Rudrani ruhi - 101 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -101

રુદ્રની રુહી... - ભાગ -101

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -101

ખુશીની દોડી ઊઠી,અભિષેક અને રિતુ એકબીજાને ગળે લાગી ગયા રુદ્ર અને રુહી પણ તેમને ગળે લાગી ગયાં.

"એક મીનીટ પણ આ હજી લક્ષણો છે કન્ફર્મ તો ટેસ્ટ કર્યા પછી જ કહી શકાશે."અભિષેકની વાત પર રિતુ દુખી થઇ ગઇ.જે રુહીના ધ્યાનમાં આવ્યું.
"એય, ટેસ્ટ ભલે કાલે થાય પણ મને પુરો વિશ્વાસ છે કે તું પ્રેગન્નટ છે."રુહીએ રિતુને કહ્યું.
"એક કામ કરો,અહીં હોટેલની ફાર્મસી પરથી ટેસ્ટકીટ લઇને કન્ફર્મ કરીદઇએ પછી હરિદ્વાર પાછા જઇશું ત્યારે ગાયનેક ડોક્ટરને બતાવી દઇશું."રુદ્રએ કહ્યું.

રુદ્રનો આઇડીયા બધાને ઠીક લાગ્યો.થોડીક વારમાં જ ટેસ્ટ કીટ આવી,રિતુ બાથરૂમમાંથી બહાર આવી.તેનો ચહેરો ગંભીર હતો.
"શું થયું ?" અભિષેક ડરી ગયો
"પોઝિટિવ છે સ્ટુપીડ."રિતુ ખુશી સાથે બોલી.અભિષેક ભાવુક થઇ ગયો.
"આ બધાં પિતાજીના આશિર્વાદથી જ શક્ય બન્યું છે."અભિષેક બોલ્યો.
"હા ,તેમના આશિર્વાદે મારું પણ જીવન બદલી નાખ્યું.મને પણ માઁ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું .અભિષેક,થેંક યુ તું મારા જીવનમાં આવ્યો,તે મને પ્રેમ કર્યો."રિતુ અભિષેકને ગળે લાગી ગઇ.રુદ્ર અને રુહીની આંખો ભીની હતી.તે તેમને એકલા મુકીને તેમના રૂમમાં આવ્યાં.
રુદ્ર ખુબજ ઉદાસ હતો,રુહીનું ધ્યાન તે પર જ હતું.તેને ખબર પડી ગઇ કે રુદ્ર હજીપણ તે મીસકેરેજ વિશે વિચારીને પોતાને દોષ દઇ રહ્યો છે...
રુહી કઇ બોલે તે પહેલા રુદ્ર બોલ્યો તેનો અવાજ ભીનો હતો.
"મારી જ ભુલ હતી,આટલો પણ શું ગુસ્સો?કે કઇ ભાન ના રહે.શોર્ય અને અભિષેક,બન્ને મારા નાનાભાઇ છે તે બન્ને પિતા બનવાના છે.કાશ કે મેતે દિવસે મગજ શાંત રાખીને કામ લીધું હોત.પિતાજી હંમેશાં મને ‍અને માઁને કહેતા કે આટલો ગુસ્સો સારો નહીં કે જે તમારું ભાન ભુલાવી દે.

અગર મે ગુસ્સો ના કર્યો હોત તોઆજે હું પણ.."રુદ્રની આંખમાંથી પાણી આવી ગયું.રુહીએ પોતાની જાતને આ શારીરિક અને માનસિક તકલીફ માંથી માંડ બહાર લાવી હતી જો તે રુદ્ર આગળ ઢીલી પડી તો આ બધાંમાંથી તે ક્યારેય બહાર નહીં આવી શકે.

તેણે પોતાનું મન મક્કમ કર્યું ,અંતે બધી પીડા તો તેણે જભોગવી હતી.શારીરિક યાતનાનો અંત તો દવા લેવાથી આવી જાય પણ તેણે પોતાનું બાળક ગુમાવ્યું હતું. તેનો પોતાની અંદર હોવાનો અહેસાસ રુહીને થયો હતો અને પછી તે અચાનક જતો રહ્યો તે માનસિક યાતના અસહ્ય હતી.રડવું હતું પણ તેનું રુદન અન્ય બધાને ઢીલા પાડી દેત.તેણે આંખના ખુણામાં આવેલા આંસુ લુછ્યાં અને કઇંક અલગ રીતે રુદ્રનો મુડ ચેન્જ કરવાનું વિચાર્યું.

રુદ્રના સિલ્કીવાળના આગળની બાજુએથી પવનથી ઉડીને તેની આંખમાં જતા હતા.રુહીને કઇંક યાદ આવ્યું.તે રુદ્ર પાસે ગઇ અને તે આગળના વાળ કે જે આંખમાં જતા હતા તેને જોરથી ખેંચવા લાગી.રુદ્ર રુહીના અચાનક આમ કરવાથી રુદ્રને પીડા થઇ.તે રડવાનું છોડીને ચિલ્લાવા લાગ્યો.
"રુહી,શું કરે છે?છોડ."રુદ્ર બોલ્યો.
"આ લટ,તેને હું નહીં છોડું આજે."રુહીએ જુનુનપુર્વક વાળ ખેંચવાનું ચાલું રાખ્યું.
"પણ કેમ?"રુદ્રે રુહીના હાથમાંથી પોતાના વાળ છોડાવવાની નિષ્ફળ કોશીશ કરી.
"તેની હિંમત કેવીરીતે થઇ."રુહી
"પણ શું "રુદ્ર
"મારા રુદ્રની આંખોમાં જવાની,તેમને પરેશાન કરવાની કેમકે તે અધિકાર તો મારો જ છે."આટલું કહી રુદ્રને બેડ પર ધક્કો મારીને રુહી તેને ગલીપચી કરવા લાગી.
રુદ્રને ખુબજ ગલીપચી થતી હતી.તેની આંખમાં હસીહસીને આંસુ અાવી ગયાં.
"રુહી,બસ કર હવે નહીંતર હું પણ હવે શાંત નહીં રહું." આટલું કહીને રુહીને જોરથી જકડી અને તેને પોતાના આલિંગનમાં લઇ લીધી.
"બહુ પરેશાન કર્યો મને,મારા વાળ ખેંચ્યા ,મને ગલીપચી કરી.હવે હું પણ પરેશાન કરીશ તને."રુદ્ર પોતાની મુંછોને સહેલાવતો તેની તરફ આગળ વધ્યો.તે થોડો ગંભીર થયો અને અચાનક તેને પોતાની તરફ ખેંચી.
" રુદ્ર,જે થયું તે થયુંતે બદલાવવાનું નથી ભુતકાળ ભુલીને આગળ વધવામાં જ સમજદારી છે."રુહી બોલી.
રુદ્રએ રુહીના વાળમાં પોતાના હાથ ફેરવ્યાં અને તેના ચહેરા પર ઝુકીને તેના હોઠ પર હોઠ મુકી દીધાં.
"થેંક યુ,મને આ હતાશામાંથી બહાર કાઢવા.તારો પ્રેમના હોત તો હું આ વાતનો દોષી મારી જાતને માની તેમાંથી ક્યારેય બહાર ના નિકળી શકત."રુદ્ર બોલ્યો.રુહીએ તેના હોઠ પર પોતાની કોમળ આંગળી મુકી અને તેને તે ક્ષણોમાં ખોવાઇ જવા કહ્યું.
એકબીજાના પ્રેમને પામ્યાંના સંતોષ સાથે રુહી રુદ્રની છાતી પર માથું મુકીને સુતી હતી.
"તમને યાદ છે રુદ્ર,જ્યારે હેરી અને સેન્ડી આવ્યાં હતા ત્યારે હું તમારા રૂમમાં શિફ્ટ થઇ હતી અને તમે આવીજરીતે હું ધસધસાટ ઉંઘતી હતીને તમે મારા વાળની લટ ખેંચી હતી."રુહીએ કહ્યું.
"હા,યાદ કરીને જ હસવું આવે છે.તારા સુંદર ચહેરાને જોવામાં અવરોધ આવતો હતો.કેવી સ્ટુપીડ હરકત હતીએ.થેંક યુ રુહી તને ખબર છે કે કેવીરીતે મારી નિરાશા,ગિલ્ટ અને હતાશાને ખુશીમાં બદલવી.મને વિશ્વાસ છે કે આપણે જલ્દી જ ફરીથી માતાપિતા બનશું."રુદ્ર રુહીને ગળે લાગીને સુઇ ગયો.

******
આદિત્ય ખુબજ સરળતા અને ચાલાકીથી જબ્બારભાઇના અડ્ડે પહોંચી ગયો હતો.જબ્બારભાઇને તેણે કહ્યું કે તેનીપાસે એક વીડિયો છે જેમાં હેત ગજરાલે કઇંક ખુબજ મોટો ગુનો કબુલેલો છે નશાની હાલતમાં.તેના દમપર તેણે આજસુધી તેને બ્લેકમેઇલ કર્યો.પછી તેણે તેની રામકહાની જબ્બાર ભાઇને શરૂથી લઇને અત્યાર સુધી કહી સંભળાવી અને આગળનો પ્લાન જણાવ્યો

"વાહ ચિકના વાહ,તારો પ્લાન જોરદાર છે પણ તારી સ્ટોરી સેડ છે.તે બે સ્ત્રીઓ જતી રહી તો શું એકથી એક અપ્સરા તારા માટે હાજર કરીશ.અંતે તું તો મારા માટે મોટી લોટરીની ટીકીટ છો.તારા માટે જોરદાર પાર્ટી રાખી છે."જબ્બારભાઇએ કહ્યું.

જબ્બારભાઇએ આદિત્યની રહેવાની સગવડ પોતાના જ બંગલે ,પોતાની સાથે કરી હતી.આજે પાર્ટી ત્યાં જ હતી.જેમા મોટા મોટા સેલિબ્રીટી સ્ટાર,મોડેલ,હિરોઇનો અને પોલીટીશીયન આવ્યાં હતા.પાર્ટીમાં બધો બંદોબસ્ત એ.વન હતો.હવે આદિત્યને પોલીસનો કોઇ ડર નહતો કેમકે તે હવે જબ્બારભાઇનો ખાસ માણસ હતો.

પાર્ટીમાં એકતરફ બિન્દાસ બની,લાજ શરમ નેવે મુકીને આદિત્ય ઐય્યાશીમાં ડુબેલો હતો ત્યાં જબ્બારભાઇનો વર્ષો જુનો એક માણસ આવ્યો અને તેણે કહ્યું,
" ભાઇ,એક ખાસ સમાચાર છે મારી પાસે."
"શું બે ?અત્યારે કહેવા જરૂરી છે? જોને કેટલો મસ્ત મુડ અને માહોલ બનેલો છે."જબ્બારભાઇ બોલ્યો.

"ભાઇ,વાત અગત્યનીના હોત તો હું તમારી પાસે ના આવત.ભાઇ,આ આદિત્યે જે ઓર્ડર માટે તમારી જોડેથી પચાસ કરોડ લીધા હતા તે પાર્ટી ફ્રોડ નિકળી.તે આદિત્યને બરબાદ કરવાનો કોઇનો પ્લાન હતો.હવે હાલ એ છે કે આદિત્યના રૂપિયા ડુબીગયા છે.પચાસ કરોડનો માલ એમજ પડ્યો છે અને આ આદિત્યનો બાપ સખત ટેન્શનમાં છે."

જબ્બારભાઇનો ચહેરો ગંભીર થઇ ગયો.તેનો ચઢી ગયેલો દારૂ ઉતરી ગયો.હાથમાં જે ગ્લાસ હતોતે તોડી નાખ્યો.
"આદિત્ય ...******,મારા પચાસ કરોડ ડુબાડ્યાં.અગર તેનીહેત ગજરાલ વાળી વાત માત્ર મનઘડંત વાર્તા નિકળી તો તેની હાલત એવી કરીશ કે તેને વિચારીને પણ શરમ આવશે."જબ્બારભાઇએ આદિત્યની સાથે આ વિશે પછી વાત કરવાનું વિચાર્યું.

અહીં આદિત્યએ જે ડિલ માટે રુચિ સાથે લગ્ન રિસ્ક પર મુક્યા હતા તે ડીલ ફ્રોડ હતી આદિત્યનેફસાવવા માટેની એક ચાલ તે વાત પિયુષભાઇને ખબર પડી ગઇ હતી.આ પચાસ કરોડનો માલ હવે તેમની પાસે પડ્યો હતો.તેમની ઊંમરના હિસાબે તે દુકાને પણ રેગ્યુલર નહતા જઇ શકતા.તેમા આ નવી ઉપાધી.તેમણે આ વાતના સોલ્યુશન માટે તેમના ખાસ મિત્ર હેત ગજરાલને બોલાવ્ય‍ા.

હેત ગજરાલ તેમના પત્ની અને જમાઈ શોર્ય સાથે અહીં આવ્યાં હતા.પિયુષભાઇએ તેમને બધી વાત જણાવી.
"પિયુષ,અગર ડાયમંડની જ્વેલરી હોત તો હું જ ખરીદી લેત પણ આવી એન્ટીક જ્વેલરી તો મારે કોઇ કામની નથી.એક વાત કહુ આદિત્ય હાથમાંથી નિકળી ગયો.તે જેલમાંથી ભાગી ગયો છે અને તેપણ પેલા જબ્બારીયાની સાથે મળી ગયો.પિયુષ,તેણે પોતાનીમરજીથી ગુનાની દુનિયામાં પગ મુક્યો.

તને ખબર છે કે આ પચાસ કરોડ તેણે જબ્બાર જોડેથી જ લીધાં છે.જબ્બાર તેના રૂપિયા વસુલીને જ રહેશે."હેત ગજરાલ બોલ્યા.

અહીં આવવાનો શોર્યનો એક જ પ્લાન હતો તે વીડિયો વાળી સીડી તેને શોધવાની હતી.હેત ગજરાલ,તેમના પત્ની , પિયુષભાઇ અને કેતકીબેનને લઇને બહાર ડિનર પર જવા લાગ્યાં.તેટલાંમાં તેમના પ્લાન મુજબ શોર્યે પેટમાં દુખાવવાની એકટીંગ કરી.
"શોર્ય બેટા,અમે નથી જતા ડોક્ટરને ત્યાં."હેત ગજરાલે નાટક કર્યું.
"ના પપ્પા,તમે બધા જાઓ.પિયુષઅંકલ અને કેતકી આંટીને બહાર નિકળવાની અને ફ્રેશ થવાની જરૂર છે.તમે ડિનર કરીને આવો ત્યાંસુધી હું ઉપર આદિત્યના બેડરૂમમાં આરામ કરીશ."શોર્યે કીધું.
"હા હા શોર્ય બેટા.પણ આજે એકપણ સર્વન્ટ નથી તો તને તકલીફ થશે કઇ જોઇતું હશે તો."પિયુષભાઇ બોલ્યા
"અંકલ,મારે કઇ નથી જોઇતું .બસ આરામ કરવો છે તમે જાઓ."શોર્યે કહ્યું.
તે લોકો જવા માટે તૈયાર થયા અને શોર્ય આદિત્યના બેડરૂમમા ગયો.જતા જતા કોઇનું ધ્યાનના જાય તેમ તેણે તેના સસરાને આંખ મારીને થમ્સઅપ બતાવ્યો.હેત ગજરાલ ખુશ થયા અંતે તેમની વર્ષો જુની તકલીફ દુર થવાની હતી.

શું શોર્ય તે વીડિયો શોધવામાં સફળ રહેશે?
પોતાની સાથે થયેલા ફ્રોડ વિશે જાણીને આદિત્યની શું પ્રતિક્રિયા હશે?
રુદ્ર રુહીને દુશ્મનાવટનું સાચું કારણ જણાવી શકશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

sangeeta ben

sangeeta ben 9 months ago

Geeta Nilesh

Geeta Nilesh 11 months ago

Halimaibrahimjuneja

Halimaibrahimjuneja 12 months ago

Bhimji

Bhimji 12 months ago