Rudrani ruhi - 77 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-77

રુદ્રની રુહી... - ભાગ-77

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -77

રુચિ તૈયાર થઇ ગઇ હતી.કાકીમાઁ તેને નીચે લઇને આવ્યાં.રુચિ અને રુહીની નજર મળી.રુહી રુચિને જોઇને ખુબ જ ગુસ્સે થઇ. આ પહેલા તે લોકો મળ્યા હતાં આદિત્યે આપેલી કોઇ પાર્ટીમાં,તેને તે વખતે પણ તેનો એટીટ્યુડ અને તેનું અભિમાન નહતું ગમ્યું,રુચિએ જે જે પોતાની સાથે કર્યું હતું તે બધું જ રુહીને યાદ આવ્યું.તેની આંખો ભીની થઇ.રુચિ રુહીને જોઇને આશ્ચર્ય પામી.તે અદભુત લાગીરહી હતી.રુદ્રના હાથમાં પરોવાયેલો તેનો હાથ અને રુદ્ર -રુહીની જોડી અદભુત અને અપ્રતિમ લાગી રહી હતી.
"રુચિ,યાદ છે ને પહેલા તારે શું કરવાનું છે?"કાકીમાઁ બોલ્યા.
"માઁ,પ્લીઝ હું ફરી ક્યારેક તેની માફી માંગી લઇશ.આજે મારા લગ્ન છે,જવા દોને."રુચિ કોઇપણ ભોગે રુહીના પગે નહતી પડવા માંગતી.
"જો રુચિ,રુહી હવે તારી જેઠાણી છે અને પરિવારમાં સુમેળભર્યા સંબંધ બને અને તે જળવાઇ રહે તે માટે આ જરૂરી છે."કાકીમાઁ કડક અવાજમાં બોલ્યા.રુચિ ના છુટકે રુહી પાસે ગઇ અને તેના પગે પડી તેના પગે પોતાનું નાક અડાડીને બે હાથ જોડ્યાં.
"આઇ એમ સોરી રુહી.અાજસુધી મે તારીસાથે જે પણ કર્યું તે માટે મને માફ કરી દે."રુચિ બોલી.રુહીએ રુચિને ઊભી કરી અને ગળે લગાડી.બધાં ખુબજ આશ્ચર્ય અને આઘાત પામ્યાં.રુહીની દિલદારી પર બધાને ખુબ જ માન થયું.
"રુચિ,તે જે કર્યુંને તેના માટે તને માફ કરી.થેંક યુ તારું આ બધું કરવાના કારણે જ હું મારા રુદ્રને મળી શકી.બીજી વાત તારું અભિમાન અને અકડ તો હું તોડીશ." આટલું કહી રુહી રુચિથી અળગી થઇને બોલી.રુચિ આઘાતથી તેને તાકી રહી હતી.તે સમજી ગઇ હતી કે આ લગ્ન બાદ તેનું જીવન સરળ નથી રહેવાનું.

અહીં રુચિ લગ્નમંડપમાં જઇને શોર્ય સાથે બેસી ગઇ.લગ્નની વીધી શરૂ થઇ ગઇ.અહીં રુદ્ર થોડો બેચેન થઇ રહ્યો હતો જે અભિષેકના ધ્યાનમાં હતું.તે તેની પાસે ગયો.
"શું વાત છે રુદ્ર ?કેમ આટલો બેચેન છે?"અભિષેકે પુછ્યું

"અભિષેક,યાર મારો પ્લાન અહીં સુધીબરાબર ચાલ્યો પણ હવે મે વિચાર્યું હતું તેમ નથી થઇ રહ્યું."રુદ્ર પરેશાની સાથે બોલ્યો.
"કેમ શું થયું?"અભિષેક.
"યાર,હેત ગજરાલ અને ત્યાં રુચિ શોર્ય સાથે ભાગી છે અને હેત ગજરાલ સારી રીતે જાણે છે કે શોર્ય ક્યાં મળશે અને તે ઇચ્છે તો અહીં તેના માણસોને મોકલીને શોર્ય અને કાકાસાહેબની સારી એવી ધોલાઇ કરશે."રુદ્ર બોલતા અટક્યો.
"કેમ તું નથી ઇચ્છતો કે રુચિ અને શોર્યના લગ્ન થાય."અભિષેકે પુછ્યું.
"અફકોર્ષ,આ લગ્ન તો જરૂર થશે પણ મે વિચાર્યું હતું કે કાકાસાહેબ અને શોર્યને હેત ગજરાલના માણસથી હું બચાવત.કાકાસાહેબ અને શોર્યને દાબમાં રાખવા પણ આ હેત ગજરાલના માણસો કેમઆવ્યાં નહીં.ચલબહાર મારી સાથે જઇને જોઇએ."રુદ્ર
રુદ્ર અને અભિષેકે કાકાસાહેબના ઘરની બહાર જઇને ચેક કર્યું,તે લોકોએ ઘરની ચારોતરફ ફરીને જોયું.તેમનર કેટલાક શંકાસ્પદ માણસો હથિયાર સાથે દેખાયા.
"અભિષેક,હેત ગજરાલના માણસો તો ચારેતરફ ફેલાયેલા છે,તો તે લોકો હુમલો કેમ નથી કરતાં?"રુદ્રે શંકા વ્યક્ત કરી.
"ચલ થોડાક નજીક જઇએ છુપાઇને અને તેમની વાતો સાંભળીએ."અભિષેક બોલ્યો.

અભિષેક અને રુદ્ર તેમાના એક માણસનો છુપાઇને પીછો કર્યો.તે માણસો ચુપચાપ ઊભેલા હતા.
"રુદ્ર ,આ રીતે તો પુરો દિવસ નિકળી જશે અને કઇ ખબર નહીં પડે."અભિષેક બોલ્યો.

"સાચી વાત છે,કઇંક એકશન કરવું પડશે."આટલું કહીને રુદ્ર અને અભિષેક તેમાના એક માણસને પાછળ ગયાં ધીમેથી અને તેના મોઢે હાથ મુકીને તેને એક ખુણામાંલઇ ગયાં.તેને થોડોક માર્યો પછી તેણે મોઢું ખોલ્યું.
"બોલ,કોના માણસો છો તમે?અને શું પ્લાન છે તમારો?"અભિષેકે તેને પેટમાં મુક્કો મારતા પુછ્યું.
"હેત ગજરાલ,તેમણે મોકલ્યા છે અમને.અહીં નજર રાખવા કહ્યું છે અને લગ્ન પતે પછી આ ફોટાવાળાને ઉઠાવવાનો છે અને તેને ખર્ચાપાણી આપવાનો છે."તે માણસ પોપટની જેમ બકી ગયો.તેણે મોબાઇલમાંથી શોર્યનો ફોટો બતાવ્યો.

રુદ્ર અને અભિષેક એકબીજાની સામે જોયું,તેમને આશ્ચર્ય થયું કે હેત ગજરાલ કેમ આ લગ્ન કરાવવા માંગે છે?તેટલાંમાં રુચિનીસહેલીનોફોન આવ્યો તેણે જણાવ્યું કે હેત ગજરાલે તેની પુછપરછ કરી હતી.
"સર,મને તેમણે જવા કહ્યું પછી મે તેમની વાતો સાંભળી."રુચિની સહેલી બોલી.તેણે હેત ગજરાલ અને તેમના પત્નીની વાતો જે છુપાઇને સાંભળી અને રેકોર્ડ કરી હતી તે રુદ્રનેમોકલી.રુદ્ર અને અભિષેકે તે રેકોર્ડિંગ સાંભળ્યું.
"આનો શું મતલબ છે રુદ્ર?"અભિષેકે પુછ્યું.
"મતલબ એ છે કે આદિત્ય હેત ગજરાલને બ્લેકમેઇલ કરે છે.શેના માટે?લાગે છે કોઇ બહુ જ મોટી વાત છે નહીંતર હેત ગજરાલ અને આદિત્ય જેવા મામુલી માણસ સામે ચુપ રહે અને તેના નખરા સહે?ના શક્ય નથી.અભિષેક મને લાગે છે કે તે વાત જાણવી જોઇએ.જેથી આદિત્ય અને હેત ગજરાલને સબક શીખવાડી શકાય.મને થતું જ હતું કે કોઇ પોતાની સુંદર, કુંવારી દિકરીના લગ્ન આવા બીજવર સાથે કેમકરવા તૈયાર હોઇ શકે?ખેર એટલે હેત ગજરાલ શોર્ય અને રુચિના લગ્ન તો થઇ જવા દેશે અને મારી શોર્યને મજા ચખાડવાની ઇચ્છા પણ પુરી કરશે."આટલું કહી રુદ્ર હસ્યો અને અભિષેકે પણ તેનો સાથ આપ્યો.
"ચલ હવે રુહી અને રિતુ આપણને શોધતા હશે અને રુદ્ર મને લાગે છે કે હેત ગજરાલ અને આદિત્યના આ ચક્કરમાં તારે પડવા જેવું નથી.ચલ."અભિષેક બોલ્યો.

અહીં લગ્નની વીધી સંપન્ન થવા આવી હતી,ફેરા ફરાઇ ગયા હતા,હવે શોર્યે રુચિના સેંથામાં સિંદુર લગાવ્યું અને ગળામાં મંગળસુત્ર પહેરાવ્યું.શોર્ય અને રુચિ હવે પતિ પત્ની હતાં.રુહી આ બધાંનું સતત પોતાનામોબાઇલમાં રેકોર્ડિંગ કરી રહી હતી અને ફોટો પાડી રહી હતી.રુહી સાથે હેત ગજરાલના માણસ પણ જે અંદર નોકરના રૂપમાં દાખલ થયેલો હતો તે આ સમગ્ર લગ્નને તેમને લાઇવ બતાવી રહ્યો હતો.
અહીં હેત ગજરાલ અને તેમના પત્ની આ લગ્ન લાઇવ જોઇ રહ્યા હતા.પોતાની પુત્રીના ચહેરા પર ચમક અને હાસ્ય ઘણા સમય પછીતેમને જોવા મળ્યું જે લાંબા સમયથી ગાયબ હતું.
"રુચિની મમ્મી,તારી દિકરીએ છોકરો ખુબ જ સારો શોધ્યો લાગે છે.રજવાડી ખાનદાનથી લાગે છે.તેની મુંછો અને શાન આગળ આદિત્ય ઝાંખો પડે.ઘર પણ ખુબ જ મોટું અને સુખી લાગે છે."હેત ગજરાલ શોર્યથી પ્રભાવિત થયાં.
"હા છોકરો ખુબ જ દેખાવડો છે અને બહાદુર પણ લાગે છે.આ તમને આદિત્ય નામની મુસીબતથી જરૂર છુટકારો અપાવાશે."રુચિની મમ્મી બોલી.

તે બન્ને આજે બીજું બધું ભુલી ગયાં હતા,અત્યારે તે લોકો માત્ર એક માતાપિતા હતા જે પોતાની દિકરીના લગ્ન જોઇને ભાવુક બની ગયાં.
અહીં રુહીને ફોટો પાડતા જોઇને રુદ્રને આશ્ચર્ય થયું.
"રુહી,આ ફોટોગ્રાફી કેમ?"
"આદિત્યને મોકલવા માટે,તેના ઝખમ પર મીઠું ભભરાવવા.તેને એ જણાવવા કે દગાખોરીનો બદલો દગાખોરીથી જ મળે.તેણે રુચિ માટે મને છોડી ,મારી સાથે દગો કર્યો અને તે જ રુચિ તેને શોર્ય માટે છોડીને ભાગી ગઇ.વાહ."રુહી બોલી.રુદ્રએ તેના જવાબમાં તેને ગળે લગાવીને તેના કપાળને ચુમ્યું.
" રુદ્રાક્ષ સિંહ,જાહેરમાં છીએ આપણે.કંટ્રોલ યોર સેલ્ફ."રુહી બોલી.
"ઓહો,હમણાં તો થોડા સમય પહેલા કોઇ બહુ રોમેન્ટિક હતું અને અત્યારે રોમાન્સ ગાયબ.વાહ."રુદ્ર રુહીને એક ખુણામાં લઇ ગયો.
"રુદ્ર,શું કરો છો? કોઇ જોશે તો કેવું લાગશે?"રુહી બોલી.
"કેવું લાગશે?એક પતિ પોતાની પત્નીને પ્રેમ કરે છે સિમ્પલ." આટલું કહીને રુદ્ર રુહીના ચહેરાની નજીક પોતાનો ચહેરો લઇ ગયો અને તેને કીસ કરી.
રુહી રુદ્રના ગળે લાગેલી હતી.
"રુદ્ર,હું ખુબ જ ભાગ્યશાળી છું.ખરેખર મે કોઇ પુણ્ય કર્ય‍ હશે કે તમે મને મળ્ય‍ાં."રુહી બોલી.
"થેંક યુ તો મારે તને કહેવું જોઇએ રુહી.મને ક્યારેય નહતું લાગતું કે મારા જીવનમાં આ દિવસ આવશે કે હું કોઇને પાગલોની જેમ પ્રેમ કરીશ.આ દિવસ તું લઇને આવી છો મારા જીવનમાં."રુદ્ર પણ રુહીને ગળે લગાવી દીધી જોરથી.તે લોકો બહાર ગયા અભિષેક અને રિતુ એકબીજાનો હાથ પકડીને નવા પરણેલા દંપતિને જોઇ રહ્યા હતા.તેમને એકસાથે જોઇને રુદ્ર આશ્ચર્ય પામ્યો.
"રુહી,તે કઇંક જોયું ?"રુદ્ર આશ્ચર્ય સાથે બોલ્યો.
"હા મે તો તેનાથી પણ વધારે જોયું છે."રુહીએ ગઇકાલ રાતવાળી વાત કહી.
"ઓહ માય ગોડ,આઇ કાન્ટ બીલીવ રિતુ અને અભિષેક!?"રુદ્ર બોલ્યો.
"હા આઇ હોપ કે તે બન્ને એકબીજાને એક સેકન્ડ ચાન્સ અાપે."રુહી બોલી.
"વાઉ!!"રુદ્ર ખુશ થયો અભિષેક માટે.
અહીં રિતુ અને અભિષેક એક જગ્યાએ એકબીજાનો હાથ પકડીને ચુપચાપ બેસેલા હતાં.તેટલાંમાં કાકાસાહેબ આવ્યાં તેમણે અભિષેકના માથે હાથ મુક્યો.રિતુ ત્યાંથી ઊભી થઇને જતી હતી.

"રિતુ,બેસ બેટા.મે ક્યારેય અભિષેકને શોર્યથી ઓછો નથી માન્યો તે વાતનો સાક્ષી મારો ભગવાન છે.રુદ્ર અને મારી વચ્ચે જે પણ હોય તેની અસર મારા અને અભિષેકના સંબંધ પર નથી પડી.તમને બન્નેને સાથે જોઇને ખુશ છું.રિતુ મારા અભિષેકના જીવનમાં બહુ ખુશીઓ નથી.હું આશા રાખુ કે તારો સાથ તેના જીવનમાં પ્રેમ અને ખુશીના રંગ ભરે.મારા હ્રદયપુર્વક આશિર્વાદ તમારી સાથે છે."આટલું કહી કાકાસાહેબે તે બન્નેના માથે હાથ રાખ્યો તેમને આશિર્વાદ આપ્યા અને જતાં રહ્યા.રિતુ આશ્ચર્ય પામી.

અહીં આદિત્ય સવારથી રુચિને ભુલાવીને પચાસ કરોડની વ્યવસ્થા કરવામાં લાગેલો હતો.તે આ રૂપિયાની મદદ હેત ગજરાલ જોડેથી નહતો લેવા માંગતો.તે ઇચ્છે તો તે આ રકમ તેમને બ્લેકમેઇલ કરીને લઇ શકે સરળતાથી પણ આ ઓર્ડર સાથે તેમની દુકાનનું અને તેના બાપદાદાનું નામજોડાયેલ હોવાના કારણે તે તેમા બે નંબરની કમાણીના રૂપિયા વાપરવા નહતો માંગતો.તે એક પેઢીએથી બીજી પેઢીએ જતો હતો કેમકે બેન્ક હવે તેને લોન આપી શકે તેમ નહતી,કારણ કે તે પહેલાથી જ ઘણીબધી લોન લઇને બેસેલો હતો જે તેણે ચુકવી નહતી..આવી જ એક પેઢીએ બેસેલો હતો ત્યાં તેના મોબાઇલમાં ઘણાબધા ફોટોગ્રાફ્સ અને વીડિયો આવ્યાં.જે જોઇને તે આઘાત પામ્યો.
અહીં રુચિ અને શોર્ય બધાના આશિર્વાદ લઇ રહ્યા હતાં.તેટલામાં કાકાસાહેબના ઘરમાં એક દિવ્ય પુરુષનું આગમન થયું.

રિતુ અને અભિષેક પોતાના લાઇફને આપેલા આ સેકન્ડ ચાન્સને સફળ બનાવી શકશે?આદિત્યની શું પ્રતિક્રિયા હશે રુચિ અને શોર્યના લગ્ન વિશે જાણી?હેત ગજરાલનું નેક્સ્ટ સ્ટેપ શું હશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Geeta Nilesh

Geeta Nilesh 11 months ago

Chetna Jack Kathiriya
Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago