Rudrani ruhi - 100 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-100

રુદ્રની રુહી... - ભાગ-100

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -100

બીજા દિવસે સવારે રુહીને ડિસ્ચાર્જ કરવામાં આવી,રુદ્રની ખાસ સુચના હતી કે ઘરનો માહોલ ખુશહાલી ભર્યો રાખવો જેથી રુહીને ડિપ્રેશન ના થાય.રુદ્રએ તેજપ્રકાશજીના શબ્દો રુહીને પણ કહ્યા રુહીનું પણ તે જ માનવું હતું.તે બન્ને આ દુખને આરુહ અને પરિવાર માટે ભુલાવીને આગળ વધવા માગતા હતા.

ઘરે બધાં તેમના સ્વાગત માટે તૈયાર હતા.કાકીમાઁએ રુહીની આરતી ઉતારી અને રુચિએ તેની નજર ઉતારી.
"રુહી,આજથી થોડા દિવસ તારે માત્ર આરામ જ કરવાનો છે.ઘરનું કામ હું જોઇશ અને તારા ગૃહ ઉધોગને રુચિ સંભાળશે.આ મારો ઓર્ડર છે.અત્યારે તમે બન્ને આરામ કરો જમવાનું તૈયાર થાય એટલે તમને બોલાવું."કાકીમાઁ બોલ્યા.

થોડા દિવસો વીતી ગયા...

રુદ્ર અને રુહી તેમના રૂમમાં આરામ કરી રહ્યા હતા.રુહી આમ બહાર ઠીક હોવાનું બતાવી રહી હતી જેનાથી રુદ્ર કે આરુહ દુખી ના થાય પણ તે દુખી હતી.રુદ્ર નીચે ગયો જ્યાં રુચિ જમવાનું તૈયાર કરી રહી હતી.
"અરે રુદ્રભાઇ,તમે?" રુચિ આશ્ચર્ય સાથે બોલી.
"રુચિ,રુહી બહારથી ભલે ઠીક હોવાનું બતાવતી પણ તે ખુબજ ડિસ્ટર્બ છે.મને બહુ ખરાબ લાગી રહ્યું છે કે મારા ક્ષણિક ગુસ્સાના આવેગના કારણે શું થઇ ગયું."રુદ્ર બોલ્યો.
"હવે જે થઇ ગયું તે થઇ ગયું તમે આમ વિચારીને અફસોસ ના કરો. મમ્મીજીએ મને કહ્યું હતું કે જે કિસ્મતમાં લખેલું હોય તે થઇને જ રહે છે."રુચિએ રુદ્રને સાંત્વના આપી.
"રુચિ,મારે તારી હેલ્પ જોઈએ છે.હું કઇંક એવું કરવા માંગુ છું કે રુહી ખુશ થઇ જાય અને આ દુખમાંથી બહાર આવે.તું મને મદદ કરીશ."રુદ્રની વાત પર રુચિ વિચારમાં પડી ગઇ.
તેટલાંમાં આરુહ આવ્યો.
"રુચિ આંટી,મને તમારી હેલ્પ જોઇએ છે મારી સાથે ચલો."આરુહ રુચિને લઇને જતો રહ્યો.

જમવાના ટેબલ પર જમવાનું આવી ગયું હતું ,ભુખ કોઇને નહતી પણ જમવું તો પડશે જ એટલે બધા આવ્યાં હતા.તેટલાંમાં ખુશખુશાલ રુચિ અને આરુહ આવ્યો.તેમને જોઇને બધાને આશ્ચર્ય થયું.
"રુદ્રભાઇ અને રુહીભાભી,મારા અને અારુહ તરફથી એક સરપ્રાઇઝ છે તમારા માટે."રુચિ ખુશ થઇને બોલી.કાકીમાઁ,રુદ્ર અને રુહી ચોંક્યાં
"અને એ શું છે રુચિ?" રુદ્ર બોલ્યો

"રુદ્રભાઇ તમારો મારા પર ખુબજ ઉપકાર છે.તમે મને અહીં ના લાવ્યાં હોત તો હું ક્યારેય શોર્યને ના પામી શકી હોત અને રુહીભાભી મે કેટલું ખરાબ કર્યું હતું તમારી સાથે છતાપણ તમે મારી મદદ કરી.આટલા ટુંક સમયમાં મારું જીવન અને હું જળમુળ સાથે બદલાઇ ગયા અને તમારા કારણે આ પોઝિટિવીટી મારા જીવનમાં આવી છે.

તો આ મારા તરફથી તમને એક નાનકડી ગિફ્ટ,માલદીવ્સની ટીકીટ તમે હનીમૂન પર જઇ રહ્યા છો.બાય ધ વે આ પ્લેસનો આઇડીયા આરુહના પ્રોજેક્ટ પરથી મળ્યો અને તમને બન્નેને મોકલવાનો આઇડીયા પણ તેનો જ હતો.આમપણ તમારા લગ્ન થયા પછી તમે હનીમૂન પર નથી ગયાં.તો તમે કાલે સાંજે જ નિકળી રહ્યા છો અને રુદ્રભાઇ-રુહીભાભી ત્યાં એક બીજી પણ સરપ્રાઇઝ રાહ જોતી હશે."રુચિ ભાવુક થઇને બોલી.
રુદ્રને રુચિનો આઇડીયા ખુબજ સરસ લાગ્યો જ્યારે રુહી ભાવુક થઇ ગઇ.રુહીએ રુચિને ગળે લગાવી પણ અચાનક જ રુચિ બેભાન થઇ ગઇ.બધાં ખુબજ ચિંતામાં આવી ગયાં.રુચિને ડોક્ટર પાસે લઇ જવામાં આવી ત્યાં ડોક્ટરે બહાર આવીને ખુશ ખબર આપી કે રુચિ માઁ બનવાની છે.

કાકાસાહેબ અને કાકીમાઁની ખુશીનો કોઇ પાર નહતો.કાકાસાહેબ આટલા વર્ષોમાં પહેલી વાર હ્રદયપુર્વક ખુશ થયાં હતા.શોર્ય અને હેત ગજરાલને આ વાત વીડિયોકોલ કરીને કહેવામાં આવી ત્યારે તેમની ખુશીનો પણ કોઇ પાર નહતો.

શોર્યની અંદર કઇંક બદલાવવાનું શરૂ થયું જ્યારે તેણે સાંભળ્યું કે તે પિતા બનવાનો છે.તેને અચાનક જ રુચિને મળવાનું તેને ગળે લાગવાનું ખુબજ મન થયું.

અહીં રુહીએ હનીમૂન પર જવાની ના પાડી દીધી પણ રુચિએ તેને કસમ આપીને મનાવી દીધી.
"ભાભી,હું પ્રેગન્નટ છું બિમાર નહીં હું તમારા ગૃહ ઉધોગનું અને મારી તબિયતનું સારી રીતે ધ્યાન રાખી શકીશ.તમે બસ એન્જોય કરો.તમારીબેગ પેક હું કરીશ રુદ્ર ભાઇનું પેકીંગ તેમને કરી લેવા દેજો." રુચિ બોલી

"હા પણ આરુહ,તેનું સ્ટડી અને તેનું ધ્યાન"રુહી બોલી.
"ઓહો મમ્મા,હુ બીગ બોય છું રહી વાત સ્ટડીની તો તે રુચિ આંટી કરાવશે અને ધ્યાન માટે તો મારા દિદા છેને."આટલું કહી આરુહ કાકીમાઁને વળગી ગયો.
રુદ્ર અને રુહી તૈયાર થઇ ગયા હતા એરપોર્ટ જવા માટે.હરિદ્વારથી મુંબઇ ફ્લાઇટમાં પહોંચ્યા ત્યાં તેમની માલદીવ્સની કનેકટીંગ ફ્લાઇટ મોડી રાતની હતી.પાંચ કલાકની જર્ની બાદ તે લોકો વેલાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે ઉતર્યા.ત્યાંથી તે કારમાં રવાના થયા તેમની રીસોર્ટ પર જવા.જ્યાં સ્પીડબોટ મારફતે એક પ્રાઇવેટ ટાપુ પર આવેલી ટોપ ફાઇવસ્ટાર રીસોર્ટમાં પહોંચ્યા,જ્યાં તેમના માટે એક પ્રાઇવેટ વિલા જેવો રૂમ બુક કરવામાં આવ્યો હતો.જ્યાં દરિયાકિનારો નજીક હતો,સ્વિમિંગ પુલ અને ઘણીબધી લેવીશ સુવીધા હતી.તે બન્નેને એકદમ રોમેન્ટિક એકાંત મળ્યું હતું બસ બાજુમાં એક વિલા હતું જેમા કોઇ કપલ હોય તેવું લાગ્યું.
"રુદ્ર,રુચિની ચોઈસ તો કહેવી પડે પણ આ બાજુમાં કોણ હશે?"રુહી બોલી.
"છોડને આપણે શું ?જે પણ હોય.હું તો બસ રોમાન્સ કરવા માંગુ છું.મારી સ્વિટહાર્ટ સાથે."રુદ્રએ રુહીને પોતાની તરફ ખેંચી.તેટલાંમાં બાજુના વિલાનો દરવાજો ખુલ્યો.
"બસ ને સ્વિટહાર્ટ મળી તો જાનને ભુલી જવાનું?"પાછળથી અવાજ આવ્યો.
રુદ્રને આ અવાજ જાણીતો લાગતા પાછળ ફર્યો.સામે અભિષેક ઊભો હતો અને તેના હાથમાં હાથ પરોવેલી રિતુ તે બન્ને હસી રહ્યા હતા.રુદ્ર અને રુહી અવાચક બની ગયા.ખુશીનો મોટો આચંકો લાગ્યો તેમને.

