લગભગ દસ દિવસ વીતી ગયા હતા.આદિત્ય હરિદ્વારની સેન્ટ્રલ જેલમાં આજે લવાયો હતો તેનો દસ દિવસનો રિમાન્ડ પીરીયડ પુરો થયો હતો,સાબિતી અને ગુંડાઓની જુબાનીના કારણે આદિત્ય ગુનેગાર સાબિત થઇ ગયો હતો.નીચલી કોર્ટમાં કેસ ચાલ્યો અને અંતે આદિત્યે ગુનો કબુલી લીધો તેને દોષી કરાર કરવામાં આવ્યો હતો.રુહી અને રુચિએ આવીને તેના વિરુદ્ધ જુબાની આપી.અપહરણ ઓછા દિવસ માટે કર્યું હતું અને તેણે ગુનો કબુલ્યો એટલે તેને ઓછી સજા થઇ.
તેને ૨ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.રુદ્ર-રુહી અને રુચિને ખુબ જ શાંતિ મળી હતી.પિયુષભાઇ અને કેતકીબેન ખુબ જ દુખી હતા.અહીં પિયુષભાઇ પર જવાબદારીનો બોજ વધી ગયો હતો.દુકાન,ઘર અને પેલા ઓર્ડરની જવાબદારી સાથે આદિત્યને મળેલી સજા.
અદિતિ આઘાતમાં હતી અને ખુબજ ડરેલી પણ,તેના સાસરીવાળાએ તેને પિયર જવાની મનાઇ ફરમાવી દીધી હતી.આદિત્યને મિ.કુમારના ઓર્ડર માટે જે સમય મળ્યો હતો તે પુરો થવા આવ્યો હતો અને ઓર્ડર હજી ઘણોબધો બાકી હતો.
પિયુષભાઇને સાથે એપણ સવાલ થતો હતો કે આદિત્ય આટલા રૂપિયા ક્યાંથી લાવ્યો.અહીં જબ્બારભાઇને આદિત્યની સજા વિશે ખબર પડી તે પણ પોતાના રૂપિયા પાછા મેળવવા માંગતા હતા.
આદિત્યને જેલના કપડાં પહેરાવવામાં આવ્યાં અને જેલની એક ગંદી કોઠરીમાં કેદ કરવામાં આવ્યો.તેના વિરુદ્ધ પુરાવા એટલા સજ્જડ હતા કે તે હેત ગજરાલને તે વીડિયોના આઘારે પણ બ્લેકમેઇલ કરી શકે તેમ નહતો.આમપણ તે વીડિયો વાળી સીડી ક્યાં છે તે માત્ર તે જ જાણતો હતો.
અહીં હેત ગજરાલ આજે જશ્ન મનાવવાના મુડમાં હતા,તે આદિત્યથી થોડા સમય માટે છુટકારો મેળવવા સફળ થયા પણ તેના બ્લેકમેઇલથી કાયમી છુટકારો મેળવવા તેમણે પ્લાન વિચારીને રાખ્યો હતો.
અત્યારે તો તે આટલા સમય આદિત્ય દ્રારા પોતાને બ્લેકમેઇલીંગ દ્રારા અપાયેલા ત્રાસ માટે તેને સબક શીખવાડવા માંગતા હતા.સામે વકીલસાહેબે પણ રુદ્રને આપેલા વચન પ્રમાણે આદિત્યને સબક શીખવાડવા માટે કઇંક ગોઠવણ કરી હતી.
આદિત્યને જે કોઠારીમાં રાખવામાં આવ્યો હતો તે ખુબ જ મોટી હતી.અત્યારે તો આદિત્ય એકલો જ હતો પણ સજા મળ્યા અને ત્યાં શિફ્ટ થયાના બીજા દિવસે તે જ કોઠરીમાં સવારે બે ગુંડાઓ આવ્યાં,જે હેત ગજરાલે મોકલ્યા હતા.હેત ગજરાલે આદિત્યને પણ શોર્યની જેમ ધોઇને સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું.
તે ગુંડાઓ તેમનું કામ સાંજ સુધીમાં કરવાના હતા પણ અચાનક સાંજ પડતા જ વકીલસાહેબે બીજી કોઠરીમાંથી બે અન્ય ખુંખાર ગુંડાઓ આદિત્યની કોઠરીમાં તેમનું નામ ના આવે તે રિતે શિફ્ટ કરાવ્યા.
બન્ને અલગ અલગ ગેંગના ગુંડાઓ એકબીજાને જોઇને આશ્ચર્યમાં પડી ગયા જ્યારે આદિત્ય તેમને જોઇને ડરી ગયો.
*****
અભિરિ
અભિષેક રિતુને સમજાવવાની અને તેના નજીક આવવાની ઘણી કોશીશ કરતો ,તે રિતુ સમક્ષ લગ્નની વાત મુકતો પણ રિતુ હજીપણ ત્યાં જ હતી જ્યાંથી તેમનો સંબંધ શરૂ થયો હતો.
છેલ્લા દસ દિવસથી અભિષેકનું વર્તન ખુબ જ બદલાયેલું હતું.તે ઘરે ખુબ જ મોડો આવતો.રાત્રે ઘરે જમતો પણ નહીં.રિતુ અભિષેકના બદલાયેલા વર્તનનું ખોટું અર્થઘટન કરી રહી હતી.
આજે તે અભિષેક સાથે વાત કરીને હકીકત જાણવા ઇચ્છતી હતી.આજે પણ રાતના બાર વાગ્યાં હતા અભિષેક હજીસુધી આવ્યો નહતો.રિતુ ડાઇનીંગ ટેબલ પર તેની રાહ જોઇ રહી હતી.
"સમજે છે શું?રોજ રોજ આમ લેટ આવવાનું, રોજ સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર એક જ વાત રિતુ પ્લીઝ મેરી મી અને ના માની તો આ બધું શરૂ કર્યું.મારી સાથે જે થયું પછી મને થોડો સમય જોઇએ છે આમાંથી બહાર આવવા પણ તે સમજતો જ નથી."રિતુ સ્વગત બબડી રહી હતી.
રાતના એક વાગ્યાની આસપાસ લગભગ અભિષેક આવ્યો.રિતુ ખુબજ ગુસ્સામાં હતી.
"અરે હાય,રિતુ તું કેમ હજી સુધી જાગે છે?તું જમી નથી?મે મેસેજ કર્યો હતો કે જમી લેજે."અભિષેક અંદર આવતા બોલ્યો.તેના ચહેરા પર થકાવટ સાફ દેખાતી હતી.
"ના નથી જમી અને જમવું પણ નથી.તું આ શું કરી રહ્યો છે ? તું મને અવોઇડ કરે છે મને ઇગ્નોર કરે છે.રાત્રે જાણીબુઝીને મોડો આવે છે કેમ? કેમ કે તને મારું મોઢું ના જોવું પડે.મારું વારંવાર તને લગ્ન માટે ના પાડવું તને ખટકે છે.તું મને સમય નથી આપતો તારો અને તું ઇચ્છે છે કે હું લગ્ન માટે માની જઉં."રિતુ ગુસ્સામાં એક જ શ્વાસમાં બોલી ગઇ.અભિષેક ખુબજ દુખી થઇ ગયો.તેનું મોડા આવવા પાછળ અને રિતુની સાથે સમયના વિતાવી શકવાનું કારણ કઇંક અલગ હતું પણ આજે રિતુના આ સ્વરથી તે અકળાઇ ગયો અને તે પણ ગુસ્સામાં બોલ્યો,
"વાહ રિતુ,કેટલું સરળતાથી બોલી ગઇ તું આ બધું?તું મારા કામ વિશે શું જાણે છે? હું એક ડૉક્ટર છું એક ડૉક્ટરની લાઇફ સરળ નથી હોતી.આખો દિવસ પેશન્ટ જોવાના ,રીસર્ચના કામ માટે ધક્કા ખાવાના અને તેમા આવતી અડચણો દુર કરવાની.મારું શરીર જાણે નિચોવાઇ જાય છે અને તું આવા આરોપ લગાવે હદ છે યાર."અભિષેક જમ્યા વગર પોતાના બેડરૂમમાં જતો રહ્યો.તે રાત્રે રિતુ ખુબજ રડી તેણે નક્કી કર્યું કે અગર આવું જ રહ્યું તો તે આ ઘર છોડીને જતી રહેશે.તેણે આ વિશે રુહી સાથે વાત કરવાનું નક્કી કર્યું.
******:
રુચિ શોર્યની હકિકત જાણ્યાં પછી સાવ આઘાત પામી હતી,આજસુધી જે તેણે કર્યું તે જ તેની સાથે થયું હતું.રુહી તરફ શોર્યની જે નજર હતી તે હવે તે સમજી શકતી હતી.તે હવે બરાબર ફસાઇ ગઇ હતી.
ઉપરથી કાકીમાઁનો ત્રાસ,પુરા ઘરનું કામ,રસોઇ,પુજાપાઠ,બગીચાનું કામ અને પુરો દિવસ કકળાટ રુચિનું જીવન બદતર થઇ ગયું હતું.રુચિ સાથે શોર્યનો વ્યવહાર ખુબ જ પ્રેમાળ પતિનો હતો.
રુચિ મક્કમપણે એવું માનતીહતી કે તેનો પ્રેમ શોર્યને બદલી દેશે પણ આ બધાંમાં તેને રુહીની મદદ જોઈશે.
તેણે રુહી સાથે વાત કરીને તેની મદદ માંગવાનું નક્કી કર્યું.
તે રાત્રે રુહી પાસે ગઇ,આ એજ રુહી હતી જેને તેણે પરેશાન કરવામાં કશુંજ બાકી નહતું તે રુહીના બેડરૂમમાં ગઇ.રુદ્ર અને રુહી બેસેલા હતા એકબીજાની સાથે.તેણે દરવાજા પર નોક કર્યું.
"અંદર આવો."રુદ્રે કહ્યું.
રુચિ અંદર આવી ,રુદ્ર અને રુહીને આશ્ચર્ય થયું.
"રુહી,તારી સાથે વાત કરવી હતી એકલામાં"આટલું કહી તેણે રુદ્ર સામે જોયું.રુદ્ર બહાર જતો રહ્યો અને રુચિએ દરવાજો બંધ કર્યો.
"હા બોલ રુચિ."રુહીએ કહ્યું.
"રુહી,કહેતા સારું તો નથી લાગી રહ્યું કેમકે હું તને અને તું મને પહેલેથી નાપસંદ છે પણ આજે તારી મદદ વગર હું આગળ નહીં વધી શકું."રુચિએ ખચકાટ સાથે કહ્યું.
"શું વાત છે? ગોળગોળ વાતોના કર."રુહીએ કહ્યું.
"રુહી,શોર્યને બદલવા,તેના હ્રદયમાં માત્ર મારું નામ સ્થાપવા મારેતારી મદદ અને સલાહ જોઇએ છે.હું શોર્યને ખુબજ પ્રેમ કરું છું અને તેના વગર નહીં જીવી શકું.પ્લીઝ મને કોઇ રસ્તો બતાવ હું શું કરું કે તે તારા વિશે કે અન્ય કોઇ સ્ત્રી વિશે વિચારવાનું છોડી દે."રુચિ રડવા જેવી થઇ ગઇ.
રુહી મનોમન હસી,આજે રુચિને આ હાલતમાં જોઇને એકતરફ તેને સારું લાગી રહ્યું હતું તો બીજી તરફ દયા પણ આવી રહી હતી.
"સારું રુચિ,હું તારી મદદ જરૂર કરીશ પણ અત્યારે ખુબ જ મોડું થઇ ગયું છે.તો તું સુઇ જા હું કાલે તને કહીશ કે તારે શું કરવાનું છે કે શોર્ય માત્ર તારો જ થાય."રુહી આત્મવિશ્વાસ સાથે બોલી.રુચિ તેને જોઇને આશ્ચર્ય પામી તે હકારમાં માથું હલાવીને જતી રહી.રુદ્ર અંદર આવ્યો,રુહીએ તેને બધી વાત જણાવી.
"રુદ્ર,રુચિ હવે ધીમેધીમે બદલાઇ રહી છે.પહેલા ઘરનું કામ કમને કરતી હતી હવે તે આ બધું હ્રદયથી કરતી હોય તેમ લાગે છે.આપણો પ્લાન અડધો સફળ થઇ જશે અગર રુચિ બદલાઇ જશે તો."રુહી ખુશી સાથે બોલી.
"સારી વાત છે આ બધો કમાલ મારી જાનનો છે.તું છો જ કમાલ,સુંદરતા,આત્મવિશ્વાસ ,સમજદારી અને બુધ્ધિનું અનોખું સંગમ એટલે મારી રુહી." આટલું કહીને રુદ્રે રુહીને પોતાની નજીક ખેંચી,રુહી નજાકત સાથે રુદ્રના આલીંગનમાં સમાઇ રહી હતી.તેટલાંમાં બારણું ફરીથી ખખડ્યું અને મોઢું ચઢાવેલો આરુહ અંદર રૂમમાં આવ્યો.
તેને આ રીતે જોઇને રુદ્ર અને રુહી ચોંક્યા.
"આરુહ, શું થયું બેટા?"રુહીએ પુછ્યું.રુદ્રને આ કામ કાકાસાહેબનું લાગ્યું.તેને લાગ્યું કે ફરીથી કાકાસાહેબે તેને કઇંક એવું કહ્યું હશે જેના કારણે તે દુખી થઇ ગયો છે.
"મમ્મા પપ્પા, આઇ એમ વેરી અપસેટ."આરુહ મોઢું ચઢાવીને બોલ્યો.
"શું વાત છે? કાકાસાહેબે કઇ કહ્યું તને મારા સિંહ?"રુદ્રે પુછ્યું.
"ના મને તેમણે કશુંજ નથી કીધું પણ વાત તમને બન્નેને રીલેટેડ છે."આરુહ બોલ્યો
"આરુહ,રાતના દસ વાગ્યે આપણે પઝલ ગેમ નથી રમવાની જે વાત હોય તે સીધેસીધી બોલ." રુહી બોલી.
"આઇ એમ અપસેટ વીથ બોથ ઓફ યુ.તમારા બન્નેના કારણે મારે નીચું જોવું પડે છે.મારા ફ્રેન્ડ્સની વાતો સાંભળવી પડે છે."આરુહ બોલ્યો તેની વાતથી રુદ્ર અને રુહી આઘાત પામ્યાં.
રુહી રુચિને મદદ કરશે?અગર હાં તો કેવી રીતે?અભિરિની પ્રેમકહાની શરૂ થયા પહેલા જ ખતમ થઇ જશે? આદિત્ય સાથે શું થશે?
જાણવા વાંચતા રહો.