Rudrani ruhi - 102 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-102

રુદ્રની રુહી... - ભાગ-102

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -102

બધાંના ગયા પછી શોર્ય તરત જ કામે લાગી ગયો.તેણે સૌથી પહેલા આદિત્યના બેડરૂમમાં જઇને ચેક કરવાનું નક્કી કર્યું.તેણે આદિત્યના બેડરૂમમાં તેણે તેના કબાટ ચેક કરવાનું નક્કી કર્યું પણ આદિત્યનો કબાટ લોક હતો.તેણે તેના સસરાને ફોન લગાવ્યો.
"પપ્પાજી,શું અડધું અડધું કામ કરો છો?તમે આદિત્યના માતાપિતાને અહીંથી લઇ ગયા પણ ચાવી તેનું શું ? અહીં બધા કબાટ લોક છે."શોર્ય ચિઢાઇને બોલ્યો.
"શ‍ાંત શોર્ય દિકરા,ચાવીની વ્યવસ્થા થઇ ગઇ છે.તું પિયુષના રૂમમાં બાથરૂમની અંદર જે ટોઇલેટ ટેંક છે તેમા જો.તને પુરા ઘરની બધી જ ચાવી મળી જશે."હેત ગજરાલે કહ્યું.
"વોટ?ટોયલેટ ટેંકમાં ચાવી કોણ રાખે?સારું જોઇ લઉ."શોર્ય બોલ્યો.
શોર્યે તેના સસરાએ કીધું તે પ્રમાણે ચાવી લીધી અને આદિત્યના રૂમના કબાટ જોવાનું શરૂ કર્યું.તેણે બધા ખાના ચેક કર્ય‍ા તેના ચોર ખાના ચેક કર્યા પણ તેવું કશુંજ મળ્યું નહીં.તેણે આદિત્યનો પુરો રૂમ અને બાથરૂમ તપાસ્યાં.

ત્યારબાદ તેણે પિયુષભાઇનો અને આરુહનો રૂમ ચેક કર્યો તેના હાથમાં કશુંજ ના લાગ્યું.લગભગ એક થી બે કલાક થઇ ગયા તેને કશુંજ ના મળ્યું.
તેટલાંમાં હેત ગજરાલનો ફોન આવ્યો.
"શોર્ય,હું આ લોકોને એક કલાકથી વધારે અહીં રોકી નહીં શકું.તું જલ્દી કર."આટલું કહીને તેમણે ફોન મુકી દીધો.
" આમને તો બોલવું છે.ત્રણ રૂમમાં ચેક કરતા હાલત ખરાબ મારી થઇ છે."તે બે મીનીટ બેસી ગયો અને આંખો બંધ કરીને વિચારવા લાગ્યો.
"આ આદિત્ય કોઇ જેવી તેવી જગ્યાએ આટલી મહત્વની વસ્તું ના મુકે.કઇંક એવી ખાસ જગ્યાએ મુકશે કે જેના વિશે કોઇએ વિચાર્યું જ ના હોય.

તો એવી જગ્યા કઇ હોઇ શકે?"શોર્ય ફરીથી વિચારવા લાગ્યો.
"હું આદિત્ય હોઉ અને મારે આવીકોઇ વસ્તું સંતાડવાનીહોય તોબે જગ્યા મને સુજે એક તો મંદિરમાં અને બીજું સ્ટોરરૂમ."શોર્ય ફટાફટ ઊભો થયો અને ભાગીને સ્ટોરરૂમ તરફ ગયો.

સ્ટોરરૂમમા ખાસ કઇ મળ્યું નહીં.જુની ખાલી બેગો,જુના વાસણો અને મોટા અનાજ ભરવાના પીપ હતા.ત્યાં બીજી એવી કોઇ ચોર ખાના જેવી જગ્યા દેખાઇ નહીં.તે ભાગીને મંદિરમાં ગયો.મંદિર ખુબજ મોટું અને સુંદર હતું જેમા શિવપાર્વતી,રાધાકૃષ્ણ અને ગણપતિ બાપાની મુર્તી હતી.

મંદિર આરસના પથ્થરનું બનેલું હતું.તેમાં એક કબાટ હતું જેમા ભગવાનની બધી વસ્તુઓ રાખેલી હતી.
"હવે અહીંયા તો એવી કોઇ જગ્યા નથી દેખાતી કે જ્યાં તે છુપાવી શકાય."
અચાનક તેનું ધ્યાન ‍અારસના મંદિરના છત તરફ ગયું.તેણે ત્યાં તેનો હાથ ફેરવ્યો થોડીક વાર હાથ ફેરવ્યાં પછી અચાનક એક નાનો ચોર દરવાજો ખુલ્યો.થોડો ઊંચો થઇને તેણે પોતાનો હાથ તેમા ફેરવ્યો.એક લાલકલરનીનાની પોટલી તેના હાથમાં આવી.તે તેણે નીચે ઉતારી.તેના ચહેરા પર વિજયી હાસ્ય હતું.
તેણે ભગવાન તરફ હાથ જોડ્યાં અને તેપોટલી ખોલી.તેમાં કાગળના ડુચા ભરેલા હતા.તેસ્તબ્ધ થઇ ગયો.
તે પોટલી તેણે ફરીથી પાછીમુકી દીધી.તેણે અંદર રૂમમાં જઇને હેત ગજરાલને ફોન લગાવ્યો.હેત ગજરાલ તેનું સિગ્નલ સમજી ગયા અને ઘરે આવી ગયા.અહીં શોર્ય સખત ડરેલો હતો કે આ વીડિયો કોની પાસે હશે અને કોણે તેને લઇ લીધો?શું તે આદિત્ય પાસે હતો?

*****
અહીં જબ્બારભાઇનો નશો ઉતરી ગયો હતો જ્યારથી તેમને ખબર પડી હતી કે તેમના પચાસ કરોડ ડુબી ગયા.તેમનું મોઢું કડવું થઇ ગયું.તેમણે આ પાર્ટી પર અચાનક જ રોક લગાવી દીધી.હવે માત્ર તે ,તેમનો ખાસ માણસ અને આદિત્ય જ હતો.

આદિત્ય દારૂના ચિક્કાર નશામાં હતો.
"આનો નશો ઉતાર,જેમ મારી ઉતરી ગઇ તેમ તેની ઉતાર જલ્દી હોશમાં લાવ તેને."

જબ્બારભાઇના ખાસ માણસે લથડીયા ખાતા આદિત્યના મોંઢા પર પાણી ફેંક્યુ.તેને લાફા માર્યા.અંતે તે થોડો થોડો હોશમાં આવ્યો.
"જબ્બારભાઇ, આ શું રીત છે?એક તરફ તમે જ પાર્ટી આપો અને બીજી તરફ તમારો માણસ આવું કરે?" આદિત્ય ગુસ્સામાં બોલ્યો.
જબ્બારભાઇ તેમની પાસે આવ્યાં અને તેના ગાલ પર બે જોરદાર તમાચાં માર્યા અને તેનો કોલર પકડ્યો.
"આદિત્ય,મારા પચાસ કરોડ ડુબી ગયા."જબ્બાર ભાઇએ આટલું બોલીને ગુસ્સામાં પુરી વાત જણાવી.

આદિત્ય સખત આઘાતમાં આવી તેનો બાકી રહેલો નશો પણ ઉતરી ગયો.
"આવું જાણી જોઇને કોણ કરી શકે?" તે બોલ્યો
"હેત ગજરાલ? હા તે જ હોઇ શકે.મારા લગ્ન રુચિ સાથે થાય તે તેમને મંજૂર નહતું અને હું તેમને બ્લેકમેઇલ કરતો હતો તે વાતનો બદલો લેવા તેમણે આવું કર્યું હશે.જબ્બારભાઇ,તમે ચિંતા ના કરો તે વીડિયો હજી મારા ઘરમાં સુરક્ષિત સ્થાન પર છે.હું તેને જલ્દી જ જઇને લઇ આવીશ અને પછી આપણે હેત ગજરાલની મિલકત પચાવીને તમારું નુકશાન સરભર કરીશું." આદિત્યે જબ્બારભાઇને સાંત્વના આપતા કહ્યું.
જબ્બારભાઇ હજીપણ ગુસ્સામાં હતા.
"એય આદિત્ય,જો તે વીડિયો વાળી વાત ખોટી નિકળી અને હેત ગજરાલની પ્રોપર્ટી આપણને ના મળીને તો તું નહીં બચે."જબ્બારભાઇની ધમકીથી તે ડરી ગયો.
"પાક્કું મળશે ભાઇ તમે ચિંતા ના કરો."આટલું કહીને આદિત્ય તેના રૂમમાં જતો રહ્યો.
જબ્બારભાઇના ખાસ માણસે પુછ્યું,
"બોસ,શું તમને લાગે છે કે આની પાસે કોઇ વીડિયો હશે?"
"હા, નહીંતર મારા જેવા ડોન સાથે કોઇ આટલો મોટો પંગો ના લે."જબ્બારભાઇ બોલ્યા.
"તો તે પ્રોપર્ટી ખરેખર તમે આદિત્ય સાથે વ્હેચશો?"
તે માણસના આ સવાલ પર જબ્બારભાઇ ખંધુ હસ્યા.
"કેટલાય રોડ એક્સીડંટ થાય છે મુંબઇમાં એક વધારે.એકવાર તે પ્રોપર્ટી હાથમાં આવે પછી ...
"આટલું બોલી જબ્બારભાઇ અને તેમનો ખાસ માણસ ખુબજ હસ્યાં.

****

રુદ્ર -રુહી અને રિતુ અભિષેક માલદીવ્સમાં બે થી ત્રણ દિવસ સુંદર વેકેશન માણીને હરિદ્વાર પરત ફર્યા.આ વખતે રુદ્ર અભિષેકને પોતાની સાથે જ હરિદ્વાર લઇ ગયો.અભિષેકના રીસર્ચને અપ્રુવલ મળી ગયું હતું બસ તેનું થોડુંક પેપરવર્ક બાકી હતું.જે પારિતોષ સંભાળી લેવાનો હતો. રુદ્રએ અભિષેકને તેનો સામાન લેવા પણ ના રોકાવા દીધો.

અહીં હરિદ્વાર આવીને તેમણે પહેલું કામ રિતુને ગાયનેક ડોક્ટર પાસે લઇ જવાનું કર્યું.રુહી,રિતુ અને અભિષેક ત્રણ તેને ગાયનેક પાસે લઇ ગયા જ્યાં તેમણે પણ તે વાત કન્ફર્મ કરી કે રિતુ માઁ બનવાની છે
"પણ ડોક્ટર,મારા પહેલાના રીપોર્ટપ્રમાણે તો હું માઁ બની શકું એમ નથી અને આટલી બધી ટ્રીટમેન્ટ કરાવી? તો આ કેવીરીતે શક્ય થાય?" રિતુએ પુછ્યું.
"એક તો ભગવાનના અને વડિલોના આશિર્વાદ ,બીજું આગળની બધી મોંઘી ટ્રીટમેન્ટનું પરિણામ.તે બધી ટ્રીટમેન્ટ અસર કરી ગઇ અને તમને તેનું પરિણામ મળી ગયું."ડોક્ટરે તેમની જીજ્ઞાસા સંતોષી.

તે ત્રણેય ઘરે આવીને આ સમાચાર બધાંને આપી.બધાં ખુબજ ખુશ હતા.

અહીં રુદ્ર રુહી અને રુચિને તેની અને કાકાસાહેબની દુશ્મનાવટનુ કારણ જણાવવા બેસ્યો.
"તો બધું એકદમ સરસ ચાલતું હતું.તે વર્ષે હું અને અભિષેક પંદર વર્ષના થવાના હતા.શોર્ય સ્વભાવે થોડો જલન વાળો હતો તે તેને મહત્વના મળતા અમારી જોડે બહુ ભળતો નહીં.

મુનીમજી,ખુબજ ગુસ્સામાં હતા કેમ કે ભુતકાળમાં દાદાજીએ એકવાર તેમને કહ્યું હતું કે તે તેમની દિકરીના અને મારા પિતાના લગ્ન કરાવશે પણ પિતાજીને તો માઁ સિવાય કોઇ અન્ય સ્ત્રી ક્યારેય મનમાં ના વસી.તેમનો પ્રેમ ખરેખર અદભુત હતો.

મુનીમજીએ આ વાતનો બદલો લેવાનું વિચાર્યું.કાકાસાહેબ પહેલાથી થોડા કાચા કાનના હતા.તેમના મનમાં અઢળક સંપત્તિ મેળવીને રાજ કરવાનું એક સ્વપ્ન રાચતું.આ વાતથી મુનીમજી વાકેફ હતા.તેમણે એક દિવસ પોતાના ઘરે જશ્ન રાખ્યું જેમા તેમણે કાકાસાહેબને અને પિતાજીને બોલાવ્યા.પિતાજી વ્યસ્તતા ના કારણે નાજઇ શક્યાં.તે પણ મુનીમજીનું જકારસ્તાન હતું.તેમણે એક કામમાં પિતાજીને વ્યસ્ત રાખ્યા.

તે દિવસ મુનીમજીએ કાકાસાહેબને ખુબજ દારૂ પીવડાવ્યો.જ્યારે તે નશામાં હતા ત્યારે તેમણે તેમના વખાણ કરવાના શરૂ કર્યા.

"આ બધી સંપત્તિ અને આ હવેલીના રાજા તરીકે તો તમે જ શોભો રઘુવીર ભા..પેલો સુર્યા તો સાવ બાયલો છે.પત્નીના પલ્લું એ લટકેલો બાયલો.તમેજુવો અસલી મર્દ ,શીખા એક રાજકુમારી અને તેને તમે દાબમાં રાખી છે.પેલો સુર્યા તો પેલી પ્રતિમાનો ગુલામ છે.
તે પ્રતિમા ખુબજ શાતિર સ્ત્રી છે તને ખબર છે તેણે સુર્યાભાઇ અને પિતાજીને વશમાં કરીને મોટાભાગની સંપત્તિ સુર્યાભાઈના નામે કરાવી છે.તને વિશ્વાસ ના આવતો હોય તો જો આ પેપર."મુનીમજીએ કશુંજ ભડકાવવામાં બાકી ના રહ્યું.

તેમણે કાકાસાહેબને ખોટા પેપર્સ પણ બતાવ્યાં.જેની પર કાકાસાહેબે વિશ્વાસ પણ કર્યો.
"પ્રતિમાભાભી સાહેબ,આવા કાવાદાવ કરશે તે મે સપનામાં પણ નહતું વિચાર્યું પણ મુનીમજી હવે હું શું કરું?"કાકાસાહેબ બોલ્યો.
"હું જેમ જેમ કહું તેમ તેમ કરતા જાઓ.પ્રતિમા અને સુર્યાને અલગ કરો પછી સુર્યાને દારૂમા ડુબાડીને બરબાદ કરો અને આ સંપત્તિ પર રાજ કરો મારા રઘુવીર સાહેબ."મુનીમજીએ કહ્યું.
"પણ ભાઇસાહેબ અને ભાભીસાહેબને અલગ કરવા અશક્ય છે."કાકાસાહેબ.
"આ દુનિયામાં કશુંજ અશક્ય નથી.પતિ પત્નીના સંબંધમાં જ્યારે આવે વોહ ત્યારે સર્જાય તેમના સંબંધમાં ભુકંપ."
"એટલે?"
" એટલે મારા ભોળાશંકર બીજી સ્ત્રી."મુનીમજીએ કઇંક ભયાનક વિચાર્યું હતું.

મુનીમજીનો પ્લાન સુર્યરાજ અને પ્રતિમાના જીવનમાં કેવીરીતે તોફાન લાવશે?
વીડિયોપ્રુફ કોની પાસે હશે?
આદિત્યને જાણ થશે કે વીડિયોપ્રુફ હવે ત્યાં નથી તો શું થશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 months ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Saroj Bhagat

Saroj Bhagat 1 year ago