"અભિષેક ,મારી જાન"રુદ્ર આટલું બોલીને તેના ગળે જોરથી વળગી ગયો.
"વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ.આ બધું કેવી રીતે."આટલું કહી રુહી પણ રિતુને ગળે લાગી.
"કહેવું પડે બાકી આ બધો પ્લાન રુચિનો હતો.તેણે અમને ફોન કરીને પુરો પ્લાન જણાવ્યો.તેણે કહ્યું કે "રુહી ભાભી,ખુબજ ડિસ્ટર્બ છે તે બહારથી ભલે ઠીક હોવાનો દેખાવ કરે પણ અંદરથી તુટી ગયા છે અને રુદ્રભાઇ આ બધી વાતનો દોષ તેમની પોતાની જાતને દે છે.મે અને આરુહે વિચાર્યું કે તેમને નાનકડી હોલીડે એટલે કે હનીમૂન પર મોકલીએ માલદીવ્સ પણ મને ખબર છે કે એકલા આ હનીમૂન પર જઇને પણ તેમને તે ખુશી નહીં મળે"

"તો"અભિષેક
"તો અભિષેકભાઇ તમે અને રિતુ પણ તેમની સાથે જાઓ.આમપણ તમારા લગ્ન પણ હમણાં જ થયા છે અને તમે પણ હનીમૂન પર નહી જઇ શક્યાં હોવ આ રીસર્ચ ના કારણે તો.તમને બન્નેને મળીને તે બન્નેને બધું ઓલરાઇટ લાગશે."રુચિ

"તો અમે પણ તેના પ્લાનમાં જોડાઇ ગયા અને અહીં આવી ગયા.તમને સરપ્રાઇઝ આપવા.કેવી લાગી સરપ્રાઇઝ?" અભિષેકે પુછ્યું.
"એકદમ જોરદાર.તમને ખબર છે રુચિ ઇઝ પ્રેગન્નટ.મને વિશ્વાસ નથી આવતો કે આ તે જ રુચિ છે."રુહી બોલી.
"હા આ બધું રુદ્રના કારણે થયું તેણે જ બધાનું જીવન ખુશીઓથી ભર્યું.થેંક યુ રુદ્ર."આટલું કહીને રિતુ રુદ્રને ગળેમળી.
"એય ઝગડાડુ,જો આગળના ઝગડા માફ કરું છું એક શરતે કે તું મારા અભિષેકને મારીશ નહીં અને તેને ખુબ પ્રેમ આપીશ."રુદ્ર તેના માથે હાથ મુકતા બોલ્યો.
હાસ્યનું અને ખુશીનું મોજું ફરી વળ્યું.

"તમે બે ભાઇઓ એકબીજાની કંપની એન્જોય કરો અમે આવીએ પછી આપણે બહાર જઈએ."રિતુ રુહીને લઇ ગઇ.

"એય રુહી,આવા બોરીંગ કપડાં પહેરીને ફરવા નથી જવાનું."રિતુ બોલી.
"હા માઁ,આ સેઇમ લેકચર રુચિ દેવી આપી ચુક્યા છે અને તેણે જ બેગ પેક કરી છે."રુહીબોલી.
"અચ્છા,તો તો જોવું પડશે."રિતુએ કહ્યું.
રુહી અને રિતુ રુહીની બેગ ઓપન કરે છે.જેમાં શોર્ટ્સ ,શોર્ટ ટીશર્ટ્સ, વેસ્ટર્ન શોર્ટ ડ્રેસીસ,બધાં એ જ પ્રકારના મોર્ડન વસ્ત્રો હતા.
"આણે તો એકપણ પહેરવા લાયક કપડા નથી મુક્યા.હું સાવ આવા કપડાં પહેરીને ફરીશ?"રુહી નર્વસ થઇને બોલી.

"વાહ કહેવું પડે રુચિની ચોઇસનું,મસ્ત છે.આ જો.."એટલું કહી રિતુએ એક સુંદર નાઇટી બતાવી.રુહીએ આંખો કાઢી.
"લે આ પહેરીને આવ."રિતુએ તેને એક સુંદર લાઇટ બ્લુ ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ આપ્યો.રુહી તે પહેરીને આવી તેને બહુ અસહજ અનુભવાતું હતું.
"અમ્મ,ના ડ્રેસ તો સરસ છે પણ કઇંક મીસીંગ છે."‍ રિતુએ તેને ડ્રેસિંગ ટેબલ પાસે બેસાડી.તેના ચહેરા પર હળવો મેકઅપ કર્યો,તેના લાંબા વાળ કર્લી કરીને ખુલ્લા રાખ્યા અને કાનમાં લાંબા વેસ્ટર્ન ઇયરરીંગ પહેરાવ્ય‍ાં.

"વાઉ! રુહી તું સુંદર લાગી રહી છો કોઇ મોડેલ કે હિરોઇન જેવી." રિતુ બોલી.
રિતુ પણ સુંદર ડ્રેસ પહેરીને તૈયાર થઇ.અભિષેક અને રુદ્ર શોર્ટ્સ અને ટીશર્ટમાં અલગ લાગી રહ્યા હતા.તે લોકો તેમની રાહ જોઇ રહ્યા હતા.તેટલાંમાં રિતુ અને રુહી ચાલીને આવી રહ્યા હતા.રુહીને આ રૂપમાં જોઇને જાણે રુદ્ર પાગલ થઇ ગયો.તેણે રુહીને ગળે લગાવી દીધી.તેણે તેને ઊંચકીને ગોળ ગોળ ફેરવી.
"ઓહ માય ગોડ,રુહી યુ લુક સ્ટનીંગ."રુદ્રએ આટલું કહીને તેના ગાલ પર હળવું ચુંબન કર્યું.

"રુદ્ર ,રુહીને આ રૂપમાં જોઇને તારો પ્લાન બદલાઇ ગયો છે કે આવે છે અમારી સાથે?અભિષેકની વાત પર રિતુને હસવું આવ્યું અને રુહી શરમાઇ ગઇ.રુદ્રએ રુહીને નીચે ઉતારી

તે ચારેય જણાએ નક્કી કર્યું કે તે તેમની રીસોર્ટના તેમના વિલા પાસે આવેલા પ્રાઇવેટ બીચ પર સમય વિતાવવાનો અને વોટર સ્પોર્ટ્સ એન્જોય કરવાનો.તે ચારેય જણાએ ખુબજ એન્જોય કર્યું.રાતના સમયે તેમના વિલાના સ્વિમિંગ પુલ પાસે તે ચારેય જણા બેસીને પહેલાની વાતો યાદ કરી રહ્યા હતા.

"રુદ્ર ,રુહી અને અભિષેક, આપણે ચારેયે આપણા જીવનસાથીની સાથેની કોઇ સૌથી યાદગાર ક્ષણને કહેવાની છે જે તમારા મનમાં અંકિત થયેલી હોય.તો શરૂઆત કરશે લવબર્ડઝ રુદ્ર અને રુહી.

" રુદ્રને જ્યારે પહેલી વખત મળીને ત્યારે શરૂઆતમાં મને તેમના પર ખુબજ ગુસ્સો આવ્યો હતો કેમ કે તેમણે મારા વિશે ખોટું વિચાર્યું કે આત્મહત્યા કરી રહી હતી પણ જ્યારે કાકાસાહેબે મને કીડનેપ કરી અને તેમણે મને બચાવી અને મને સલામત રાખવા તેમની પત્ની તરીકે મને દુનિયા સામે પ્રસ્તુત કરી ત્યારે મને એક અલગ જ લાગણી થઇ જે પહેલા ક્યારેય નહતી થઇ.

