Rudrani ruhi - 82 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-82

રુદ્રની રુહી... - ભાગ-82

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -82

કાકાસાહેબ અને કાકીમાઁની હાલત કફોડી હતી એકતરફ મોડીરાત થવા આવી હતી રુચિ અને રુહીના કોઇ સમાચાર નહતા અને બીજી તરફ રુદ્ર પણ તેમને સવારનો પાગલોની જેમ શોધી રહ્યો હતો.તેનો કોઇ પતો નહતો,ડરેલો અને રડી રહેલો આરુહ માંડ સુતો હતો.

તેમા શોર્યની આ હાલત જોઇને તે ડરી ગયા,તેમણે હરિરામકાકાની મદદ વળે શોર્યને તેના રૂમમાં સુવાડ્યો.રુદ્રને ફોન લગાડવાની તે ખુબ જ કોશીશ કરી રહ્યા હતા પણ નિષ્ફળ.

અહીં રુદ્ર ,તેના પોલીસ મિત્ર અને તેની ટીમ સાથે ઘટનાનું સ્થળનું બારીકીપુર્વક નીરીક્ષણ કર્યા બાદ તેટલું સમજી શક્યો કે કોઇએ રુહી અને રુચિને કીડનેપ કર્યા હતા કેમકે તેમની પુજાની થાળી ઉછળીને દુર દુર પડી હતી અને પછી કદાચ તેમને બેભાન કરીને ધસડીને લઇ જવામાં આવ્યા હતા.આગળ થોડે દુર સુધી ગાડીના ટાયરના નીશાન હતા કેમ કે ગાડી કિચડ વાળા ખાબોચીયામાંથી પસાર થઇ હતી એટલે તે સાફ જોઇ શકાતા હતા પણ પછી આગળ ચાર રસ્તા પછી તે ગાડીના કોઇ નીશાન નહતા.

રુદ્રે અને તેના પોલીસમિત્રે પોતપોતાના ખબરી અને માણસો દ્રારા અહીંના તમામ ગુંડાઓની તપાસ કરાવી પણ કોઇએ પણ આજે કોઇ નવું કામ ન કર્યું હોવાનું બહાર આવ્યું.

" રાકેશ,યાર નક્કી આ કામ આદિત્યનું કે હેત ગજરાલનું છે.પણ હેત ગજરાલે પોતે આ લગ્ન થવા દીધાં મતલબ તે ના હોય તો આ નીચ કામ આદિત્યનું જ હોય પહેલા રુહી ,આરુહ અને હવે રુચિ તેના હાથમાંથી નિકળી ગયા તેનું ખુન્નસ નિકાળશે તેમની પર.રાકેશ આપણે તેમને જલ્દી શોધવા પડશે નહીંતર તે નાલાયાક આદિત્ય તેમની સાથે કઇપણ કરી શકે છે."રુદ્ર ખુન્નસ અને ગુસ્સામાં બોલ્યો.

"હા આ કામ નક્કી બહારના ગુંડાઓનું છે."ઇન્સપેક્ટર રાકેશ બોલ્યા.રુદ્રને કઇંક સુઝયું.

"રાકેશ,તારી અડધી ટીમને લઇને તું પેલી સાઇડની એવી જગ્યાઓ જો જ્યા કીડનેપ કરીને તેમને રાખી શકાય અને હું બાજુ જોઇશ."રુદ્ર બોલ્યો.

તેણે ખુબ જ પ્લાનીંગ પુર્વક અહીંયા બધે તપાસ કરી પણ કઇ હાથ ના લાગ્યું.અંતે તેને સુઝયુ કે તે એક શેરી છે જ્યાં ખુબ જ સાંકડી ગલી છે અને ત્યાં લગભગ આ પ્રકારના ગુંડાઓ રહેતા હતા.તેણે તે ગલીમા પુછપરછ કરીને તપાસ કરી અને અંતે લોકોની મદદવળે તે જગ્યાએ પહોંચ્યો.તેણે બારીમાંથી જોયું કે રુહી બહાદુરી પુર્વક તે ગુંડાઓ સાથે લડી રહી હતી.રુહી ખુબ જ ઘાયલ થઇ હતી.તેને એક ક્ષણ માટે ખુબજ ગર્વ અનુભવ્યો રુહી માટે અને બીજી ઘડીએ પોતાની પ્રાણસમી પ્રિયતમાને આવી ખરાબ હાલતમાં જોઇ રુદ્રાક્ષ સિંહનું ત્રીજું નેત્ર ખુલી ગયું.

જોરદાર ચિસ સાથે રુદ્ર દરવાજો તોડીને અંદર દાખલ થયો તેને જોઇ રુચિ અને રુહીને ખુશી થઇ.રુહીને લોહીલુહાણ અને ઘાયલ જોઇને તેને અસહ્ય પીડા થઇ.તે ગુંડાઓ પર તે કાળ બનીને તુટી પડ્યો.તેમના હાડકા તોડવા અને તેમને પોતાની રુહીને પીડા આપવાની સજા પોતે જ આપવા માંગતોહતો.તેની સાથે આવેલ પોલીસની ટીમ બીજી જગ્યાએ હોવાથી તે એકલો હતો.તે એકલો જબધા માટે પહોંચી વડે તેવો હતો.જો તે ગુંડાએ પાછળથી હુમલો કરીને તેને દગાથી પકડી ના લીધો હોત.

તે માણસોએ હવે રુદ્રાક્ષ સિંહને બધી બાજુએથી મજબૂત પકડી રાખ્યો હતો.

"આ રાજાનો જીવ આ મેનામાં લાગે છે,ખેર હવે તારી મેનાની હાલત તારી સામે જ અમે બદતર કરીશું.જો તું."તે ગુંડાઓનો બોસ બોલ્યો.તેમણે રુહીને રુદ્રની સામે જ જોરદાર બે લાફા મારી દીધાં.રુદ્રાક્ષ સિંહ નામનો જ્વાળામુખી હવે ફાટ્યો.ગુંડાઓએ તેના હાથ પકડયા હતા તે છોડવ્યા પોતાનો કુરતો ફાડી નાખ્યો.રુદ્રાક્ષ સિંહની પહોળી અને ખુલ્લી છપ્પન ઇંચની છાતી,છાતી પર થોડા વાળ અને સિક્સ પેક્સ,કસાયેલું તેનું કસરતી શરીર અને મજબુત બાવળા.ગુંડાઓ સહીત રુચિ પણ બે ધડી તેને જોતા રહી ગયાં.

રુદ્રાક્ષ સિંહે તે ગુંડાના બોસ અને તેના માણસોને એકલા હાથે ખુબ માર માર્યો તેમના ગળાના અને કમરના હાડકા તોડીને તેમને જમીનદોસ્ત કરી દીધાં.તેટલાંમાં તેની સાથે આવેલી પોલીસની ટીમ પણ આવી ગઇ અને તે ગુંડાઓને એરેસ્ટ કરીલીધા.

અહીં વીડિયોકોલ પર આ બધું જોઇ રહેલો આદિત્ય ડરી ગયો અને તેણે ફટાફટ ફોન કાપી નાખ્યો.તે હવે ખુબ જ ડરી ગયો હતો.રુદ્રની આ તાકાત જોઇને હવે તેને પોતાની ચિંતા થતી હતી.

અહીં રુહી આટલા માર પછી બેભાન થઇ ગઇ હતી,તેના મોઢામાંથી લોહીનિકળી રહ્યું હતું ,તેના રૂપાળા ગાલ અને સુંદર પીઠ પર મારના નિશાન ઉપસી આવ્યાં હતા.રુહીને આ હાલતમાં જોઇને રુદ્રની આંખમાં પણ રુહીની પીડાના આંસુ આવ્યાં હતા.રુચિ રુદ્ર સાથે વાત કરવાની કોશીશ કરી રહી હતી પણ રુદ્રને રુહી સિવાય કશુંજ નહતું દેખાતું.તેણેપોતાની રુહીને બેહાથમાં ઉંચકી અને ઘરે લઇ ગયો.રુચિ સામે તેણે એકવાર પણ જોયું નહીં.આવો અદભુત પ્રેમ અને સમર્પમ જોઇ રુચિ આશ્ચર્ય પામી.આવો અદભુત પ્રેમ તેને પોતાના જીવનમાં ક્યારેય નહતો મળ્યો.ના માતાપિતા તરફથી કે ના પ્રેમી તરફથી તેને આજે રુહીની ઇર્ષા થતી.

અંતે રુદ્ર રુહીને લઇને ઘરે આવ્યો રુચિ પણ પાછળ પાછળ આવી.પોતાનીપસંદગી આદિત્ય કેટલી અયોગ્ય હતી તે આજે તેને સમજાઇ ગયું રુહીની હિંમત અને રુદ્રાક્ષ સિંહની બહાદુરીએ આજે તેને બદનામીથી બચાવી.રુહીને આહાલતમાં જોઇને કાકીમાઁ ડરી ગયા.ડૉકટરે આવીને રુહીના જખમ પર લગાવવા મલમ રુદ્રને આપ્યો,ઇંજેક્શન આપ્યું અને પેઇનકિલર આપ્યું.સાથે કહ્યું કે તેને અન્ય કોઇ તકલીફ નહતી.

રુહીને રૂમમાં આરામ કરવા દઇ,બાકી બધાં બહાર આવ્યાં.
"માઁ,આટલું બધું થયું શોર્ય ક્ય‍ાં છે? તેમને એકવાર પણ મારી ચિંતા ના થઇ જેમ જેઠજીને રુહીભાભીની થઇ."રુચિ શોર્યથી નારાજ હતી
"આવો મારી સાથે."આટલું કહીને કાકાસાહેબ તેમને શોર્યના રૂમમાં લઇ ગયા.શોર્યની બિસ્માર હાલત જોઇ રુચિ અને રુદ્ર અત્યંત આઘાત પામ્યાં.

"કાકીમાઁ,આને શું થયું ?લાગે છે કે કોઇએ ખુબ જ ખુન્નસ પુર્વક ધોયેલો છે."રુદ્ર સમજી ગયો કે આ કામ નક્કી હેત ગજરાલનું હશે.
"ખબર નહીં બેટા મારા પરિવારને કોની નજર લાગી? તે કહેતોહતો કે તેનો અકસ્માત થયેલો હતો? તેણે દવા લીધી છે અેટલે સુતો છે.રુચિ તેનેતો ખબર પણ નથી કે તમારી બન્ને સાથે શું થયેલું હતું.તો ક્યાંથી બચાવવા આવે."કાકીમાઁએ રુચિને કહ્યું.
"આટલું બધું અને આ રીતનું અકસ્માતમાં ના વાગે.નક્કી કોઇએ તેને માર્યો છે.રુચિ તમારા પિતાએ તો આ હાલત નથી કરીને મારા ભાઇની."રુદ્ર રુચિ વિરુદ્ધ કાકીમાઁ અને કાકાસાહેબને ભડકાવવા માંગતો હતો.
"વોટ!!પપ્પાએ?આવું કર્યું ?મારા જ પતિને? હું હમણાં જ તેમને ફોન કરું છું."આટલું કહીને રુચિ ત્યાંથી જતી રહી.

રુદ્ર પણ રુહી પાસે જતો રહ્યો....

********

અભિરિ

સવારની સોનેરી કિરણો અભિષેક અને રિતુ પર પડી તેમની આંખો પ્રકાશના તેજથી ખુલી ગઇ.
અભિષેકનો હાથ હજીપણ રિતુ પર હતો અને ચહેરા પર એ જ શરારતી હાસ્ય.
"ગુડ મોર્નિંગ." અભિષેક બોલ્યો.
"ગુડ મોર્નિંગ,હું પુછી શકું છું કે આ બધું શું છે?ડૉક્ટર સાહેબ તમે અહીં શું કરો છો?"રિતુએ પુછ્યું.
"અરે એ તો હું પણ સુઇ જ ગયો હતો પણ પછી મને થયું કે રિતુનો આ ઘરમાં પહેલો દિવસ છે તેને ઉંઘ આવી હશે કે નહીં?ઘણા લોકોને નવી જગ્યાએ જલ્દી ઉંઘના આવેને.

પછી તને શાંતિથી ઉંધતા જોઇને હું પાછો જ જતો હતો પણ પછી મને થયું કે તને ડર લાગશે એકલા તો હું અહીં સુઇ ગયો."અભિષેક સાવ વાહીયાત બહાના મારી રહ્યો હતો જે રિતુ સમજી ગઇ હતી.
"અચ્છા તો આ કમર પકડવા પાછળ શું બહાનું આઇમીન કારણ છે?"રિતુએ કટાક્ષમાં પુછ્યું.

"અરે એ તો આ બેડ થોડો ઊંચો છે તો હું સુઇ તો ગયો બાજુમાં પછી મને ડર લાગ્યો કે હું પડી જઈશ તો?એટલે મે તારી સુંદર કમર પકડી લીધી."

"અભિષેક દ્રિવેદી.હજી તમે કમર પકડી છે હજીપણ એ જ ડર લાગે છે?"રિતુએ અભિષેકના પોતાની કમર ફરતેના હાથને જોઇને પુછ્યું.
"અરે,આ તો..."અભિષેક હાથ હટાવતા બોલ્યો.
"બાય ધ વે ડૉકટર સાહેબ,તમારે કેટલા વાગે પહોંચવાનું છે?"રિતુએ પુછ્યું અભિષેક ઘડિયાળમાં ટાઇમ જોઇને ભડક્યો

"મારે સાડા નવે મીટીંગ છે."આટલું કહીને અભિષેક બાથરૂમમાં ભાગ્યો.રિતુએ બ્રેકફાસ્ટ તૈયાર કર્યો અભિષેક તૈયાર થઇને આવ્યો અને તે બન્ને એકસાથે બ્રેકફાસ્ટ કરવા બેસ્યાં.તેટલાંમાં ઘરનો બેલ વાગ્યો રિતુ ઊભી થઇને ગઇ.એક માણસ અંદર આવ્યો.
"આ કોણ છે રિતુ?"અભિષેકને આશ્ચર્ય થયું.
"અભિષેક ,આ મુંબઇના વર્લ્ડફેમસ ડબ્બાવાળા છે.આજથી તમારું બહારનું જમવાનું બંધ,રોજ આ તમને ડબ્બો એટલે કે ટીફીન પહોંચાડી દેશે."રિતુએ એક ગૃહિણીની જેમ અભિષેકને પોતાનો નિર્ણય સંભળાવ્યો.અભિષેકની ખુશીનો પાર નહતો.આખા જીવન તેણે આ શાંતિ ,આ પ્રેમ અને અહેસાસની કમી અનુભવી હતી.
"જી મેડમ,જેવો તમારો હુકમ,ભાઉ,હમારે યહાઁ તો હમારે મૈડમકી હી ચલતી હૈ."અભિષેકે ડબ્બાવાળાને કહ્યું.
"સાહેબ,સબ જગા મેડમલોકકા હી ચલતા હૈ."તે ડબ્બાવાળાની વાત પર અભિષેકને બહુ જ હસવું આવ્યું.તે જતો રહ્યો પછી રિતુએ બરાબર ઉધડો લીધો.
"હવે તો કસમથી મારા ઇશારા પર જ નચાવું તમને ડૉક્ટર સાહેબ."રિતુ થોડી નારાજગી સાથે બોલી બીજી જ ક્ષણે કઇંક યાદ આવ્યું અને તે બોલી,
"અભિષેક ,મારે મારા મમ્મી પપ્પાને મળવા જવુંછે."

"રિતુ,પ્લીઝ તું એકલી ના જતી હું પણ આવીશ.મને ડર લાગે છે રિતુ અગર તારા મમ્મી પપ્પાએ તને ત્યાં રોકી લીધી તો?તેમને આપણો આ લીવ ઇન વાળો સંબંધ ના ગમ્યો તો? રિતુ પ્લીઝ યાર મેરી મી.હું પ્રોમિસ આપું છું તારો વિશ્વાસઘાત નહીં કરું કે તને છોડીને નહીં જઉં.હું બાળક વિશે પણ તને ક્યારેય નહીં કહું.બસ હવે તે પહેલા વાળી જિંદગી નથી જીવવી,ગઇકાલ સવારથી જીવાઇ રહેલું જીવન જ બેસ્ટ છે.પ્લીઝ,તને મારી જોડે પ્રેમ થઇ જશે. તું નહી કહે ત્યાં સુધી હું તને હાથ પણ નહીં અડાડું,આઇ પ્રોમિસ."અભિષેક ભાવુક થઇ ગયો.

"હેય અભિષેક ,મને તમારા પર વિશ્વાસ છે.તમે પણ મારા પર વિશ્વાસ કરો હવે હું પણ અહીં જ રહેવા માંગુ છું.તમે ચલો મારી સાથે એ બહાને મમ્મી પપ્પા પણ તમને મળી લેશે.

આપણે એક કામ કરીએ શ્યામ અંકલ અને રાધિકા આંટીને પણ મારા ઘરે બોલાઇ લઇએ તે મમ્મી પપ્પાને મનાવી લેશે."રિતુ તેનો હાથ પકડીને બોલી.

શું પ્રતિક્રિયા હશે રિતુના માતાપિતાની? શોર્યની આ હાલત પાછળનું કારણ શું હશે?રુદ્ર રુહી પર થયેલા આ હુમલાનો બદલો આદિત્ય પાસેથી કઇરીતે લેશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Geeta Nilesh

Geeta Nilesh 11 months ago

Asha Patel

Asha Patel 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago