Rudrani ruhi - 96 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -96

રુદ્રની રુહી... - ભાગ -96

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -96

સુર્યરાજ સિંહ અને પ્રતિમાસિંહની કહાની

કાકીમાઁએ વાત આગળ વધારી.
"પ્રતિમા ગુસ્સામાં નિકળી પડી.પહેલા તો તે સુર્યરાજની સાથે વાત કરીને સુલેહ કરવા માંગતી હતી તે બાળકો અને તેમના ભવિષ્યમાટે પણ હવે જ્યારથી તેના પિતાના મોઢે સુર્યરાજે પોતાના માટે લગ્નનું માંગુ નાખ્યું હતું તે વાત સાંભળી એટલે તેની અંદરનો જ્વાળામુખી ફરીથી ફાટ્યો અને આજે તો તેમા સુર્યરાજ સળગી જવાના તે વાત પાક્કી હતી.

તે પહેલા તો સુર્યરાજની હવેલી પર ગઇ પણ તે ત્યાં નહતા પછી તે તેમને શોધવા નિકળી.
"કોઇપણ ભોગે તે સુર્યરાજને આજે શોધવા જ પડશે.તે સમજે છે શું? કે ગરીબ બાળકો માટે સ્કુલ બનાવડાવીને મને ખરીદી લેશે?

પોતાની મનોકામના પુરી કરવા માટે આટલું નિમ્ન કૃત્ય,કે ગરીબ બાળકોનો સહારો લેવો પડ્યો.આજે તો તે નહીં બચે એવો પાઠ ભણાવીશને કે આજીવન યાદ રાખશે અને મારી સાથે લગ્ન કરવાનું સ્વપ્ન ભુલથી પણ નહીં જોવે."મનોમન ગુસ્સે થતી અને બબળાટ કરતી કરતી તે ચાલી જતી હતી.સુર્યરાજને શોધવા તેટલાંમાં તે મનિયાના ખેતર પાસેથી પસાર થઇ.આજે મનિયો રોજ કરતા વધુ ખુશ હતો.જે જોઇને પ્રતિમાને ફાળ પડી,
"નક્કી આ મનિયાએ તેની દિકરીના લગ્ન ફરીથી નક્કી કર્યા હશે.આ લોકો ક્યારેય નહીં સુધરે આજે તોતેને બરાબરનો મેથીપાક મળશે." આટલું કહી ગુસ્સામાં પ્રતિમાએ ત્યાં પડેલી લાકડી ઉપાડી અને મનિયાને મારવા દોડી.મનિયો પ્રતિમાને લાકડી સાથે દોડતા જોઇને સ્વબચાવ માટે ભાગ્યો.
"બેન,કેમ મારી પાછળ પડ્યાં છો? હવે મે શું કર્યું?"દોડતા દોડતા હાઁફતા મનિયાએ પુછ્યું.
"તારા ચહેરા પરની ખુશીથી હું સમજી ગઇ કે તે તારી દિકરીના ફરીથી બાળવિવાહ કરાવવાનું નક્કી કર્યું છે.આજે તો તારા હાડકાં હું ભાંગીશ."તેની પાછળ હરણ જેવી ઝડપથી ભાગતી પ્રતિમાએ કહ્યું.

અંતે પ્રતિમાએ મનિયાને ધક્કો મારીને પાડી દીધો અને તેને મારવા જતી હતી.
"બેન બેન,મારતા પહેલા મારી ખુશીનું કારણ તો જાણીલો."મનિયાએ કહ્યું
પ્રતિમા તેને મારતા અટકી.મનિયો બેસ્યો અને બોલ્યો,
"બેન,સુર્યરાજ સિંહ બહુ જ સારા છે.તમને ખબર છે તે દિવસ પછી તે અહીં આવ્યા અને મને વિશ્વાસ દેવડાવ્યો કે તે મારી દિકરી મોટી થશે પછી તેના લગ્ન કરાવશે અને તમને ખબર છે કે તેમણે મારી દિકરીનો દાખલો સારી શાળામાં કરાવી દીધો છે."મનિયાની વાત પર પ્રતિમા થોડી શાંત પડી.
"બેન,એકબીજી વાત સુર્યરાજ સિંહ બહુ જ સારા છે તેમણે મારા ખેતર પાસેની બે ઓરડી ના સારા રૂપિયા આપીને ખરીદી લીધી છે અને હવે ત્યાં તે શાળા બનાવવાના છે."મનિયાની વાત સાંભળીને પ્રતિમાના હાથમાંથી લાકડી પડી ગઇ હવે તે શરમ અનુભવતી હતી પોતાના વિચારો પર.તે એકવાર સુર્યરાજને મળવા માંગતી હતી.

"એય મનિયા,તને ખબર હશે કે આ સુર્યરાજજી ક્યાં મળશે?"પ્રતિમાએ પુછ્યું.
"હા બેન,તે જ્યારે પણ નવરા હોય ત્યારે એક જ જગ્યાએ હોય પેલા તેજપ્રકાશ માસ્તર સાહેબને ત્યાં.આવો હું તમને તેમના ઘરે લઇ જઉં."મનિયાએ કહ્યું.મનિયો પ્રતિમાને તેજપ્રકાશ દ્રિવેદીના ઘરે લઇ જવા નિકળ્યો.
મનિયાએ પ્રતિમાને તેજપ્રકાશ દ્રિવેદીના ઘરનો રસ્તો બતાવ્યો.પ્રતિમાએ ઘરનું બારણું ખખડાવ્યું.તેજપ્રકાશના પત્નીએ દરવાજો ખોલ્યો.સામે સુંદર સ્ત્રીને ઊભેલી જોઇ તે આશ્ચર્ય પામ્યાં.તેમણે આજસુધી પ્રતિમા વિશે સાંભળ્યું હતું પણ તેને જોઇ નહતી.
"જી તમે?"
"મારે સુર્યરાજજીને મળવું હતું.હું પ્રતિમાં."પ્રતિમા બોલી.અંદર બેસેલા સુર્યરાજના કાને આ શબ્દો પડતા તેમનામાં એક નવી ઊર્જાનો સંચાર થયો.

"બસ દિકરીઓ હવે પછી."કાકીમાઁ અહીં અટક્યાં.

અભિરિ

અભિષેક અને રિતુ મંદિરમાં સાવ સામાન્ય રીતે દર્શન કરવા આવ્યાં હતા અને લગ્ન કરીને જઇ રહ્યા હતા.અભિષેક અને રિતુએ હવે બાકીના દિવસનો પ્રોગ્રામ કેન્સલ કરીને ઘરે જવાનું નક્કી કર્યું.તેમણે રિતુના મમ્મી પપ્પા અને શ્યામ ત્રિવેદી અને રાધિકા ત્રિવેદીને બોલાવીને રાખ્યા હતા.

અભિષેકના ઘરની એકસ્ટ્રા ચાવી સિક્યુરિટી ગાર્ડ પાસે હંમેશાં રહેતી હતી.અભિષેકે પારિતોષને કહીને ઘર શણગારવા કહ્યું.અભિષેક અને ઘરે પહોંચ્યા ત્યાંસુધી પારિતોષે અભિષેકના કહ્યા પ્રમાણે ઘર શણગારીને રાખ્યું હતું.રિતુના માતાપિતા અને રુહીના માતાપિતા આવી ગયાં હતા.તેમના સમજમાં કશુંજ નહતું આવી રહ્યું કે કેમ અભિષેકે અચાનક બોલાવ્યા અને આ ડેકોરેશન કેમ કરાવ્યું હતું.

લગભગ અેક કલાક પછી અભિષેક અને રિતુ ઘરે આવ્યાં અને ઘરનો બેલ વગાડ્યો.રાધિકા ત્રિવેદીએ દરવાજો ખોલ્યો.અભિષેક અને રિતુ લગ્ન કરીને આવ્યાં હતા.બધાંની આંખો પહોળી હતી.કઇ જ સમજ નહતી પડી રહી.
"રાધિકા આંટી,તમે મારા માઁની જેમ છો અને હું તમારો દિકરો,તો તમારી વહુનું સ્વાગત નહીં કરો?હું બધું જ જણાવું પછી."અભિષેકે કહ્યું.

રાધીકા ત્રિવેદી રસોડામાંથી આરતીની થાળી લઇને આવ્યાં.તે બન્નેની આરતી ઉતારી.રિતુએ કંકુના હાથવાળા થાપા દિવાલ પર કર્યા અને અંતે કંકુ પગલા કરતી પોતાના ઘરે પ્રવેશ કર્યો.

અભિષેક અને રિતુએ વડીલોના આશિર્વાદ લીધાં અને પારિતોષ જોડેથી શુભેચ્છા સ્વિકારી.
"પ્રકાશ અંકલ અને આંટી,અમે લગ્ન કરી લીધાં,બધું સાવ અચાનક જ થયું.હું તમને વિગતવાર જણાવું."આટલું કહીને અભિષેકે બધી જ વાત જણાવી.

રિતુના પિતા ઊભા થઇને અભિષેક પાસે આવ્યાં.અભિષેકને ડર લાગ્યો કે તેઓ તેમની બન્નેની ઉપર ગુસ્સે થશે પણ અહીં તો વાત સાવ અલગ જ થઇ.તે અભિષેકને ગળે લાગીને રડવા લાગ્યાં.
"અભિષેક ,આજે હું ખુબજ ખુશ છું.તારો આભાર કે તે રિતુને લગ્ન માટે મનાવીને લગ્ન કરી લીધાં.મારી દિકરીનું જીવન ધન્ય થઇ ગયું તારા જેવો પતિ પામીને હવે જઇને તેને જીવનમાં સાચું સુખ અને સાચો પ્રેમ મળશે.
અભિષેક,મને માફ કરીદે બેટા.તે દિવસે મારું વર્તન ખુબજ ખરાબ હતું પણ પછી મે જે જોયુ અને ખુબજ મનન કર્યું તો મને સમજાયું કે હું ખોટો હતો."રિતુના પિતા રડતા રડતા બોલી રહ્યા હતા.અભિષેક તેમની પીઠ પર હાથ પસરાવીને તેમને સાંતવ્ના આપી રહ્યો હતો.

"રિતુની માઁ આજે તો હું ખુબજ ખુશ છું.મને નાચવાનું મન થાય છે."તેમની વાત પર બધાં હસ્યાં.
અભિષેકના ચહેરા પર થોડો તણાવ જોઇને શ્યામ ત્રિવેદીએ પુછ્યું,
"શું થયું અભિષેક?કેમ ચિંતામાં છે?"
"સર,મને ચિંતા થાય છે કે રુદ્ર કેવીરીતે રીએક્ટ કરશે તે તો મારા લગ્નના સપના જોવામાં અને લિસ્ટ બનાવવામાં લાગેલો હશે."

"બસ એટલી વાત ચલો આપણે તેમને ફોન કરીએ વીડિયો કોલ કરીએ"શ્ય‍ામ ત્રિવેદી બોલ્યા..

અહીં હરિદ્વારમાં રુદ્ર આજે થોડો વહેલો ઘરે આવી ગયો હતો.રુહીને પણ વહેલી બોલાવી લીધી હતી.

"ઓ હો રુદ્ર,શું વાત છે?આટલી ઉતાવળ હજી તો ગઇકાલે તેમણે કહ્યું કે અમે લગ્ન કરવાનાં છે અને આજે તો તમે વેન્યુ નક્કી કરવા માટે નિકળી પડ્યાં.આટલી ઉતાવળ તો તેમને પણ નહીં હોય."રુહી કંટાળાના ભાવ સાથે બોલી
"હા તો આપણે પહેલા સારામાં સારા પંડિત પાસે જઇને મુહૂર્ત કઢાવીશું અને પછી વેન્યુ નક્કી કરીશું.હા એક વાત સમજી લે આ લગ્ન હરિદ્વારના સૌથી મોટા અને શાનદાર લગ્ન હશે."રુદ્ર એક્સાઇટમેન્ટમાં બોલ્યો.
"તમે ઓવર એક્સાઇટેડ થઇ ગયા છો.રુદ્રાક્ષ સિંહ."રુહી બોલી.
"હા મને બહુ ઉતાવળ છે.મારું ચાલે તો આજે જ તેમને અહીં બોલાવી લઉં."રુદ્ર બોલ્યો

"હા કોઈને મારી ઇચ્છાની જ કોઇ નથી પડી.બસ વઢીને ભગાવી દે."દુખી અને ઉદાસ આરુહ અંદર આવતા બોલ્યો.
"ઓહો આરુહ,દુખી કેમ થાય છે બેટા?"રુદ્ર બોલ્યો
"પાપા,મને સ્મોલસિસ્ટર જોઇએ."આરુહે દુખી અવાજે કહ્યું.
"આરુહ બેટા,એ બધી વાતમાં સમય લાગે.તું અત્યારે તારું ધ્યાન ભણવામાં અને રમવામાં અાપ.ઓ.કે?"રુહીએ પોતાના લાડકવાયાને ગળે લગાવતા કહ્યું.અારુહ ખુશ થતો જતો રહ્યો.રુદ્રના હાથમાં જે લેટરપેડ અને પેન હતી તે સાઈડમાં મુક્યું અને રુહીને ફરતે પોતાના હાથ મુકયા.
"રુહી,તું બહુ સ્ટ્રેસ ના લઇશ.કામનું કે કોઇપણ વાતનું.અમ્મ હવે જ્યારે આરુહ પણ તેનો ભાઇ કે બહેન ઇચ્છે છે તો મારી પણ ખુબજ ઇચ્છા છે કે આપણા પ્રેમની નિશાની આ ધરતી પર આવે.આરુહના આવવાથી હું પિતા તો બની ગયો પણ આરુહનું જે બાળપણ હું માણી ના શક્યો.તે આ બાળકના આવ્યા પછી માણીશ.મને લાગે છે કે તેના આપણા જીવનમાં આવવાથી આપણા બધાં વચ્ચે પ્રેમ વધશે.

આરુહના પગલે કાકાસાહેબ અને તેમનો પરિવાર અહીં આવ્યો આ હવેલી પર.જ્યારે આ બાળકનું તારી અંદર આગમન થશે ને ત્યારે મને પુરો વિશ્વાસ છે કે બધું ઠીક થઇ જશે."રુદ્ર ભાવુક થઇને બોલ્યો.

રુહીએ રુદ્રનો ચહેરો પોતાના બે હાથમાં પકડ્યો અને તેના કપાળ પર ચુંબન કર્યું.
"ચિંતા ના કરો,હું મારું પુરું ધ્યાન રાખું છું અને આશા રાખું છું કે જે સમાચાર તમને અને આરુહને સાંભળવા છે તે જલ્દી આપું.ભગવાનના આશિર્વાદ રહ્યાને તો આપણું બાળક,મારી અંદરથી રિતુ અને અભિષેકના લગ્નમાં સામેલ થશે."આટલું કહીને રુહીએ પોતાનો ચહેરો રુદ્રની છાતીમાં છુપાવી દીધો.

તેટલાંમાં રુદ્રના ફોન પર રીંગ વાગી.રુદ્રએ ફોન જોયો.
"અરે પપ્પાનો ફોન છે એ પણ વીડિયો કોલ."રુદ્ર બોલ્યો.

શું પ્રતિમા સુર્યરાજના પ્રેમને અને તેની સચ્ચાઈને જાણી શકશે? રુદ્ર અને રુહીના શું પ્રતિભાવ હશે અભિષેક અને રિતુના લગ્ન પર?કેવું રહેશે અભિષેક રિતુનું લગ્નજીવન?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Saroj Bhagat

Saroj Bhagat 1 year ago

Neepa

Neepa 1 year ago