અને પ્રેમની શરૂઆત કે તેનો અહેસાસ તો ખરેખર હેરી અને સેન્ડીના આવ્યાં પછી જ થયો.તેમની સાથે એક જ બેડરૂમમાં રહેતા પણ તેમણે ક્યારેય સીમા ના ઓળંગી,તેમની નજરો માં મારા માટે પ્રેમ તો મને દેખાતો પણ તે કહી ના શકતા.તેમનું મારું ધ્યાન રાખવાનું,મને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવી અને એક અદભુત પ્રેમનો અહેસાસ કરાવ્યો.બસ આ જ બધું મને તેમની પ્રેમદિવાની બનાવે છે.આઇ લવ યુ રુદ્ર."રુહી રુદ્રની આંખોમાં જોઇને બોલી.

"રુહીના મારા જીવનમાં આવ્યાં પહેલા હું ત્રણ સ્ત્રી સિવાય આ દુનિયામાં તમામ સ્ત્રીને નફરત કરતો હતો.જ્યારે પહેલી વાર ગંગામાં ડુબકી લગાવતા તેને મારા બે હાથમાં ઉચકી ત્યારે જ અહેસાસ થયો કે હવે મારું જીવન બદલાવવાનું છે.તેની સુંદરતા ,ભોળપણ,સચ્ચાઈ અને લાગણીઓએ મને બદલી નાખ્યો.લાગણીવીહીન રુદ્રાક્ષ સિંહને લાગણીશીલ રુદ્રાક્ષ સિંહ બનાવી દીધો.થેંક યુ રુહી મારા જીવનમાં આવવા માટે."રુદ્રએ રુહીના કપાળે ચુંબન કરતા કહ્યું.

હવે વારો અભિષેકનો હતો.

" જ્યારે રિતુ પહેલી વાર હરિદ્વાર આવી અને આવતા સાથે જ તેણે રુહી વિરુદ્ધ કામ કર્યું અને બોલ્યું ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો.મે નક્કી કર્યું કે હું તેને પાઠ ભણાવીશ.મે બહુ ખરીખોટી સંભળાવી તેને અને ના બોલવાનું પણ બોલ્યો પણ એક રાત્રે તેણે આવીને પોતાની આપવીતી જણાવી.તેની આંખમાં આંસુ આવ્યાં અમે લોંગ ડ્રાઇવ પર ગયા હતા.તેની આંખમાંથી નિકળેલું આંસુનું ટીપું ,અમારા લોંગ ડ્રાઇવ પર સાથે વિતાવેલો સમય બસ તે જ ક્ષણે સમજાઇ ગયું હતું કે આ સ્ત્રી જે મારા જીવનમાં આવી છે તે ખાસ છે.અને એવું જ થયું તેણે મને ખુબજ પ્રેમ આપ્યો છે જેના માટે હું હંમેશાં તરસતો રહ્યો."અભિષેક ભાવુક થઇ ગયો.

છેલ્લો વારો રિતુનો હતો
"હું શું બોલું બસ એટલું જ કહીશ કે
જીવનથી હારેલી હું ,
સંબંધ પરથી વિશ્વાસ ગુમાવી ચુકેલી હું ,
નિરાશાના ડગ પર ચાલી નિકળેલી હું,
અને મને આ બધામાંથી બહાર લાવી પોતાના પ્રેમરૂપી અમૃત આપનાર તું
આઇ લવ યુ અભિષેક." રિતુની આંખમાં પાણી હતા.

તે ચારેયનો સમય ખુબજ સરસ વિત્યો.રુદ્ર અને રુહી પોતાના રૂમમાં આવ્યાં.રુદ્ર રુહીને પોતાના બે હાથમાં ઉચકીને રૂમમાં લાવ્યો.

"રુહી,તું ઠીક છો ને? સાચું કહેજે કે હજીપણ તને તે વાતની તકલીફ અને નારાજગી છે?" રુદ્રે પુછ્યું.
"રુદ્ર,આપણે બન્નેએ આપણું બાળક ગુમાવ્યું પણ તેનો મતલબ એ નથી કે હું ફરીથી માઁ નહીં બનું.હું આપણા બાળકને જલ્દી જ જન્મ આપીશ અને તે જે પણ થયું તમે તેમા નિમીત માત્ર બન્યા છો." રુહીએ રુદ્રને કહ્યું તો ખરા પણ તે જાણી ગઇ કે રુદ્ર હજીપણ તે વાત માટે પોતાનીજાતને ગુનેગાર માને છે.તેણે તેને આ વાતમાંથી બહાર નિકાળવા કઇંક વિચાર્યું.આ દુર્ઘટના પછી રુદ્ર રુહીથી ઘણો દુર રહેતો કે રુહીને કોઇ શારીરિક તકલીફ ના પહોંચે પોતાના વચ્ચે આવેલી આ દુરી તેણે દુર કરવા વિચાર્યું.
રુહી રુચિએ મુકેલી નાઇટી પહેરીને બહાર આવી રુદ્ર બેડ પર આંખો બંધ કરીને સુતેલો હતો.રુહીએ હળવેથી તેની છાતી પર માથું મુકી દીધું.રુદ્રની આંખો ખુલી ગઇ.

"રુહી પ્લીઝ,તારી તબિયત ઠીક નથી અને મારું તારી નજીક આવવું હાલ મને ઠીક નથી લાગતું."રુદ્ર મોબાઇલમાં સર્ફિંગ કરતા બોલ્યો.
રુહીએ તેના હાથમાંથી મોબાઇલ લઇને સાઇડમાં મુક્યો અને બોલી,
"તમે મારાથી દુર રહેશોને તો મારી તબિયત વધુ ખરાબ થશે.જે થયું તેને એક ખરાબ સ્વપ્ન ગણી ભુલી જાઓ અને આપણે આપણા હનીમૂન પર છીએ તો આ ક્ષણો ફરીથી નહીં અાવે તેને માણી લો."રુહી તેની નજીક જતા બોલી.

"પણ રુહી.." રુદ્ર બોલવા જતો હતો રુહીએ તેના મોં પર હાથ મુક્યો અને તેને પોતાના પ્રેમમાં પિગળાવી દીધો.

વહેલી સવારે રુદ્ર અને રુહી એકમેકમાં ખોવાઇને ધસધસાટ સુતેલા હતા દરવાજો ખખડ્યો.રુદ્ર અને રુહી ઝબકીને જાગી ગયા પોતના કપડાં વ્યવસ્થીત કરીને તેમણે દરવાજો ખોલ્યો

"રુહી,મારી સાથે ચલને રિતુની તબિયત ઠીક નથી આમ તો મને અંદાજો આવ્યો છે કે તેને શું થયું છે પણ મારે બસ તે કન્ફર્મ કરવું છે કે જે હું વિચારું છું તે સાચું છે કે નહીં."અભિષેક હાંફળો ફાંફળો થતાં બોલ્યો.
તે ત્રણેય અભિષેકના રૂમમાં ગયાં.

અભિષેકે રુહીને રિતુને થતી તકલીફ જણાવી રુહીએ રિતુના પેટ પર હાથ મુક્યો અને કઇંક પુછ્યું.તે ખુશ થઇને તેને ગળે લાગીગઇ.
"અભિષેક,જે હું વિચારું છું તે જ તું વિચારે છેને?"રુહીએ પુછ્યું.
"હા રુહી,આઇ કાન્ટ બીલીવ ધીસ."અભિષેક એક્સાઇટમેન્ટમાં બોલ્યો.રુહી અભિષેકને ગળે લાગી.
"અભિનંદન મિ.અભિષેક ઓહ સોરી સોરી પાપા અભિષેક."રુહીની વાત પર રુદ્ર અને રિતુ આશ્ચર્ય પામ્યાં.
"એટલે??"રુદ્ર.
"ઓહો મારા નાદાન પતિદેવ.તમારો ભાઇ,તમારી જાન અભિષેક પિતા બનવાનો છે.રિતુ ઇઝ પ્રેગન્નટ.મીરેકલ હેપનસ."રુહી બોલી.

તો આશા રાખું છું કે સ્પેશિયલ ૧૦૦મો પાર્ટ આપને પસંદ આવ્યો હશે.રુદ્ર રુહીના પ્રેમને ૧૦૦માં ભાગ સુધી પહોંચાડવા માટે અાપસૌનો આભાર.

આદિત્યનો આગલો પ્લાન શું હશે?
શોર્ય કેવીરીતે તે વીડિયો આદિત્યના ઘરેથીમેળવશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 months ago

Chetna Jack Kathiriya
Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago