Rudrani ruhi - 74 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-74

રુદ્રની રુહી... - ભાગ-74

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -74

અભિષેકે રિતુની વાત સાંભળી ના સાંભળી કરી,તેણે તેના કપાળ પર પોતાનું કપાળ અડાડી દીધું.
"ચિંતા ના કર,હું કશુંજ નહીં કરું તારી મરજી વગર.રિતુ રુહીની વાત પર વિચાર કરીએ તો લાઇફને સેકન્ડ ચાન્સ આપવામાં વાંધો શું છે?"અભિષેકે પુછ્યું.

"અભિષેક ,હું હવે રીલેશનશીપથી ડરું છું.પ્રેમ,લગ્ન કે રીલેશનશીપમાં બંધાવાની હવે હિંમત નથી મારામાં કેમ કે હવે જો મને સંબંધમાં ઠોકર વાગશેને તો મારામાં તે જીરવવાની અને તે જીરવીને જીવવાની હિંમત નથી અભિષેક આઇ એમ સોરી."રિતુ અભિષેકને સાઇડ કરીને આગળ ગઇ.અભિષેકે તેનો હાથ પકડીને તેને સોફા પર બેસાડી.

"મારી પાસે એક આઇડીયા છે રિતુ.આપણે આપણી દોસ્તીને એકબીજાનો હાથ પકડીને એક પગલું આગળ લઇ જઇએ.આપણે તેને પ્રેમ,કે તેવું જ કોઇ જ નામ નહીં આપીએ પણ તેને દોસ્તી પણ નહીં કહીએ.

એક ચાન્સ તું મને આપ,મને ઓળખવા માટે,મને સમજવા માટે,મારા વિચારો,મારી આદતોને ઓળખવા સમજવા માટે અને જો તને મારા પર વિશ્વાસ બેસે તો આપણે ફરીથી એકબીજાનો હાથ પકડીને બીજું પગલું આગળ ભરીશું."અભિષેકે રિતુને વિશ્વાસ દેવડાવવાની કોશીશ કરી.
" સારું, પણ એક વાત કહું,મને તો તારા પર પુરો ભરોસો છે.બસ સંબંધો પરથી મારો ભરોસો ઊઠી ગયો છે.ઠીક છે પણ તારી વાત મને યોગ્ય લાગી આ એક્સપ્રીમેન્ટ હું જરૂર કરીશ."રિતુ બોલી.અભિષેક અને રિતુ હસ્યાં ,અભિષેકે તેને ગળે લગાવી.તેટલાંમાં આરુહનો અવાજ આવ્યો.

" અભિષેક ચાચુ,રિતુ આંટી." આરુહનો અવાજ સાંભળીને રિતુ અને અભિષેક અલગ થયાં.આરુહ અંદર આવ્યો.
"ચાચુ ચાચી,આઇ એમ સોરી.કાલે રાત્રે મે તમને બહુજ હેરાન કર્ય‍ાં,ગેમ રમવા સુધી તો ઠીક હતું પણ મે તમને મુરગા બનાવ્યા પણ હું શું કરું મને બહુ જ મજા આવતી હતી.આઇ એમ સોરી."આરુહ બોલ્યો
રિતુ અને અભિષેકને તેની માસુમીયત પર હસવું આવ્યું.તે બન્નેએ તેને ગળે લગાવ્યો.
"ઇટ્સ ઓ.કે બેટ‍ા.અમારા માટે પણ તે એક અલગ જ અનુભવ હતો.ચલ જમવા જઇએ તારી મોમ વેઇટ કરે છે."રિતુ બોલી.
"આજે પણ હું તમારા બન્ને સાથે જ સુઇ જવા માંગુ છું."આરુહે ધડાકો કર્યો, અભિષેક અને રિતુ ડરીને એકબીજા સામે જોવા લાગ્યાં.
"ડોન્ટ વરી,આજે આપણે અહીં જ ચાચુના રૂમમાં સુઇ જઇશું ,ચાચુનો બેડ બહુ મોટો છે અને હા ચાચુ ચાચી ડોન્ટ વરી હું આજે ગુડ બોયની જેમ સુઇ જઇશ.બિલકુલ હેરાન નહીં કરું પણ ચાચી આજે પણ સ્ટોરી સંભળાવશે અને આપણે આજે પણ ગેમ્સ રમીશું.ડન?"આરુહે પોતાના માસુમ અંદાજમાં કહ્યું.રિતુ અને અભિષેક હસી પડ્યાં.

"જેવો તમારો હુકમ,છોટે રુદ્રાક્ષ સિંહ.તમારો હુકમ અમે ના માનીએ એવું બને? "અભિષેક ઝુકીને બોલ્યો આરુહ અને રિતુ તેની આ વાત પર ખુબ જ જોરજોરથી હસ્યાં.

* * *

અહીં રુચિની સહેલી રુદ્રના કહ્યા પ્રમાણે બોલી ગઇ.પુરા લગ્નના ખુશહાલી વાળા વાતાવરણમાં સન્નાટો છવાઇ ગયો.હેત ગજરાલ અને આદિત્ય સખત આઘાતમાં હતાં.

" હવે અહીં કોઇ લગ્ન નહીં થાય,આપ સૌ જઇ શકો છો."હેત ગજરાલે બે હાથ જોડીને કહ્યું.બધાં અંદર અંદર ગુસપુસ કરતા જતાં રહ્યા.હવે માત્ર આદિત્ય,અદિતિ ,અને તેના પતિ,તેમના માતાપિતા અને હેત ગજરાલ અને તેમના પત્ની હત‍ાં.સખત આઘાતના કારણે કોઇ જ કશું બોલવાની હાલતમાં નહતું.
બધાં રુચિનાં રૂમમાં ગયાં.પુરો રૂમ ચેક કર્યો એક કાગળ સિવાય કશુંજ ના મળ્યું.બાથરૂમમાં રુચિના લગ્નના ચણિયાચોળી એમ જ પડ્યાં હતાં.
"રુચિ ....."હેત ગજરાલે અત્યાર સુધી સાચવીને રાખેલો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટ્યો.
"આદિત્ય .....આ બધું તારા કારણે થયું છે.તું અગર સમયસર ‍અાવી ગયો હોત તો અત્યારે આ લગ્ન થઇ ચુક્ય‍ાં હોત અને તમારી વિદાય ચાલતી હોત પણ તારી લાલચને કારણે મારું નાક કપાઇ ગયું ,મારી ઇજ્જત આજે માટીમાં મળી ગઇ."હેત ગજરાલે ગુસ્સામાં આદિત્યને થપ્પડ મારી દીધો.
"હેત ગજરાલ,ભુલીશ નહીં કોની સાથે ઉલજે છે.ઇચ્છું તો તને ક્યાંથી ક્ય‍ાં પહોંચાડી શકું છું એ તું સારી રીતે જાણે છે."આદિત્યે સામે ગુસ્સામાં હેત ગજરાલનો કોલર પકડ્યો.હેત ગજરાલ બીજા કોઇની આવી હિંમત સામે તેને યમરાજના ઘરે પહોંચાડે પણ આદિત્ય પાસે પોતાના કાળા કારનામા અને ભુતકાળની એક ભયંકર ઘટનાની સાબિતી હતી.તેથી તે સમસમીને ચુપ થઇ ગયાં.તે પાછળ ખસ્ય‍ાં.
" ગુડ,હવે એકબીજા પર આરોપ લગાવ્યા કરતા રુચિને શોધીએ?"અદિતિ બોલી.
તેમણે તે કાગળ વાંચ્યો જે રુચિની સહેલીએ ચાલાકીથી રુચિ જોડે લખાવી લીધો હતો રુદ્રના કહેવા પર.
"ડિયર મોમ ડેડ,

આદિત્ય માટેનો પ્રેમ એ માત્ર મુગ્ધ વયનું આકર્ષણ હતું.સાચો પ્રેમ શું છે કોને કહેવાય તે શોર્યને મળ્ય‍ાં પછી જ સમજાયું.આદિત્ય એક લાલચુ અને એક દગાખોર જીવનસાથી છે.આ બોલતા સારું નથી લાગતું પણ રુહી જેવી એક સુંદર ,સંસ્કારી અને ઘરરખ્ખું સુશીલ સ્ત્રીની સાથે વફાદાર ના રહી શક્યો.પોતાના બાળકને પણ તેણે ભુલાવી દીધો તે મારી સાથે શું વફાદારી નીભાવવાનો.હું જઇ રહી છું શોર્ય સાથે." રુચિની સહેલીએ ખુબ જ ચાલાકીથી શબ્દોનો ઉપયોગ કરાવ્યો હતો.જેનાથી રુચિ શોર્ય સાથે ભાગી છે તે વાત બધ‍ાના મનમાં બેસી જાય."

