આદિત્ય તે બન્ને ગુંડાઓને જોઇને ખુબ જ ડરી ગયો હતો.
"એય તું કોની ગેંગનો છે આને ખર્ચોપાણી આપવા અમને અહીં મોકલ્યા છે આ અમારું કામછે.તમેલોકો વચ્ચે ના પડો."બે ગુંડાઓ જેમને હેત ગજરાલે મોકલ્યા હતા તેમાંથી એક બોલ્યો.
"ઓ અમે પણ અહીં એ જ કામ માટે શિફ્ટ થયા છીએ.તું અમારા કામમાં તારી ટાઁગ ના અડાય."વકીલસાહેબે શિફ્ટ કરાવેલા ગુંડાઓ બોલ્યા.
"એય ભીડુ,મીલ કર કામ કરતે હેના,એસા કુછ કરતે હૈ કે યે મામુ લોગ કોકોઇ ડાઉટ ના હો."તેમાનો એક બોલ્યો
"હા એ બરાબર છે."
તે લોકોએ એકબીજાને આંખ મારી,આ બધું સાંભળી રહેલા આદિત્યને ફાળ પડી.તેણે હવાલદારને બુમો પાડવા લાગ્યો.
"હવાલદાર સાહેબ,મને બચાવો આ લોકો મને મારવા માંગે છે."
એક હવાલદાર તેની બુમો સાંભળીને આવ્યાં.
"ક્યાં હેૈ ક્યુ ચિલ્લા રહા હૈ.શાંતિ રખ.વરના વો કોને વાલી ગંદી કોઠરી મે ડાલ દુંગા."
આટલું કહીને હવાલદાર તેની વાત સાંભળવા ના રોકાયો.
તે ગુંડાઓ એકબીજાને આંખ મારી અને અંદર અંદર ઝગડવાનું શરૂ કર્યું.પહેલા જોરજોરથી બુમો પાડી અને પછી મારામારી ચાલુ કરી.આદિત્ય ખુણામાં લપાઇ ગયો હતો.તેને ખેંચીને એક ગુંડાએ તે ટોળામાં લીધો અને તેને ચારોય ગુંડાઓએ મળીને સરખો ધોઇ નાખ્યો.
હવાલદાર અને જેલરે આવીને તે બધાને અલગ કર્યા.
"ક્યા બે તુમ લોગ ઇધર ભી શુરુ હો ગયે."આટલું કહીને તે ગુંડાઓને ડંડા મારતા બીજે લઇ ગયા.આદિત્ય લોહીલુહાણ હાલતમાં જમીન પર પડીને કણસી રહ્યો હતો.તેની આ હાલતનો ફોટો વકીલસાહેબને પહોંચી ગયો.
આદિત્યને સમજાઇ ગયું હતું કે આ કામ હેત ગજરાલ અને રુદ્રનું હતું.તેને સમજાઇ ગયું હતું કે બે ખુબ જ મજબુત લોકો સાથે તેણે દુશ્મનાવટ લીધી હતી પણ તેણે નિશ્ચય કરી લીધો હતો કે તે રુહી ,રુચિ અને તેમના પતિઓને બરબાદ કરીને જ શાંતિથી બેસસે.તેને હોસ્પિટલ લઇ જવાઇ રહ્યો હતો તેણે નક્કી કરી લીધું હતું કે તે ગમે તેમ કરીને અહીંથી બહાર નિકળશે અને તે લોકો સાથે બદલો લેશે.
***
અભિરિ
અભિષેક ના ગયા પછી રિતુએ પારિતોષને ફોન લગાવ્યો અને તેને બહાર મળવા બોલાવ્યો.
થોડા સમય પછી રિતુ અને પારિતોષ એક કેફેમાં બેસેકા હતા.
"પારિતોષભાઇ,થેંક યુ મારા એક વાર કહેવા પર તમે અહીંયા આવ્યા.આપણે તે ગદ્દારને શોધીને જ રહીશું.જેણે અભિષેક જેવાસારા માણસ સાથે દગો કર્યો છે."રિતુ બોલી.
અભિષેક છેલ્લા કેટલાય દિવસથી મુશ્કેલીમાં હતો.તેની વર્ષોનીમહેનત તેની રીસર્ચ તેની દવા કે જે તેણે ખાસ ડ્રિપેશનના દર્દીમાટે બનાવી હતી.તેણે ખુબ રીસર્ચ કરીને તે દવા અને પ્રોપર કાઉન્સેલીંગ અને તેની અન્ય ટેકનીક વિકસાવી હતી.જેનાથી ડ્રિપેશનના શિકાર દર્દીઓ જલ્દી એકદમ ઠીક થઇ જાય.
તેની આ દવા લાસ્ટ ફેઝમાં હતી.અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું પણ છેલ્લા કેટલાય દિવસથી અેક એક કરીને દર્દીઓને તેની આડઅસર થઇ રહી હતી.હકીકતમાં તેની આડઅસર થવી શક્ય નહતી કેમકે તે દવા એકદમ પરફેક્ટ હતી પણ તેની જ ટીમનું કોઇ હતું જે અન્ય ડિપ્રેશનની દવા બનાવતી કંપની સાથે મળીગયુ હતું.બસ તે જ ગદ્દારને શોધવા રિતુએ પારિતોષને અહીં બોલાવ્યો હતો.
"પારિતોષભાઇ,શું લાગે છે તને? કોણ હોઇ શકે છે?અભિષેકની ટીમમાં કોણ કોણ છે?"રિતુએ પુછ્યું
"રિતુમેમ,આ લીસ્ટ છે ટીમનું જે સર સાથે રીસર્ચ પર કામકરી રહી હતી.આ બે તો સિનિયર સિટિઝન છે તે અભિષેક સરના ગુરુ છે તે ના હોઇ શકે બાકી રહ્યો હું ,આ ડો. સમૃદ્ધિ અને ડો.નીખીલ.ડો.નીખીલે આ રીસર્ચ માટે ઘણું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે."પારિતોષ બોલ્યો.
"તો ડાઉટ આ ડો.સમૃદ્ધિ પર જ છે.એક કામકરીએ પારિતોષભાઇ આપણે તેનોપીછો કરીએ અને હું મારા એક ફ્રેન્ડની મદદ વળે તેની કોલ ડીટેઇલ્સ કઢાવું."રિતુ બોલી.
રિતુ અને પારિતોષ બધાંના ગયા સુધી બહાર જ હતા છુપાઇને અંતે સાંજના સમયે સમૃદ્ધિ બહાર આવી.છુપાયેલા પારિતોષ અને રિતુ પારિતોષની ગાડીમાં બેસીને તેનીપાછળ ગયાં.
અનાયાસે તે જ સમયે અભિષેકે તેમને એકસાથે જોયા આટલા બધાં ટેન્શનમાં તેનાદિમાગે કામ કરવાનું કે લાંબુ વિચારવાનું છોડી દીધું હતું. તેણે આ પરિસ્થિતિને સાવ ઊંધી રીતે જ લીધી.
"રિતુ અને ડો.પારિતોષ!?શું કમી છે મારા પ્રેમમાં? હું મારો પ્રોબ્લેમ તેને કહી તેને ચિંતામાં નહતોનાખવા માંગતો એટલે તેનાથી દુર રહ્યો જેનો તેણે સાવ ઊંધો અર્થ લીધો."અભિષેક ભીની આંખ સાથે સ્વગત બોલ્યો.
અહીં પારિતોષ અને રિતુ તેની પાછળ દુર એક વિરાન સ્થળ પર ગઇ,જ્યાં તેને એક માણસે રૂપિયા ભરેલી બેગ આપી.જેનો તેમણે ફોટો પાડી લીધો.
"પારિતોષભાઇ,બસ હવે એક વાર પેલીકોલ ડીટેઇલ્સ આવી જાય અને પછી આપણે આ સમૃદ્ધિનો ભાંડો પુરી મીડિયા સામે ફોડીશું.હા આ વાત હમણાં અભિષેકને ના કહેતા હું તેને અચાનક સરપ્રાઇઝ આપીશ."રિતુ બોલી.
રાત્રે રિતુ ઘરે પહોંચી ત્યારે મોડું થઇ ગયું હતું અભિષેક બહારનું લાવીને જમી રહ્યો હતો.
"અરે અભિષેક ,બહારથી કેમ લાવ્યા જમવાનું? મે થેપલા બનાવેલા હતા તે ખાઇ લેવા હતાને?"રિતુ એ કહ્યું
"કોઇ વાંધો નહીં રિતુ.તું પણ આવ જમવા."અભિષેકે કહ્યું
રિતુ ફ્રેશ થઇને કપડાં બદલીને આવી તે બન્ને જમ્યાં.આજે ઘણા દિવસ પછી અભિષેક રિતુ પાસે બેસ્યો.તેને લાગી રહ્યું હતું કે રિતુ પારિતોષ તરફ ઢળી રહી હતી.તે રિતુ સાથે આ વિશે સવારે વાત કરવાનોહતો.તેણે અત્યારે પણ જોયું હતું કે પારિતોષ રિતુને ઘરે મુકી ગયો.તેના મનમાં શંકા ઉદભવી ગઇ હતી.રિતુ ખુબ જખુશ હતીતે ફાઇનલી અભિષેકની તકલીફ દુર કરવાની હતી.
******
રુચિને રુહીએ શોર્યને સીધા રસ્તે લાવવાનો સરસ ઉપાય જણાવ્યો.તેને અમલમાં મુકવા તે પોતાના રૂમમાં ગઇ.તે શોર્યની રાહ જોવા લાગી,જેવો તેને શોર્ય આવતો દેખાયો તરત જ તેણે નાટક ચાલું કર્યું.
"ઓહ થેંક યુ સો મચ પાપા,આઇ લવ યુ માય સુપરહીરો.આટલી મોટી લગ્નની ગિફ્ટ તો કોઇએ પણ નહીં આપી હોય.જેવી તમે આપી.
તમે તમારી સંપૂર્ણ સંપત્તિ મારા નામે કરી દીધી એવું વિલ બનાવ્યું એટલે તમારા પછી ગજરાલ ઇન્ડસ્ટ્રીની માલિક હું,વાઉ!!પણ પાપા તમે એમ કેમ કહ્યું કે હું આ વાત શોર્યને હમણાં ના કઉં."રુચિ ફોન પર વાત કરવાની એકટીંગ કરતા કહ્યું અને થોડું અટકી.શોર્ય તેની વાત છુપાઇને સાંભળી રહ્યો હતો.
"શું તમને શોર્ય પર શંકા છે કે જેમ આદિત્યે રુહીને દગો આપ્યો તેમ તે મને આપશે.તમને તે ચારિત્રહીન લાગ્યો.હાઉ ડેર યુ પાપા.મારો શોર્ય માત્ર મને જ પ્રેમ કરે છે.તે કોઇ બીજી સ્ત્રીને તે આંખ ઉઠાવીને પણ ના જોવે."રુચિ બોલી.
"શું હું નજર રાખુ તેના પર નહીંતર તમે નજર રખાવશો?ના પાપા અમારો સંબંધ વિશ્વાસ પર ટકેલો છે.ઠીક છે તમે આટલું કહો છો તો હું ધ્યાન રાખીશ.જો તમે સાચા નિકળ્યા તો હું તેને ડિવોર્સ આપીને ત્યાં આવી જઇશ અને જો તમે ખોટા પડ્યા તો તમે તેની માફી માંગશો."રુચિએ વાત પુરી કરવાનું નાટક કર્યું.શોર્ય ડરી ગયો તેણે વિચાર્યું,
"રુહીને જોઇને મારો મારા પર કંટ્રોલ નથી રહેતો પણ અગર રુચિની સંપત્તિ જોઇતી હશે તો કંટ્રોલ કરવો પડશે.આ બાપ બેટી તો બન્ને ડેન્જર છે."
તે ત્યાંથી જતો રહ્યો અને તેણે રુહીને ફોન લગાવ્યો.
"રુહીભાભી."રુચિ પ્રેમથી બોલી રુહી પોતાના માટે રુચિના મોંથી આટલું લાગણીસભર સંબોધન સાંભળી આશ્ચર્ય પામી.
"તમે કહ્યું હતું તેમ થઇ ગયું હવે શોર્ય ડરી ગયો છે.મને લાગે છે કે આ ડર તેને સાચા રસ્તે લાવશે જેમ મને શોર્યનો પ્રેમ ગુમાવવાનો ડર સાચા રસ્તે લાવ્યો.આ બધું તમારા અને રુદ્રભાઇના કારણે જ થયું છે.તમારા કારણે જ મારા જીવનમાં આ પોઝિટિવ બદલાવ આવ્યો."રુચિની આંખો આટલું બોલતા આંખો ભીની થઇ ગઇ.
"સારું,રુચિ સાંભળ આપણે હવે શોર્યને તપાસીશું.આજે રાત્રે તેની પર આ ડરની કેટલી અસર થાય છે તે જોઇશું."રુહીએ ફોન મુકી દીધો.
સાંજે 'રુહી ગૃહઉદ્યોગ'માંથી તે કાકીમાઁ સાથે મંદિરમાં ગઇ હતી.
"કાકીમાઁ તમે મને ઘરે આવવાની ના પાડીને અહીં કેમ બોલાવી?"રુહીએ પુછ્યું.
"બેટા,તું મારા શોર્ય માટે આટલું કરે છે તો તારા સવાલના જવાબ આપવાની ફરજ છે."કાકીમાઁ બોલ્યા.
"શું કાકીમાઁ?"રુહીએ પુછ્યું.
"તારે કારણ જાણવું હતુંને તારા કાકાસાહેબ અને રુદ્રની દુશ્મનાવટનું તો તેના માટે તારે ભુતકાળમાં જવું પડશે.હું તને શરૂઆતથી સુર્યરાજ સિંહ ભાઇસાહેબ અને પ્રતિમા સુર્યરાજ સિંહ ભાભીસાહેબના જીવનની કહાની સાંભળવી પડશે.એકસાથે તો નહીં કહી શકું પણ તને રોજ થોડી થોડી કરીને સંભળાવીશ."કાકીમાઁએ કહ્યું.
"હા હું ઉત્સુક છું સાંભળવા માટે."રુહી બોલી.
તને શું લાગે છે રુહી રુદ્રનો ગુસ્સો કેવો છે?"કાકીમાઁ એ પુછ્યું.
"એકદમ આગ જેવો નાના જ્યારે ફાટે ત્યારે જ્વાળામુખીની જેમ જ ફાટે પણ જ્યારે પ્રેમ કરે ને ત્યારે એકદમ જોરદાર."રુહીએ કહ્યું.
"કોના જેવો હશે તેનો ગુસ્સો ?"કાકીમાઁએ પુછ્યું.
"અમ્મ મને લાગે છે પિતાજી ખુબજ ગુસ્સાવાળા રહ્યા હશે અને રુદ્ર તેમની આબેહૂબ કોપી."રુહીના જવાબ પર કાકીમાઁ ખડખડાટ હસી પડ્યાં.
"ખોટું,ભાઇસાહેબ તો ભગવાનના માણસ હતા.બિલકુલ શ્રીફળ જેવા બહારથી કડક અને અંદરથી નરમ."કાકીમાઁ બોલ્યા.
"તો?"રુહી બોલી.
"રુદ્ર તેનીમાઁ પર ગયો છે બિલકુલ.ભાભીસાહેબ આગ હતા...ના..ના..આગ નહીં જ્વાળામુખી હતા.જે ગમે ત્યારે ફાટે."કાકીમાઁની વાત પર રુહી આશ્ચર્ય પામી.
રુચિ અને રુહી મળીને શોર્યને સાચા રસ્તે લાવી શકશે?અભિષેકની રિતુ પ્રત્યેની શંકા તેમને અલગ કરશે? કેવી હશે સુર્યરાજ સિંહ અને પ્રતિમાની પ્રેમકહાની?
શું તમે તેમનીકહાની વાંચવા ઉત્સુક છો.પ્રતિભાવમાં જરૂર જણાવજો.
અને આગળ જાણવા વાંચતા રહો.