હતી,કહેવાય છેને કે જર ,જમીન અને જોરુ ત્રણ કજીયાના છોરું અહીં કઇંક એવું જ થયું હતું,બાપુસાહેબનું અપમૃત્યુ અને માસીમાઁનું તે આઘાતના કારણે મૃત્યુ,ત્યારબાદ રુદ્ર પોતાની જાતે આટલો આગળ આવ્યો,વિદેશ જઇને ભણ્યો ,તેણે પોતાની જાતને સંભાળવામાં ખુબ જ તકલીફ વેઠી છે.તે ઘટના જ કઇંક એવી હતી કે રુદ્ર સ્ત્રીઓેને નફરત કરવા લાગ્યો હતો.કાકીમાઁ,દેવીમાઁ અને માસીમાઁને છોડીને.

બીજીવાત રિતુ,કાકાસાહેબ મને ક્યારેય નુકશાન નહીં પહોંચાડે.મારા પિતાજીએ શોર્યનો જીવ બચાવ્યો હતો,તેને ડુબતા બચાવ્યો હતો.ત્યારથી કાકાસાહેબે પિતાજીને વચન આપ્યું હતું કે તે હોય કે ના હોય પણ તે હંમેશાં મારું ધ્યાન રાખશે.

આજસુધી આટલું થયું પણ તેમણે મને એક ખરોંચ પણ નથી ‍આવવા દીધી.રિતુ મારા પિતાજી એક ખુબ જ સામાન્ય જીવન જીવતા,તે હંમેશાં સાદગીભર્યું જીવનજીવતા,રૂપિયાની કે કોઇપણ અન્ય વસ્તુની લાલચ તેમને ક્યારેય નહતી.તેમને ગયા વર્ષો થઇ ગયા,ત્યારબાદ હું રુદ્રનો અને રુદ્ર મારો પરિવાર બની ગયાં.મારું ઘર હજીપણ અહીં હરિદ્વારમાં છે.ત્યાં કોઇ રહેતું નથી પણ હું દરવખતે અહીં આવું ત્યારે ત્યાં જઇને સમય વિતાવું તો મને માઁ અને પિતાજી સાથે સમય વિતાવ્યા જેવો આનંદ મળે.બસ આ જ વાત છે.આજ છે મારો ભુતકાળ.

રહી વાત મારા લગ્નની તો હું મારા સ્ટડીમાં અને ત્યારબાદ પેશન્ટને ઠીક કરવામાં એવો લાગ્યો કે મને પ્રેમમાં પડવાનો કે તેના વિશે વિચારવાનો સમય જ ના મળ્યો."
"અોહ..કોઇ ના મળ્યું?સોરી,તમારા પિતાજી વિશે જાણીને દુખ થયું. રિતુએ અભિષેકની આંખોમાં જોઇને કહ્યું .

"હા,અત્યાર સુધી તો કોઇ નહતું જ મળ્યું."અભિષેકે રિતુની આંખોમાં જોઇને કહ્યું રિતુ નીચે જોવા લાગી.
"મારા પિતાજી જીવે છે."અભિષેક
"તો તે ક્યાં છે?મતલબ લગ્નમાં કે આટલા સમયમાં કેમ દેખાયા નહીં ?"
"રિતુ,તે વાત ફરી ક્યારેક."અભિષેક બોલ્યો.
"અચ્છા,આ શું કરતા હતાં તમે ? હું આવી ત્યારે?"રિતુએ વાત બદલવા પુછ્યું.

"હું એક રીસર્ચ કરી રહ્યો છું એક એવી દવા બનાવી રહ્યો છું.જેનાથી લોકોને ખુબ જ ફાયદો થશે.બસ જો તે લાસ્ટ સ્ટેજ પર છે.એકવાર આ રીસર્ચ સક્સેસફુલ થઇ જાય પછી હું અહીં હરિદ્વારમાં જ રહીશ મારા રુદ્ર પાસે."અભિષેક બોલી રહ્યો હતો અચાનક તેને તેની છાતી પર ભાર અનુભવાયો.રિતુ તેની છાતી પર માથું મુકીને ધસધસાટ સુઇ ગઇ હતી.અભિષેક હસ્યો,
"શું હું ખરેખર આટલી બોરીંગ વાતો કરું છું કે બધા આટલી જલ્દી સુઇ જાય."અભિષેક પણ રિતુના ખભે માથું મુકીને સુઇ ગયો.

અહીં રુહી કામના પહેલા દિવસને સફળતા પુર્વક પુરો કરીને થાકીને ઘરે આવી પણ આ થાક પણ તેના માટે ખુશી ભર્યો હતો.આરુહ પણ ઘરે આવી ગયો હતો.

"મમ્મી, કેવો રહ્યો તારો બિઝનેસનો ફર્સ્ટ ડે?મારો તો સુપર્બ રહ્યો,હું આજે વહેલો ગયો હતોને?આજે હું પુરી સ્કુલમાં ફર્યો બધા ટીચર્સને મળ્યો અને મે નવા ફ્રેન્ડ્સ પણ બનાવ્ય‍ાં.બાય ધ વે પેલા બેડચાચુ અને નોટી ચાચી ક્યાં છે?" આરુહે પુછ્યું.

"આરુહ,આ રીત છે આપણાથી મોટા સાથે વાત કરવાની?"રુહી આરુહને વઢી.

"સોરી,અભિષેક ચાચુ અને રિતુ આંટી ક્યાં છે?"આરુહે પુછ્યું.રુહીએ તેને ગળે લગાડ્યો અને તેને ચુમીઓથી નવડાવી દીધો.તેમણે ખુબ વાતો કરી.આરુહ રમવા જતો રહ્યો.રુહીને આશ્ચર્ય થયું કે રિતુ અને અભિષેક કેમ નથી દેખાતા.તે રિતુના રૂમમાં ગઇ પણ તે ત્યાં નહતી.અંતે તે અભિષેકના રૂમમાં ગઇ જ્યાં કાઉચ પરનું દ્રશ્ય જોઇને આશ્ચર્ય પામી.અભિષેકની આશ્લેષમાં રિતુ સુતેલી હતી અને અભિષેક પણ પોતાના બન્ને હાથ રિતુ ફરતે વિંટાળીને સુતેલો હતો.

"અરે વાહ,લાગે છે એક નવી લવસ્ટોરી ચાલુ થઇ ગઇ છે.આ બ્રેકિંગ ન્યુઝ તો રુદ્રને આપવા જ પડશે.વાઉ!કેટલા સરસ લાગે છે બન્ને આમ એકબીજાની સાથે."રુહી તેમને ડિસ્ટર્બ ના કરતા જતી રહી.

*****
"મને માફ કરજો મિ.શેઠ,હું ખુબ જ દિલગીર છું કે તમને તમારા લગ્નના દિવસે મે અહીં બોલાવ્યા પણ હું શું કરું?હું આજે રાત્રે જ પાછો લંડન જઇ રહ્યો છું.આવતી કાલે લંડનમાં મારી રોયલ ફેમિલીના મેનેજર સાથે મીટીંગ છે."મૌલિકભાઇ બેસતા બોલ્યા.

"તો મૌલિકભાઇ,તમે ક્યાં પ્રકારની ડિલ કરવા માંગો છો?"આદિત્યે પુછ્યું.

"આદિત્યભાઇ,લંડનમાં મારો જ્વેલરીના મોલ્સ છે.બધી લેટેસ્ટ ડિઝાઇન્સ યુ સી,વી આર વેરી ફેમસ.બટ મારો વિચાર છે કે હવે આપણા ઇન્ડિયન એન્ટીક જ્વેલરી પણ હું ત્યાં મારા મોલમાં વેંચવા માટે રાખવા માંગુ છું.હું ઇચ્છુ તો કોઇને પણ કહું તે તુરંત જ મારી સાથે કામકરવા તૈયાર થઇ જાય.

પણ મેતમારા પિતાજીના નામઅને પ્રમાણિકતા વિશે ઘણું સાંભળ્યું છે.મને મારા જ્વેલરી મોલમાં એકદમ પ્યોર અને રીયલ એન્ટીક ઇન્ડિયન જ્વેલરી જોઇએ.જે રેડી હોય,મારે કારીગરો નથી બેસાડવાં.તો તમને અગર આ ડીલ મંજૂર હોય તો આ પહેલો પચાસ કરોડનો ઓર્ડર,એક હાથ દે અને એકહાથ લે એટલે કે તમે અહીં માલ મારા માણસોને હેન્ડઓવર કરશો અનેબીજી બાજુ મારા માણસો તમને પુરી એમાઉન્ટ તમને આપી દેશે.માલ મળ્યાં પછીજ રૂપિયા તે મારી પોલીસી છે.મંજૂર હોય તો સાઇન કરો આ પેપર્સ,જુવો દસ મીનીટ બાકી છે.તમારે પણ તમારા લગ્નમાં પહોંચવાનું છે અને મારે એરપોર્ટ."મૌલિકભાઇ બોલ્યા.

"પણ મૌલિકભાઇ,મારી વાત તોસમજો આટલો બધો માલ મને વગર રૂપિયા કોણ આપશે?"આદિત્યે પોતાની મુંજવણ રજુ કરી.

"તમારે તે મેનેજ કરવું પડશે.તમારે તમારા નામ ને તેની શાખ પર આ રકમ માર્કેટ માથી લેવી પડશે.જોઇ લો નહીંતર કોઇ બીજું મળી જશે મને."મૌલિકભાઇ બોલ્યા.

આદિત્ય પાસે સમય અને રૂપિયા બન્નેની કમી હતી.તેણે આ રૂપિયા ગમેતેમ કરીને મેનેજ કરી લેવાનો નિર્ધાર કર્યો અને તે ડિલ સાઇનકરી.

"મિ.શેઠ,ટ્રસ્ટ મી આ ડિલ તમારી લાઇફ બદલી નાખશે?"આટલું કહીને મૌલિકભાઇ ઊભા થયાં તે એરપોર્ટ જવા નિકળ્યા જ્યારે આદિત્ય પણ પોતાના લગ્ન માટે જવા નિકળ્યો.

"યસ,હવે રુચિ અને હેત ગજરાલના રુવાબ હેઠળ મારે નહીં જીવવું પડે.આ ડિલ સફળ થશે પછી એક એક કરીને બધાને જોઇ લઇશ.રુહી ,રુદ્ર અને રુચિને.તેને શોર્ય સાથે લગ્ન કરવા છે.મારા પ્રેમને ઠુકરાવવાની તેની હિંમત કેવીરીતે થઇ..ખેર ચલો ફટાફટ પહોંચું." અાદિત્ય ડ્રાઇવર સાથે નિકળી ગયો.

"સર,તમે ચિંતા ના કરો હું તમને અડધો કલાકમાં પહોંચાડી દઇશ." ડ્રાઇવર બોલ્યો

"એ ભાઇ શાંતિ,શાંતિથી પહોંચાડજે પણ સલામત રીતે પહોંચાડજે.આજે મારા લગ્ન છે."આદિત્ય ખુબ જ ખુશ હતો.

અહીં જાન આંગણે આવી ગઇ હતી.હેત ગજરાલ અને રુચિના મમ્મી તેમના અન્ય સંબંધી અને ખાસ મિત્રો સાથે જાનનું અને જમાઇરાજનું ગ્રાન્ડ વેલકમ કરવા માટે તૈયાર હતાં.હેત ગજરાલનું ઘર આજે મુંબઇમાં સૌથી વધારે સુંદર લાગતું હતું,પૈસો તેમણે પાણીની જેમ વહાવ્યો હતો.

રુચિના મમ્મી હાથમાં આરતીની થાળી લઇને આદિત્યનું સ્વાગત કરવા ઊભા હતા,સાથે પંડિતજી પણ હતા વીધી કરાવવા.રુચિ પણ આદિત્યને વરમાળા પહેરાવવામાટે ત્યાં પાછળ જ ઊભી હતી તેમની સહેલી સાથે,તેના ચહેરા પર નવવધુનો ઊમંગ કે ઉત્સાહ નહતો.
અહીં જાનૈયા ખુશીની જગ્યાએ ચિંતામાં હતા.કેમ કે આદિત્ય તેમની સાથે નહતો અને તેનો ફોન લાગી નહતો રહ્યો,પિયુષભાઇ સતત તેને ફોન કરવાની કોશીશ કરી રહ્યા હતા.

પિયુષભાઇ અને હેત ગજરાલ એકબીજાને ગળે મળ્યાં.
"આદિત્યકુમારનેબોલાવો બહાર તો આગળની વીધી સંપન્ન થાય."રુચિના મમ્મી બોલ્યા.
"વાત એવી છે કે આદિત્ય અમારી સાથે નથી આવ્યો પણ તે એકાદ કલાકમાં આવીજશે.વાત એમ છે કે ."પિયુષભાઇએ બધી વાત હેત ગજરાલને કરી,હેત ગજરાલ ગુસ્સામાં કાંપી રહ્યા હતા.તેમના બધાં સગા અને મિત્રો વચ્ચે આજે આદિત્યના ના આવવાના કારણે તેમને નીચા જોણું થયું હતું.

અહીં આદિત્યની કાર સડસડાટ ચાલી રહી હતી.
"આજ ગતીએ અગર ગાડી ચાલી તો હું ૧૫ મીનીટમાં પહોંચી જઇશ અને આ મારોફોન કેમ આઉટ ઓફ કવરેજ બતાવે છે?બેટરી તો ફુલ છે પણ ચાલતો કેમ નથી ?

ભાઇ ડ્રાઇવર ,તારો ફોન આપને એક ફોન કરવો હતો."આદિત્ય બોલ્યો.
"સર,મારા ફોનમાં બેટરી નથી,સ્વિચ ઓફ થઇ ગયો છે."ડ્રાઇવર બોલ્યો.અચાનક થોડા જ સમયમાં ગાડી એક સુમસાન જગ્યા પર તીણી ચીસ સાથે ઉભી રહી.

આદિત્ય સમયસર લગ્નમંડપમાં પહોંચી શકશે?શું અભિષેક અને રિતુ તેમની લાગણી સમજી શકશે ?ક્યાં છે અભિષેકના પિતાજી?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Halimaibrahimjuneja

Halimaibrahimjuneja 12 months ago

nice

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago