Rudrani ruhi - 89 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -89

રુદ્રની રુહી... - ભાગ -89

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -89

રુદ્ર અને રુહી આઘાત સાથે આરુહ સામે જોઇ રહ્યા હતા,તેના બોલવાની રાહ જોઇને.
"વાત શું છે?"રુહીએ કડક સ્વરમાં પુછ્યું.

જવાબમાં આરુહ તેમની સામે પીઠ દેખાડીને ઊભો રહી ગયો.રુદ્ર અને રુહીને આશ્ચર્ય થયું.
"મમ્મી- પપ્પા,મારા ક્લાસમાં મારા બધાં ફ્રેન્ડ્સની વચ્ચે હું એકલો પડી જઉં છું.તે બધાં વાતો કરતા હોયને તો હું તો તેમને જોયા જ કરું છું કેમ કે તે બધાંની પાસે વાત કરવા માટે ટોપીક હોય છે અને તે મારી પાસે નથી.તે લોકો હંમેશાં એના જ વિશે વાત કરવા માંગે છે.

તો હું શું કરું?આઇ ફીલ સો સેડ."આરુહ દુખી સ્વરે બોલ્યો.
"બધું જ તો છે તારી પાસે આરુહ.એવી કઇ વસ્તુ છે જે તારી પાસે નથી ?"રુદ્રે પુછ્યું.
"નથી બધું નથી મારી પાસે,મારી પાસે સ્મોલ બર્ધર કે સ્મોલ સિસ્ટર નથી.મારા બધાં જ ફ્રેન્ડ્સને સ્મોલ બર્ધર કે સિસ્ટર છે."આરુહ ખચકાતા બોલ્યો રુદ્રને આરુહની વાત સાંભળીને ખુશી થઇ તેણે શરારતી સ્માઇલ રુહી તરફ કર્યું.
"હા તો?"રુહી કડક અવાજમાં જ બોલી.
"મમ્મી,મને પણ જોઈએ."આરુહ બોલ્યો.
"જા સુઇ જા ખુબજ લેટ થઇ ગયું છે અને હા આ બધાંમાં તું તારું બ્રેઇન બહુ ના યુઝ કર આટલું મન ભણવામાં લગાવ.જા"રુહી તેને વઢી,આરુહ મોઢું ચઢાવીને જતો રહ્યો.રુદ્ર હજીપણ તે જ શરારતી હાસ્ય રુહી સામે આપી રહ્યો હતો.

"શું ?આમ શું જોવો છો?યાદ છે રુદ્રાક્ષ સિંહ કોઇકે એક દિવસ બહુ જ સ્માર્ટનેસ બતાવી હતી.હું ભુલતી નથી એ બધું."રુહીએ રુદ્રને યાદ દેવડાવ્યું.

"ઓહો જાનેમન,આવું બધું થોડી યાદ રાખવાનું હોય.હું મારા દિકરાની બધી જ ઇચ્છા પુરી કરવા માંગુ છું."રુદ્ર આટલું કહીને રુહીની પાસે સરક્યો તેનો હાથ પકડીને પોતાની નજીક ખેંચી.
"રુદ્રાક્ષ સિંહ,બાળકોની બધી ઇચ્છા પુરી કરવી જરૂરી નથી."રુહી રુદ્રને ધક્કો મારીને દુર ગઇ.
"રુહી,મારે તો દિકરી જ જોઇએ છે અને મે તો તેનું નામ પણ વિચારી રાખ્યું છે."રુદ્ર તેની પાછળ ગયો.રુહીએ મોઢું મચકોડ્યું અને બારી પાસે જઇને ઊભી રહી.
"ઠીક છે કોઇ વાંધો નહીં,રુહી.ગુડ નાઇટ."ખોટો ગુસ્સો દેખાડી રુદ્ર જતો રહ્યો.
"હાય હાય,આ તો રીસાઇ ગયા અને સાચે જતાં રહ્યા.મને લાગ્યું કે તે મને મનાવવા આવશે પણ આ તો મારે મનાવવા પડશે."રુહીએ મનોમન વિચાર્યું
રુદ્ર પલંગ પર જઇને સુવાનું નાટક કરી રહ્યો હતો.
"સુઇ ગયા?"રુહી બોલી
રુદ્રએ સુવાનું નાટક ચાલું રાખ્યું.રુહી રુદ્રની પાસે આવીને બેસી.
"મને ખબર છે કે તમે જાગો છો.તમારી પત્ની બનવું મારા માટે ગર્વની વાત છે.તમારી પ્રેમિકા હોવું એ મારી ખુશનસીબી છે અને તમારા બાળકની માઁ બનવું તે મારા માટે સૌભાગ્યની વાત છે.
જે દિવસે હું તમારા બાળકને જન્મ આપીશ ત્યારે જઇને હું સંપૂર્ણ બનીશ."રુહી પલક ઝુકાવીને ભાવુક થઇને બોલી.રુદ્ર ઊભો થઇ તેને ગળે લગાવી દીધી અને પોતાના બે હાથમાં ઉચકી લીધી તે બન્ને એકબીજાના પ્રેમમાં ખોવાઇ ગયાં.

