Rudrani ruhi - 93 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -93

રુદ્રની રુહી... - ભાગ -93

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -93

અભિરિ

અભિષેક અંદર ગયો રિતુ ગુસ્સામા હતી.અભિષેક માથું નીચું કરીને તેની પાસે ગયો.તેના હાથ પકડ્યાં અને બોલ્યો,
" રિતુ, મને સમજ નથી પડતી કે હું કયા મોઢે માફી માંગુ?"અભિષેક બોલ્યો
"આજ મોઢે માંગ બીજું નવું મોઢું ક્યાંથી લાવીશ" રીતુ કટાક્ષ સાથે બોલી
"મને માફ કરી દે, મે તારા પર શંકા કરી ,પણ શું કરું? હું ડરતો હતો, તને ગુમાવવા ના ડરે આ બધું કરાવ્યું.મને ખૂબ જ અફસોસ છે અને દુખ પણ કે મે તારી સાથે આવું વર્તન કર્યું." અભિષેક બોલ્યો .
"તકલીફ તો તને હવે થશે.તારા આ વર્તણૂક પર અફસોસ થશે કે મે આવું કેમ કર્યું અને હું જે તારી સાથે કરીશ તેના પછી તને ખરેખર ખૂબ જ અફસોસ થશે."રિતુ ઊભા થતાં બોલી.તેની વાત અભિષેક સમજી ના શક્યો.
"રિતુ પ્લીઝ મને છોડીને ના જઇશ, હાથ જોડું છું તારા પગે પડું છું."અભિષેક રડવા જેવો થઈ ગયો.
"ચિંતા ના કર હું તને છોડીને નથી જવાની પણ તને તારા કર્યાની સજા આપવાની છું." આટલું કહીને રિતુએ અભિષેકને નીચે જમીન પર પાડી દીધો.
"તુ કરવા શું માંગે છે?"અભિષેક ડરી ગયો.
"મારીશ તને."રિતુ
"હા માર મને હું એ જ લાયક છું." આટલું કહીને અભિષેકે પોતાનો ગાલ આગળ કર્યો એને લાગ્યું કે રિતુ મજાક કરતી હતી તે તેને નહીં મારે પણ રિતુએ તેને ઢિબેડવાનું શરૂ કર્યું.તે તેના પેટ પર બેસીને તેને મુકકા મારી રહી હતી.
અભિષેક ડરી ગયો.
"જાડી પેટ પરથી ઉતર,જીમ જા જીમ..ખાઇ ખાઇને પાડા જેવી થઇ છો."અભિષેક બોલતા તો બોલી ગયો પણ રિતુએ પોતાના માટે જાડી સાંભળતા તેને વધુ ગુસ્સો આવત‍ા તેને વધારે માર્યું.હવે રિતુ થાકી ગઇ હતી અભિષેકે સારા એવા મુક્કા ખાધા.
"રિતુ,મને એમ કે તું મજાક કરે છે પણે તે તો મને ધોઇ કાઢ્યો."અભિષેક માંડ માંડ બેસ્યો.
"આજ પછી આવી ભૂલ કરી છે તો ફ્રેક્ચર થશે.ઇડીયટ છે તું.તું વિચારી પણ કેવી રીતે શકે કે આ દુનિયાના સૌથી બેસ્ટ પુરુષને છોડીને હું કોઇ અહેરાગહેરાના પ્રેમમાં પડું?આઇ લવ યુ સ્ટુપીડ,તને તકલીફમાં જોઇને મને અહીં અંદર તકલીફ થઇ,ત્યારે મને સમજાયું કે તારા વગર નહીં જીવાય.વિલ યુ પ્લીઝ મેરી મી?"રિતુ ગોઠણભેર બેસીને અભિષેકને પ્રપોઝ કરતા બોલી.અભિષેક માટે આ ક્ષણ અકલ્પનીય હતો.તેને પોતાની આંખ અને કાન પર વિશ્વાસ નહતો.તે રિતુને એકીટશે જોયા કરતો હતો.
"બોલને?"રિતુએ તેને પુછ્યું
"એક શરતે,આમ મારવાનું નહીં આજપછી.આઉચ વાગે છે અને બીજું તું વજન ઉતારીશ સખત ભારે છો."અભિષેકની વાત પર રિતુ હસી પડી અને તેને ચહેરાને પોતાના બે હાથમાં પકડીને પોતાના તરફ ખેંચી,તેના હોઠ પર પોતાના હોઠ મુકી દીધાં.એકબીજાના સ્પર્શમાં તે બન્ને સાવ ખોવાઇ ગયા.
*****
અભિષેક અને રિતુ ખુબજ ખુશ હતા.તેમણે આ ખુશી રુહી અને રુદ્ર સાથે વહેંચવાનું નક્કી કર્યું.તેમણે તેમને વીડિયો કોલ લગાવ્યો.તે ચારેય જણા વિડિયો કૉલથી કનેક્ટ થયા.
"રુદ્ર -રુહી,આજે તમને એક સારા સમાચાર આપવાના છે."આટલું કહી અભિષેકે છેલ્લા થોડાક દિવસમાં બનેલી તમામ વાત કહી અને આજે બનેલી ઘટના અને રિતુ એ લગ્ન માટે પાડેલી હા વિશે પણ કહ્યું .રુદ્ર અને રુહી ખુબજ આશ્ચર્ય સાથે ખુશ થયા.
તેમણે અહીં શોર્ય અને રુચિમાં આવેલા બદલાવ વિશે પણ કહ્યું.

રુદ્ર ખુબજ ખુશ થતાં બોલ્યો,
"અરે વાહ! આ થઈને વાત બસ એક વાર તું અહીં આવ તારા અને રિતુના લગ્ન ધૂમધામથી કરાવીશું.આજે હું ખૂબ જ ખુશ છું મારી ખુશીનો કોઈ પાર નથી."

"હા , આજે હું પણ ખૂબ ખુશ છું, બસ હવે જલ્દી અભિષેકનું રીસર્ચ પતે અને તમે લોકો અહી આવો,તમારા લગ્ન હરિદ્વારના સૌથી યાદગાર લગ્ન બની રહેશે."રુહી ખુશી સાથે બોલી.

તે લોકો હસી મજાક કરી રહ્યા હતા ,અભિષેકે જણાવ્યું કેવી રીતે રીતુ એ તેને માર્યું.
"અરે મારા સિંહ જેવા દોસ્તને બકરી બનાવી દીધો રિતુ આ તમે સારું ના કર્યું.આ વાતનો બદલો જરૂર લઇશ."રુદ્રે રિતુને કહ્યું.

"બહુ ઉડો નહીં ,નહીંતર તમારી બાજુમાં જે ગાય જેવી મારી રુહી બેઠી છે તેને પણ શીંગડા મારતા શીખવાડી દઈશ." રિતુ અને રુદ્રનો ઝઘડો ફરીથી ચાલુ થયો.અભિષેક અને રુહી હસી રહ્યાં હતાં.તેટલામાં જ હરિરામ કાકા આવ્યા.
"રુદ્ર બાબા- રુહી દિકરી,નીચે કોઈ વૃદ્ધ દંપતી તમને મળવા આવ્યું છે."
રુહી અને રુદ્ર નીચે ગયા.સામે પીયૂષભાઈ અને કેતકીબેન બેઠેલા હતા ,તેમની હાલત દયામણી હતી. તેમને જોઈને રુહી ભાવુક થઈ ગઈ અને રુહીને જોઇને તે પણ ભાવુક થયા. તે બંને એકબીજાને ગળે વળગીને ખૂબ રડ્યા.રુદ્ર તેમને પગે લાગ્યો.

પીયૂષભાઈ અને કેતકીબહેને જણાવ્યું કે જેલમાં આદિત્યને ગુંડાઓએ ખૂબ માર્યો અને તે અત્યારે હૉસ્પિટલમાં છે એટલે તેઓ અદિતિ સાથે અહીં તેને જોવા આવ્યા.આ વાત સાંભળીને રુહીએ રુદ્ર સામે જોયું અને રુદ્ર એ નજર ફેરવી લીધી અને રુહી સમજી ગઈ કે આ કામ રુદ્રએ કરાવ્યું છે.તે જાણતી હતી કે રુદ્ર તેને ખૂબ જ પ્રેમ કરે છે અને આદિત્યએ પોતાની જે હાલત કરી હતી તે તેના માટે સહન કરવી અશક્ય હતી.

"રુહી,આજે અમે તને અને રુચિને વિનંતી કરવા આવ્યા છે એ આ કેસ પાછો લઈ લો.અમારા લોકોનો તે એકમાત્ર સહારો છે.અમે એમ નથી કહેતા કે તેણે સાચું કર્યું તેણે ખૂબ જ ખોટું કર્યું છે અને તેને તેની સજા મળી ગઇ છે. હાથ જોડું છું બેટા." પિયુષભાઇ બે હાથ જોડીને બોલ્યા તેમની આંખમાં આંસુ હતાં.
"આપણે શાંતિથી વાત કરીએ આજે તમે મારા ઘરે પહેલી વખત આવ્યા છો કઇંક ચા નાસ્તો તો કરવો જ પડશે.રુચિ ...ચાર કપ ચા અને નાસ્તો લઈને આવ તો."રુહીએ રુચિને બુમ પાડી.
" એ હા રુહીભાભી,લાવી."રુચિનો અવાજ સાંભળી પિયુષભાઇ અને કેતકીબેન આશ્ચર્ય પામ્યા.થોડીક જ વારમાં રુચિ ટ્રેમાં ચા અને નાસ્તો લઇને આવતી દેખાઇ.રુચિને આ રૂપમાં જોઇ પીયૂષભાઈ અને કેતકીબેન આઘાત પામ્યા.
રુચિ તેમને જોઇને આશ્ચર્ય પામી.તેણે તેમના પગે લાગી આશીર્વાદ લીધા.રુચીનું બદલાયેલું રૂપ જોઇ તેમને ખુશી થઈ.તેમણે રુચિને પણ એ જ વાત કહી જે તેમણે રુહીને કીધી.
"પિયુષઅંકલ,માફ કરજો પણ જે આદિત્યે કર્યું તે પછી તેને માફ કરવો મારા માટે શક્ય નથી."રુચિ બોલી

"અંકલ રુદ્ર અને રુહી આ કેસ પાછો લઇ લેશે બસ એક વાર આદિત્યને તેના કર્યા પર પસ્તાવો થાય અને રહી વાત તમારા શો-રૂમ પરના દેવાની તો તે રકમ હું ચુકવીશ."રુદ્રની વાત પર રુહી અને રુચિ આશ્ચર્ય પામ્યા.જ્યારે પિયુષભાઇ અને કેતકીબેન અહોભાવની દ્રષ્ટિ સાથે રુદ્ર સામે જોવા લાગ્યાં.

"પણ અમે આ ઉપકાર કઈ રીતે સ્વીકારી શકીએ?" પિયુષભાઈ બોલ્યા.

"અંકલ,તમે રુહીને તમારી દિકરી ગણીને તો એ હિસાબે હું તમારો જમાઈ થયો. રુહી અને રુચિ બન્ને તમારી દીકરી છે.છતાં પણ તમને એવું લાગે તો રુચિ અને રુહીને તે શોરૂમમાં પાર્ટનર ગણી લેજો.હવે તમે નિશ્ચિત થઈને તમારું જીવન જીવો ,આદિત્યની પણ ચિંતા ન કરો " રુદ્ર બોલ્યો.
પીયૂષભાઈ અને કેતકીબહેન અહીં એક ચિંતા સાથે આવ્યાં હતાં પણ હવે નિશ્ચિત થઈને જઈ રહ્યાં હતાં.આજે એકસાથે તેમને બે દિકરી અને જમાઈ મળ્યા હતા હવે તેમને આદિત્યની પણ ચિંતા ન હતી.

***
સુર્યરાજ સિંહ અને પ્રતિમાસિંહની કહાની

આજે રુહી ગૃહઉદ્યોગ નહતી ગઇ એટલે રાત્રે કાકીમા અને રુહી' સૂર્યરાજ સિંહ અને પ્રતિમા સિંહની' આગળની કહાની સાંભળવા ભેગા થયા.
" હા તો રુહી આપણે હવે આગળ વધીએ."કાકીમાઁ બોલ્યાં.
સુર્યરાજે કહી તો દીધું કે તે પ્રતિમાને મનાવી લેશે પણ કેવી રીતે તે તેમને પણ નહતી ખબર.તેમને એક વ્યક્તિ યાદ આવી.
"હા આ મારી મદદ જરૂર કરી શકશેહવે એ જ મને કોઈ રસ્તો બતાવશે."

સુર્યરાજ સિંહ તેમના પરમમિત્ર તેજપ્રકાશ દ્રીવેદી,ગણિત અને અંકોના મહારથી તેમની પાસે ગયા .
"સુર્યા,આવ મિત્ર મને હતું જ કે તું આજે આવીશ." તેજપ્રકાશ બોલ્યા.
" તમે બધી પહેલેથી કઈ રીતે ખબર હોય છે?" સુર્યરાજ બોલ્યા.જવાબમાં તેજપ્રકાશ માત્ર હસ્યા.

એટલામાં તેજ પ્રકાશ ના પત્ની બહાર આવ્યા.
"સુર્યરાજભાઇ, તમે હવે લગ્ન કેમ નથી કરી લેતા?"તેમણે કહ્યું.
"ભાભી હું અહીં એના માટે જ આવ્યો છું. તેજ મને એક છોકરી પસંદ આવી છે."આટલું કહી સુર્યરાજે પ્રતિમા વિશે કહ્યું.
" તો તું શું જાણવા ઈચ્છે છે એ એ કે તારા અને પ્રતિમાના લગ્ન થશે કે નહી?"તેજપ્રકાશ બોલ્યા.
" ના,લગ્ન તો થશે જ પણ આજે હું એક દોસ્તના હિસાબે તારી મદદ માંગવા આવ્યો છું.હું એવું શું કરું કે તે લગ્ન માટે માની જાય?મને રસ્તો બતાવ કોઇ ઉપાય જણાવ."સુર્યરાજ વિનંતી કરતા બોલ્યા.

તેજપ્રકાશ વિચારમાં પડી ગયા અંતે એમને કંઈક સુઝ્યું.
"હા સુર્યા એક રસ્તો છે.અહીં નજીક આવ જણાવું."તેજ પ્રકાશે સુર્યરાજ એક ઉપાય જણાવ્યો જે સાંભળીને સુર્યરાજ ખુશ થઈ ગયો.

બીજા દિવસે સુર્યરાજ તૈયાર થઈને પ્રતિમાને મળવા ગયા. પ્રતિમા ગરીબ બાળકોને ઝાડ નીચે ભણાવી રહી હતી.સુર્યરાજ તેને જોઇને પાછા ખોવાઇ ગયા. તે ગુસ્સારૂપી જવાળામુખી આજે એક નાના બાળક ઉપર ફાટી રહ્યો હતો.
" લેશન કરવામાં તમને કેટલું જોર પડે છે? અને તું બસ અા ચાંદલો,પાવડર ને બે ચોટલા બનાવ્યા કર ગણિતના દાખલા તો એની જાતે જ થશે.બધાં લેશન કરવાના ચોર છો.બધાં અંગુઠા પકડો."પ્રતિમા ગુસ્સામાં બોલી.સુર્યરાજ તેની દરેક અદા પર ઘાયલ થઇ રહ્યા હતા.અંતે પૂરો ક્લાસ અંગુઠા પકડી રહ્યો હતો.
સુર્યરાજ પ્રતિમા પાસે ગયો.
"અરે જ્વાલામુખી સોરી પ્રતિમાજી.આજે તમારા ગુસ્સા રૂપી જ્વાળા આ બાળકો પર કેમ વહાવો છો."સુર્યરાજની વાત પર પ્રતિમા ભડકી
"તો તમારા પર વહાવું?"
"ના ના બિલકુલ નહીં પણ આ રીતે તો તે લોકો ક્યારેય લેશન નહીં કરે,થોડુંક પ્રેમથી સમજાવો તેમને.હંમેશા ગુસ્સાથી કામ નથી થતું. "સુર્યરાજે કહ્યું.

"તમે શું અહીં મને લેક્ચર આપવા આવ્યા છો?"પ્રતિમા.
"હું અહીં એક કામ થી આવ્યો છું. તમે આ બાળકોને ભણાવીને ખુબ સારુ કામ કરો છો.શું થાય અગર તમને આ વૃક્ષની નીચે ભણાવવાની જગ્યાએ બે સરસ ક્લાસરૂમ મળી જાય."સુર્યરાજે કહ્યું.પ્રતિમા આ સાંભળીને ખુશ થઈ ગઈ.
"શું સાચે? તમે બનાવશો આ ક્લાસરૂમ?"પ્રતિમા બોલી.
"હા, પ્રતિમા તો શું આપણે શાંતિથી બેસીને વાત કરી શકીએ?"સુર્યરાજ તે બહાને પ્રતિમા સાથે સમય વિતાવવા માંગતો હતો.
"હા પણ મારો આ ક્લાસ પતે ત્યાં સુધી તમે અહીં બેસો."પ્રતિમા બોલી.
સુર્યરાજ શાંતિથી બેસીને પ્રતિમાને જોવામાં વ્યસ્ત હતા.ક્લાસ પત્યા પછી પ્રતિમા સુર્યરાજને તેના ઘરે લઈ ગઈ.પ્રતિમાને સુર્યરાજની સાથે જોઈ માસ્તરસાહેબ આશ્ચર્ય પામ્યા.

કાકીમાઁ અહીં અટક્યા.
"રુહી,બેટા હવે સુઇ જઇએ બાકીની વાત કાલે સાંભળીશું."

શું પ્રતિમા સુર્યરાજને પસંદ કરશે? તેની સાથે લગ્ન માટે હા પાડશે?
આદિત્ય જબ્બ‍ારભાઇનો કેવીરીતે સંપર્ક સાધશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Mosin Ajmeri

Mosin Ajmeri 5 months ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Akshita

Akshita 12 months ago