Rudrani ruhi - 99 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-99

રુદ્રની રુહી... - ભાગ-99

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -99

આદિત્યને હોસ્પિટલમાં રહ્યે એક મહિના પર થઇ ગયું હતું,હવે તેને ઘણું સારું હતું.જબ્બારભાઇનો માણસ વેશપલટો કરીને વોર્ડબોયના રૂપમાં આવીને તેને મળી ગયો અને જબ્બાર ભાઇનો મેસેજ અપાવ્યો કે તે જલ્દી જ તેના ઠીક થતાં તેને બહાર નિકાળશે.

આદિત્યને આજે જેલમાં શિફ્ટ કરવાનો હતો.તે ચિંતામાં હતો કે એકવાર અગર તે જેલમાં શિફ્ટ થઇ ગયો તો તેને બહાર નિકાળવો જબ્બારભાઇ માટે અઘરું થઇ શકે એમ હતું.આદિત્યને હોસ્પિટલના કપડાં બદલાવીને જેલના કપડાં પહેરાવવામાં આવ્યાં અને તેને વ્હિલચેરમાં બેસાડીને એમ્બ્યુલન્સમાં લઇ બેસાડવામાં આવ્યો.તેની સાથે એક હવાલદાર બેસ્યો અને આગળ ડ્રાઇવર સાથે ઇન્સપેક્ટર બેસેલા હતા.

આદિત્ય ખુબજ ચિંતામાં હતો,એમ્બ્યુલન્સ ચાલું થઇ અને સેન્ટ્રલ જેલ તરફ આગળ વધી.અડધો રસ્તો કપાઇ ગયો,એમ્બ્યુલન્સ સુમસામ હાઇવે પર ભાગી રહી હતી.આજુબાજુ કોઇ અન્ય વાહન નહતું.અચાનક તેમની પાછળ બે હેવીટ્રક આવી જે એમ્બ્યુલન્સને ઓવરટેક કરવા કોશીશ કરતી હતી તે ટ્રકે એમ્બ્યુલન્સને બન્ને તરફથી ધેરી.ઇન્સપેક્ટર સાહેબ અને ડ્રાઇવરે ગુસ્સામાં તેને ઇશારો કર્યો.તે ડ્રાઇવર ખંધુ હસ્યો અને તે એમ્બ્યુલન્સ બન્ને તરફથી ઘેરાઇ ગઇ અને તે બન્ને ટ્રકે એમ્બ્યુલન્સને ટક્કર મારી સાથે જ ડ્રાઇવરનું બેલેન્સ ગયું.

આદિત્ય સમજી ગયો કે આ પ્લાન જબ્બાર ભાઇનો હશે.તે પોતે ખુણામાં લપાઈ ગયો તેને વાગે નહીં એમ.અંતે તે એમ્બ્યુલન્સ ખેતરમાં ધુસી ગઇ અને ઝાડ સાથે અથડાઇ ગઇ.ડ્રાઇવર અને ઇન્સપેક્ટર આગળ અથડાવવાના કારણે બેભાન થઇ ગયા.ટ્રકમાં છુપાયેલા જબ્બારભાઇના માણસો આવીને હવાલદારને એક જ ફટકાથી બેભાન કરી દીધાં.

"ચલ બે ચિકને,અપુન જબ્બારભાઇ કા છોકરા લોગ હૈ.જલ્દી વો ઇન્સપેક્ટર હોશમે આયે ઉસકે પહેલે ખિસક લેતે હૈ."જબ્બારભાઇના માણસે કહ્યું આદિત્ય તેમની સાથે જતો રહ્યો તેણે પોતાનો પગ એમ્બ્યુલન્સ ની બહાર પગ મુક્યો જાણે કે ગુનાની દુનિયામાં પહેલો પગ મુકતો હોય તેમ.આજથી તે એક ભાગેડુ એટલે કે વોન્ટેડ આરોપી હતો.

ટ્રક હરિદ્વારથી મુંબઇ તરફભાગી નિકળી,આદિત્યએ પોતાનો વેશ બદલીને એક ટ્રક ક્લિનરના ગંદા અવતારમાં આવી ગયો.હવે તેને કોઇ સરળતાથી ઓળખી શકે તેમ નહતું.

"રુદ્ર ,રુહી અને રુચિ,હવે તમારો ખરાબ સમય શરૂ."મનોમન વિચારીને તે ખડખડાટ હસ્યો.તેણે જબ્બારભાઇને ફોન લગાવ્યો તેમના માણસના ફોનમાંથી.
"જબ્બારભાઇ,આભાર..મોટાભાઈ..આઝાદીની હવાની તો વાત જ કઇંક અલગ છે.અહીંથી મુંબઇ આવીને પહેલું કામ હેત ગજરાલ વિરુદ્ધ મારી પાસે જે પુરાવા છે તે મારા ઘરેથી લેવાના છે."આદિત્ય બોલ્યો.
"હા તેના ઉપર જ તને આઝાદ કરાવ્યો છે,જો તે કહ્યું એવું ના થયું ને તો બે એ ચિકના,તારી લાશ પણ નહીં મળે પોલીસને."જબ્બારભાઇ બોલ્યા.
"ચિંતા ના કરો,તે સાબિતી મે મારા ઘરે એવી જગ્યાએ રાખી છે કે કોઇ સપનામાં પણ ના વિચારી શકે.બસ એક દિવસ માટે મારા માતાપિતાને ક્યાંક ગાયબ કરવા પડશે તે ઘરમાંથી તો જ હું અંદર ધુસીશકીશ."આદિત્ય બોલ્યો.
"એ ચિકના,તું આવ અહીં,આપણી ગેંગમાં તારા જેવા ચિકનાના આવવાની ખુશીમાં મે પાર્ટી રાખી છે.શરાબ અને..."જબ્બારભાઇ ખંધુ હસ્યાં.
તેમની વાત પર આદિત્ય પણ હસ્યો.

અહીં શોર્ય પણ હેત ગજરાલ સાથે વાત કરી રહ્યો હતો તે સાબિતી મેળવવા માટે.
"તને શું લાગે છે શોર્ય આ પહેલા મે કોશીશ નહીં કરી હોય.હું પોતે,મારા ખાસ માણસો ઘણીવાર કોશીશ કરી.આદિત્યના બેડરૂમ,તેના માતાપિતાના બેડરૂમ,કિચન,સ્ટોરરૂમ અને તિજોરી પણ નિષ્ફળતા જ હાથ લાગી પણ ખબર નહીં કેમ મને લાગે છે કે તું આ કરી શકીશ.તારું દિમાગ આ બધાં કામમાં મારા કરતા પણ વધુ શાર્પ હોય તેમ લાગે છે.તને શું લાગે છે? તારા લગ્ન રુચિ સાથે થયા પછી.મે તારી પુરી જન્મકુંડળી કઢાવી,તે કેમ અને કેવીરીતે લગ્ન કર્યા,તારું ચારિત્ર બધું જ જાણું છું,એ પણ કે પોતાના જ મોટાભાઇની પત્ની પર તારી બુરી નજર હતી."

" પપ્પા, એ બધું તો પહેલાની વાત છે હવે તો હું માત્ર રુચિને જ પ્રેમ કરું છું.હું તે સાબિતી લાવી દઇશ પણ તે આદિત્યના મમ્મી પપ્પાનું શું કરશું? તેમને એક રાત માટે તે ઘરમાંથી દુર કરશો તો જ હું ત્યાં ધુસી શકીશ."શોર્ય હસીને બોલ્યો.

"તને ખબર છે જે ડીલ માટે આદિત્ય રુચિને લગ્નમંડપમાં રઝળતી મુકીને ગયો હતો.તે પાર્ટી ફ્રોડ છે અને મજાની વાત એ છે કે તેની તેને હજી ખબર નથી.તેના માટે તેણે કેટલા કરોડો રૂપિયા જબ્બાર પાસેથી લીધાં છે હવે તે જબ્બારીયો તેને નહીં છોડે.રહી વાત પિયુષ અને કેતકીની તેમને હું સંભાળી લઇશ.બસ તું કામ કરી દે મારું એટલે કે આપણું માય સન."હેત ગજરાલે શોર્યને ગળે લગાવતા કહ્યું.
તેટલાંમાં હેત ગજરાલને ફોન આવ્યો કે જબ્બારભાઇ અને આદિત્ય મળી ગયા હતા અને આદિત્યને તેમણે ભગાવી દીધો છે.
"શોર્ય,પેલો નાલાયક આદિત્ય ભાગી ગયો "હેત ગજરાલ ડરતા બોલ્યા.તેમની હાલત કફોડી હતી.

*****

રુહી સીડીઓ પરથી પડી ગઇ,રુદ્રનો ગુસ્સો હજી એમ જ હતો પણ રુહીને પડી ગયેલી જોઇને તે પણ ગભરાઇ ગયો.રુચિના મોંઢમાંથી ચિસ નિકળી ગઇ.રુહી પોતાના પેટ પર હાથ મુકીને કણસતી હતી અને ચિસો પાડતી હતી.
રુદ્રએ રુહીને ઉપાડીને ગાડીમાં બેસાડી અને હોસ્પિટલ લઇ ગયાં. તે સખત આઘાત પામ્યો હવે તેને પોતાના ગુસ્સા પર અફસોસ થયો.ડોક્ટર રુહીને અંદર લઇ ગયા અને થોડાક સમય પછી બહાર આવ્યાં.
આરુહ,કાકાસાહેબ અને હરિરામ કાકા પણ આવી ગયા હતા.અભિષેક અને રિતુ પણ ફોન કરીને જાણ કરી હતી.
"મિ.રુદ્રાક્ષ સિંહ,રુહી ઇઝ પરફેક્ટલી ફાઇન પણ બ્લીડીંગ બહુ જ થઇ ગયું છે તો વીકનેસ છે અને થોડુંક મેન્ટલ સ્ટ્રેસ રહેશે કેમકે વાત જ એવી બની ગઇ છે તો."
"મતલબ" રુદ્રએ પુછ્યું.
"શી વોઝ પ્રેગન્નટ.સોરી.."ડોક્ટર બોલ્યા
"શી વોઝ મતલબ?"રુદ્ર ગભરાઇ ગયો.
"શી વોઝ નોમતલબ શી વોઝ જ થાય.શી લોસ્ટેડ હર અનબોર્ન ચાઇલ્ડ."આટલું કહીને ડોક્ટર જતા રહ્યા.
રુદ્રાક્ષ સિંહ જાણે તુટી ગયો,રુચિ,ફોન પર રિતુ અને કાકીમાઁના મોં માથી ડુસકુ નિકળી ગયુ.આરુહ રડવા લાગ્યો.કાકાસાહેબ તકજતી કરવા નહતા માંગતા.
"રુદ્ર,આ શું કર્યું,તું પણ પ્રતિમાભાભીની જેમ જ છો.તમારા બન્નેમાં કોઇ જ ફરક નથી.તેમણે તેમના ક્ષણિક ગુસ્સાના આવેગમાં સુર્યભાઇસાહેબને ગુમાવ્યા હતાં જ્યારે તે તારા અજન્મયા બાળકને."

રુદ્રાક્ષ સિંહ પોતાની જાતને આ બધાં માટે જવાબદાર માનતો હતો પોતાની જાતને ગુસ્સો આપવા ઇચ્છતો હતો.તે ઘરે જતો રહ્યો પોતાની જાતને સજા આપવા.ખુબજ દારૂ પીધો અને ગુસ્સામાં દિવાલ પર મારવા લાગ્યો.આજે તેનો ગુસ્સો તેનો જ દુશ્મન બની ગયો હતો.

અહીં રુહી ભાનમાં આવી કાકીમાઁ અને રુચિએ હિંમત રાખીને તેને બધું જણાવ્યું.તે ખુબજ દુખી થઇ,ખુબ રડી.આરુહ પણ તેને વળગીને રડ્યો.
"આ બધું રુદ્ર ના કારણે થયું છે રુહી વહુ."કાકાસાહેબે અહીં પણ મોકો ના છોડ્યો.
"તું ચિંતા નાકર વહુબેટા.હું તેને ખુબજ વઢ્યો અત્યારે તે ઘરે કોઇ ખુણામાં બેસીને રડી રહ્યો હશે પણ હવે તેનો શો ફાયદો."કાકાસાહેબની વાત સાંભળીને રુહીને રુદ્રની ચિંતા થઇ.

અહીં રુદ્ર પોતાની જાતને ખુબજ જખ્મી કરી ચુક્યો હતો.તેનો ફોન પણ નહતો લાગતો.તેટલાંમાં જ કોઇ અંદર આવ્યું અને તેજ ફેલાઇ ગયું તે તેજપ્રકાશજી હતા.આવીને નીચે હોશ ખોઇને બેહાલ બેસેલા રુદ્ર પાસે આવ્યાં તેના માથે હાથ ફેરવ્યો.

"રુદ્રાક્ષિકાના આવવાનો સમય હજી નથી થયો."તે બોલ્યા અને રુદ્ર જાણે ભાનમાં આવ્યાં.
"બેટા,તૈ અજન્મયા બાળકનું આયુષ્ય તેની માતાના ગર્ભમાં એટલું જ હતું.રુદ્રાક્ષિકાના આગમનથી તો ખુશહાલી છવાઇ જશે.એક વાત હંમેશાં યાદ રાખજે.રુદ્રહી જ શક્તિ છે.જા તેને તારી જરૂર છે અને હા તેને બધું જ જાણવાનો અધિકાર છે."આટલું કહીને તે જતા રહ્યા.રુદ્ર ઊભો થયો માંડમાંડ તે હોસ્પિટલ ગયો.અહીં રુહી રુદ્રનોફોન ટ્રાય કરતી હતી.

"મારે રુદ્ર પાસે જવું છે.તેમને આ હાલતમાં એકલા કેમ મુક્યાં."રુહી બોલી તેટલાંમાં જ ડ્રાઇવરના સપોર્ટથી એક લથડીયું ખાઇને રુદ્ર રુહી પાસે આવીને બેસી ગયો.તેના ઘાયલ હાથ જોઇને રુહી સમજી ગઇ કે રુદ્રએ પોતાની જાતને ખુબજ તકલીફ આપી છે.રુહીએ રુચિને ઇશારો કર્યો.રુચિ તેમને એકલા છોડીને ઘરે ગઇ.રુદ્ર રુહીના હાથ પર માથું મુકીને રડ્યો.
"સોરી.મારા ગુસ્સાએ આજે અનર્થ કર્યુ."રુદ્ર બોલ્યો.
"રુદ્ર,જે થવાનું હતું તે થઇ ગયું.થઇ શકે કે તેનું આટલું જ આયુષ્ય હતું અને એ પણ બની શકે કે રુદ્રાક્ષિકાનો આવવાનો સમય હજી નથી થયો.હેય પણ તમને કઇ થઇ જશે તો હું કેવીરીતે જીવીશ?તમારી હિંમત કેવીરીતે થઇ.માફી ના માંગશો.રુદ્ર આઇ લવ યુ.તમે મારું જીવન છો.પ્લીઝ આ બધાં વિશે ના વિચારો."રુહી એ રુદ્રને અને રુદ્ર એ રુહીને ખુબ હિંમત ‌આપી.અભિષેક અને રિતુએ પણ તેમને સમજાવ્યા.તે હવે ઠીક હતા.

"રુહી,મને માફ કરી દે તારે કારણ જાણવું હતું ને હું તને જણાવીશ પણ હમણા નહીં.તું ઠીક થઇ જા.કાશ કે આ વાત પહેલા સમજી ગયો હોત તો પરિસ્થિતિ અલગ હોત."રુદ્ર નીચે જોઇને બોલ્યો.
"ઓય..અહીં આવોને મારી પાસે...તમારી રુહીને તમારા પ્રેમની જરૂર છે."રુહીએ રુદ્રને પોતાની પાસે બોલાવ્યો.
રુદ્ર રુહીની પાસે આવ્યો અને તેની બાજુમાં તેને વળગી ગયો.રુહીએ રુદ્રના ચહેરાને પકડીને તેને એક દીર્ધ ચુબંન કરી લીધું.રુહી તેની છાતીમાં માથું રાખીને સુઇ ગઇ.રુહીના ફરતે વિટળાયેલા હાથ તેને સહેલાવી રહ્યા હતા.એકબીજાના પ્રેમ અને સ્પર્શમાં તકલીફોને ભુલાવી રહ્યા હતા.તેમના પ્રેમે ,સમજદારી અને વિશ્વાસે તેમના નાજુક મોડ કે જ્યાં તેમનો સંબંધ તુટી શકે એમ હતો તેને તુટતા બચાવી લીધો.

આદિત્ય કે શોર્ય કોણ પહેલા પહોંચશે તે સાબિતી સુધી?આદિત્ય રુદ્ર,રુહી અને રુચિના વિરુદ્ધ શું કરશે?શું કારણ હશે સુર્યરાજની આત્મહત્યા પાછળ?અને હાં આભાર આપના સહકાર સાથે જ રુદ્રની રુહીની સફર ૧૦૦માં ભાગ સુધી પહોંચી છે.તો વાંચો સ્પેશિયલ પાર્ટ ખુશહાલી ભર્યો ૧૦૦મોભાગ...આશા રાખું છું કે ૧૦૦માં ભાગમાં પણ વાર્તા આપને પુરું મનોરંજન આપી રહી છે.આભાર

રીન્કુ શાહ.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Chetna Jack Kathiriya
Bhimji

Bhimji 12 months ago

Akshita

Akshita 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago