Rudrani ruhi - 83 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-83

રુદ્રની રુહી... - ભાગ-83

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -83

રુદ્ર રુહી પાસે આવ્યો,રુહી સુતેલી હતી,તેના ગાલ પર લાલ આંગળીઓના નિશાનહતા અને તે સુઝેલો હતો.

તેના પીઠ પર અને કમર પર લાકડી વડે લડતા વાગેલો માર અને તેના નિશાન સ્પષ્ટ દેખાતા હતા.મજબુત અને વિકરાળ સિંહ જેવો રુદ્ર અંતે ધૈર્ય ગુમાવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.તે રુહીને સમયસર આ બધાંથી ના બચાવી શકયો તેનો અફસોસ અને તેને ગુમાવી દેવાનો ડર હતો.રુદ્રના આંસુરુહીના હાથ પર પડતા તેણે આંખો ખોલી અને ખુબ જ પીડા સાથે ઊભી થઇ.તેણે રુદ્રને ગળે લાગડીને શાંત કરવાની કોશીશ કરી.
"હેય મારા સિંહ,તમે તો મને ગર્જના કરતા જ ગમો.આમ ઢીલા પડતા નહીં તમને મારા પર ગર્વ નથી કે મે તે લોકોને સામી લડત આપી?"રુહીએ પુછ્યું.
તેટલાંમાં રુચિ અને કાકીમાઁ ઇન્સપેક્ટર રાકેશને લઇને આવ્યાં.
"રુચિજી અને રુહીજી,માફ કરજો તમને આવી સ્થિતિમાં તકલીફ આપું છું,મારે તમારું સ્ટેટમેન્ટ લેવું હતું." ઇન્સપેક્ટર રાકેશ

રુચિ અને રુહીએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું.
"આદિત્ય શેઠ,તે છે આ બધાની પાછળ?"ઇન્સપેક્ટરે પુછ્યું.
"હા સર,આ તે નાલાયકનું જ કામ છે તેણે વીડિયો કોલ કરીને અમને ધમકાવ્યા અને અમને બદનામ કરવાની ચાલ ચાલી આ તો આભાર છે રુહી અને રુદ્રનો કેતેમણે મને બચાવી."રુચિ બોલી.
"જુવો આદિત્ય શેઠ વિરુદ્ધ અમારી પાસે કોઇ પુરાવા નથી."
"પુરાવા છે.આ ફોન તે ગુંડાનો છે જેમા તેનો વિડીયો કોલ હતો અને તે ગુંડો કદાચ પોતાના દરેક કસ્ટમરને બ્લેકમેઇલ કરવા કે ખબર નહીં ક્યાં હેતુથી પણ તે વીડિયો કોલ રેકોર્ડ કર્યો છે.આફોન જ્યારે લડાઇ થઇ ગઇ ત્યારે મે લઇ લીધો હતોકેમકે હું આદિત્યના વિરુદ્ધ પુરાવા એકઠા કરી તેને જેલભેગો કરાવવા માંગુ છું."રુચિએ તે ગુંડાનો ફોન ઇન્સપેક્ટર રાકેશને આપ્યો .

"વાહ રુચિજી,ખુબ જ સરસ હવે મિ.આદિત્યને કોઇ નહીં બચાવી શકે."આટલું કહીને ઇન્સપેક્ટર જતા રહ્યા.રુચિની સમજદારી પર રુહી અને રુદ્રને આશ્ચર્ય થયું તે પોતાના પિતાને ફોન કરવા જતી રહી.તેણે હેત ગજરાલને ફોન લગાવ્યો.

"હેલો હેત ગજરાલ સ્પિકિંગ."આટલી મોડી રાત્રે અજાણ્યાનંબર પરથી ફોન આવતા હેત ગજરાલ અને તેમના પત્ની ઉઠી ગયા.રુચિએ અહીં આવીને નંબર બદલી નાખ્યો હતો.
"પપ્પા,રુચિ બોલું છું.મેશોર્ય સાથે લગ્ન કરી લીધાં છે તમને તો ખબર જ હશે.તે લગ્ન રોકીના શક્યા એટલે તમે તમારા જ જમાઇને આવી રીતે માર મરાવ્યો?કોના માટે તે નાલાયક આદિત્ય માટે? ખબર છે તમને તેણે શું કર્યું છે?મારી અને રુહી સાથે આજે?"આટલું કહી તેણે આજે બનેલી ઘટના વિસ્તારમાં કહી અને રુહી અને રુદ્રના વખાણ પણ કર્યા.
"વોટ !!?ધેટ રાસ્કલ આદિત્ય તેણે આવી હિંમત કરી તને મારી.હવે તેની ખેર નથી."હેત ગજરાલે ગુસ્સામાં કહ્યું.
"વેઇટ,પપ્પા હું ઇચ્છું છું કે તમે આદિત્ય પર કેસ કરો આ બધામાટે મુંબઇના નંબર વન લોયરને રોકીને.પપ્પા તમે અમને માફ કરી દીધાં ને ?અમને અપનાવી લીધાંને?"રુચિએ મીઠા અવાજમાં પોતાના પિતાને પુછ્યું
હેત ગજરાલ મુંછમા હસ્યા અને બોલ્યા,
"ઓહ મારી દિકી,મારી બેબી તારા વગર બે દિવસ રહ્યો અને મને સમજાઇ ગયું કે તું મારા માટે કેટલી ખાસ છો.મારું બચ્ચું.તું ચિંતા ના કર હું તે આદિત્ય પર એવો કેસ કરાવીશને કે તે બચી નહીં શકે."હેત ગજરાલ કઇંક વિચારીને બોલ્યા.રુચિની મમ્મીએ પણ વાત કરી.જેમા રુચિએ જે પુછવા ફોન કર્યો હતો તે વાત એટલે કે શોર્ય વિશે પુછવાનું રહી ગયું.

અહીં બધાના ગયા પછી રુદ્ર બારણું બંધ કરીને રુહી પાસે આવ્યો.તે બન્નેના ચહેરા પર પીડા હતી.રુદ્રે ડૉકટરે આપેલો મલમ રુહી ને લગાવવા આવ્યો.રુહી સવારથી હજીસુધી એજ કપડાંમાં હતી અને તે લોહીથી ખરડાયેલા હતા.
"રુહી,તને કપડાં બદલાવીને આ મલમ લગાવી દઊં ડૉક્ટરે આપ્યું છે.
રુદ્રએ રુહીને તે કપડાં બદલાવ્યા તેણે પાયજામો પહેર્યો હતો અને પલંગ પર ઉંધી સુઇ ગઇ તેની કોમળ પીઠ પર લાકડી વાગવાનો માર ઉપસી આવ્યો હતો.પુરી પીઠ પર લાલ ચકામા હતા.રુદ્રે જેવું મલમ લગાવવાનું શરૂ કર્યું તરત જ રુહીના મોંમાથી ચીસ પડી ગઈ.રુદ્રએ હળવેથી ફુંક મારતા મારતા તેને મલમ લગાવ્યું.
"રુહી,હું તે આદિત્યને જીવતો નહીં છોડું."રુદ્ર આવેશમાં બોલ્યો.
"રુદ્ર,શાંત થાઓ.તમે પ્લીઝ કાયદો હાથમાં ના લેશો આપણે આદિત્યને કાયદાકીય રીતે ફસાવીશું.રુદ્ર વકીલસાહેબને ફોન લગાવીને સ્પિકર પર મુકો,મારે વાત કરવી છે."રુહીએ કહ્યું.રુદ્રએ તેમજ કર્યું.
"હેલો રુદ્ર સર,એવરીથીંગ ઇઝ ઓલરાઇટ?આટલી રાત્રે ફોન કર્યો?"વકીલસાહેબ થોડા ડરી ગયા.
રુદ્રની જગ્યાએ રુહીએ જવાબ આપ્યો અને સંપૂર્ણ વાત જણાવી જે સાંભળીને તે પણ ચિંતા અને ગુસ્સામાં આવી ગયાં.

"માય ગોડ!આદિત્ય આટલી હદ સુધી ખરાબ કામ કરી શકે."વકીલસાહેબ બોલ્યા.
"વકીલસાહેબ,હું ઇચ્છું છું કે અહીં પોલીસ પાસે જે પુરાવા છે તે તમે મેળવીને ત્યાં મુંબઇમાં મારા અને રુદ્ર વતી કેસ કરો,જેમા જેટલી જોડી શકાય એટલી કલમ અને ધારા જોડીને તેના પર એટલો મોટો કેસ કરો કે તેને જેલની બહાર આવતા આ જન્મારો લાગી જાય."રુહી બોલી
"રુહીભાભી,ચીંતા નાકરો હવે એ બધું તમે મારા પર છોડી દો એવો કેસ કરીશ કે આદિત્યના હાલ બેહાલ થઇ જશે.પણ ભાભી એક વિનંતી છે કે પ્લીઝ રુદ્ર સરને કહેજો કેપ્લીઝ તેમનો ગુસ્સો કાબુંમાં રાખે.નહીંતર તે ગુસ્સો આપણને ભારે પડશે."વકીલસાહેબ બોલ્યા.
"હા વકીલસાહેબ,તે કશુંજ નહીં કરે કેમ કે હવે તેમના પર અમારા પ્રેમની જવાબદારી છે.તેમને ખબર છે કે રુદ્ર વગર રુહીનું અસ્તિત્વ નથી અને રુહી વગર રુદ્રનું.ધન્યવાદ શુભ રાત્રિ."આટલું કહીને રુહીએ રુદ્ર સામે જોયું અને કહ્યું ,
"તમને મારા અને આરુહ ના સમ છે અગર તમે આદિત્યને મારવાનું કે હાડકા તોડવાનું કઇ કામકર્યું તો અને હા આ વાત અભિષેક અને રિતુને નથી કરીને તેમને પ્લીઝ ચિંતા ના કરાવતા."
"પણ કેમ? અભિષેક અને રિતુ આપણા ખાસ છે તેમને આ વાત પાછળથી ખબર પડશે તો કેવું લાગશે તેમને?"રુદ્ર બોલ્યો
"હા તો ત્યારે તેમને મનાવી લઇશું પણ અત્યારે તેમને સમય અને એકાંત બન્ને આપો પ્લીઝ રુદ્ર."રુહી બોલી

"નહીં કહું તેમને અને નહીં મારું આદિત્યને , મારી જાન.બસ તું આ મલમ લગાવડાવી દે.બહુ જ ઊંડા ઘા છે.આદિત્ય એક સાવ નિર્દયી પુરુષ છે."રુદ્ર બોલ્યો તેટલાંમાં દરવાજો ખખડ્યો રુદ્રે રુહીને ચાદર ઓઢાડીને બારણુ ખોલ્યુ સામે આરુહ ઊભો હતો.તે અંદર આવ્યો.

"મમ્મી,તને આ બધું શું થયું ? તને કોઇએ કિડનેપ કરી હતી?તને બહુ મારી ગુંડાઓએ?આ બધું આદિત્યડેડે કરાવ્યું છે?"આરુહ ગુસ્સામાં હતો

"બેટા,આ બધું તને કોણે કીધું?"રુહી હજી એમજ ચાદર ઓઢીને સુતેલીહતી.
"કાકાદાદાજીએ."અારુહ રુહીની નજીક આવ્યો સહેજ ચાદર ખસેડીને રુહીના ઘાવ જોયા જે જોઈને તેનું બાળમન આ સહન ના કરી શક્યું.તેણે ચાદર પાછી ઓઢાડી દીધી,રુદ્ર અને રુહી ખુબ જ દુખી થઇ ગયા તેને આ સ્તબ્ધ હાલતમાં જોઇને.

**********
અભિરિ...

અભિષેક સાંજે વહેલો આવી ગયો હતો.તેને અચાનક આવેલો જોઈને રિતુ ચોંકી ગઇ.
"આટલા વહેલા તબિયત તો ઠીક છે ને?"રિતુને સહેજ ચિંતા થઇ
"હા એકદમ ફીટ,રિતુ થેંક યુ લંચ બહુ જ સ્વાદિષ્ટ હતું.પ્રતિમા માસીમાઁ અને રુહીની યાદ આવી ગઇ,મારા કલીગ્સ તો ચોંકી જ ગયાં."અભિષેક બોલ્યો.
"હવે થેેંક યુ કહેશો તો હું કાલથી લંચ નહીં મોકલું."રિતુ બોલી
"બાય ધ વે,આજે હું વહેલો આવ્યો છું તેનું એક ખાસ કારણ છે.રિતુ તૈયાર થઇ જા આજે આપણે તારા માતાપિતાને મળવા જઇશું.તું ફોન કરીને તેમને જણાવી દે અને હા મે શ્યામસર અને રાધિકા આંટીને પણ ત્યાં જ બોલાવ્યા છે."અભિષેક બોલ્યો.

"શું ખરેખર!?આજે હું મારા માતાપિતાને મળીશ? હું ખુશ પણ છું અને ચિંતામાં પણ.અભિષેક,તે આપણા આ સંબંધને સ્વિકારશે?ત્યાં લોકો અને સંબંધીઓને આપણા વિશે ખબર પડશે તો શું મમ્મી પપ્પાને શું શું સાંભળવું પડશે?"રિતુ ખુબ જ ચિંતામાં આવી ગઇ

અભિષેક તેની નજીક આવ્યો અને પોતાના બે હાથમાં તેનો ચહેરો લીધો અને બોલ્યો,
"શું ફરક પડે છે રિતુ? મે તને પહેલા પણ સમજાવ્યું હતું ને કે લોકોને ખાલી બોલતા આવડે છે તે જ વાત તેમના પર વિતે તો ખબર પડે.
મને એક વાત કહે કે શું આ બેદિવસમાં તને મારી સાથે ના ગમ્યું હોય કે કોઇ તકલીફ પડી હોય."
રિતુએ તેનું માથું અભિષેકની છાતીમાં છુપાઇ દીધું અને બોલી,
"ના બિલકુલ નહીં ,યુ આર ધ બેસ્ટ અભિષેક.આઇ એમ સોરી બહુ લોકો વિશે વિચાર્યું હવે આપણે આપણા બન્ને વિશે વિચારીશું.ચલ હું તૈયાર થઇને આવી."

રિતુએ સુંદર યલ્લો અને વ્હાઇટના કોમ્બીનેશનની સાડી પહેરી હતી,ગળામાં મોતીનો નેકલેસ , કાનમાં મેચીંગ ટોપ્સ અને વાળ ખુલ્લા.અભિષેક પણ વ્હાઇટ શર્ટ અને બ્લુ ફોર્મલ પેન્ટમાં સોહામણો લાગી રહ્યો હતો.

તે બન્ને રિતુના ઘરે પહોંચ્યા રિતુને ત્યાં જોઇ પડોશીમાં જલ્દી જ આ ખબર ફેલાઈ ગઇ કે રિતુ કોઇ અન્ય પુરુષ સાથે આવેલી છે.લોકો પોતપોતાના ઘરથી બહાર જોવા લાગ્યાં.રિતુ અને અભિષેકે ઘરનો બેલ વગાડ્યો.રિતુના મમ્મીએ બારણું ખોલ્યું સામે રિતુને જોઇને તે સુખદ આશ્ચર્ય પામ્યા.તેમણે રિતુના પપ્પાને બોલાવ્યા.

શું રિતુના માતાપિતા રિતુ અને અભિષેક વિશે જાણી તેમને અપનાવશે કે તેમના આ સંબંધને તે નામંજૂર કરશે? શું અભિષેક અને રિતુ અલગ થઇ જશે?રુદ્ર અને રુહી આરુહને કઇરીતે સંભાળશે?..
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Neepa

Neepa 1 year ago