Rudrani ruhi - 91 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-91

રુદ્રની રુહી... - ભાગ-91

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -91

સુર્યરાજ સિંહ અને પ્રતિમાસિંહની કહાની

રુહી ધ્યાનથી સાંભળી રહી હતી.કાકીમાઁએ રુદ્રના માતાપિતાની કહાની શરૂ કરી.

કાકીમાઁએ બોલવાનું શરૂ કર્યું.
"સુર્યરાજ સિંહ,રુહી તને શું લાગે છે,રુદ્ર કેવો છે દેખાવમાં?"

"અફકોર્ષ,એકદમ હેન્ડસમ."રુહી બોલી.

"રુદ્ર સુર્યરાજ સિંહની સામે કશુંજ નથી.સુર્યરાજ સિંહ,જેનું સુર્ય જેવું તેજ અને ચંદ્ર જેવી શિતળતા,ભાઇસાહેબ ખુબજ હેન્ડસમ હતા,લાંબા,ખડતલ,આજકાલના યુવાનોની જેમ જીમમાં નહીં અખાડા અને ખેતરમાં કામ કરીને કસાયેલું શરીર,આંખો એકદમ તેજ અને મોટી.ચહેરા પર હંમેશાં એક મોહક હાસ્ય.તે બે વર્ષ વિદેશ ભણીને આવ્યાં હતા.

છતાપણ જમીન સાથે જોડાયેલા.પિતાજી સાહેબ તેમના લગ્ન માટે ખુબજ ચિંતિત હતા કેમકે સુર્યભાઇ સાહેબને એકપણ છોકરીજ પસંદ નહતી આવતી.દેશ વિદેશથી માંગા આવતા તેમના માટે પણ તેમને કોઇ એવીના મળી કે જે પહેલી જ નજરમાં હ્રદયમાં વસી જાય.
"સુર્યા,બસ હવે તો મને તારી ચિંતા થાય છે કે તું ક્યારે લગ્ન કરીશ.તું એક પછી એક બધાં માંગા ઠુકરાવી દે છે.વાત શું છે,સુર્યા?"સુર્યરાજ સિંહના પિતાજી.
"પિતાજી,એવી કોઇ મળી જ નથી કે જેને જોઇને તેની સાથે જિંદગી વિતાવવાનું મન થાય."સુર્યરાજ સિંહ બોલ્યા.
"સુર્યા,તને કોઇ ગમે છે તો કહી દે,બધું સામાન્ય છે ને?"સુર્યરાજ સિંહના પિતાજી ચિંતામાં બોલ્યા.

"પિતાજી ,હદ થઇ ગઇ..સાવ આવું વિચારવાનું?" સુર્યરાજ સિંહ નારાજગી સાથે બોલ્યા.

"સારું જા,આ પેલા મનીયાના ખેતરમાં જઇને પાક કેવો થયો છે અને બધું બરાબર છે કે નહીં જોતો આવ."સુર્યરાજ સિંહના પિતાજી બોલ્યા

સુર્યરાજ સિંહ પોતાની ઓપન જીપ લઇને મનીયાના ખેતરમાં જવા નિકળ્યાં.આજે તે તેમની મનમોહીનીને મળવાના હતા,પ્રતિમાભાભીસાહેબને.તેમના માટે મને એક ગીતની પંક્તિઓ યાદ આવે છે.તને પણ કદાચ ખબર હશે.
हे मिटटी पे खींची लकीरे रब ने तो ये तस्वीर बनी आग हवा पानी को मिलाया तो फिर ये तस्वीर सजी

એવા જ હતા તે એકદમ સુંદર,કમર સુધીનો લાંબો ચોટલો,હંમેશાં સાડી પહેરતા,તેમની પાતળી સુંદર કમર.તે આમ એકદમ સૌમ્ય,બાળકો ખુબજ પ્રિય હતા તેમને પણ જે ખોટું કરેને તેમના માટે આગ હતા,જ્વાળામુખી જેમા સુર્યરાજ સિંહ આજે ઓગળી જવાના હતા.પ્રતિમા થોડા દિવસો પહેલા જ હરિદ્વારમાં આવ્યાં હતા.પ્રતિમાભાભીના પિતાજી શિક્ષક હતા.પ્રતિમા પણ શિક્ષિત હતા.તે જમાનામાં તેમણે કોલેજ કરેલી હતી.તે ખુબ જ મોર્ડન વિચારો વાળા હતા.સ્ત્રી પુરુષ સમાનતા વાળા.ખોટું તો તેમનાથી એક જરાક પણ સહન ના થાય અને ગુસ્સો હંમેશાં નાકની ટોચ પર હોય.

તે દિવસે પણ તે આવીજ કોઇ ખોટી વાત પર પોતાનો વિરોધ પોતાના ક્રોધરૂપી જ્વાળામુખીથી પેલા બિચારા મનીયા પર વહાવી રહ્યા હતા.માસ્તરસાહેબની દિકરી હતી એટલે કોઈ તેને કઇ કહેતુ નહીં.માત્ર એટલું નહીં ખુબ જ સારી અને મદદગાર હતી તે ગ્રામજનો માટે.

"મનિયા,તને સહેજ પણ શરમ આવે છે.આટલી નાની દિકરીના લગ્ન કરાવે છે.કયા જમાનામાં જીવે છે?"પ્રતિમાં.

"બેનબા,તો શું કરું ?હું ગરીબ માણસ છું અત્યારે તેના લગ્ન નહીં કરું તો આગળ જતા સારો વર નહીં મળે."મનિયો બોલ્યો.

બસ અને પ્રતિમા નામનો જ્વાળામુખી ફાટ્યો.
"મનિયા,તને તો હું નહીં છોડું.અગર તે આ લગ્ન કરાવ્યાને તો તને તારા પુરા પરિવાર સાથે જેલભેગો કરીશ.તારા હાડકા ખોંખરા કરીશ,તને મોઢું કાળું કરીને ગધેડા પર ફેરવીશ.કોર્ટ લઇ જઇશ,સજા અપાવીશ....તને સજા..."પ્રતિમાએ ક્રોધમાં કાંપતા જોરથી ચિલ્લાવીને કહ્યું.બરાબર તેજ સમયે મનિયાનો પાાક જોવા આવેલા સુર્યરાજ સિંહ ચોંક્યા.
"મુનીમ કાકા,આ કોણ છે? જ્વાળામુખી છે?બિચારો મનીયો તો ગયો પણ આ મનીયાએ કર્યું છે શું ? જે પણ હોય આ મનીયાને આ સુરજમુખી કમ જ્વાળામુખીથી બચાવવો પડશે."સુર્યરાજ સિંહ બોલ્યા.
"અરે એ જ્વાળામુખી,છોડ મનીયાને."સુર્યરાજ સિંહ બોલ્યા.

પોતાના ગુસ્સાના કાર્યક્રમમાં કોણે ખલેલ પહોંચાડી તે જોવા પ્રતિમા પાછળ વળી અને તેની અને સુર્યરાજસિંહની નજર મળી."કાકીમાઁ અટક્યાં

"શું થયું કાકીમાઁ ?કહોને આગળ મારાથી રાહ નહીં જોવાય."રુહી બોલી.
"ના બેટા,ઘરે જઇએ,સાંજની રસોઇનો સમય છે.આ બધી જવાબદારી નિભાવવા માટે રુચિ હજી કાબેલ નથી.બાકીની વાત કાલે."કાકીમાઁ બોલ્યા

રુહી ઘરે આવીને પોતાના બેડરૂમમાં ગઇ,જ્યાં રુદ્ર કઇંક કામ કરી રહ્યા હતા.તેને આજે કાકીમાઁ સાથે થયેલી વાત યાદ આવી તે ધારીધારીને રુદ્રને જોઇ રહી હતી.તે અચાનક જ રુદ્ર પાસે ગઇ લેપટોપ સાઇડમાં મુકયું અને તેની બાજુમાં બેસી તેના બન્ને હાથ રુદ્રના ફરતે વિટાળી દીધાં.રુદ્રએ એક સ્વિટ સ્માઇલ આપી અને કહ્યું,
"સ્વિટહાર્ટ,જે પણ કામ હોય કે વાત કરવી હોય પછી અત્યારે હું એક અગત્યનું કામ કરી રહ્યો છું."

"મારા કરતા પણ મહત્વનું છે?"રુહીએ મોઢું ચઢાવીને પુછ્યું.
"તારા કરતા આ દુનિયામાં કશુંજ મહત્વનું નથી પણ અત્યારે હા, આ કામ તારા કરતા વધારે મહત્વનું છે."રુદ્રે કહ્યું અને તે લેપટોપ લઇને કામ કરવા લાગ્યો.
રુહી આશ્ચર્ય પામી.
"પણ તમારે મારી વાતનો જવાબ આપવો પડશે.મારે તમારા અને કાકાસાહેબની દુશ્મનાવટનું કારણ જાણવું છે."રુહીએ પુછ્યું.કાકીમાઁ તો રુહીને જણાવવાના જ હતા પણ રુહી રુદ્રના એન્ગલથી પુરી વાત જોવા માંગતી હતી.તેણે ફરીથી રુદ્રનું લેપટોપ લઇ લીધું.
"કહેવું જ પડશે કહેવું જ પડશે.
"રુહી,મારું લેપટોપ આપ આ ઇમેઇલ અર્જન્ટ મોકલવાનો છે."રુદ્ર થોડો અકળાઇને બોલ્યો.
"નહીં આપું.આજે તમે મારી વાત નહીં ટાળી શકો.અત્યારે વ્યસ્ત છો તોવચન આપો કે પછી જણાવશો."રુહી બોલી.

"રુહી..આ શું ખોટી જિદ છે? નથી જણાવવું મારે જા."રુદ્ર બોલ્યો.
"પણ કેમ?"રુહી તેની જિદ પર હતી.

"તને એક વાર કહ્યું સમજ નથી આવતું કે મારે તે વિશે કોઇજ વાત નથી કરવી.નથી કરવી.અન્ડરસ્ટેન્ડ..?રુહી..નાઉ પ્લીઝ આઉટ ઓફ ધીસ રૂમ એન્ડ લીવ મી અલોન."રુદ્ર પહેલી વાર રુહી પર જોરથી ચિલ્લાવ્યો રુહી આઘાત પામી અને હેબતાઈ ગઇ.તે તુરંત જ રૂમની બહાર જતી રહી.

રુદ્રનો અવાજ એટલો મોટો હતો કે કાકાસાહેબ,શોર્ય,રુચિ અને કાકીમાઁ બધાં ભેગા થયા.
રુહી તેમને જોઇને થોડો સંકોચ પામી એટલે બધાં જતા રહ્યા.રુચિ રુહીની પાસે આવી અને તેના હાથ પર પોતાનો હાથ મુક્યો.તેના સ્પર્શમાં એક લાગણી હતી.રુહીને ઘણું સારું લાગ્યું.
થોડી વાર પછી...
"રુહીભાભી,શોર્યની પરીક્ષા લઇએ?"રુચિએ પુછ્યું.
રુહીએ હકારમાં માથું હલાવ્યું.

*****

અભિરિ

અભિષેકને ઊંઘ નહતી આવતી.વારંવાર તેનું મન પોતાની અને પારિતોષની સરખામણી કરતું.તેને બેચેની થતી હતી તે હવે રિતુને ગુમાવવા નહતો માંગતો.તે રિતુ સાથે વાત કરવા ઊભો થયો.તેનું ધ્યાન ગયું કે રિતુ ધીમા અવાજે કોઇની સાથે વાત કરી રહી હતી.

હકીકતમાં રિતુ પારિતોષને કહી રહી હતી કે તેની પાસે તે છોકરીની કોલ ડિટેઇલ્સ આવી ગઇ છે તો હવે તે બન્ને મળીને કાલે તેને બધાની સામે એક્સપોઝ કરશે અને અભિષેકની મહેનત પર પાણી ફરતા અટકાવી દેશે.આટલી વાત કરીને રિતુ સુઇ ગઇ,જ્યારે અભિષેકે આવીને તેનો ફોન ચેક કર્યો.

રિતુના ફોનમાં લાસ્ટ ડાયલમાં અને વોટ્સઅપ ચેટમાં પારિતોષનું જ નામ હતું.અભિષેક લાંબું વિચારવાની અને સમજવાની શક્તિ ગુમાવી ચુક્યો હતો.તે ખુબજ ગુસ્સામાં હતો.

સવારે રિતુ ખુબજ ખુશ હતી,તે ગીત ગાઇ રહી હતી.તેણે આજે સ્પેશિયલ બ્રેકફાસ્ટ બનાવ્યો હતો.તે અભિષેકને આ પ્રોબ્લેમ સોલ્વ કરીને સરપ્રાઇઝ આપવા માંગતી હતી.અભિષેકની ટીમની તે છોકરીની કોલ ડિટેઇલ્સ ચેક કરતા તે સાફ થઇ ગયું હતું કે તે જ ગદ્દાર હતી.

અભિષેક તૈયાર થઇને આવ્યો,તેની આંખો લાલ હતી કેમકે તે ગુસ્સામાં હતો અને બીજું તે પુરીરાત સુઇ નહતો શક્યો.રિતુને આટલી ખુશ જોઇ,સ્પેશિયલ બ્રેકફાસ્ટ જોઇ અને તેને ગીત ગાતા જોઇને અભિષેકને લાગ્યું કે તેનામાં આ બદલાવ પારિતોષને મળવાના કારણે આવ્યો હતો.

"હાય અભિષેક,ગુડ મોર્નિંગ."રિતુ અભિષેકના ગળ ફરતે હાથ મુકતા બોલી.
"ગુડ મોર્નિંગ."અભિષેક હાથ હટવતા રૂક્ષ અવાજે બોલ્યો.તે બ્રેકફાસ્ટ કર્યા વગર ઓફિસ જવા નિકળ્યો.
"અભિષેક,બ્રેકફાસ્ટ નથી કરવો?અાજે તારી ફેવરિટ ડિશ બનાવી છે."રિતુ આશ્ચર્ય સાથે બોલી.
"ના અને હા મહેરબાની કરી આજથી લંચ ના મોકલતી.મને તારા આ ખોટા પ્રેમની જરૂર નથી."આટલું કહીને અભિષેક જતોહતોરિતુએ રસ્તો રોક્યો.
"વાત શું છે,અભિ?"

"વાત શું છે? તને નથી ખબર પણ મને ખબર છે કે તારું મન હવે પારિતોષ સાથે લાગી ગયું છે તે તને ગમી ગયો છે.હા તો જા તેની પાસે,હું ખુબ ખુશ છું તારી ખુશીમાં. તે તને ખુશ રાખશે પણ એકવાત કહે ખાલી અગર તને કોઇ બીજા સાથે જ જવું હતું તો મારા જીવન સાથે કેમ રમત રમી?" અભિષેક ગુસ્સામાં બોલીને જતો રહ્યો.રિતુ આઘાતમાં જોતી રહી.
કેવી રહેશે સુર્યરાજ સિંહ અને પ્રતિમા સિંહની પહેલી મુલાકાત?

રુદ્ર કેમ ભુતકાળની વાતથી આટલો ગુસ્સે થયો?શું તેનો આ ગુસ્સો તેની અને રુહી વચ્ચે કડવાટ લાવશે?

અભિષેક સાચી વાત જાણી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Karnelius Christian
Saroj Bhagat

Saroj Bhagat 1 year ago