daityaapdhipati - 8 in Gujarati Novel Episodes by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યાધિપતી - ૮

દૈત્યાધિપતી - ૮

સુધા દરિયા સામે જોતી હતી. એટલે તે સાચ્ચે દરિયા સામે નહતી જોતી, તે યાદ કરતી હતી.. હા, બિલકુલ, જ્યારે તે આવ્યો ત્યારે આધિપત્યનું સરોવર શાંત થઈ ગયું હતું. જાણે નાટકના શ્રોતાઓ પાત્ર માટે થોભાયા હોય. સુધાને પાછળ થી કોઈએ પોકારી.

'સુધા!' સુધા ની મમ્મી તેની પાછળ ઊભી હતી. સુધા પછી ફરી. સુધાની માંએ તેણે હાથમાં એક પાણીનું બેડુ પકડાવ્યું, અને તે ચાલતા થયા. તેમની પાછળ સુર્ય ઊગતો હતો.

આ ગામનો એક અવાંછિત નિયમ હતો, સૌથી આગળ સુધાની મમ્મી ચાલે, અને પછી તેમની બહેનપણીઓ તેમની સાથે ચાલે. સુધા સૌથી પાછળ ચાલતી. સુધાને આ બધુ ગમે નહીં. તેનાથી બેડુતો ઉચકાતું પણ નહીં. જેથી સુધા આરામથી પાછળ ચાલતી આવે. સુધા જ્યારે ચાલતી ત્યારે કોઈને ખબર ના પડે . તેના પગ તો કોઈ અવાજ જ ના કરતાં. તે દિવસો કંઈક જુદાજ હતા.

સુધા ની આંખો બંધ છે. તે એક રંગ વિષે વિચારે છે. આ રંગ પીળો જેવો લાલ છે. જ્યારે પણ સુધાતે દિવસ વિષે વિચારે છે, ત્યારે ત્યારે સુધા આ રંગ વિષે વિચારે છે. પીળો રંગ સુધાનો મનગમતો રંગ છે. અને લાલ તે દૈત્ય ની આંખો છે. જ્યારે સુધાએ સરોવર આગળ ઝાડ પાછળ છુપાતા તે ત્રાહિત વ્યક્તિને જોયો, ત્યારે સુધાએ પેહલા એજ જોયું. તેની આંખો. દૈત્યની આંખો એકદમ લાલ ન હતી, પણ લાલ હતી તો ખરીજ. જાણે આગ પર કોઈએ બળતર નાખ્યું હોય. અને પછી તે જોઈજ રહી.

સુધાને અપિરિચિત વ્યક્તિ જોડે જવું નહતું ગમતું, કારણ કે તેના અનુભવ કડવા હતા. પણ આ અજાણી વ્યક્તિ કઈક અલગ હતી.

સરોવર જેવો એક રસ્તો છે. રસ્તાની બન્ને બાજુ ઘાંસ ઊગેલુ છે, જમણી બાજુ સરોવર દેખાય અને ડાબી બાજુ જંગલ. જ્યાં વળાંક આવે ત્યાં એક આંખુ વળેલું ઝાડ છે, તેનીજ એકદમ આગળ એક ઘર છે. આ ઘર કોનું છે, કોઈને ખબર નથી. પણ અહિયાં કોઈ રહે છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં લગ્નની તૈયારી ચાલુ છે. આજે પણ એક નવું તોરણ બંધાયું છે. પણ દરવાજો બંધ છે, અને નજીક માં કોઈ છે પણ નહીં. દરરોજે આવુજ હોય છે. પણ અહી ઘણા બધા લોકો આવે છે. અહી ઘણો દેકારો થાય છે.

આજે તે ઘર માં સુધા જતી હતી, ત્યારે કોઈક હલ્યુ હોય તેવું લાગતું હતું. અને પાછળ થી જાણે કોઈકે તેણે પકડી લીધી હોય તેમ લાગતું.

પાછળ ફરતા તે તેની સામે ઊભો હતો.

અને આ મુખ સુધાને ઘણું યાદ છે. આ માણસ પણ

આ માણસ:-

- સુધા જેટલો લાંબો છે,

- સુધા કરતાં થોડોક પાતળો છે,

- એને એક બ્લૂ કલરનો શર્ટ પહર્યો છે,

- ની આંખો ભૂરા કરતાં થોડીક વધારે લાલ છે,

- હસે છે,

- ના મુખ પર સ્મિત છે, અને ત્વચા ગોરી છે,

- ના વાળ થોડાક થોડાક વિખરેલા છે;

- દૈત્ય છે.

સુધાને છેને પીળી પુસ્તકો નથી ગમતી, જેમાં છેક છેલ્લે સુધી ખબર ના પડે કે શું થયું.

પણ એ વખતે સુધાને આવી ખબર નહોતી, કે આ માણસ માણસ જ નથી.

સુધાની આંખો ખૂલે છે, સુધા ઉપરથી તે પંખો જતો રહ્યો છે.. હાંશ!

સુધાને એ પંખો ઘણી શિરોવેદના આપતો હતો. સુધા બેભાન થઈને, તેના થોડા સમય પેહલાંજ સુધાએ આ શબ્દ જાણ્યો હતો, 'શિરોવેદના', તેથી સુધાને આ શબ્દ વાપરવો ઘણો ગમે છે.

અરે માફ કરજો, પણ સુધા કયાં હતી? અરે હા! સુધાતો દૈત્યવર્ણન કરી રહી હતી.

હા, બિલકુલ.

'સ્મિતા?' દૈત્ય બોલ્યો.

'સ્મિતા?'

Rate & Review

Vasu Patel

Vasu Patel 1 year ago

Pinal Pujara

Pinal Pujara 1 year ago