****

અભિરિ

રિતુ પુરી રાત સુઇના શકી,જાત જાતના વિચારોએ તેના મનને કુશંકાઓથી ભરી દીધું હતું.સવાર પડતા જ તેણે પહેલો કોલ રુહી અને કિરનને કર્યો.તેણે તે બન્નેને કોન્ફરન્સ કોલ કર્યો અને છેલ્લા થોડા દિવસમાં બનેલી ઘટનાઓ જણાવી અને કાલે રાત્રે બનેલી વાત જણાવી.
"તું પાગલ છે રિતુ."કિરન બોલી.
"સાચું કહે છે કિરન.અભિષેક એવો નથી.તે તને પ્રેમ કરે છે તારી નજીક આવવા માંગે છે તો શું ખોટું છે.એક પગલું તો તું પણ તેની તરફ વધારી શકે છે.તારો સ્પર્શ અને હુંફ તેને તારા પ્રેમનો અહેસાસ દેવડાવશે."રુહી બોલી.
"પણ મે તેને કીધું હતું કે ગીવ મી સમટાઇમ.મને મારીસાથે બનેલી ઘટનામાંથી બહાર આવતા સમય લાગશે અને કાલે તો તે ગુસ્સે થયો.હું આખી રાત રડી."રિતુ બોલી
"આઇ એગ્રી વિથ કિરન,તું મુર્ખ છે.સાંભળ હું અભિષેકને સારામાં સારી રીતે ઓળખું છું.સૌથી પહેલા તો આ વાત તારા દિમાગમાંથી કાઢ અને બીજી વાત તે જરૂર કોઇ તકલીફમાં હશે એટલે જ તે આવું વર્તન કરે છે.તું તેને જાણ ના થાય તે રિતે પુરી વાત જાણ."રુહી બોલી.
"હા રિતુ.તું તેને તેના મુશ્કેલ સમયમાં તેને સાથ આપ."કિરન બોલી.
તેટલાંમાં ઘરનો બેલ વાગ્યો,રિતુ ફોન મુકીને દરવાજો ખોલ્યો.સામે ફોર્મલ પેન્ટ શર્ટ પહેરેલો એક યુવક ઊભો હતો.રિતુને જોઇને તે સહેજ ખચકાયો.
"સોરી મેમ,હું ભુલથી ખોટા ઘરમાં આવી ગયો.મારે એકચ્યુલી ડૉક્ટર અભિષેકના ઘરે જવા માંગુ છું." તે યુવાન બોલ્યો.
"તમે બરાબર ઘરે આવ્યાં છો.તમે કોણ?"રિતુએ પુછ્યું.
"જી હું ડૉ.પારિતોષ.અભિષેક સર સાથે કામ કરું છું.આ ફાઇલ તેમને આપવી હતી."તે બોલ્યો.
"અંદર અાવો."રિતુ બોલી.
"મેમ,તમે અભિષેક સરના વાઇફ છો?"ડો.પારિતોષે પુછ્યું
ના તો હું તેમની વાઇફ છું કે ના ગર્લફ્રેન્ડ.હું તેમની ફ્રેન્ડથી પણ ખાસ છું.મારું નામ રિતુ છે.તમે બેસો હું ચા લાવું."રિતુ બોલી.
રિતુ ડૉ.પારિતોષ માટે ચા લાવી.તે બન્નેએ ચા પીધી.
"મેમ, આ ફાઇલ સરને આપી દેજોને.હું નિકળું."પારિતોષ બોલ્યો.
"પારિતોષ,એક મીનીટ મારે તમને કઇંક પુછવું છે.આ અભિષેક જે રીસર્ચમાં કામકરી રહ્યા છે તેમા કઇ પ્રોબ્લેમ છે.મતલબ કોઇ વાત છે જેને લઇને અભિષેક પરેશાન હોય."રિતુએ પુછ્યું.
"મેમ.."પારિતોષ થોડો ખચકાયો
"પારિતોષ,પ્લીઝ મને તે વાત જણાવો અને બીજી વાત પ્લીઝ હું અભિષેકને આ રીતે પરેશાન નહીં જોઇ શકું.તમે મને જણાવો."રિતુએ કહ્યું.
"ઓ.કે રિતુમેમ,જણાવું."પારિતોષ બોલ્યો.
તેણે રિતુને અભિષેકના રીસર્ચ વિશે જણાવ્યું અને બીજું પણ કઇંક જણાવ્યું.જે સાંભળી રિતુ ચિંતામાં આવી ગઇ.તેની આંખમાં પસ્તાવાના આંસુ હતા.
"ઓહ અભિષેક,આ શું રીત થઇ પોતાની તકલીફ કોઇને નહીં જણાવવાની અને સહન કરવાનું પણ હું તમારી મદદ જરૂર કરીશ.પારિતોષ તમે મારી મદદ કરશો?"રિતુએ પુછ્યું.
"જરૂર મેમ,અભિષેક સરના બહુ ઉપકાર છે મારા પર તે બહુ સારા છે.હું તમારી મદદ જરૂર કરીશ."પારિતોષ બોલ્યો.
"થેંક યુ."રિતુએ પારિતોષનો હાથ પકડીને કહ્યું.બરાબર તે જ સમયે અભિષેક પોતાના રૂમમાંથી બહાર આવ્યો.તે આ દ્રશ્ય જોઇને થોડો છક થઇ ગયો
"પારિતોષ,તું અહીં શું કરે છે? મે ના પાડી હતીને ઘરે નહીં આવવાનું.તું જા હું આવું છું"અભિષેક ગુસ્સામાં બોલ્યો.
"સોરી સર."આટલું કહીને પારિતોષ નિકળી ગયો.અભિષેકે ગુસ્સામાં રિતુ સામેજોયું.રિતુની આંખમાં આંસુ હતા.તે કઇંક બોલવા માંગતી હતી પણ તે પહેલાં અભિષેક બોલ્યો,
"રિતુ,બ્રેકફાસ્ટ રેડી કર મારે દસ મીનીટમાં નિકળવાનું છે અને હા રાત્રે જમવામાં મારી રાહ ના જોતી."અભિષેક રુક્ષ સ્વરમાં બોલીને ગયો.
રિતુએ નિશ્ચય કર્યો કે તે અભિષેકની મદદ કરશે.

*******
રિતુ સાથે વાત કર્યા પછી રુહી નીચે આવી આરુહ થોડો ઉદાસ હતો.
"શું થયું?રાતવાળી વાતથી હજી નારાજ છે?"રુહીએ પુછ્યું.
"ના મોમ,પણ કાલે રાત્રે કાકીદાદીની જોડે સ્ટોરી સાંભળવા હું તેમના રૂમમાં ગયો તો કાકાદાદાએ મને ગુસ્સો કરીને કાઢી મુક્યો."આરુહ બોલ્યો.
રુહીએ તેને ગળે લગાડ્યો
"ડોન્ટ વરી બેટા,તે ઓલ્ડ છેને તેમને વહેલા ઉંઘ અાવે એટલે ગુસ્સો ના કર્યો હોય.તેમનો અવાજ જ મોટો છે.જા હોમવર્ક ફીનીશ કર."રુહીએ તેને સમજાવ્યો.તેટલાંમાં રુચિ આવી,સાડી પહેરવી,ભારે ઘરેણા અને માથે પલ્લું હવે તે આ બધાંથી સેટ થઇ રહી હતી.
"રુહી,ગુડ મોર્નિંગ.રુહી પ્લીઝ મને કહે હું શું કરું?પ્લીઝ પાછલી બધી વાતો માટે હું તને દિલથી સોરી કહું છું તું એ બધી વાતો મનમાં ના રાખ.આદિત્ય અને અદિતિના ભડકાવવામાં હું આવી ગઇ હતી.તું મને કહે હું શું કરું કે હું શોર્યને મારા સાચા પ્રેમનો અહેસાસ કરાવી શકું ."રુચિ બે હાથ જોડીને બોલી.
"રુચિ,માફ કરી તને.આજે તે હ્રદયથી માફી માંગી છે.હું તારી મદદ જરૂર કરીશ.તે મારી સાથે ઘણું ખરાબ કર્યું છેપણ હું એવું નહીં કરું.કૂતરા આપણને કરડે તો આપણે સામે એને કરડવા થોડી જવાય ?કોઈ ગાંડો આપણને પથરો મારે તો આપણે એને પથરો થોડો મરાય?એટલે હું તારી સરખામણી કૂતરા કે ગાંડાની સાથે નથી કરતી આતો ઉદાહરણ આપ્યું.

હા પણ જો તે મારી સાથે ચાલાકી કરી કે ફરી છેતરામણી કરી તો આ વખતે હું શાંત નહીં બેસું હું રુદ્રની રુહી છું આ વખતે તો તને બરાબર જવાબ આપીશ.તો બોલ તું ખરેખર શું ઇચ્છે છે ?તું ખરેખર બદલાવવા માંગે છે ? "રુહીએ કહ્યું.
જવાબમાં રુચિ રુહીના પગે પડી તેની આંખમાં આંસુ હતાં.રુહીએ રુચિને ઉભી કરી તેને ગળે લગાવી અને તેના આંસુ લુછ્યા અને તેના કાનમાં કઇંક કહ્યું.


"શું ?સાચે?આવું કરવાથી શોર્ય બદલાશે?"રુચિએ પુછ્યું.


"હા,હું જેમ કહું છું તેમ કર.શોર્ય બદલાઇ પણ જશે અને તે તારો પ્રેમ પણ સમજશે."રુહી બોલી.રુચિ ખુશ થઇને જતી રહી કાકીમાઁ આવ્યાં.રુહીના મનમાં પ્રશ્ન હતો.જે આજે તે કોઇપણ ભોગે ઉકેલવા માંગતી હતી.


"કાકીમાઁ,મારે એક વાત પૂછવી છે."રુહી કંઇક વિચારીને બોલી.
"શું? બેટા પુછને." કાકીમાઁ.


"કાકીમાઁ મારે કાકાસાહેબ અને રુદ્રની દુશ્મનીનું કારણ જાણવું છે"રુહી બોલી.


કાકીમાઁ તેની સામે જોઇ રહ્યા હતા.

શું રુહીનો પ્લાન સફળ રહેશે શોર્ય સુધરી શકશે?કાકીમાઁ કાકાસાહેબ અને રુદ્રની દુશ્મનાવટનું કારણ જણાવશે?રુહી અને રુદ્ર ફરીથી માતાપિતા બની શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

sandip dudani

sandip dudani 6 months ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Saroj Bhagat

Saroj Bhagat 1 year ago