Rudrani ruhi - 73 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-73

રુદ્રની રુહી... - ભાગ-73

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -73
રુદ્ર અને સની એરપોર્ટથી નિકળ્યા.સાંજ સુધી રુદ્ર અને સનીએ પોતાના પ્લાનને એક વાર ફરીથી ચેક કરી લીધો

સાંજ પડતા જ તે સની સાથે પોતાના પ્લાનને અંજામ આપવા નિકળી પડ્યો.
"સની ચલ હવે આપણે આપણી તૈયારી કરીએ.મે કીધી હતી તે પ્રમાણે બે ટીકીટ મુંબઇથી હરિદ્વારની બુક કર અને બે ટીકીટ પુનેથી હરિદ્વારની બુક કરજે.તને ખબર છેને કયા નામથી કઇ ટીકીટ બુક કરવાની છે?"રુદ્રે પુછ્યું.

"હા સર મને ખબર છે અને તે થઇ ગઇ.હવે આપણે શું કરીશું?"સનીએ પુછ્યું
"ચલો,આપણા બીજા પ્લાનને અમલમાં મુકવા.આ બધા ટેઢા લોકોને હવે આપણે સબક શીખવાડીશું.ચલો હેત ગજરાલના ઘરે."રુદ્ર બોલ્યો.
રુદ્ર પોતાના ગળામ‍ાં રુહીના નામનું પેન્ડંટ પકડ્યું અને બોલ્યો,
"તને તકલીફ આપવાવાળી દરેક વ્યક્તિ આજે તકલીફ ભોગવશે,બધાંને એવો સબક શીખવાડીશ કે આજીવન યાદ રાખશે."
આટલું કહીને રુદ્ર અને સની હેત ગજરાલના ઘર સુધી પહોંચ્યા પાછળના રસ્તાથી તે કોઇનું ધ્યાનના આવે તે રીતે તેના ઘરમાં દાખલ થઇ ગયાં.રુદ્રે આજે શોર્યના કપડ‍ાં પહેર્યા હતા જે કાકીમાઁએ તેને લાવીને આપ્યા હતાં.તેણે મોઢું સ્કાર્ફથી કવર કર્યું હતું.તેની પહેચાન સમી તેની અણીયાળી મુંછો અને સુંદર ટ્રીમ કરેલી દાઢી તેનાથી ઢંકાઇ ગઇ હતી.તેને જોઇને કોઇપણ કહીના શકે કે આ રુદ્ર છે.

અહીં આદિત્ય આવ્યો નહીં એટલે પગ પછાડતી રુચિ જ્યારે તેના રૂમમાં ગઇ ત્યારે રુદ્ર સામે જ બેસેલો હતો.શોર્ય જેવા કપડ‍ાં જોઇને તે ખુશ થઇ ગઇ.

"શોર્ય,મને વિશ્વાસ હતો કે તું જરૂર આવીશ.મને લેવા,તું પણ મારી સાથે લગ્ન કરવામાંગે છે."આટલું કહી રુચિ શોર્ય સમજી રુદ્ર પાસે ગઇ.રુદ્રે સ્કાર્ફ નીચો કર્યો.
"તમે !?"રુચિ આઘાત પામી અને પાછળ ખસી ગઈ.
"રુદ્રાક્ષ સિંહ.શોર્યનો ભાઇ."રુદ્ર બોલ્યો.
રુદ્રને જોઇને ,તેનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ જોઇને રુચિ આશ્ચર્ય પામી.
"રુદ્રાક્ષ સિંહ,રુહીના નવા પતિ!?મને ખરેખર લાગતું હતું કે રુહી જેવી પતિવ્રતા સ્ત્રી કોઇ અન્ય પુરુષના પ્રેમમાં આટલી જલ્દી કેવીરીતે પડી શકે અને મને નહતું લાગતું કે તે આદિત્યને આટલો જલ્દી ભુલાવીને કોઇ અન્ય સાથે લગ્ન કરે તે પણ પ્રેમલગ્ન.

પણ આજે તમને જોયા પછી લાગે છે કે રુહી શું કોઇ પણ સ્ત્રી તમને જોઇને તમારા પ્રેમમાં પડ્યાં વગર ના રહી શકે.તેમા હું અપવાદ છું કેમ કે મે મારું હ્રદય શોર્ય સિંહને આપી દીધું છે પણ તમે અહીં કેમ આવ્યાં છો?"રુચિની વાત પર રુદ્ર હસ્યો.

"રુચિ,મારા વખાણ કરવા માટે ધન્યવાદ પણ અહીં હું મારા વખાણ સાંભળવા નહીં પણ તને અને શોર્યને એક કરવા આવ્યો છું.શું તું ખરેખર આદિત્ય સાથે લગ્ન કરવા માંગે છે?જેણે પૈસા માટે પોતાની રુહી જેવી પત્નીને છોડી દીધી તે તારી સાથે શું કરશે?કાલે કોઇ ત્રીજી માટે તને પણ છોડી દેશે."રુદ્રે કહ્યું.

"હા તમારી વાત સાચી છે પણ મારી પાસે કોઇ રસ્તો નથી.શોર્ય મને પ્રેમ કરે છે પણ લગ્ન કરવા નથી માંગતો."રુચિ નિરાશ થઇને બોલી.

"શોર્ય પણ તારી સાથે લગ્ન કરવા માંગે છે રુચિ ,બસ તે તારા પિતાથી ડરે છે.તને મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય તો આ વીડિયો જો."આટલું કહીને રુદ્રે તે વીડીયો પ્લે કર્યો જે તેણે કંકોત્રી આપવા ગયો હતો ત્યારે ઉતાર્યો હતો.
(વીડિયો રેકોર્ડિંગની વાતચીત જે રુદ્ર અને શોર્ય વચ્ચે થઇ હતી.જ્યારે રુદ્ર કાકાસાહેબના ઘરે કંકોત્રી આપવા ગયો હતો.)
"તો તને નથી લાગતું કે તારે પરણી જવું જોઇએ.સાંભળ્યું છે કે રુચિ અને તારું ચક્કર ચાલું થયું છે.તે તારા પ્રેમમાં છે.અરે વાહ તું તો છુપોરુસ્તમ નિકળ્યો.કહ્યું પણ નહીં.હું તારો મોટો ભાઇ છું.મદદ કરીશ તારા અને તેના લગ્ન કરાવવામાં."રુદ્ર બોલ્યો.

"રુદ્ર,તારા કામથી કામ રાખને.આમપણ તેના આદિત્ય સાથે લગ્ન છે ચાર દિવસ પછી."શોર્ય ગુસ્સામાં બોલ્યો.

"ઓહ એટલે તું તેને પ્રેમ નથી કરતો.તું તેને તારી પાસે અહીં તારી પત્ની બનાવીને નથી લાવવા માંગતો?"રુદ્ર

" હું તેને પ્રેમ કરું કે ના કરું શું ફરક પડે છે? તું તારું કામ કરને અને રહી વાત પત્ની બનાવવાની તો તે હવે શક્ય નથી.હા કરવા છે મારે લગ્ન તેની સાથે જા તેના ડેન્જર બાપને કહે જઇને અને કેવીરીતે આવશે તે અહીં ? ભાગીને?તું જાને આપી દીધીને કંકોત્રી જા હવે.મગજના ખાઇશ મારું."શોર્ય ખુબ જ ગુસ્સામાં હતો
વાતચીત પુરી થઇ.રુચિની આંખમાં પાણી હતાં.
"જોયું ,તે તને પ્રેમ કરે છે પણ તારા ડેડીથી ડરે છે.દેવદાસ બની ગયો છે તારા વિરહમાં વિશ્વાસના આવતો હોય તોજો આ ફોટો અડધા કલાક પહેલાનો છે.તેના ચહેરા પર ઉદાસી દેખાય છે તને."રુદ્રે કાકીમાઁ દ્રારા મોકલેલા ફોટો બતાવીને કહ્યું.રુચિ ખુબ જ ખુશ હતી.
"મારે શોર્ય પાસે જવું છે.મને પ્લીઝ શોર્ય પાસે લઇ જાઓને.હવે હું શ્યોર છું કે લગ્ન કરીશ તો શોર્ય સાથે નહીંતર નહીં."રુચિએ રુદ્ર સામે હાથ જોડીને આજીજી કરી
"હા તો એટલે જ તો અહીં આવ્યો છું.કપડાં બદલ અને થોડા કપડાં નાની હેન્ડબેગમાં લઇલે અને તારા જરૂરી ડોક્યુમેન્ટ્સ ફટાફટ લઇલે."રુદ્ર બોલ્યો.

રુચિ બાથરૂમમાં ગઇ લગ્નના હેવી ચણિયાચોળી બદલીને જીન્સ અને કુરતી પહેરીલીધી.નાનકડી હેન્ડબેગમાં એક બે ડ્રેસ અને અગત્યના ડોક્યુમેન્ટ્સ લઇને બહાર આવી.

"ચલો."રુચિ બોલી.રુદ્રે સનીને પહેલા બારીમાંથી રુચિને ઉતારવા કહ્યું.સનીએ રુચિને નીચે ઉતારી.રુદ્ર પણ બહાર જતો હતો ત્યાં રુચિની સહેલી આવી,રુદ્રને જોઇને ચોંકવાની જગ્યાએ તેણે થમ્સઅપ બતાવ્યો અને રુદ્ર સામે હસી.
રુદ્રે પણ તેને થમ્સઅપ બતાવીને કઇંક ઇશારો કર્યો અને હસ્યો.રુચિની સહેલી ઝુકી અને રુદ્રને થેંકયુ કહ્યું.

રુચિની સહેલીના પતિ ખુબ જ મુશ્કેલીમાં હતાં ,રુદ્રે તેને તે મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા હતા.તે રુદ્રની મદદ કરવા તૈયાર હતી.આ રુદ્રનો જ પ્લાન હતો કે રુચિની સહેલી અહીં રહીને તેને પળપળની માહિતી આપે,તે સની સાથે વાત કરીને તેને રુચિની દરેક અંદરની વાત જણાવતી.
રુદ્રના કહેવાથી જ તે રુચિને આદિત્ય સાથે લગ્ન કરવા કહેતી,જેનાથી રુચિ ભાગી ના જાય.રુચિને ભગાડવાવાળો પ્લાન સનીને રુદ્રે છેલ્લે કહી હતી.

રુચિના ઘરેથી રુચિને ભગાડીને સની તેના ઘરે જતો રહ્યો.રુદ્ર અને રુચિ ગાડીમાં બેસીને પુના જવા નિકળી ગયાં.રુચિ ખુબ જ ખુશ હતી.

"વાઉ!આઇ એમ સો એક્સાઇટેડ કે હું શોર્ય પાસે જઇ રહી છું.તે મને જોઇને ચોંકી જશે.રુદ્રાક્ષજી એક વાત પુછું?"રુચિએ કહ્યું.

"હા પુછો." રુદ્રે કહ્યું.

"રુદ્રજી,મે રુહી સાથે આટલું ખરાબ કર્યું.શોર્યે તેની સાથે આટલું બધું ખરાબ કર્યું છતાપણ તમે મારી અને શોર્યની મદદ કેમ કરી રહ્યા છો."રુચિએ પુછ્યું.

"રુચિ,આ બધું હું મારા કાકીમાઁ અને શોર્ય મારા ભાઇ માટે કરું છું.તેણે મને મોટો ભાઇ માન્યો હોય કે નહીં મે તો તેને નાનો ભાઇ માન્યો છે".આટલું કહીને રુદ્ર મનમાં હસ્યો અને મનોમન બોલ્યો,
"હું શું કરું છું ?અને કેમ કરું છું ? તેનું કારણ માત્ર એક જ વ્યક્તિ જાણે છે તે છે રુદ્ર પોતે.આ કરવાનું કારણ પણ કોઇ નહીં સમજી શકે."

"આપણે એરપોર્ટ તરફ કેમ નથી જઇ રહ્યા?આ રસ્તો તો પુના જાય છે."રુચિએ પુછ્યું

"કેમ કે આપણે પુનાથી હરિદ્વારની ફ્લાઇટમાં બેસીશું."રુદ્રે ટુંકમાં જવાબ આપ્યો.

"રુદ્રાક્ષજી,થેંક યુ અને આઇ એમ સોરી કે મે રુહીની સાથે બહુ ખરાબ કર્યું."રુચિ બોલી.
જવાબ આપવાની જગ્યાએ રુદ્રએ માત્ર સ્માઇલ આપ્યું. અંતે તે લોકો ૩ કલાકની લાંબી જર્ની બાદ પુના પહોંચી ગયાં.એરપોર્ટ પર બધી ફોર્માલીટી પતાવીને તે હરિદ્વાર જવા ફ્લાઇટમાં બેસી ગયાં.રુચિએ રુદ્ર સાથે વાતો કરવાની ઘણીબધી કોશીશ કરી પણ રુદ્ર માત્ર ટુંકમાં જવાબ આપી તેની સાથે વાત કરવાનું ટાળતો.તે જલ્દી હવે પોતાની નવલી નવેલી દુલ્હન રુહી પાસે પહોંચવા માંગતો હતો.એક એક કલાક તેના માટે અઘરા થઇ રહ્યા હતાં.
અંતે તે લોકો ફ્લાઇટમાં ગોઠવાઇ ગયાં.
**********

અહીં મોડી સાંજે અભિષેકની બાંહોમાં સુતેલી રિતુની આંખો ખુલી.તે ઝબકીને જાગી ગઇ.અભિષેક હજી સુઇ રહ્યો હતો.
"ઓહ !હું અહીં શું કરું છું.અભિષેકની સાથે આમ.આ બધું ઠીક નથી.હું ફરીથી એ રસ્તે જવા નથી માંગતી.મને સંબંધોથી ડર લાગે છે.હું ડરું છું કે ફરીથી એ જ થશે.હું હવે મારું જીવન મારે એકલીએ જ વિતાવવાનું છે.

પણ ખબર નહીં કેમ અભિષેક મારીસામે આવતા જ મને શું થાય છે?હું મારી જાત પર કાબુ ગુમાવી દઉં છું.કેમ?"રિતુ પોતાની જાત સાથે જ વાત કરી રહી હતી તેટલાંમાં રુહી આવી.
"કેમ કે તને પ્રેમ થઇ રહ્યો છે,મારી વ્હાલી સખી."રુહી તેને ગળે લાગતા બોલી.અભિષેક જાગી ગયો.સામે રિતુ અને રુહીને ઊભેલા જોઇને તે થોડો ઝંખવાઇ ગયો.
"સોરી,રુહી એ તો રિતુ મારી બોરીંગ વાતો સાંભળતા અહીં જ સુઇ ગઇ તો હું પણ સુઇ ગયો.કાલ રાતનો ઉજાગરો હતો તો મે તેને ના ઉઠાડી."અભિષેકને થોડી શરમ આવી રહી હતી.રુહી પોતાને અને રિતુને આમ જોઇ ગઇ તેના માટે.
"હા હા કોઇ વાંધો નહીં.લાગે છે પ્રેમ હવામાં ફેલાઇ ગયો છે.લવ ઇઝ ઇન ધ એર.હમ્મ મારે રુદ્રને આ વાત કરવી પડશે કે તેમની જાન જેવો દોસ્ત તો ગયો કામથી."રુહી તેમની સાથે મજાક કરતા બોલી.
"ઓહો રુહી ,એવું કઇ નથી."રિતુ ગભરાઇને બોલી.
"જો રિતુ અને અભિષેક,લાઇફને સેકન્ડ ચાન્સ આપવામાં કોઇ વાંધો નથી.યુ બોથ લુક ગ્રેટ ટુ ગેધર.હું એમ નથી કહેતી કે પ્રેમમાં પડી જ જાઓ કે લગ્ન કરી લો પણ એટલિસ્ટ એકબીજાને ચાન્સ તો આપો.
છોડો એ વાત જમવાનું તૈયાર છે હું તમને બોલાવવા જ આવીહતી.ફ્રેશ થઇને આવી જાઓ."આટલું કહીને રુહી જતી રહી.રુહીની વાત અને આજે તેમની વચ્ચે બનેલી આ ઘટના અભિષેકના મનમાં પણ અનેક
રિતુ પણ રૂમમાંથી જતી હતી.અભિષેકે તેનો હાથ પકડીને તેને ખેંચી અને દિવાલથી અડાડીને તેને ઊભી રાખી.અભિષેક ધીમેધીમે તેના ચહેરાની નજીક પોતાનો ચહેરો લઇ ગયો.તેમના હોઠ વચ્ચે માત્ર હવા જઇ શકે તેટલું જ અંતર હતું.

"અભિષેક,પ્લીઝ મારું મન કે હ્રદય હવે નવા કોઇપણ સંબંધથી ડરે છે.આઇ એમ નોટ રેડી.મને જવા દો."રિતુએ અભિષેકને અટકાવવા કહ્યું.
પણ અભિષેક કઇંક અલગ જ નશામાં અને વિચારમાં હતો તેણે રિતુની વાત સાંભળીને પણ ના સાંભળી.તે રિતુની વધુ નજીક આવ્યો.રિતુએ આંખો બંધ કરી લીધી.

શું પ્રતિક્રિયા હશે આદિત્ય અને હેત ગજરાલની રુચિના ભાગવા પર?શું ભેદ છે રુદ્રનું રુચિ અને શોર્યના લગ્ન કરાવવા પાછળ?અભિષેક પોતાના પ્રેમને સમજી તેને રિતુ સમક્ષ રજુ કરી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Chetna Jack Kathiriya
Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Akshita

Akshita 1 year ago