Rudrani ruhi - 72 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -72

રુદ્રની રુહી... - ભાગ -72

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -72

"અરે ભાઇ,શું થયું ગાડી કેમ ઊભી રાખી દીધી?"આદિત્યે ડરીને પુછ્યું.
રસ્તો સુમસામ હતો,ગાડીઓની અવરજવર ખુબ જ ઓછી હતી.ડ્રાઇવર ગાડીની બહાર નિકળ્યો અને તેણે ગાડીનું બોનેટ ખોલ્યું.જેમાંથી વરાળો નિકળવા માંડી.ડરેલો આદિત્ય પણ બહાર નિકળ્યો.

"શું થયું ?કેમ ગાડી ઊભી રાખી?ગાડીમાંથી વરાળો કેમ નિકળે?"આદિત્યનો અવાજ કાંપતો હતો.
"સર,ગાડી નહીં ચાલે આગળ ,ખરાબ થઇ ગઇ.માફ કરી દો."ડ્રાઇવર નીચું જોઇને બોલ્યો.

"વોટ!!?નોનસેન્સ.મારા લગ્ન છે.રુચિ રાહ જોતી હશે અને પેલો મારો સસરો મને મારી નાખશે.નવ વાગ્ય‍ાંનું હસ્તમેળાપનું મુહૂર્ત છે.ગાડી ચેક નહતી કરી?"આદિત્ય ગુસ્સામાં બોલ્યો.

"સર,લાસ્ટ મહિને જ આ ગાડી સર્વિસ કરાવી હતી.સર તમે કેબ બુક કરી લો."ડ્રાઇવર નીચું જોઇને બોલ્યો.

"ક્ય‍ાંથી બુક કરું?મારો તો મોબાઇલ જ નથી ચાલતો."આદિત્ય પરસેવે રેબઝેબ હતો.

આદિત્યનો ફોન પણ ચાલી નહતો રહ્યો,તેમા ઇન્ટરનેટ અને આઉટગોંઇગ સર્વિસ કામ નહતી કરી રહી.આદિત્યે ઘણીબધી ગાડી અને બાઇક રોકીને લીફ્ટ લેવાની કોશીશ કરી,પણ કોઇ તેની મદદ કરવા તૈયાર નહતું.

"હે ભગવાન,પંદર મીનીટ જતી રહી આમને આમ તો અહીં જ રાત વીતી જશે.આજનો દિવસ કેટલો મહત્વનો છે મારા માટે."આદિત્ય રડવા જેવો થઇ ગયો હતો.ડ્રાઇવર શાંતિથી તેને જોઇને હસી રહ્યો હતો.

તેટલાંમાં એક બાઇક આવ્યું અને તેની પાસે ઊભું રહ્યું.બાઇકસવારે બ્લેકજીન્સ,તેની પર લેધર બ્રાઉન જેકેટ અને માથાપર બ્લેક હેલ્મેટ.
"એક્સક્યુઝ મી,એની પ્રોબ્લેમ?"તે બાઇકસવારે પુછ્યું

"હા મારા લગ્ન છે અને મારે મારા લગ્નસ્થળે પહોંચવાનું છે.મારી દુલ્હન,મારી રુચિ મારી રાહ જોવે છે."આદિત્ય લગભગ રડવા લાગ્યો.

"ઉપ્સ,ડોન્ટ ક્રાય આઇ વીલ ડ્રોપ યુ.બટ અાઇ એમ ન્યુ ઇન મુંબઇ સો પ્લીઝ ગાઇડમી."તે બાઇકસવાર બોલ્યો.

આદિત્યના શ્વાસમાં શ્વાસ આવ્યો.તે થેંક યુ થેંક યુ કરતા તે પાછળ બેસ્યો.આદિત્યને અચાનક કઇંક યાદ આવ્યું.
"દોસ્ત ,તારો ફોન એમ મીનીટ મળશે મારે ફોન કરવો છે."
" સોરી બ્રો,મારો ફોન ડેડ છે."
"શું વાત છે આજે બધાનો ફોન એકસાથે સ્વિચ ઓફ છે."

આદિત્યે તેને રસ્તો બતાવ્યો અને ક્યાં પહોંચવાનુ છે તે પણ બતાવ્યું.

"ઓહ આઇ નો ધેટ પ્લેસ.ધેટ ફેમસ બિઝનેસમેન.આઇ નો હીસ પ્લેસ અને મને ત્યાં પહોંચવાનો ઇઝી રસ્તો પણ ખબર છે.શોર્ટ કટ યુ સી.બોસ તમે હેત ગજરાલના જમાઇ બનવાના છો?"

"હા"આદિત્ય

"તો અત્યારે અહીં શું કરો છો?મીન્સ તમારે તો ત્યાં હોવું જોઇએ."
"યસ,એ બધી વાત છોડો મને પહેલા પહોંચાડી દે."

તે બાઇકસવાર આદિત્યને શોર્ટ કટ પર લઇને ગયો,જ્યાં ઉબડખાબડ રસ્તો હતો,ધૂળ ઉડતી હતી.બાઇક ઉબડખાબડ રસ્તામાં ઉછળતી હતી.આદિત્યની મોંઘી બ્રાન્ડેડ શેરવાની ધૂળ વાળી અને પરસેવાથી ગંદી થઇ ગઇ હતી.તે રસ્તો ખુબ જ ડર લાગે તેવો હતો.આગળ ચાર રસ્તા પર ગુંડા જેવા લોકો હતા જે આદિત્યને લુંટવા માટે તેમની બાઇકનો રસ્તો રોકીને ઊભા હતાં.

"બોસ,તમે ડરશો નહી,અહીં ઊભા રહીશુંને તો જીવતા નહીં બચીએ.આ લોકો બધું લુંટી લેશે અને મારી નાખશે.તમે સરખી રીતે બાઇક પકડો હવે મારો સ્ટંટ દેખો."તે બાઇકસવારે બાઇક સહેજ ઊભું રાખ્યું.આદિત્યે પાછળથી બાઇક ટાઇટ પક્ડયું.તે બાઇકસવાર બાઇક પાછળ લઇ ગયો અને ફુલ સ્પીડમાં બાઇક ભગાવ્યું હવામાં ઉછાળ્યું ડરીને ગુંડાઓ સાઇડમાં ખસીને પડી ગયાં.આદિત્યનો જીવ હાથમાં આવી ગયો.લગભગ અડધા કલાકથી વધારે સમય થઇ ગયો હતો ગુંડાઓથી બચવાના ચક્કરમાં તે લોકો એક એવા રસ્તે ચઢી ગયાં હતાં જ્યાં માત્ર ગલીઓ જ હતી.મેઇન રોડ ક્ય‍ાંય સુધી દેખાઇ નહતો રહ્યો.

અહીં જાનૈયાનું સ્વાગત તો હેત ગજરાલે શાંતચીતે કર્યું પણ બધાં સંબંધી અને મિત્રોની છુપાયેલી હંસી તેમને અંદરખાને ખુબ જ ગુસ્સાથી ભરી દેતી હતી.

રુચિ પણ અકળાઇ ગઇ.

"અા શું છે ડેડ?આદિત્ય ક્યાં છે? તેને લગ્ન નહતા કરવા તો આ બધાં નાટકો કેમ કર્યા? જુવો ડેડ હસ્તમેળાપના સમય સુધીમાં ના આવ્યો તો હું આ લગ્ન નહીં કરું."રુચિ બહારથી ગુસ્સો દેખાડી રહી હતી પણ અંદરથી તેને ખુબ જ ખુશી હતી.તે ઇચ્છતી હતી કે આદિત્યના આવે અને તે આ લગ્નથી બચી જાય પછી તે કોઇપણ ભોગે શોર્ય સાથે લગ્ન કરવા માટે તેના ડેડીને મનાવી લે.રુચિ એકસાઇડમાં ખુરશી પર બેસી રહી તે મનોમન પ્રાર્થના કરતી હતી કે આદિત્ય સમયસર ના પહોંચી શકે લોકોને એવું લાગી રહ્યું હતું કે આદિત્ય સમયસર આવે તેની માટે પ્રાર્થના કરી રહી હતી.

હસ્તમેળાપનો સમય લગભગ વીતી ગયો.
"પપ્પા,હું જઇ રહી છું મારા રૂમમાં હવે મને આદિત્ય સાથે લગ્ન નથી કરવા.આ બધું જોવા,આ બેઇજ્જતી જોવા આ લગ્ન કર્યા હતાં.આદિત્યને મારી સાથે લગ્ન નહતા કરવા તો આ નાટક કેમ કર્યું?"રુચિ ગુસ્સામાં બોલી અને પગ પછાડતી રૂમમાં જતી રહી

*******

અહીં શોર્ય તેના રૂમની બાલ્કનીમાં ઉચાટમાં આમથી તેમ આટા મારી રહ્યો હતો.રુચિ સાથે લગ્નનો પ્લાન ફ્લોપ થઇ ગયો હતો.કાકાસાહેબ તેની પાસે આવ્યાં અને તેમણે પુછ્યું
" શું થયું બેટા? કેમ આટલો ચિંતામાં છે? રુદ્રને બરબાદ કરવાનો આપણો એક જ પ્લાન ફેઇલ થયો છે.તેમાં ચિંતા કરવાની જરૂર નથી આપણે બીજો પ્લાન બનાવીશું"કાકાસાહેબે શોર્યને ખભે હાથ મુકતા કહ્યું.

"ના પપ્પા, વાત એમ નથી.રુચિના આજે લગ્ન છે."શોર્ય બોલ્યો.

"રુચિ !?તે કોણ છે?"કાકાસાહેબે પુછ્યું.

શોર્યે રુચિ વિશે બધું જ કહ્યું ,કેવીરીતે તેની અને રુચિની મુલાકાત થઇ,રુચિનું તેના પ્રત્યે આકર્ષણ અને શોર્યનો પ્લાન.આ સાંભળીને કાકાસાહેબની આંખો ખુલ્લી રહી ગઇ.તેમણે શોર્યને થપ્પડ માર્યો.

"મુર્ખા,હેત ગજરાલ એટલે અબજોપતિ માણસ,તેની છોકરી તારા પ્રેમમાં પાગલ થઇ અને તે તેને કોઈ ભાવ ના આપ્યો? તને શું લાગ્યું કે તું તેને ખાલી તેમ કહીશ કે તું તેને પ્રેમ કરે છે અને તે બધું છોડીને આવી જશે?મુર્ખો,તારે તેને કહેવું જોઇતું હતું કે રુચિ,હું તને પ્રેમ કરું છું,મારે તારી સાથે લગ્ન કરવા છે.

ડફોળ એકવાર કીધું હોત તો હું તને સલાહ આપત,તો તે આજે આપણા ઘરની વહુ હોત."કાકાસાહેબને શોર્યની મુર્ખતા પર ગુસ્સો આવ્યો.

"શું કરતા તમે?હેત ગજરાલને ખબર પડે કે મે રુચિને ભગાવી છે તો તે મારું ખૂન કરી નાખે.હવે કશુંજ નહીં થાય,હવે તો તેના લગ્ન થઇ ગયા હશે."શોર્ય ગુસ્સામાં નીચે જોઇને બોલ્યો અને કાકાસાહેબે માથું કુટ્યું.છુપાઇને આ બધું સાંભળી રહેલા કાકીમાઁ ખુશ થયા અને તેમને નિરાંત થઇ.તેમણે મનોમન કહ્યું,

"હાશ,હવે લાગે છે કે પ્લાન સફળ થશે મારો અને રુદ્રનો,હવે મને લાગે છે કે હું કરી શકીશ.આ બાપ દિકરાને ખબર નથી કે શું થવાનું છે"કાકીમાઁ મનોમન હસીને જતાં રહ્યા.

* * *

અહીં આદિત્યને ફાઇનલી તે બાઇકસવારે હેત ગજરાલના નિવાસસ્થાનેઉતારી દીધો.તેના હાલ બેહાલ હતાં.તેના કપડાં અમુક જગ્યાએથી ખરાબ થઇ ગયાં હતાં.જ્યારે તેનો સુંદર ચહેરો ધૂળ અને પરસેવાના કારણે ખરાબ થઇ ગયો હતો.

તે અંદર અાવ્યો ત્યારે લગભગ દસ વાગ્યાં હતાં.ઘણાબધા મહેમાન જતાં રહ્યા હતાં.માત્ર નજીકના સગા અને મિત્રો જ હાજર હતાં.આદિત્યને જોઇને હેત ગજરાલને ખુબ જ ગુસ્સો આવ્યો પણ તેની હાલત જોઇને તેની ચિંતા થઇ.

"આદિત્યકુમાર !?આ શું હાલ કર્યો છે તમે તમારો?વાત શું છે?" હેત ગજરાલે પુછ્યું.આદિત્યે બધી જ વાત જણાવી.જે અત્યારે તેની સાથે થયું.

"પપ્પ‍ાજી,હું મારી રુચિને મહારાણીની જેમ રાખવા માંગુ છું, અને તે પણ મારા પોતાના દમ પર તો મે શું ખોટું વિચાર્યું.જેમની સાથે મારી ડિલ થઇ છે તે માત્ર આજે અડધો કલાક માટે જ મુંબઇમાં હતા.બધું બરાબર થઇ જાત અગર મારી ગાડીના બગડત.મનેમાફ કરી દો.પ્લીઝ હવે આપણે લગ્નની વીધી શરૂ કરીએ?"આદિત્યે પુછ્યું.

"કોઇ વાંધો નહીં આદિત્યકુમાર,તમે પહેલા કપડાં બદલી લો."હેત ગજરાલે ત્યાં પોતાના ડિઝાઇનરને આદિત્યને તૈયાર કરવા કહ્યું.આદિત્ય કપડાં બદલીને ફ્રેશ થઇને મંડપમાં આવીને બેસ્યો.પંડિતજીએ વીધી શરૂ કરી.હેત ગજરાલ પોતાના પત્ની સાથે મંડપમાં બેસ્યા લગ્નની વીધી કરવા માટે.

"કન્ય‍ાને લાવો."પંડિતજીએ કહ્યું.
હેત ગજરાલે રુચિની ખાસ સહેલીને રુચિને લાવવા મોકલી.
"સાંભળ,રુચિને કહેજે કે અગર તે આ મંડપમાં ના આવીને તો તે હેત ગજરાલના નામનું નાહી નાખે."હેત ગજરાલે રુચિની સહેલીને સમજાવીને મોકલી.
રુચિની સહેલી તેને બોલાવવા ગઇ.ઘણીવાર પછી તે એકલી બહાર આવી.તે ખુબ જ ડરેલી હતી.

"રુચિ ક્યાં છે? તે તેને કહ્યું નહીં જે મે તને કહેવા કીધું હતું?"હેત ગજરાલ બોલ્યા.

"અંકલ,કોને કહું?"
"મતલબ!?"
"મતલબ,રૂમમાં કોઇ જ નહતું.રુચિ ભાગી ગઇ શોર્ય સાથે.શોર્ય સિંહ રુચિને ભગાવીને લઇ ગયો."રુચિની દોસ્તની વાતે ત્યાં ભુકંપ લાવી દીધો.રુચિ હેત ગજરાલ અને આદિત્યના મોઢે જાણે અપમાન અને બેઇજ્જતીનો થપ્પડ મારીને ભાગી ગઇ હતી.

આદિત્યની હાલત ખુબ જ ખરાબ હતી.તે સખત આઘાતમાં હતો.

ક્ય‍ાં હતી રુચિ ? ક્ય‍ાં ગઇ રુચિ? અચાનક ક્યાં જતી રહી રુચિ ?આદિત્ય અને હેત ગજરાલ શું કરશે આગળ?
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Binita

Binita 2 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago