Rudrani ruhi - 92 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -92

રુદ્રની રુહી... - ભાગ -92

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -92

અભિરિ
અભિષેક તેની ક્લીનીક પર પહોંચ્યો,આજે તેનું હાર્ટબ્રેક થયું હતું.સામે પારિતોષ ફુલોનો બુકે અને કેક લઇને ઉભો હતો.તેને સખત ગુસ્સો આવ્યો.એક તો તેેણે તેના પ્રેમને તેનાથી દુર કરીદીધો અને ઉપરથી ફુલ અાપે.તેનો ગુસ્સો આઉટ ઓફ કંટ્રોલ થઇ ગયો.
"પારિતોષ,હું તને નહીં છોડું."કહીને અભિષેક ગુસ્સામાં તેની પાસે ગયો અને તેનો કોલર પકડ્યો.

"જીવનમાં પહેલી વાર પ્રેમથયો અને તે પણ તે મારી પાસેથી છિનવી લીધો.મને લાગે છે કે મારા રીસર્ચને પણ તે જનુકશાન પહોંચાડ્યું છે.હું તને નહીં છોડું."અભિષેક આટલું કહીને તેને મારવા જતો હતો.પારિતોષ ડરી ગયો હતો અને તે કઇ બોલી નહતો શકતો.

"અભિષેક,સ્ટોપ.તેમને ના મારીશ."રિતુ અંદર આવતા બોલી.
"વાહ!નવા પ્રેમીને બચાવવા આવી ગયા મેડમ."અભિષેક ગુસ્સામાં શું બોલી રહ્યો હતો તે તેને ખબર નહતી.
"પાગલ છે તું અને ઇડીયટ નંબર વન.તને સચ્ચાઈની ખબર પડશેને પછી સખત શરમ આવશે." રિતુ બોલી.

"ઇન્સપેક્ટર સાહેબ,અંદર આવો તમારી અપરાધી અહીં જ હાજર છે."રિતુ બોલી.

"ડૉ.સમૃદ્ધિ,યુ આર અન્ડર એરેસ્ટ.તમારા પર ડૉ.અભિષેકના પેશન્ટને ખતરનાક દવા આપી તેમનો જીવ ખતરામાં મુકવાનો અને તેમની રીસર્ચ ચોરી કરી તેની પેટન્ટ વેંચવાનો આરોપ છે અને તમારા વિરુદ્ધ પુરાવા પણ છે."ઇન્સપેક્ટર બોલ્યા.સમૃદ્ધિ ડરી ગઇ અને અભિષેક આશ્ચર્ય પામ્યો.

"કોણે ફરિયાદ નોંધાવી?"સમૃદ્ધિ માંડ આટલું બોલી શકી.
"મે અને પારિતોષે,અને બન્ને ગઇકાલે પુરો દિવસ તારી પાછળ લાગેલા હતા અને અમે પુરાવા એકઠા કર્યા હતા."રિતુ આગળ આવતા બોલી.

અભિષેક હજી આશ્ચર્યમાં હતો કઇ જ સમજી શક્યો નહીં એટલે પારિતોષે જણાવ્યું કે કેવીરીતે તેણે અને રિતુએ આ બધું કર્યું.હવે અભિષેકને શરમ આવી રહી હતી.
"સોરી પારિતોષ,હું પાગલ થઇ ગયો હતો શું કરું એક તો આ રીસર્ચની નિષ્ફળતાનો ડર અને બીજો રિતુને ગુમાવવાનો ડર.મે વિચારવાની શક્તિ ગુમાવી દીધી હતી."અભિષેક શરમ અનુભવતા બોલ્યો.
"ઇટ્સ ઓ.કે સર,એક વાત કહું યુ આર વેરી લકી કે તમને રિતુમેમ જેવા લાઇફ પાર્ટનર મળ્યા.જે તમને આટલો પ્રેમ કરે છે કે તમને તકલીફમાં નથી જોઇ શકતા."આટલું કહીને પારિતોષ જતો રહ્યો.

રિતુ અંદર અભિષેકની કેબીનમાં નારાજ થઇને બેસેલી હતી.અભિષેકને તેની સામે જતા શરમ આવી રહી હતી.

******

અહીં રુદ્રનું કામ પતી ગયું હતું પણ હવે તેને રુહી સાથે કરેલા વર્તાવ માટે પસ્તાવો થયો.
"મે પણ તો એ જ કર્યું જે આદિત્ય તેની સાથે કરતો.ખરાબ વર્તન હવે માફી માંગીશ તો પણ કઇ નહીં થાય.તે કદાચમને માફ કરી દેપણ તે કેટલી દુખી થઇ હશે.પુરા પરિવાર સામે તેને નીચું જોવું પડ્યું હશે પણ તે છે ક્યાં?દસ વાગવા આવ્યાં આરુહ તો સુઇ ગયો હશે તે આવી કેમ નહીં?"રુદ્ર સ્વગત બોલ્યો.તેને આદિત્યનો ફોટો મળ્યો જે વકીલસાહેબે મોકલ્યો.તેના હ્રદયને અત્યંત શાંતિ મળી.

અહીં રુચિ અને રુહી બધું કામ પતાવીને શોર્યની પરીક્ષા લેવા જતા હતાં.રુચિ છુપાઇ ગઇ અને રુહીએ શોર્યના બેડરૂમનો દરવાજો ખખડાવ્યો.રુહીના હાથમાં કપડાં હતા.

શોર્યે દરવાજો ખોલ્યો,સામેરુહીને જોઇને આ વખતે તેને ખુશીના થઇ તેને ડર લાગ્યો તેને રુચિની વાત યાદ આવી.
"ભાભી...શું વાત છે?"શોર્ય ડરીને બોલ્યો.
શોર્યના મોઢે પોતાના માટે ભાભી સાંભળીને રુચિ અને રુહી આશ્ચર્ય પામ્યાં.

"આ કપડાં મુકવા છે અંદર આવવા દો."રુહીએ નાટક આગળ વધાર્યું.

"ના ભાભી,એટલે તમે તકલીફના લો મને આપી દો હું મુકી દઇશ.તમે જાઓ રુદ્રભાઇ તમારી રાહ જોતા હશે.ગુડ નાઇટ ભાભી."શોર્યે ફટાફટ કપડાં લઇને બારણું રુહીના મોં પર દરવાજો બંધ કર્યો.રુચિ ખુશ થતી બહાર આવી.

" વાહ ભાભી,તમારો આઇડીયા તો બેસ્ટ છે.શોર્ય સુધરી રહ્યો છે."રુચિ રુહીને ગળે લાગી ગઇ.
"રુચિ,આ તેનો બદલાવ નથી તેનો ડર છે આપણે તેનું હ્રદય પરિવર્તન કરવાનું છે જેના માટે હજી ઘણો સમય લાગશે.જા સુઇ જા અને હા શોર્ય માટે કોઇ મન માં વાત ના રાખીશ.તેને ખુબ પ્રેમ આપ એટલો કે તારો પ્રેમ તેને અંદરથી બદલી નાખે."રુહી અાટલું કહીને અંદર પોતાના રૂમમાં ગઇ.જ્યાં રુદ્ર માથું નીચું કરીને ઊભો હતો.
"સોરી."રુદ્ર બોલ્યો.
"શેના માટે સોરી?ઓહ સાંજે જે ગુસ્સો કર્યો હતો તેના માટે?"રુહી બોલી તેને કાકીમાઁની વાત યાદ આવી કે પ્રતિમામાઁ કેવા ગુસ્સાવાળા હતા.તેને હસવું આવ્યું તે યાદ કરીને તેણે રુદ્રના ગાલે ટપલી મારી હળવી.
"કોઇ વાંધો નહીં સુઇ જાઓ."રુહી બોલી.રુહીનું હાસ્ય તે સમજી ના શક્યાં.
"પણ એક વાત કહે તું કેમ હસી?"રુદ્રે પુછ્યું.
"તમે નહીં સમજો છોડો."રુહી બોલી
*****

અહીં આદિત્ય હોસ્પિટલાઇઝ હતો.તેને સખત માર વાગ્યો હતો.તેને મલ્ટીપલ ફ્રેક્ચર થયાં હતાં.તેની અંદર એક તરફ સખત પીડા હતી બીજી તરફ બદલાની આગ હતી.તે ગમે તે ભોગે અહીંથી નિકળવા માંગતો હતોપણ કેવીરીતે?
તેના દિમાગમાં એક નામ સુજ્યું
"જબ્બારભાઇ,તે જ મને અહીંથી બહાર નિકાળી શકે છે.કોઇપણ ભોગે તેમનો સંપર્ક કરવો પડશે."

અહીં પિયુષભાઇ મિ.કુમારનો ઓર્ડર પુરો કરવામાં લાગેલા હતા.ઓર્ડર પુરો થઇ ગયો હતો અને તે બસ મિ.કુમારના ફોનની રાહ જોઇ રહ્યા હતા પણ છેલ્લા કેટલાય સમયથી તેમનો કોઇ જ સંપર્ક નહતો થઇ શક્યો.તેટલાંમાં તેમને આદિત્ય સાથે બનેલી દુર્ઘટના વિશે જાણ થઇ.તે કેતકીબેન સાથે હરિદ્વાર જવા નિકળી ગયા,અદિતિ પણ તેમની સાથે પોતાના સાસરીવાળા સાથે ઝગડીને આવી હતી.
પિયુષભાઇ પર એકસાથે બહુજ આફત આવી ગઇ હતી.આદિત્યના કરેલા કર્મોની સજા તેમને મળી રહી હતી.પિયુષભાઇ અને કેતકીબેન હરિદ્વાર આવીને રુહીને મળવા માંગતા હતા.

******
સુર્યરાજ સિંહ અને પ્રતિમાસિંહની કહાની

અહીં ફરીથી સાંજ પડી ગઇ હતી રુહી અને કાકીમાઁ ફરીથી તેજ મંદિરમાં આવ્યાં હતા.ભગવાનના દર્શન કરીને તે સુર્યરાજસિંહ અને પ્રતિમાસિંહની પ્રેમકહાની સાંભળવા બેસ્યાં.

"અરે એ જ્વાળામુખી,છોડ મનીયાને."સુર્યરાજ સિંહ બોલ્યા.
પોતાના ગુસ્સાના કાર્યક્રમમાં કોણે ખલેલ પહોંચાડ્યો હતો તે જોવા માટે પ્રતિમા પાછી ફરી.પ્રતીમાનું અદભુત સોંદર્ય જોઇને સુર્યરાજ સિંહ છક થઇ ગયા.જીવનમાં પહેલી વાર કોઇ એવી સ્ત્રીને તેમણે જોઇ હતી કે જે પહેલી જ નજરે તેમને ઘાયલ કરી ગઇ હતી.તેની તેજ અને તીખી નજરો,ગુસ્સામાં લાલ થયેલું નાક,અને કોમળ હોઠ પર જે ગુસ્સો હતો તે હવે મનિયા પરથી ડાર્યવર્ટ થયો સુર્યરાજ સિંહ પર.પ્રતિમા નહતી જાણતી કે તે કોનીસાથે વાત કરી રહી હતી કેમકે તે નવીનવી આવી હતી આ શહેરમાં માત્ર એકાદ મહિનો થયો હશે.

"કોણ છો તમે?અને તમારી હિંમત કેવીરીતે થઇ મનિયાજેવા લોકોનો પક્ષ લેવાની? તમને ખબર છે તેણે શું કર્યું છે?"પ્રતિમા ગુસ્સામાં બોલી રહી હતી પણ સુર્યરાજ ક્યા સાંભળી રહ્યો હતો તે તો પ્રતિમાને જોવામાં જ ખોવાયેલ હતો.

"ઓ બહેરા છો?"પ્રતિમા પોતાને એકીટશે જોઇ રહેલા સુર્ય આગળ ચપટી વગાળીને પુછ્યું.
"હેં ..હા?શું ?"સુર્યરાજ સિંહ બાઘા મારી રહ્યા હતા.
"તમને ખબર છે કે આ મનિયો તેની નાનકડી દિકરીના બાળવિવાહ કરાવી રહ્યો છે? અને તમે આવા લોકોનો સપોર્ટ કરો છો?ભણેલા ગણેલા લાગો છો અને આવા લોકોને સપોર્ટ કરવાનો?"પ્રતિમા બોલી.
"તમે ?"સુર્યરાજ સિંહ બોલ્યો.

"હું પ્રતિમા,માસ્તર સાહેબની દિકરી.હું પણ શિક્ષક છું અહીં ગરીબ બાળકોને ભણાવું છું."પ્રતિમા બોલી.

"એ મનિયા,શરમ નથી આવતી.બાળવિવાહ કાનુની અપરાધ છે ખબર નથી?જા ભાગ અહીંથી અને ખબરદાર જો તે આ લગ્ન કરાવ્યા તો?"સુર્યરાજ સિંહ કોઇપણ ભોગે પોતાની પહેલી ઇમ્પ્રેશન સારી પાડવા ઇચ્છતા હતા.

" આભાર,આપના જેવા સુશિક્ષિત લોકો જ દેશમાં રહેલા આવા લોકોની માનસિકતા બદલી શકશે."પ્રતિમા આટલું કહીને જતી રહી.

સુર્યરાજ સિંહે કઇંક નિશ્ચય લઇ લીધો.તે પોતાના પિતા પાસે ગયો.જ્યાં પિતાજી તેમના મુનીમજી સાથે બેસેલા હતાં.
"પિતાજી ,તૈયારી કરો મે લગ્ન માટે છોકરી પસંદ કરી લીધી છે." સુર્યરાજ બોલ્યા
" અરે વાહ,કોણ છે તે?"તેમના પિતાજી ખુશ થતા બોલ્યા
"માસ્તરસાહેબની દિકરી પ્રતિમા."સૂર્યરાજ બોલ્યા
"શું તે પ્રતિમા?"મુનીમજીએ આઘાત સાથે કહ્યું
"કેમ શું થયું ,મુનીમ?"પિતાજીએ પુછ્યું.
બાપુસાહેબ,તે છોકરી પ્રતિમા ભણેલી ગણેલી છે,સુંદર ,સુશીલ છે પણ સખત સિધ્ધાંતવાદી છે અને ભયંકર ગુસ્સાવાળી છે.તમારા ઘરમાં સેટ નહીં થઇ શકે.આમપણ સાંભળ્યું છે કે તેણે લગ્નના કરવાનો નિર્ણય લીધો છે."મુનીમજી બોલ્યા.

"પિતાજી,તમને વાંધોના હોય તો તેને મનાવવાનું કામ મારું."સુર્યરાજ બોલ્યા.
"બેટા,મારા માટે તો તું લગ્ન કરે તે જ મોટી વાત છે.તારા લગ્ન પછી જ રઘુવીરના લગ્ન થશે.મોટાભાઇને છોડીને નાનાનાં લગ્ન ના થાય."પિતાજી.

સુર્યરાજ સિંહ માસ્તરસાહેબના ઘરે ગયા.પ્રતિમા ઘરે નહતી તે વાત સુનિશ્ચિત કરીને જ સુર્યા અંદર ગયા.
"નમસ્તે માસ્તર સાહેબ,હું સુર્યરાજ સિંહ."સુર્યા બોલ્યો.
"નમસ્તે સુર્યરાજજી,તમને કોણ નથી ઓળખતું.બોલો અહીં કેમ આવવાનું થયું?"

"માસ્તરસાહેબ,હું વાત ફેરવી ફેરવીને નહી કરું.સીધી વાત કહીશ.મને પ્રતિમા પસંદ છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું."સુર્યરાજે કીધું.

માસ્તરસાહેબ આશ્ચર્ય પામ્યા.
"અરે વાહ,મારી પ્રતિમાના નસીબ તો ખુબ જ સારા છે કે તેને તમારા જેવો વર મળે તો પણ તે ખુબજ જિદ્દી અને ગુસ્સાવાળી છે તેણે લગ્ન ના કરવાનો નિર્ણય લીધો છે.તેને તો પુરુષ જાતથી જ નફરત છે."માસ્તરસાહેબ બોલ્યા.
"માસ્તરસાહેબ,એટલે જ પહેલા તમારી પાસે આવ્યો.આ મારી માઁના કંગન છે તે તમને આપીને મે પ્રતિમાનો હાથ મારા માટે માંગી લીધો.તેને મનાવવાનું કામ મારું.બસ પહેલા તમારી પરવાનગી જોઇએ છે."સુર્યરાજ સિંહ બોલ્યા.
"હા બેટા,મને મંજૂર છે મે ઘણું સાંભળ્યું છે તમારા વિશે.તે મારા સારા કિસ્મત હશે અગર તમે મારા જમાઇ બનો તો પણ તમે તેને મનાવશો કેવીરીતે ?"માસ્તરસાહેબ બોલ્યા.
" તે તમે મારા પર છોડો?" સુર્યરાજ બોલ્યા.
કાકીમાઁ અટક્યા.
"હા, તો પિતાજીએ માઁને કેવીરીતે મનાવ્યા?"રુહીએ પુછ્યું.
"એ વાત કાલે."કાકીમાઁ બોલ્યા.
"ઓ હો કાકીમાઁ બહુ સસપેન્સ રાખો છો તમે." રુહી બોલી

શું આદિત્ય જબ્બારભાઇની મદદ વળે બહાર આવી શકશે?
શું થશે આદિત્યના ઓર્ડરનુ?
સુર્યરાજ સિંહે પ્રતિમાને કેવીરીતે મનાવી હશે?
રિતુ અભિષેકને માફ કરી શકશે ?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Akshita

Akshita 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Saroj Bhagat

Saroj Bhagat 1 year ago