હેત ગજરાલે તે કાગળ ડુચો કરીને ખુણામાં ફેંક્યો.તેણે અંડરવર્લ્ડના એક નામચીન ગુંડાને રુચિને શોધવાનું અને પકડીને લાવવાનું કામ સોંપ્યું.

"સાંભળ,તે નક્કી મુંબઇ એરપોર્ટ પર જ હશે પકડ તેને અને પેલા શોર્યને.એક વાત કાન ખોલીને સાંભળી લે તેમના લગ્ન થયા પહેલા તે બન્ને જીવતા મને મારી આંખો સામે જોઇએ કેમ કે એકવાર તેમના લગ્ન થઇ જશે તો હું કે તું ડાયરેક્ટ કશુંજ નહી કરી શકે."હેત ગજરાલ ખુબ જ ગુસ્સામાં હતા.આદિત્ય ખુબ જ ડરેલો હતો
"હે ભગવાન,રુચિએ અગર પેલાસાથે લગ્ન કરી લીધાં તો મારું અબજોપતિ બનવાનું સપનું વ્યર્થ જશે.એવું ના થાય કે રુહી અને આરુહ પણ હાથમાંથી ગયા હવે રુચિ પણ.ના ના તે મને નહીં પોસાય."તેણે વિચાર્યું.
"જુવો સસરાજી,એક વાત સાંભળી લો અગર રુચિના લગ્ન મારી સાથે ના થયાં ને તો તે તમારા માટે સારું નહીં થાય."આદિત્યે હેત ગજરાલના કાનમાં કહ્યું
"રુચિ મળી જાય તો તેને ધસડીને લઇને મુકી જજો મારા ઘરે."આદિત્ય ગુસ્સામાં બરાડીને જતો રહ્યો.

***********

અહીં પુનાથી ઉપડેલું પ્લેન હરિદ્વાર લેન્ડ થઇ ગયું હતું.રુચિની એક્સાઇટમેન્ટની કોઇ સીમા નહતી.તેને અત્યારે કલ્પના પણ નહતી કે તેના ખુંખાર બાપે અંડરવર્લ્ડના કુખ્યાત ગુંડાને તેને અને શોર્યને શોધવાનું કામ સોંપી દીધું હતું.તે આ બધાં વિચારોથી દુર બસ શોર્યની પત્ની બનવાના સપના દેખી રહી હતી.

એરપોર્ટ પર રુદ્રની જીપ પાર્કિંગમાં જ રાખવામાં આવી હતી.
"રુચિ,બેસો હું તમને કાકાસાહેબના ઘરનાદરવાજા સુધી લઇ જઇશ ત્યાંથી આગળનો સફર તમારે કરવાનો રહેશે.સારો ખરાબ જે પણ છે હવે આ જ તમારો પરિવાર છે.તમારા ડેડી હવે તમને કદાચ થોડા સમય પછી જ અપનાવે કે ના પણ અપનાવે.પાછા જવાનું તમારી પાસે આદિત્ય સિવાય કોઇજ ઓપ્શન નથી.

તો અહીં જેવા પણ લોકો છે જેવાપણ તેમના સ્વભાવ છે તમારે તેની સાથે એડજેસ્ટ કરવાનું છે."રુદ્રે રુચિને સલાહ આપી.રુચિએ રુદ્રની સલાહને હકારમાં માથું હલાવીને આવકારી.
"રુચિ,તે જેટલા આંસુ સાથે રુહીને તકલીફ અાપી છેને તેનાથી વધુ પીડા અને તકલીફ વાળો રસ્તો હવે તારે અને શોર્યે કાપવાનો છે."રુદ્ર મનોમન બોલ્યો.
અંત રુદ્રે રુચિને કાકાસાહેબના ઘરની બહાર ઉતારી દીધી.

રુદ્ર ઉતરીને સિક્યુરિટીને રુચિને અંદર જવા દેવા કહ્યું.રુચિ રુદ્રને બાય કહીને અંદર જતાં જતાં પાછળ આવી.તે રુદ્રને ગળે લાગી.
"થેંક યુ રુદ્ર.યુ આર અ ટ્રુ જેન્ટલમેન."
રુચિ અંદર જતી રહી.અહીં રુદ્ર પણ હવે બેચેન થઇ ગયો હતો.પોતાની જાનને મળવા.તે ઘરે પહોંચ્યો ખુબ જ મોડી રાત થઇ ગઇ હતી.રુદ્ર ચાવીથી લોક ખોલીને ઘરમાં દાખલ થયો.
"બધાં ધસધસાટ સુઇ ગયા છે.એકવાર અભિષેકને જોઇ લઉં પછી રૂમમાં જઉં આરુહ અને રુહી ત્યાં જ હશે."રુદ્ર સ્વગત બોલ્યો.

તે અભિષેકના રૂમમાં ગયો તેને એકવાર જોવા.તે ધીમેથી તેના રૂમમાં દાખલ થયો.તેના આર્શ્ચયનો પારના રહ્યો.અભિષેકના બેડ પર અભિષેક ,રિતુ અને આરુહ સુતેલા હતાં.આરુહ રિતુને વળગીને સુતેલો હતો અને અભિષેક પણ આરુહ પર પોતાનો હાથ રાખીને સુઇ રહ્યો હતો.તે ત્રણેયના ચહેરા પર એક ખુશી અને શાંતિ દેખાઇ રહી હતી.તેણે આરુહના કપાળે અને અભિષેકના કપાળે કિસ કરીને જતો હતો.તેટલાંમાં અભિષેક ઉઠી ગયો અને રુદ્રના ગળે લાગી ગયો.
"ક્ય‍ાં હતો પુરા દિવસ? એક ફોન પણ ના કર્યો.તું મુંબઇમાં કરી શું રહ્યો હતો?એક મીનીટ આજે તો આદિત્યના લગ્ન હતાને રુચિ સાથે?રુદ્ર તું શું કરવા ગયો હતો?મને ચિંતા થાય છે તારી."અભિષેક ધીમેથી બોલ્યો.

"સાચું કહું ...આદિત્ય ના લગ્ન ના થયાં."રુદ્રે આજે દિવસમાં બનેલી પુરી ઘટના અભિષેકને કહી,આ બધું કહેતા સમયે તે ખુબ જ ઉત્સાહિત હતો.
અભિષેક એકદમ આર્શ્ચયમાં હતો.
"વાઉ!સુપર્બ એક તીર અને ત્રણ નીશાન આદિત્ય ,રુચિ અને શોર્ય.એક જ બોમ્બથી ત્રણ ધડાકા કર્યા.જા હવે સુઇ જા.તારી રુહી તારી રાહ જોતી હશે."અભિષેકે હસીને કહ્યું.રુદ્ર પોતાના બેડરૂમ તરફ આગળ વધ્યો.

અહીં શોર્યને ઊંઘ નહતી આવતી.તે ગુસ્સામાં કાચના ગ્લાસ અને ફુલદાની ફેંકી રહ્યો હતો.કાકાસાહેબ તેને આ રીતે ગુસ્સામાં અને બેચેનીમાં જોઇને એક તરફ દુખી થતાં હતાં અને બીજી તરફ તેની મુર્ખામી પર ગુસ્સે થતાં.
"પપ્પ‍ા,મારી અબજોની લોટરી ગઇ.મારું સરળ રસ્તે અબજોપતિ બનવાનું સપનું રોળાઈ ગયુ.રુચિ આદિત્યની થઇ ગઇ.તે આદિત્ય અત્યારે તેની સાથે....મારી રુચિ જતી રહી.."શોર્યને પોતાની મુર્ખામી પર રીતસરનું રડવું આવી ગયું.
"શાંત થઇ જા દિકરા.હું શું કરી શકું બેટા? રુચિને ક્યાંથી લાવું? કાશ કે મારી પાસે કોઇ જાદુ હોત તો તે કરીને રુચિને લઇ આવત."કાકાસાહેબ બોલ્યા.

બરાબર તે જ વખતે ઘરનું બારણું નોકરે ખોલ્યું.કાકાસાહેબ અને શોર્ય દરવાજા તરફ જોઇને આર્શ્ચય અને આઘાત પામ્ય‍ાં.

કેવું રહેશે કાકાસાહેબના ઘરમાં રુચિનું આગમન? રુદ્ર નો આગળનો પ્લાન શું છે? રુહીના શું પ્રતિભાવ હશે તે વાત પર કે રુદ્ર રુચિને ભગાડીને આવ્યો છે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

sandip dudani

sandip dudani 11 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago