Rudrani ruhi - 103 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-103

રુદ્રની રુહી... - ભાગ-103

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -103

રુદ્રએ વાત આગળ વધારી.

કાકાસાહેબના કાન સરવા થઇ ગયા,તે કઇંક વિચારમાં પડી ગયા.

"પણ મુનીમજી,એવી સ્ત્રી શોધવાની ક્યાંથી કે જે પોતાની સુંદરતા અને ચાલાકીથી પ્રતિમાભાભી અને સુર્યરાજભાઇ સાહેબને અલગ કરે?"રઘુવીરે કહ્યું.
"મારા ધ્યાનમાં એક છે કે જે સુંદર પણ છે અને ચાલાક પણ."મુનીમજી બોલ્યા.

"કોણ?"રઘુવીરે પુછ્યું.

"મારી દિકરી ,મોહિની.તે કરશે તમારી મદદ."મુનીમજીએ કહ્યું.
"તમે રાજી છો? તો હું ધીમેધીમે કામ શરૂ કરું."મુનીમજીએ પુછ્યું
"હા,કરો કંકુના."રઘુવીરે કહ્યું.

"તો આ પડીકી કાલે બાપુસાહેબના દુધમાંભેળવીને પિવડાવી દેજો.ચિંતા ના કરો આ કોઇ ઝહેર નથી.આ પીને તેમને ચક્કર આવશે."મુનીમજીએ પડીકી આપતા કહ્યું.

"સારું."આટલું કહીને કાકાસાહેબ તો જતા રહ્યા.

બીજા દિવસે સવારે મુનીમજી ત્યાં જ હાજર હતા જ્યારે રઘુવીરે છુપાઇને દાદાજીના દુધમાં તે પડીકી નાખી.દાદાજી કામ પર જતા હતા અને તે ચક્કર ખાઇને પડી ગયાં.બધાંએ તેમનેઊંચકીને બેડ પર સુવાડ્યાં.

"બાપુસાહેબ,હવે ઊંમર થઇ હવે કામ કાજ સુર્યરાજને સોંપો અને તમે ગંગામાં ડુબકી લગાવો.?"મુનીમજીએ કહ્યું.

"મુનીમજી,સુર્યરાજને હજી ઘણુંબધું શીખવાનું બાકી છે.મારે જવુંપડે."દાદાજી બોલ્યા.

"ના પિતાજી,હું સંભાળી શકીશ અને આમપણ મુનીમજી તો છે જ ને."સુર્યરાજે કહ્યું

"હા પિતાજી,સુર્યરાજ ભાઇસાહેબ અને મુનીમજી સાચું કહે છે."રઘુવીરે કહ્યું

અંતે તે બન્નેનું ધાર્યું થયું પિતાજીએ કામનો કારભાર સંભાળી લીધો.

હવે મુનીમજીએ બીજી ચાલ ચાલી.

તે પોતાની દિકરી મોહિનીને લઇને આવવાના હતા તે દિવસે.

"મોહિની,તારે ખબર છે ને કે શું કરવાનું છે?"મુનીમજીએ તેમની દિકરીને કહ્યું.

"હા પિતાજી,હું મારા રૂપના જાળમાંતે સુર્યને પિગળાવી દઇશ."મોહિની બોલી.

"મુર્ખી,તે સુર્યરાજ છે પ્રતિમા સિવાય કોઇઅન્ય સ્ત્રી વીશે નહીં વિચારે.સાંભળ હું બાપુસાહેબ અને સુર્યરાજસામે આ ખોટા મેડિકલ રીપોર્ટ બતાવીશ અને કહીશ કેમારે આરામ કરવો પડશે તો મારી જગ્યાએ મારી દિકરી કે જે એકાઉન્ટનું ભણેલી છે તે સુર્યરાજભાઇ સાથે કામકરશે.

તું ત્યાં રોજ સુર્યરાજની સાથે પુરો દિવસ રહીશ પણ તારા રૂપનો જાદુ તેની પર ચલાવવાની કોશીશ ના કરતી.તું તેની આગળ દુખીયારી સ્ત્રી બનજે.તેની સહાનુભૂતિ મેળવજે અને પછી.."મુનીમજીનેબોલતા અટકાવીને મોહિની બોલી ,

"પછી મને ના સમજાવો કે મારે શું કરવાનું છે?મને ખબર છે.ચલો."

મોહિની એટલે કે અમારી બરબાદીએ તે દિવસે પહેલી વાર ઘરમાં પગ મુક્યો.

તે એકદમ મોહક હતી,પાતળી સુડોળ કાયા,નમણો ચહેરો,તેજ આંખો અને ભરાવદાર હોઠ.તેણે સાડી પહેરી હતી પણ તે સાડી તેના અંગને ઢાંકતી નહતી પ્રદર્શિત કરતી હતી.માઁ અને કાકીમાઁને તેની ચાલઢાલ અને તેનું આવવું ના ગમ્યું.

મુનીમજી તેને દાદાજી અને પિતાજીપાસે લઇ ગયા અને મેડિકલ રીપોર્ટ બતાવીને કહી દીધું કે હવેથી તેમની જગ્યાએ મોહિની કામ કરશે.

આ વાત માઁએ પણ સાંભળી તેમને આ ના ગમ્યું જાણ કે કઇ અનિષ્ટ થવાના સંકેત આવ્યાં.

પિતાજી ,મોહિની સાથે કામ પરચાલ્યાં ગયાં.તેમને માઁની આંખોમાં અણગમો સાફ દેખાઇ ગયો.તેમને ખબર હતી કે મોહિની તેમની સાથે લગ્ન કરવા માંગતી હતી.તેમણે તેનાથી અંતર બનાવવાનું નક્કી કર્યું.

"મોહિની,મારે એકવાતની ચોખવટ કરવી છે કે તમે."પિતાજી અટકી ગયા

"સાહેબ,હું સમજી ગઇ કે તમે શું કહેવા માંગો છો.ચિંતા ના કરો.મને તો મારા કામથી જ મતલબ,કામએ જ મારો ભગવાન,કામ એ જ મારી પુજા."તેની દ્રિઅર્થી વાતો મારા ભોળા પિતાજી સમજી ના શક્યાં.

તેણે દુખીયારી બનવાનું નાટક કર્યું.તેણે બધાંની સામે તે જતાવ્યું કે તેના પિતાજી અને બાપુસાહેબ એટકે કે દાદાજીએ મોહિની અને સુર્યરાજના લગ્ન નક્કી કરેલા હતા.તે વાત પુરા શહેર અને નાતમાં ફેલાઇ ગઇ હતી અને અંતે સુર્યરાજે પ્રતિમાસાથે લગ્ન કર્યા જેના કારણે પુરા શહેર અને નાતમાં તેની હાંસી ઉડી અને હવે કોઇ તેનો હાથ પકડવા કોઇ તૈયાર નહતું.માઁ અને કાકીમાઁને હવે તેની સાથે સહાનુભૂતિ થતી તેમણે તેના માટે એક સારો છોકરો શોધવાનું નક્કી કર્યું.

અહીં પિતાજીને ખુબજ ગિલ્ટી ફિલ થતું.તે તેને શક્ય તેટલી મદદ કરતા અને તેને કાયમી કામ પર રાખી લીધી.હવે તેના પર કોઇને શંકા નહતી.કાકાસાહેબે તેને કહ્યું કે હવે પ્લાનને અાગળ વધારીને અંજામ આપે.

અંતે તે કાળમુખો દિવસ આવી ગયો.તે દિવસે માઁ અને કાકીમાઁ મારા નાનાના ઘરે કામથી ગયા હતા.મારા માઁ ફરીથી માઁ બનવાના હતા.હું અને અભિષેક ખુબજ ઉત્સાહિત હતા કે અમને એક નાનકડી બહેન મળશે.

તે દિવસે ઓફિસમાં અન્ય કોઇ નહતું.તે ઓફિસ અમારું એક નાનકડું ઘર હતું જેને અમે ઓફિસનું રૂપ આપ્યું હતું.
મોહિનીએ પિતાજીને ચામાં નશાની ગોળી મીલાવીને પીવડાવી દીધી.મોહિનીએ એક માણસને રૂપિયા આપી મારી માઁને મેસેજ મોકલાવ્યો કે પિતાજીની તબિયત ખરાબ છે.માઁ અને કાકીમાઁ મારા નાના સાથે પિતાજીની ઓફિસમાં આવવા નિકળી ગયાં.તે થોડા સમયમાં ઓફિસ આવ્યાં અને અંદર ગયા પિતાજી કેબિનમા નહતા.મોહિની પણ ના દેખાઇ.અંતે અંદર બીજા એક આરમ કરવાના રૂમમાંથી કઇંક અવાજ આવી રહ્યો હતો.તે ત્રણેય તે તરફ ગયા.મારા નાનાએ મારા દાદા અને કાકાસાહેબને પણ ફોનકરીને સંદેશ આપી દીધો હતો.અહીં મુનીમજી પણ તે સમયે ઘરે હતા તો તે ત્રણેય પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
તે બધાં તે રૂમ તરફ આગળ વધ્યાં અને તે બધાં સામેનું દ્રશ્ય જોઇને સખત આધાત પામ્યાં.પિતાજી અને મોહિની એકબીજાના આશ્લેષમાં હતા ખુબજ ખરાબ અવસ્થામાં."

આટલું કહેતા રુદ્ર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.રુહી અને રુચિ પણ આઘાતમાં હતા.તેમણે રુદ્રને શાંત કર્યો,પાણી પીને તેણે વાત આગળ વધારી"

બીજા બધાં તેમને આ અવસ્થામા જોઇને અાઘાત સાથે બહાર નિકળી ગયા.જ્યારે માઁ ગુસ્સામાં અંદર ગયા.તેમણે બાજુમાં પડેલા જગમાંથી પુરુ પાણી તેમની પર નાખ્યું.
પિતાજી ભાનમાં આવ્યાં.તેમણે પોતાને અને મોહિનીને આ અવસ્થામા જોઇને આઘાત લાગ્યો.મોહિની રડવા લાગી.
"સુર્યરાજજીએ મારી મજબુરીનો ફાયદો ઉઠાવ્યો."આટલું કહીને તે રડવા લાગી.તે પોતાના વસ્ત્રો ઉઠાવીને બાથરૂમમા ગઇ.
"હાય હાય,મારી દિકરીનું તોજીવન બરબાદ થઇ ગયુંહવે તો કોઇ તેની સાથે લગ્ન નહીં કરે."મુનીમજીએ નાટક કર્યું.

"મે કશુંજ નથી કર્યું.હું સાચું કહું છું મને ભાન જ નહતું"સુર્યરાજે કહ્યું.
"ભાન ક્યાંથી હોય.દારૂની આખી બાટલી ખાલી કર્યા પછી કોઇને ભાનના હોય અને તેના નશામા તમે મારી ઇજ્જત લુંટી."મોહિની આવી.

ખોટો આરોપ લગાવ્યો હતો તે સ્ત્રીએ,માઁ સ્તબ્ધ હતી.તેણે ગુસ્સામાં પિતાજીને કશુંજ કહી ના શકી પણ રડતા રડતા જતી રહી.જોતજોતામાં આ વાત બધે જ ફેલાઇ ગઇ
પિતાજી આ બદનામી અને પોતાની પ્રતિમાની આંખમાં તે ગુસ્સો સહન ના કરી શક્યાં.તેમણે પોતાની જ બંદૂક વળે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી.

અહીં માઁ ગુસ્સે તો હતી પણ પિતાજી પર નહીં મોહિની પર તેણે મુનીમજીને બંદૂકની અણી પર રાખીને સત્ય જાણ્યું.તે પિતાજીને તે બધું કહેવા જાય તે પહેલા પિતાજી આ દુનિયા છોડીને જતા રહ્યા હતા અને માઁ આ આઘાત સહનના કરી શકી.તેણે કાકાસાહેબ અને મુનીમજીને ખુબ ખરી ખોટી સંભળાવી.

તે ત્રણેય વિરુદ્ધ તે પોલીસ ફરિયાદ નોંધાવવા જતી હતી ત્યાં વિચારો અને વિચારોમાં તેને ખયાલના રહ્યો અને તેનો અકસ્માત થઇ ગયો.તે પણ અમને છોડીને જતી રહી.એક જ દિવસમાં મારી દુનિયા ખતમ થઇ ગઇ.
હું એટલે જ સ્ત્રીઓને નફરત કરતો હતો.મારી માઁ,કાકીમાઁ અને દેવીમાઁને છોડીને."રુદ્ર બોલ્યો.
"રુદ્ર,કેરીના એક ટોપલામાં એક કેરી સડેલી હોય તો તેનો મતલબ એ ના થાય કે બધી કેરી ખરાબ છે.
રુદ્ર,એક સ્ત્રી દિકરી,પત્ની,વહુ,માઁ અને બહેનની ભુમિકા એકસાથે નિભાવે છે અને દરેક સંબંધમાં જવાબદારી અલગ હોય છે.જેમા દરેક સંબંધમાં તેને ત્યાગ આપવા પડે,જવાબદારી નિભાવવી પડે,જતુ કરવું પડે ઘણુંબધું છે કેટલું ગણાવું?

મોહિની જેવી સ્ત્રી એ ખરાબ કેરી છે.જેના માટે બાકી બધી સારી કેરીને તમે દોષના દઇ શકો."રુહીએ કહ્યું.
"સાચી વાત છે અને આ વાત તે મને સમજાવી મારા જીવનમાં આવીને.

મારા માતાપિતાના અકાળે મૃત્યુ થયા પછી કાકાસાહેબ અને મુનીમજીનું સત્ય બહાર આવ્યું.માઁએ મરતા પહેલા કાકીમાઁને જણાવ્યું હતું.કાકીમાઁ તો કાકાસાહેબને છોડીને જતા જ રહેતા અગર મારી ,શોર્યની અને અભિષેકનીજવાબદારી તેમના પર ના હોત.

દાદાજીએ મિલકતના બે ભાગ કર્યા.તેમણે કાકાસાહેબને કાકીમાઁના માટે થઇને માફ કર્યા પણ મુનીમજીને જેલ થઇ અને મોહિની ત્યારબાદ ક્યારેય દેખાઇ નહીં.

દાદાજીને અંદેશો આવી ગયો હતો કેતે લાંબુ નહીં જીવે.તેમણે વકીલસાહેબને મારા અને અભિષેકના ગાર્ડિયન બનાવ્યાં.હું કોલેજ માટે ભણવા વિદેશ ગયો અને અભિષેક મુંબઇ.હું ભણીને અહીં પાછો આવ્યો.આ હવેલી અને અઢળક જમીન દાદાજીએ મને આપી હતી.જે કાકાસાહેબને પચાવી પાડવી હતી.
તેમને તેમનાકર્યા પર કોઇ અફસોસનહતો.મને ખબર છે કે આ બધું કર્યું મુનીમજીનું હતું પણ તેમણે પછીસુધરવાનો કે માફી માંગવાનોપ્રયાસ ના કર્યો.ઉલ્ટા કાવાદાવા કરી મારા નામની પ્રોપર્ટી હડપવાની કોશીશ કરી.

બસ આ જ કારણ છે મારા અને કાકાસાહેબની દુશ્મનાવટનું.હવે તું કહે મને કે હું કયા મોઢે તને આ જણાવતો.

શું રુદ્ર અને કાકાસાહેબની વચ્ચેની દુશ્મનાવટ રુહી દુર કરાવી શકશે ?
તે વીડિયો કોની પાસે હશે?
શું થશે જ્યારે રુદ્ર અને રુહી આદિત્યના ભાગવા વિશે જાણશે?
જાણવા વાંચતા રહો

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

sandip dudani

sandip dudani 6 months ago

Akshita

Akshita 11 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago