Rudrani ruhi - 95 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -95

રુદ્રની રુહી... - ભાગ -95

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -95

અભિરિ

અભિષેક અને રિતુ એકબીજાની સામે જોઇ રહ્યા હતા.

"શું ?આમ શું જોવે છે?આવી રીતે મમ્મી-પપ્પા,રુદ્ર -રુહી વગર લગ્ન થોડી કરાશે અને આપણે કોઇને પુછી કે કહી પણ નહીં શકીએ કેમકે અહીંયા નેટવર્ક નથી."રિતુ તેની સામે જોઇ રહેલા અભિષેકને બોલી.

"અરે બેટા,આ બધું ના વિચાર અને કરી લે લગ્ન.આવું મુહૂર્ત વારંવાર નથી આવતું."તે સ્ત્રી બોલ્યા જેમના લગ્ન હતાં.

"પણ આંટી,મારા માતાપિતા અને મારા ખાસ મિત્રો રુદ્ર રુહી વગર અમે લગ્ન કેવીરીતે કરી શકીએ."રિતુ બોલી.


"અરે દિકરા,તે લોકોની અને દુનિયાની સામે તમે ફરીથી લગ્ન કરી લેજો.બહુ વિચારો નહીં."તે પુરુષે કહ્યું.


" એય રિતુ, ચલને લગ્ન કરી લઇએ.આ બધું શુભ મુહૂર્ત અને એ બધાંમાં હું પણ માનું છું.પિતાજી કહેતા કે અમુક મુહૂર્ત એવા શ્રેષ્ઠ હોય છે કે તેમા કરેલા કામ હંમેશાં સફળ થાય છે.આમપણ હવે તારાથી દુર રહેવું મારા માટે શક્ય નથી.જીવનના આટલા વર્ષો જાણે નિરર્થક ભાગ્યા કર્યો હવે મને તારા પ્રેમની શાંતિ અને શિતળતા જોઇએ છે.હું જાણે સહારાના રણ જેવો છું તારા પ્રેમનો વરસાદ જોઇએ છે"અભિષેક ઘુંટણીયે બેસીને તેને પ્રપોઝ કર્યું.

"અરે બેટા,હા કહી દે આવું સરસ મુહૂર્ત અને આવો સરસ વર જતો ના કરાય."તે સ્ત્રી બોલ્યા.તેમની વાત પર બધાં હસવા લાગ્યાં.
"યસ અભિષેક દ્રિવેદી હું કરીશ તમારી સાથે લગ્ન."રિતુ બોલી.

"ચલો તો આ વર વધુને તૈયાર કરીએ.અમારી પાસે એકસ્ટ્રા કપડાં છે."તે સ્ત્રી રિતુને લઇ ગઇ અને તે પુરુષ અભિષેકને થોડાક જ સમયમાં તે બન્ને તૈયાર થઇને આવ્યાં.રિતુએ તે સ્ત્રીની સાડી પહેરી હતી અને અભિષેકે જીન્સની ઉપર કુરતો.

એકબીજાને જોઇને તે બન્ને હસ્યાં.
"આઇ કાન્ટ બીલીવ ધીસ, કેવું ફિલ્મી લાગી રહ્યું છે નહીં.આપણે ફરવા આવ્યાં હતાને હવે લગ્ન કરી રહ્યા છીએ."રિતુ બોલી.

"હા સાચી વાત છે.મને તો ચિંતા થાય છે રુદ્રને ખબર પડશે તો શું થશે?"અભિષેકે તેનો હાથ પકડતા કહ્યું.

"અરે તમે લોકો વાતો ના કરો અને વીધી શરૂ થાય છે તેમા ધ્યાન અાપો."પંડિતજી બોલ્યા.અભિષેક અને રિતુ લગ્નમંડપમાં બેસ્યાં.પંડિતજીએ લગ્નની વીધી શરૂ કરી,એક પછી એક લગ્નના મંત્રો પંડિતજી બોલી રહ્યા હતા,તે દંપતિએ તેમનું ગઠબંધન કર્યું.તે બન્ને ફેરા ફરવા માટે ઊભા થયા,તે દંપતિ આ બધાં ફોટોગ્રાફ્સ અને વીડિયો લઇ રહ્યા હતાં.ફેરા સંપન્ન થયા ,અભિષેકે રિતુને મંગળસુત્ર પહેરાવ્યું જે તેમને તે દંપતિએ આપ્યું.
"આ લે બેટા આજે જ તેમણે નવું મંગળસુત્ર મારા માટે ખરીદ્યું પણ મને તો મારા લગ્ન સમયે જે મંગળસુત્ર તેમણે પહેરાવ્યું હતું તે જ પ્રિય છે."તે સ્ત્રી બોલ્યા.


અભિષેકે રિતુના સેંથામાં સિંદુર પુર્યું અને તે હવે પતિ પત્ની હતા.તેમણે પંડિતજી અને તે દંપતિના આશિર્વાદ લીધાં.અંતે એકબીજાને ગળે લાગ્યાં.

તે સ્ત્રી રિતુને એકબાજુ સાઇડમાં લઇ ગઇ અને તેના કાનમાં કઇંક કહ્યું.જે સાંભળીને રિતુ શરમાઇ ગઇ.

અભિષેક હવે થોડીક ચિંતામાં હતો કે રુદ્ર શું રીએકશન આપશે તેના આ અચાનક લગ્ન વિશે જાણીને પણ હવે તે રિતુથી અલગ રહેવા નહતો માંગતો.
*********
સુર્યરાજ સિંહ અને પ્રતિમાસિંહની કહાની


રુહી અને કાકીમાઁની સાથે રુચિ પણ જોડાઇ ગઇ હતી.સુર્યરાજ સિંહ અને પ્રતિમા સિંહની પ્રેમકહાની વિશે જાણવા.શોર્યમાં આવેલા બદલાવના કારણે રુચિ રુહીની ખુબજ આભારી હતી.તે હવે ઘણું બદલાઈ ગઇ હતી.તેના સ્વભાવમાં એક શિતળતા આવી હતી.જે બધું રુહીને આભારી હતી.

"હા તો સુર્યરાજે કહ્યું હતું તેમ લિસ્ટ તૈયાર થઇ જતા પ્રતિમાં તે આપવા માટે સુર્યરાજની હવેલી પર પહેલી વાર ગઇ.તે પહેલી વાર આજે આટલી મોટી હવેલી પર આવી હતી.તે નહતી જાણતી કે આજે તેનો આ હવેલીમાં મુકેલો પહેલો કદમ તેનું જીવન બદલી નાખશે.

અનાયાસે તે જ દિવસે સુર્યરાજ એક કામથી બહારગામ ગયા હતા.તેમણે ચોકીદારને કહ્યું હતું કે અગર પ્રતિમા આવે તો તેની પાસેથી લિસ્ટ લઇ લેવું.તે દિવસે પ્રતિમા લિસ્ટ લઈને અંદર તો આવી તે લિસ્ટ ચોકીદારને આપીને જઇ રહી હતી એટલામાં જ રઘુવીર સિંહની નજર પ્રતિમા પર પડી.

પ્રતિમાંની સુંદરતા,તેની અદા,તેના હાસ્યે રઘુવીરનું મન મોહી લીધું હતું.કાકીમાઁને વચ્ચે અટકાવતા રુચિ બોલી,
"ઓહ,તો પોતાની ભાભી પર નજર રાખવી તે આદત પહેલેથી લોહીમાં છે."રુચિ બોલતા બોલી ગઇ પણ પછી તેને અહેસાસ થયો.
"માફ કરજો મમ્મીજી."રુચિ બોલી.
"કોઇ વાંધો નહીં બેટા પણ એક વાત કહું તારા પપ્પા બિલકુલ એવા નથી એક વાર મારી સાથે લગ્ન થયાં પછી તેમણે ક્યારેય અન્ય સ્ત્રી સામે નથી જોયું અને રહી વાત કે તે વખતે તેમને ખબર નહતી કે આ સ્ત્રી તેમના મોટાભાઇની પસંદ છે.

હા તો પ્રતિમા તે આપીને જઇ રહી હતી.રઘુવીર તેની સાથે વાત કરવા માંગતો હતો તેને પોતાની પત્ની બનાવવા માંગતો હતો.તેણે ચોકીદારને કહ્યું કે તેને અંદર મોકલે.

પ્રતિમા અંદર ગઇ,આટલું મોટું અને આલીશાન મહેલ જેવું ઘર જોઇને તે આશ્ચર્ય પામી.તે પણ શિવજીની ભક્ત હતી.તેણે મંદિરમાં જઇને દર્શન કર્યા.તેટલાંમાં રઘુવીર નીચે આવ્યો.આટલી નજીકથી પ્રતિમાને જોઇ ને તે તેને જોવામાં જ ખોવાઇ ગયો.

"જી તમે?"રઘુવીરે પુછ્યું.
"જી નમસ્કાર,મારું નામ પ્રતિમા છે."પ્રતિમાએ પોતાના અહીં આવવાનું પ્રયોજન કહ્યું.
"હું રઘુવીર ,સુર્યરાજ મારા મોટાભાઇ છે.આ કાગળ હું આપી દઇશ તેમને.પ્રતિમા બેસોને ચા નાસ્તો કરીને જાઓ."રઘુવીર બોલ્યા
"જી આભાર,પણ મારે મોડું થાય છે.હું જવા માંગીશ."પ્રતિમા બોલી.
રઘુવીરે પ્રતિમાનો હાથ પકડી લીધો અને પોતાની નજીક ખેંચી.
"પ્રતિમા,તું ખુબજ સુંદર છે,મારી સાથે લગ્ન કરીલે રાણી બનાવીને રાખીશ."રઘુવીર બોલ્યો
પ્રતિમા નામનો જ્વાળામુખી રઘુવીર પર ફાટ્યોા,તેણે રઘુવીરને એક થપ્પડ માર્યો અને કહ્યું,
"ખબરદાર આજ પછી આવી હિંમત કરી છેને તો હાથ અને પગ બન્ને ભાંગી નાખીશ.તમારી હિંમત કેવીરીતે થઇ મારી સાથે આ રીતે વાત કરવાની."પ્રતિમા બોલી.

તારા કાકાસાહેબ સમસમી ગયા.તે પણ હેન્ડસમ હતા.આજસુધી તેમને કોઇએ ના કહેવાની હિંમત નહતી કરી.તેણે મનોમન નક્કી કર્યું કે તે પ્રતિમાની આ સ્કુલ તો નહીં બનવા દે.સાંજે સુર્યરાજ આવ્યો ત્યારે રઘુવીરે તેમને એક અલગ જ વાત કહી.

"મોટાભાઇ,તે પ્રતિમા આવી હતી.આ લિસ્ટ આપવા ભુલથી મારો હાથ તેને અડી ગયોને તો મને લાફો મારી દીધો.એક તો આપણે મદદ કરીએ અને તેમા આપણા જ ઘરે અાવીને લાફો મારે!?"રઘુવીરે દયામણા ચહેરે કહ્યું.
સુર્યરાજને પોતાનો ભાઇ ખુબજ વ્હાલો હતો.તેને ગુસ્સો આવ્યો,માસ્તર સાહેબના ઘરે જઇને તેણે પ્રતિમાને ખુબ ખરીખોટી સંભળાવી અને સ્કુલ બનાવવાનું મૌકુફ રાખીને ત્યાંથી નારાજગીમાં ઘરે આવી ગયો.

અહીં પ્રતિમા સમજી ગઇ હતી કે રઘુવીરે સુર્યરાજને અલગ જ વાત કહી હતી.દર નાની નાની વાતે ગુસ્સે થવાવાળી પ્રતિમા આજે સુર્યરાજના ગુસ્સા સામે ચુપ થઇ ગઇ.તેણે વિચાર્યું
"નક્કી તે રઘુવીરે જ સુર્યરાજને ખોટું કહ્યું હશે.મારે તેમને સત્ય વાત તો જણાવવી જ પડશે નહીંતર તે મારા વિશે ખોટું વિચારશે પણ આજે કેમ મને ગુસ્સો ના આવ્યો?નાની નાની વાતે ગુસ્સે થવાવાળી હું આજે આટલું બધું કોઇ મને સંભળાવીને ગયું તો હું ચુપ કેમ રહી ?ગુસ્સે કેમ ન થઈ ?

ખબર નહીં, પણ આ મને શું થઈ રહ્યું છે.હજી ત્રણ જ વાર મળી છું તે સુર્યરાજને.એ જે પણ હોય મારે તે ગરીબ બાળકો માટે તે સ્કુલ ખોલાવવી જ પડશે.હું વાત કરીશ સુર્યરાજ સાથે અને તેને વિનંતી કરીશ કે આ સ્કુલ તે જરૂર બનાવડાવે." પ્રતિમાના વિચારોમાં તેના પિતાજીએ ખલેલ પહોંચાડી.આજે તે ગુસ્સામાં હતા,તેમણે પોતાનીદિકરી પર પહેલી વાર હાથ ઉપાડ્યો.
"શું આખો દિવસ ઝગડ્યા કરે છે?કઇંક તો વિચાર કર સામે કોણ છે કોણ નહીં.તે લોકો મોટા માણસો છે.ઇચ્છે તો આપણી સાથે કઇપણ કરી શકે.
અને કોઇ પોતાના થવાવાળા સાસરે પોતાના થવાવાળા દિયર સાથે આવી રીતે વાત કેમકરી શકે."માસ્તર સાહેબ બોલતા તો બોલી ગયા પછી તેમને સમજાયું કે સુર્યરાજ પોતાના માટે પ્રતિમાનો હાથ માંગીને ગયા હતા તે વાત તો તેમણે હજી પ્રતિમાને નથી જણાવી તો તેને નાખબર હોય કેતે તેનું થવાવાળું સાસરું હતું અને હવે આ વાત ભુલથી પ્રતિમાને જણાવવાનું ખરાબ પરિમાણ સુર્યરાજને ભોગવવું પડશે તે માસ્તરસાહેબ સમજી ગયા.પ્રતિમા અા બધું સાંભળી અત્યંત આઘાત પામી.પ્રતિમા ગુસ્સામાં ઘરની બહાર નિકળી ગઇ.

અહીં સુર્યરાજ ખુબજ દુખી હતા.જેને તે ચાહવા લાગ્યાં હતા અને જેની સાથે સુખી સંસારના સ્વપ્ન જોયા હતા તેણે ગુસ્સામાં સુર્યરાજના જ ભાઇ સાથે દુર્વ્યવહાર કર્યો.તેમણે આ બધી વાત તેજપ્રકાશ અને તેમના પત્નીને જણાવી.
"સુર્યાભાઇ,માફ કરજો પણ એક વાત કહું તમે થોડી ઉતાવળ કરી દીધી.તમારે શાંતિથી એકવાર પ્રતિમા સાથે વાત કરવા જેવી હતી અને બીજી વાત શું તમેતમારા નાનાભાઇને અને તેની હરકતોને નથી જાણતા?

બની શકે કે ભુલ રઘુવીર ભાઇની હોય.તેમની સમજવામાં કોઇ ભુલ થઇ હોય.આ તમે સાચું નથી કર્યું.હું જ્યાંસુધી પ્રતિમાને ઓળખું છું તે આ અપમાન સહન નહીં કરે તે સ્વમાની સ્ત્રી છે."તેજપ્રકાશના પત્ની બોલ્યા.

તેમની વાતો સાંભળીને સુર્યરાજને પોતાની ભુલ સમજાઇ પણ હવે તે સમજી ગયા હતા કે બહુ મોડું થઇ ગયું હવે પ્રતિમા તેને ક્યારેય માફ નહીં કરે લગ્નની વાત તો દુર રહી.

શું અભિષેક અને રિતુનું આ નવું જીવન જે અત્યંત શુભ મુહૂર્તમાં શરૂ થયું છે તે સફળ રહેશે?સુર્યરાજ અને પ્રતિમા મળશે ત્યારે તેમની તે મુલાકાત કેવી રહેશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Sweta

Sweta 10 months ago

Bhimji

Bhimji 12 months ago

Akshita

Akshita 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago