Rudrani ruhi - 98 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-98

રુદ્રની રુહી... - ભાગ-98

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -98
.

અહીં મુંબઇમાં જ શોર્ય પોતાના સસરાના બોલાવવા પર આવ્યો હતો.તે ગજરાલ હાઉસ પહેલી વાર ગયો.તે ખુબજ ખુશ હતો ગજરાલ નિવાસનો માલિક હવે તે બનવાનો હતો બસ થોડો સમય.આ સંપત્તિના ચક્કરમાં નાટક કરતા કરતા પણ હવે રુચિ તેને ગમવા લાગી હતી.રુચિનો પોતાના પ્રત્યે અનહદ પ્રેમ,ત્યાગ જાણે તેને બદલી રહ્યો હતો.રુચિએ પોતાના પ્રેમ અને માઁ માટે પોતાની જાતને બદલી નાખીહતી.હવે રુચિ પહેલાવાળી રુચિ નહતી.

શોર્ય થોડો ડરેલો હતો તેને પોતાના સસરા દ્રારા થયેલી ધોલાઇ યાદ આવી અને તેને યાદ આવ્યું કે કેવું તેના સસરા દ્રારા તેને કહેવામાં આવ્યું હતું કે તેણે તેની મદદ કરવી પડશે.

તે અંદર ગયો જ્યાં હેત ગજરાલ અને તેમના પત્ની દ્રારા ખુબજ ભવ્ય સ્વાગત થયું.હેત ગજરાલ શોર્યની પર્સનાલિટીથી પ્રભાવિત થયા.તે શોર્યને પોતાના સ્ટડી રૂમમાં લઇ ગયા.તે હવે બહુ રાહ જોઇ શકે એમ નહતા.
"શોર્ય,સીધી વાત પર આવીએ.તને મે કહ્યું હતું કે તારે મારું એક કામ કરવાનું છે."હેત ગજરાલે કહ્યું.

"હા પપ્પા,બોલોને મારે શું કરવાનું છે?"શોર્યે પુછ્યું.

"શોર્ય,આદિત્ય પાસે કઇંક એવું છે જેના કારણે તે મને બ્લેકમેઇલ કરે છે."હેત ગજરાલ બોલ્યા.
"એવું તો શું છે તે વીડિયોમાં?"શોર્ય
"મારા અંડરવર્લ્ડ સાથેના કનેક્શનની સાબિતી,મારા બધાં કાળા કામના ચીઠ્ઠા.હું મારો દિકરો તો ગુમાવી ચુક્યો છું પણ હવે રહી સહી મિલકત અને મારી ઇજ્જત નથી ગુમાવવા ઇચ્છતો.તું મારા માટે કોઇ ગેરસમજ નહીં રાખતો પણ આટલી મોટી ઇન્ડસ્ટ્રી એમનેમ તો શક્ય નથી.થોડો અંડરવર્લ્ડનો સહારો તો લેવો જપડેને." હેત ગજરાલ ગોળ ગોળ વાત કરી રહ્યા હતા.
"પપ્પા,સીધેસીધી રીતે કહો મારે શું કરવાનું છે?"શોર્ય થોડો ડરેલો હતો.

"તો વાત એમ છે કે તારે આદિત્યના ઘરેથી તે વીડિયો ચોરી કરવાનો છે."હેત ગજરાલ બોલ્યા,તેમની વાત સાંભળીને શોર્ય ડરી ગયો.
"પપ્પા,ચોર નથી હું.આ બધું મને નહીં ફાવે."શોર્યે ચોખ્ખું કહી દીધું.હેત ગજરાલે હવે કડકાઇની જગ્યાએ અલગ રીતે કામ લેવાનું નક્કી કર્યું.
"કોઇ વાંધો નહીં શોર્ય,મને તો લાગ્યું કે તારા રૂપમાં મારો મરી ગયેલો દિકરો મને પાછો મળ્યો પણ કોઇ વાંધો નહીં.ભલે ને આદિત્ય તે વીડિયોનો ઉપયોગ કરી આ બધી સંપત્તિ હડપી લે."હેત ગજરાલે શોર્યની આગળ ચાલ ચાલી જેમાં શોર્ય ઝડપાઇ ગયો.તેણે મનોમન નક્કી કર્યું કે આટલી મોટી સંપત્તિ તો તે કોઇપણ ના હાથમાં નહીં જવા દે તેના પર તેનો અને રુચિનો જ હક છે.
"ઓહ પપ્પા,તમે તો દુખી થઇ ગયા પણ એક વાત કહો.આટલી મહત્વની વસ્તુ આદિત્યએ જેવીતેવી જગ્યાએ નહીં રાખી હોય.તો તે આપણે શોધીશું ક્યાં? અને બીજી વાત આટલા વર્ષોમાં તમે કેમ કોશીશના કરી તેને શોધવાની અને તમને ખબર છે કે તે ક્યાં છે તો તમે તે લીધી કેમ નહીં ?"શોર્યના વેધક પ્રશ્ન પર હેત ગજરાલ માત્ર હસ્યા.

સુર્યરાજ સિંહ અને પ્રતિમાસિંહની કહાની
લગભગ મહિના જેવું થવા આવ્યું હતું.અભિષેક અને રિતુનો પ્રેમ દિવસે દિવસે ગાઢ થતો હતો.અભિષેકના રિસર્ચને હવે મંજૂરી લગભગ મળી ગઇ હતી બસ એકવાર તેની દવાને મંજૂરી મળીજાય પછી તે અને રિતુ હંમેશાં માટે હરિદ્વાર પોતાના ઘરે જતા રહેવાના હતા.અહીં રુહી પણ કામ અને ઘરની વચ્ચે પોતાનું ખાસ ધ્યાન રાખવાનું ના ભુલતી તેને પુરો વિશ્વાસ હતો કે રુદ્રનો અંશ તેની અંદર પાંગરી રહ્યો છે.આજે ઘણાબધા સમય પછી આગળની વાત સાંભળવા રુચિ,રુહી અને કાકીમાઁ મંદિરમાં આવેલા હતા.અાજે કાકીમાં પુરી વાત જણાવી શકે તેના માટે ઘરે બધી જ તૈયારી કરીને આવ્યાં હતા.તેમણે વાત આગળ વધારી.

"તેજપ્રકાશભાઇના પત્નીએ પ્રતિમાને તેમના ઘરે અંદરના રૂમમાં બેસવા કહ્યું.સુર્યરાજ ત્યાં આવ્યા,તે પ્રતિમા સામે અને પ્રતિમા તેમની સામે જોતા રહ્યા.

"પ્રતિમાજી,તમે અહીં ? સારું થયું તમે આવ્યાં મારે માફી માંગવી હતી.તમારી પુરી વાત જાણ્યાં વગર જ તમારા પર ગુસ્સે થયો.મારે એક વાર તમારી વાત સાંભળવા જેવી હતી.પ્રતિમાજી પુરી વાત જણાવશો?"

પ્રતિમા તેને જોઇ રહીહતી.તેણે સુર્યરાજના ઘરે શું થયું તે બધું જ જણાવ્યું.સુર્યરાજને રઘુવીર પર ગુસ્સો આવ્યો.
"શું રઘુવીર? તેણે આવું કેમ કર્યું? હું તેને નહીં છોડું.તેણે આ જુઠાણાની કિંમત તમારી માફી માંગીને ચુકવવી પડશે.મને માફ કરી દો પ્રતિમાજી અને તમે ચિંતા ના કરો.આ બાળકો માટે સ્કુલ જરૂર બનશે તે પણ મોટી.મે મનિયા પાસેથીતે બે ઓરડી ખરીદી લીધી છે અને તેના પર કામનું પ્લાનીંગ જલ્દી જ શરૂ થશે અને તે સ્કુલ.."સુર્યરાજ અવિરતપણે બોલી રહ્યો હતો અને પ્રતિમા મુગ્ધપણે સાંભળી રહી હતી.તેણે અચાનક જ સુર્યરાજના મોં પર હાથ મુક્યો.

"બસ,કેટલું બોલો છો તમે?મને પિતાજી દ્રારા જાણવા મળ્યું કે આપ મારી સાથે લગ્ન કરવા માંગો છો પહેલા મને લાગ્યું કે આ બધું તમે મારી સાથે લગ્ન કરવા કરો છો.હું ખુબજ ગુસ્સામાં હતી તમને જેમતેમ સંભળાવવા આવી હતી પણ રસ્તામાં મનિયો મળ્યો તેણે જણાવ્યું કે તેની દિકરી માટે તમે શું કર્યું.મારા મનમાં તમારી છબી બદલાઇ ગઇ.મને માફ કરો અને શું તમે મારી સાથે લગ્ન કરશો?" અચાનક જ પ્રતિમાએ પ્રસ્તાવ મુકયો.જેનું તેને પોતાને પણ આશ્ચર્ય થયું.
"મને આજે સમજાયું કે મારી અંદર રહેલી આગ,ગુસ્સો અને જે જ્વાળામુખી છે તેને કોઇ કાબુ કરી શકે તેને શાંત કરી શકે તો તમે જ છો એક શાંત ઝરણાની જેમ તમારી સાથે જ મારા મનને ઠંડક અને તૃપ્તિ મળશે.સુર્યરાજજી,હું "પ્રતિમા પોતાના અંદર આવેલા બદલાવને સુર્યરાજ સમક્ષ મુકી રહી હતી અચાનક તેના હોઠ સિવાય ગયા સુર્યરાજના હોઠ દ્રારા,પ્રતિમા ક્યાંય સુધી પોતાના શાંત ઝરણાની ઠંડક પામતી રહી.તેની અંદર આજે પહેલી વાર તેના ગુસ્સારૂપી જ્વાળાને કોઇએ ઠંડક આપી હતી.

બસ પછી શું આ પુરી વાત બાપુસાહેબ સામે આવી.તેમણે રઘુવીરને ઠપકો આપ્યો અને રઘુવીરે પ્રતિમા અને સુર્યરાજની માફી માંગી ખરા હ્રદયથી.તમને લાગતું હશે કે આજ વાત હશે જેના કારણે બે ભાઇઓ વચ્ચે ફુટ પડી હશે તો તેનો જવાબ છે ના.રઘુવીરને ખબર પડી કે પ્રતિમા તેમના ભાઇની પસંદ છે તો તેમને અફસોસ થયો.બન્ને ભાઇ વચ્ચે ખુબ પ્રેમ હતો.આ લગ્નથી તે પણ ખુબજ ખુશ હતા.અંતે પ્રતિમા નામના જ્વાળામુખી અને સુર્યરાજ નામનો સુરજ પરણી ગયા,પુરા હરિદ્વારને સજાવવામાં આવ્યુ હતું.તે રાત્રી અનુપમ હતી કેમકે સુરજ અને જ્વાળામુખીના મિલનની રાત્રી હતી.

તેમનો પ્રેમ અદભુત હતો,રુહી મને તારા અને રુદ્રના પ્રેમમાં પણ તે જ આગ અને અનન્યપણું દેખાય છે.તે એકબીજાને પુરા હ્રદયથી તુટીને પ્રેમ કરતા,કોઇપણ સમય કે સ્થળ તેમના પ્રેમને ના અટકાવી શકે.એજ જુનુન હતું તેમના પ્રેમમાં.જે મને હવે તમારા બન્નેના પ્રેમમાં દેખાય છે.

પ્રતિમાભાભી જ મને તારા કાકાસાહેબ માટે પસંદ કરીને લાવ્યાં હતા.અમારું સુખી સંસાર હતો. એક પછી ખુશીઓ જ ખુશીઓ હતી ઘરમાં પ્રતિમાભાભીએ ખુશખબર આપી.તેજપ્રકાશભાઇના પત્ની એ પણ તે જ સમયે ખુશખબર આપી હતી.

પુરા નવ મહિને પ્રતિમાભાભીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો.બીજા દિવસે તેજપ્રકાશભાઇના પત્નીએ પણ એક દિકરાને જન્મ આપ્યો.તેમને કદાચ અંદાજો આવી ગયો હતોકે અભિષેકના માઁ લાંબુ નહીં જીવે તેમણે અભિષેકને જન્મતા જ પ્રતિમાભાભીને સોંપી દીધો.બીજા જ વર્ષે મેશોર્યને જન્મ આપ્યો.અભિષેક અને રુદ્ર જન્મતા જ એકબીજાના સાથી તરીકે જોડાઇ ગયા.હંમેશાં એકસાથે જ રહે સુવા સિવાયનો બધો સમય તે અહીં હવેલી પર જ વીતાવે.તેજપ્રકાશભાઇ સંસારીક મોહમાયા ત્યાગીને સાધુ બનવા નિકળી ગયા.ત્યારપછી તો અભિષેક અને રુદ્ર જાણે સગા ભાઇઓ હોય તેમ જ રહ્યા.સુર્યભાઇ અને પ્રતિમાભાભીએ ક્યારેય તે બન્નેમાં ફરક નહતો કર્યો.

તેજપ્રકાશભાઇનો તો મારા અને તારા કાકાસાહેબ પર ઉપકાર હતો તેમણે શોર્યને ડુબતા બચાવ્યો હતો.તારા કાકાસાહેબ પણ તેમને ખુબજ માને.બધું જ્યારે એકદમ સરસ અને બરાબર ચાલી રહ્યું હોય ત્યારે જ કોઇકની નજર લાગે અને બસ આવું જ થયું અમારા સુંદર સુખી પરિવારને કોઇકની નજર લાગી અને તે હતા અમારા જુના મુનીમજી.
મુનીમજી બાપુસાહેબના વર્ષો જુના હતા.તે તેમની દિકરીના લગ્ન સુર્યરાજ સાથે કરાવવા ઇચ્છતા હતા પણ સુર્યરાજે લગ્ન કર્યા પ્રતિમા સાથે અને આ વાત તેમનાથી સહન ના થઇ.તેમણે પુરા પરિવારને વિખુટા પાડી વેરઝેરના બીજ રોપવાનું નક્કી કર્યું હતું.

"કાકીમાં બોલી રહ્યા હતા.તેટલાંમાં મંદિરમાં સીડી ચઢીને રુદ્ર ઉપર આવ્યો તે ખુબજ ગુસ્સામાં હતો.તેને આ રીતે ગુસ્સામાં જોઇને તે ત્રણેય ડરી ગયાં.સીડી પર બેસેલા કાકીમાઁ,રુહી અને રુચિ ગભરાઇ ગયા.
"રુદ્ર,તમે?"રુહી ડરીને બોલી.
"હા હું તને મળવા તારા ગૃહ ઉધોગ આવ્યો.ત્યાં મે તને ગાડીમાં બેસીને નિકળતા જોઇ ઘર જવાની જગ્યાએ તું અહીં આવી મને થયું કે તું દર્શન કરવા આવી હોઇશ પણ પછી તને કાકીમાઁ અને રુચિને જોયા તમે અહીં બેસીને વાતો કરતા હતાં મે સાંભળી તમારી વાતો સાંભળીને મને આઘાત લાગ્યો.કેમ રુહી તે વરવા ભુતકાળની પાછળ પડેલી છો.તને કહ્યુંને કે તે જાણવાની તારે કોઇ જરૂર નથી."રુદ્ર ગુસ્સામાં બોલ્યો.
સીડી પર બેસેલી રુહી ઊભી થઇ અને રુદ્ર પાસે આવી.
"રુદ્ર,શાંત થાઓ.આ વાત જાણવાનો મને પુરો હક છે.હું તમારી પત્ની છું.રુદ્ર,ધીમેધીમે બધું જ સરખું થઈ રહ્યું છે તો હું કોશીશ કરવા માંગુ છું કે તમારા અને કાકાસાહેબની વચ્ચેની દુશ્મનાવટ દુર થાય.તો શું ખોટું ઇચ્છયું અને તમે કેમ મને તે જાણતા રોકો છો?"આજે રુહી પણ શાંત રહેવા નહતી માંગતી.
"ક્યારેય નહીં થાય.કાકાસાહેબે જે પણ કર્યું હતું ત્યારબાદ હું તેમને ક્યારેય માફ નહીં કરી શકું.સમજી ?મારા માતાપિતાને ગુમાવ્યા છે મે તે પીડા,તે કલંક તું નહીં સમજી શકે."રુદ્રએ લગભગ રાડ પાડી અને રુહીના બન્ને ખભા પકડીને તેને ગુસ્સાથી હચમચાવી.રુહી આઘાત પામી,તેણે રુદ્રના હાથ છોડાવવાની કોશીશ કરી પણ વ્યર્થ રુદ્રએ તે વધુ જોર અને ગુસ્સાથી પકડ્યા.
"રુદ્ર,છોડો મને દુખે છે."રુહી દર્દમાં ચિલ્લાવી.રુદ્રએ તેના ખભાને ઝટકાપુર્વક છોડ્યાં.સીડી પર ઊભેલી રુહી બેલેન્સ ગુમાવીને નીચે પડી.

શું રુદ્ર અને રુહી વચ્ચે સુર્યરાજ અને પ્રતિમાનો ભુતકાળ દુરીઓ લાવશે?શોર્યના સવાલના શું જવાબ આપશે હેત ગજરાલ?શોર્ય આદિત્યના ઘરેથી તે સાબિતી લાવી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Mmm

Mmm 1 year ago

Purvi

Purvi 1 year ago