Rudrani ruhi - 84 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-84

રુદ્રની રુહી... - ભાગ-84

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -84

અભિરિ

રિતુને જોઇને તેના માતાપિતા ખુબ જ ખુશ થઇ ગયાં.તેમણે તુરંત જ તેમની પુત્રીને ગળે લગાવી દીધી.તે ત્રણેય જણા ખુબ રડ્યાં.આ ભાવુક દ્રશ્ય જોઇને અભિષેક પણ ભાવુક થઇ ગયો.
"વાહ મારી દિકરી,આવી ગઇ અંતે ઘરે,શ્યામભાઈએ કહ્યું કે રુહી દિકરી સાથે શું થયું અને તેને સારો જીવનસાથી મળી ગયો."રિતુના પિતા બોલ્યા.
"બેટા,તે વ્યક્તિ જ ખરાબ હતો,તારા જેવી પત્ની પામવાને લાયક નહતો.ભગવાન કરે તે ક્યારેય ખુશ ના રહે."રિતુના મમ્મી બોલ્યા.
"ના મમ્મી,તેવું ના બોલ,ભગવાન કરે તે તેના બાળક અને નવી પત્ની સાથે હંમેશાં ખુશ રહે.આપણે કોઇનું ખરાબ કેમ બોલવાનું ?ભગવાનનું કામ તેમના પર છોડી દે."રિતુ બોલી.
" સારું બેટા,આ કોણ છે?"તેમણે અભિષેક સામે જોઇને પુછ્યું
"મમ્મી,આ અભિષેક.."રિતુ બોલે તે પહેલા જ અંદર દાખલ થતાં શ્યામ ત્રિવેદી બોલ્યા,
"ડૉક્ટર અભિષેક દ્રિવેદી.મારો પ્રિય સ્ટુડન્ટ અને રુદ્રની જાન."
"શ્યામભાઇ,રાધિકા ભાભી!?"રિતુના પિતા આશ્ચર્ય પામ્યાં.
"પપ્પા,હું તમને કઇંક જણાવવા માંગુ છું,અામની ઓળખાણ આપવા માંગુ છું."રિતુ બોલી

રિતુએ અભિષેકની ઓળખાણ આપી,તેના અને રુદ્ર વિશે,હરિદ્વારમાં વિતેલા તેના સમય વિશે,કેવીરીતે તે અને અભિષેક એકબીજાની નજીક આવ્યા અને અંતે તેમણે પોતાની દોસ્તીને એક પગથિયું આગળ લઇજવાનું નક્કી કર્યું ,તે બધું જ જણાવ્યું.
"હા બેટા,અમે તારી ખુશીમાં ખુશ છીએ.જલ્દી જ એક સારું મુહૂર્ત જોવડાવીને તમારા લગ્ન કરાવી દઈએ.'રિતુના પિતા પ્રકાશભાઇ ખુશી સાથે બોલ્યા

"પપ્પા,મને મુંબઇ આવ્યે બે દિવસ થયા અને અમે એટલે કે હું અને અભિષેક એક જ સાથે એક જ ઘરમાં રહીએ છીએ લગ્ન કર્યા વગર.મારે લગ્ન નથી કરવા,હવે મારો લગ્ન નામના સંબંધ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.હું હવે મારું બાકીનું જીવન આમ જ અભિષેક સાથે વિતાવવા માંગુ છું."રિતુ મક્કમ સ્વરે બોલી.
રિતુના માતાપિતાને આઘાત લાગ્યો ,શ્યામભાઇ અને રાધિકાબેનને આશ્ચર્ય થયું.
"શું !?લગ્ન કર્યા વગર એકસાથે રહેશો?સમાજ શું કહેશે?આપણા સંબંધી અને મિત્રો શું કહેશે?થું થું થશે આપણા પર.ના મને મંજૂર નથી અગર તારે અભિષેક સાથે રહેવું હોય તો લગ્ન કરવા પડશે નહીંતર નહીં."રિતુના પિતાનો અવાજ મોટો થઇ ગયો.બહાર કાન લગાવીને સાંભળી રહેલા પાડોશીઓ પરિસ્થિતિ ભાળી ગયા.ટુંક જ સમયમાં આ વાત વાયુવેગે પુરી કોલોની અને તેમના જાણકારમાં ફેલાઇ ગઇ.

"પ્રકાશભાઇ,અભિષેક અને રિતુ નાના નથી.તેમને તેમના જીવનનો નિર્ણય જાતે લેવા દો અને રહીવાત અભિષેકની તો તેની જવાબદારી હું લઇશ.તે ક્યારેય રિતુને દગો નહીં અાપે."શ્યામભાઇ બોલ્યા.
"શ્ય‍ામભાઇ,તમે ભલે મારા ખાસ મિત્ર છો પણ મારા અંગત બાબતમાં દખલના દો એ જ તમારા માન માટે સારું રહેશે."પ્રકાશભાઇ ગુસ્સા સાથે બોલ્યા.
"પ્રકાશભાઇ,અભિષેક પણ મારા માટે રુદ્રની જેમ જ દિકરો છે.આટલા દિવસ તેની સાથેરહીને તે હું જાણી ગઇ છું કે તે નખશીખ સજ્જન છે.તમારી દિકરીને તે હંમેશાં ખુશ રાખશે અને તેની મર્યાદા ક્યારેય નહીં ઓળંગે."રાધિકાબેન બોલ્યા.
અભિષેક તેમની નજીક આવ્યો અને તેમના હાથ પકડ્યા.
"પપ્પા,મારા માતાપિતા તો નથી પણ હવે મને તે પણ મળી ગયા તમારા રૂપમાં, હું તમને વચન આપું છું કે જલ્દી જ હું રિતુને મારી સાથે લગ્ન કરવા મનાવી લઇશ પણ ત્યાંસુધી તેને મારી સાથે રહેવા દો."

બધાંની નજર અભિષેક અને પ્રકાશભાઇ પર હતી.

*******

અહીં તે રાત્રે આરુહ પોતાના રૂમમાં જઇને સુઇ ગયો હતો,શોર્ય અને રુચિ પણ થાક અને તકલીફના કારણે સુઇ ગયા હતા.બીજા દિવસે શોર્ય કઇપણ બોલી શકવાની સ્થિતિમાં નહતો અને આરુહ હજીપણ સ્તબ્ધ હતો.

રુદ્ર તેની પાસે આવ્યો અને તેના માથે હાથ ફેરવ્યો.
"આરુહ બેટા,આ બધી બાબતની ચિંતા કરવાની તારે કોઇ જ જરૂર નથી,તારા માતાપિતા હજી જીવે છે અને તું તારા બાળપણ અને ભણવા પર જ ધ્યાન આપ."રુદ્રે તેને ગળે લગાવતા કહ્યું.
આરુહે ગઇકાલ રાતથી રોકીને રાખેલું રુદન નિકળી ગયું.
"આઇ હેટ આદિત્ય ડેડ.મારી મોમને આવું કરવા માટે હું તેમને ક્યારેય માફ નહીં કરું."

"આરુહ, આવું ના બોલાય.આદિત્ય તારા જન્મદાતા પિતા છે.તેમણે જે પણ કર્યું તે ખોટું હતું પણ તેની સજા તેમને પોલીસ અને કાનૂન આપશે.તારે તેમના માટે કોઇપણ ખરાબ વિચાર ના લાવવા જોઈએ અને રહી વાત તારી મમ્મીની તો તે ફાઇટર છે જો કેવી ફરે છે.એકદમ ઠીક છે તે."રુદ્રની વાતોએ અારુહને શાંત કર્યો.તેણે સ્માઇલ પણ કર્યું અને તેણે તેના રુદ્ર પાપાને ગળે પણ લગાડ્યાં.દુરથી આ બધું જોઇ અને સાંભળી રહેલી રુહીને પોતાના પ્રેમ પર ગર્વ થયો.

થોડા સમય પછી સાંજના સમયે શોર્ય હવે ભાનમાં આવી રહ્યો હતો.બધાં તેની આસપાસ ગોઠવાયેલા હતાં.
શોર્યને યાદ આવ્યું ,

ગઇકાલે...રુહી,રુચિ અને કાકીમાઁના ગયા પછી તે પોતાના અને રુચિના લગ્ન કાયદાકીય રીતે નોંધાવવા પોતાના વકીલની ઓફિસ જવા નિકળ્યો પોતાની કારમાં.થોડે દુર એક સુમસામ રોડ પર વચ્ચોવચ પથરા પડેલા હતા જેને સાઈડ કરવા તે નીચે ઉતર્યો અને જેવા જ તે પથ્થર સાઇડ કરવા ગયો એક ગાડી આવી સડસડાટ અને શોર્યને કિડનેપ કરીલીધો.તેમના એક માણસે શોર્યની ગાડી લઇ લીધી.

શોર્યને તે ગાડી હરિદ્વારથી દુર એક સુમસાન હાઇવે પર એક અંડરકંસ્ટ્રક્શન બિલ્ડીંગમાં લઇ ગયા.ત્યાં તેમણે તેને ખુબ જ માર્યો.આ ગુંડાઓ હેત ગજરાલના ખાસ મિત્ર જે અંડરવર્લ્ડમાં ડોન હતા તેના ખુંખાર ગુંડાઓ હતા.તેમણે શોર્યને ખુબ જ ખુન્નસપુર્વક અને પ્રેમભાવના રાખ્યા વગર ધોયો.હૉકી સ્ટીક,લાકડી,ધુંસા અને મુક્કાથી માર્યો અને તેને બેહાલ કર્યો.
"ભાઇઓ,કોણ છો તમે? કેમ મારો છો મને?"શોર્ય માંડમાંડ બોલી શક્યો.
"હા હા હા....એક તો બોસની દિકરીને ભગાવે અને પાછું પુછે કે કોણ છે અમે?" તેમાનો એક ગુંડો હસતા હસતા બોલ્યો..

"બોસ લાગે છે કે આને હેતસર સાથે વાત કરાવવી જ પડશે."તેનો માણસ બોલ્યો.તેના બોસે

તે માણસે પ્રોજેક્ટર સાથે પોતાનો ફોન કનેક્ટ કર્યો અને હેત ગજરાલને વીડિયોકોલ લગાવ્યો.

"બોસ,તમે કીધું હતું તેમ અમે આ શોર્યને પકડી લીધો અને તેને ખુબ જ સરસ રીતે ધોયો છે.હવે આગળ શું કરવાનું છે."તે ગુંડાઓનો બોસ બોલ્યો.
અહીં હેત ગજરાલને પહેલી વાર પોતાની સામે વીડિયો કોલમાં જોઇ રહ્યો હતો.

"સસરાજી,પ્રણામ હું તમારો જમાઇ શોર્ય સિંહ..આ લોકોને કોઇ ગેરસમજ થઇ હતી અને તે લોકો મને અહીં લઇને આવ્યાં અને મને એટલે કે તમારા જમાઇને બહુ માર્યો.પ્લીઝ સસરાજી તેમને કહો કે મને ના મારે."શોર્ય બોલ્યો.
"હેય તમે લોકો તેને મુક્ત કરો અને તમારું કામ થઇ ગયું છે.અહીંથી જતા રહો."હેત ગજરાલ બોલ્યા.
તે માણસોના ગયા પછી હેત ગજરાલ બોલ્યા,
"શોર્ય,તને આ માર મારા કહેવાથી જ પડ્યો હતો અને તે મારી દિકરીને અહીંથી ભગાવવા માટે,પુરા સમાજ વચ્ચે મારી ઇજ્જત માટીમાં મેળવવા માટે અને મારી દિકરીને મારાથી દુર કરવા માટે."

શોર્ય આશ્ચર્ય પામ્યો અને બોલ્યો,
"સસરાજી,મે નથી ભગાવી રુચિને તે જાતે મારી પાસે આવી છે."

"એય શોર્ય,માફી માંગવાની જગ્યાએ તું ખોટું બોલે છે.મારી પાસે સાબિતી છે કે રુચિ તારી જોડે ભાગી હતી.આ જો આ સીસીટીવી ફુટેજના ફોટા અને આ મુંબઇથી હરિદ્વારની તમારી ટીકીટની કોપી.જો મારી આગળ ખોટું બોલવાથી તને કઇંજ ફાયદો નહીં થાય."

શોર્ય આશ્ચર્ય અને આઘાત પામ્યો આ બધું કેવીરીતે શક્ય થયું ?કોણ હતું જે તેને ફસાવવા માંગે છે?પણ અત્યારે હેત ગજરાલ સામે આ બાબતે દલીલ કરવી તેના કરતા તેને માફી માંગી તેના ચરણોમાં પડવું વધારે યોગ્ય લાગ્યું.
"સસરાજી,મને માફ કરી દો,હું રુચિને ખુબ જ પ્રેમ કરું છું,તેના વગર નહીં જીવી શકું.સસરાજી એક ચાન્સ આપો મને મારી પાસે અઢળક સંપત્તિ છે ,હરિદ્વારમાં અમારું નામ છે હું રુચિને ખુબ જ ખુશ રાખીશ."શોર્યે પોતાના ડેન્જર સસરાને મનાવવાની કોશીશ કરી.હેત ગજરાલ મુંછમાં હસ્યા અને બોલ્યા.

"અચ્છા,સારું એક ચાન્સ પેલા આદિત્યને આપ્યો હતો એક તને આપીશ પણ મારી એક શરત છે."હેત ગજરાલ બોલ્યા.

"હા મને મંજૂર છે "શોર્ય બોલ્યો
"તારે મારી એક મદદ કરવાની છે એટલે કે એક કામ કરવાનું છે.તે શું છે તે હું તને પછી જણાવીશ.બોલ કરીશ.તે કામ કઇપણ હોઇશકે છે.વિચારીને હા બોલજે કેમ કે એક વાર હા કહ્યા પછી પાછો નહીં ફરી શકે."હેત ગજરાલ બોલ્યા.
"હા તે જે પણ હોય હવે હું તમારો જમાઇ છું તમારી મદદ કરવી મારી ફરજ છે.મારી એક વિનંતી છે કે આ જે પણ બન્યું તે આપણા વચ્ચે રાખજો રુચિને ના જણાવતા.તે નાહક ચિંતા કરશે."શોર્ય બોલ્યો
"ઠીક છે પણ મારી રુચિનું ધ્યાન રાખજે અગર મારી દિકરીને કઇપણ તકલીફ થઇ તો તારી ખેર નથી."

અત્યારે તે યાદો માંથી શોર્ય બહાર આવ્યો.તેણે વિચાર્યું ,

"કે મારે હાલમાં આ વાત કોઇને નથી કહેવી નહીંતર રુચિ તેની મનમાની કરશે.તેને ખબર પડશે કે તેના પિતા તેના સપોર્ટમાં છે તો.માઁસાહેબ અને રુચિ વચ્ચે ખટરાગ ઓછા થાય પછી જ આ વાત બહાર પાડવામાં સાર છે."શોર્યે વિચાર્યું.

અહીં શોર્યને થોડું સારું લાગતા બધાં ત્યાં હાજર હતા,તેની સાથે શું થયું હતું તે જાણવા.
શોર્ય કઇ મનઘડંત કહાની સંભળાવશે અને શું બધા તેની વાત પર વિશ્વાસ કરશે? રુચિ રુદ્ર અને રુહી સાથે રહેવા આવી ગઇ છે,કઇ રીતે રુહી તેને સબક શીખવાડશે?શું તે ક્યારેય સુધરી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago