Rudrani ruhi - 104 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-104

રુદ્રની રુહી... - ભાગ-104

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -104

રુહી અને રુચિ ખુબજ આઘાતમાં હતા.તેમને વિશ્વાસ ના આવ્યો કે કાકાસાહેબે મુનીમજીની વાતમાં આવીને પોતાના જ પિતાસમાન મોટાભાઇને આ હદ સુધી તકલીફ આપી કે તેમને આત્મહત્યા કરવી પડી.

"તું જ કહે રુહી કે હવે હું કાકાસાહેબને કેવીરીતે માફ કરું ?માત્ર મિલકત માટે આવું કરવાનું?"રુદ્ર દુખી અવાજમાં બોલ્યો.
તેટલાંમાં અભિષેક આવ્યો તેણે અહીં શું વાત થતી હતી.તેણે રુદ્રને ગળેલગાવીને હિંમત આપી.

"રુદ્ર ,અત્યારે આ વાત કરતા પણ વધુ મહત્વની એક ખબર છે મારી પાસે."અભિષેક બોલ્યો.


"શું વાત છે? અભિષેક "રુહીએ પુછ્યું.


"રુદ્ર ,રુહી અને રુચિ ,આદિત્ય જેલમાંથી ભાગી ગયો થોડા દિવસ પહેલા.રુદ્ર તારો જે પોલીસ ઓફિસર મિત્ર છે તેને કહેવા પ્રમાણે મુંબઇના ડોન જબ્બારભાઇના માણસોએ તેને ભગાવ્યો."અભિષેકની વાત પર તે લોકો આઘાત પામ્યાં.

"ઓહ હા,મારી પપ્પા સાથે વાત થઈ હતી.જે ઓર્ડર માટે તે અમારા લગ્નના દિવસે ગયો હતો તે ડિલ માટે પચાસ કરોડ રૂપિયા તેણે જબ્બારભાઇ પાસેથી લીધાં હતા અને તમને ખબર છે કે તે પાર્ટી ફ્રોડ નિકળી હવે તે પચાસ કરોડનો માલ તેના માથે પડ્યો.

મને આશ્ચર્ય થાય છે કે આ વાત જબ્બારભાઇ જાણતા જ હશે તો પણ તેમણે આદિત્યની મદદ કેમ કરી? આદિત્યે એવી કઇ લાલચ આપી હશે કે તેમણે આદિત્યને છોડાવ્યો?"રુચિ બોલી

રુહી આઘાત પામી અને બોલી,
"છી..આદિત્ય સાવ આ હદ સુધી નીચે પડી ગયોકે તેણે જેલમાંથી ભાગવા એક ડોનની મદદ લેવી પડે.તે પોતાની બરબાદી તરફ આગળ વધે છે.અગર તે ના અટક્યો તો તેની સાથે તે મમ્મીજી પપ્પાજીને પણ તકલીફ આપશે."

"રુચિ -રુહી ,આજે મારે તમારી સામે એક વાત કન્ફેશ કરવી છે.તે નકલી ડીલ અને માણસો અને આદિત્યને હેત ગજરાલના ઘરે આવવામાં વચ્ચે જે મુશ્કેલી પડીતે મારો પ્લાન હતો.હું જાણું છું કે મારો પ્લાન અને રસ્તો ખોટો હતો પણ તેની લાલચ,ઘમંડ અને કુટીલતા ખુબજ વધારે હતા.

તે દિવસે આવું કરવાનું બીજું કારણ રુચિ હતી.હું નહતો ઇચ્છતો કે રુહીની જેમ આદિત્ય રુચિનું જીવન બરબાદ કરે.શોર્ય ભલે થોડો લાલચી અને લુઝ કેરેક્ટર વાળો હતો પણ મને વિશ્વાસ હતો કે સાચો પ્રેમ તેને બદલી શકે છે.તેથી મે તે પ્લાન ઘડ્યો.જેમા મે સનીની મદદ લીધી હતી.મને હતું કે હું તેને સબક શીખવાડીશ તેનું ઘમંડ તોડીશ પણ તે સુધરવાની જગ્યાએ વધુ ખરાબ રસ્તે જઇ રહ્યો છે.

ચિંતા ના કર રુહી,પિયુષઅંકલ અને કેતકીઅાંટી પર કોઇ તકલીફ નહીં અાવે.અાઇ હોપ કે તમે બન્ને મારાથી આ વાતને લઇને ગુસ્સે નહીં હોવ."રુદ્રએ કહ્યું.


"રુદ્ર,તમારો રસ્તો ભલે ખોટો હોય પણ તમારા ઇરાદા સારા જ છેઅને રહી વાત આદિત્યની કે તેની લાલચ અને બદલો લેવાની ભાવના એટલી વધી ગઇ છે કે તેને હવે સ્વયં ભગવાન પણ નહીં અટકાવે શકે.તમે ચિંતા ના કરો રુદ્ર."રુહીએ કહ્યું.
અહીં રુદ્રને કોઇનો ફોન આવતા તે બહાર જતો રહ્યો.
*******

હેત ગજરાલ ,તેમના પત્ની અને શોર્ય ઘરે આવ્યાં.હેત ગજરાલ શોર્યને સીધા તેમના સ્ટડીરૂમમાં લઇ ગયા.

"હા મળી સીડી?"હેત ગજરાલે આશા સાથે પુછ્યું.
"ના પપ્પાજી."શોર્યે કહ્યું.

"વોટ!શું બકવાસ કરે છે?"હેત ગજરાલની બોલવાની રીત બદલાઇ ગઇ.
"હું કોઇ બકવાસ નથી કરતો પપ્પાજી.મને તે જગ્યા મળી ગઇ હતી.ત્યાંથી એક લાલ પોટલી પણ મળી પણ ત્યાં તે સીડીની જગ્યાએ નકામા કાગળના ડુચા હતા."શોર્યની વાતે હેત ગજરાલને એ.સીવાળા રૂમમાં પરસેવે રેબઝેબ કરી દીધા.

"પપ્પા,એવું તો શું છે કે તમે આટલા ગભરાઇ ગયા.મતલબ તમારા કાળા ધંધા અને અંડરવર્લ્ડ સાથેના કનેક્શનને તો તમે રૂપિયા આપીને હેન્ડલ કરી શકો.નક્કી કઇંક અલગ અને મોટી વાત છે.કોઇ વાંધો નહીં તમારે ના જણાવવું હોય તો પણ હવે આગળ હું કશુંજ નહીં કરી શકું.એ સીડી આદિત્યએ પહેલાથી જ નિકાળી દીધી હોય અથવા તેની બહેન અદિતિને અાપી હોય."શોર્ય બોલ્યો.
"ના ના...અદિતિ પાસે તે ના હોઇ શકે.અદિતિ આદિત્યથી એક સ્ટેપ આગળ છે.તે વધુ લાલચુ અને ચાલબાઝ સ્ત્રી છે.આદિત્ય તે સીડી તેને આપવાની ભુલના કરે અને તે આદિત્ય પાસે પણ નથી કેમકે તેને ભાગી ગયે આટલો સમય થયો.અગર તે સીડી તેની પાસે હોય તો તે મને બ્લેકમેઇલ કરીને મારી બધી પ્રોપર્ટી ક્યારનો તેના નામકરી ચુક્યો હોત."હેત ગજરાલ બોલ્યા.
"પપ્પા,હું રજા લેવામાંગીશ.મને રુચિ પાસે જવું છે.હું બાપ બનવાનો છું મારે તેની પાસે જવું છે.મારા આવનાર બાળકન મળવું છે તેના થકી."શોર્ય બોલ્યો.
"સારું."હેત ગજરાલ માત્ર એટલું બોલ્યા.

શોર્ય એરપોર્ટ જવા નિકળી પડ્યો.તે જલ્દી રુચિ પાસે પહોંચવા માંગતો હતો.

********

અહીં આદિત્યના ઘરના વર્ષો જુના નોકરાણી ચહેરો છુપાવીને તે કેફમાંથી નિકળી ગયા.તેમના પાકીટમાં એક માસ્ક પહેરેલા માણસે આપેલા ૧૦ લાખ રૂપિયા હતા.
તે માસ્ક પહેરેલો માણસ ,જેની આંખો પર કાળા ગોગલ્સ હતા અને માથા પર ટોપી તેને ઓળખવો મુશ્કેલ હતો.તેના માસ્કવાળા ચહેરા પર હાસ્ય હતું જે કોઇને દેખાતું નહતું.તેણે તે વીડિયો સીડી તરફ જોયું અને ઊંડો શ્વાસ લીધો.

આજુબાજુ જોઇને બીલ પે કરીને તે બહાર નીકળયો.બહાર જઇને તે સીડી જેકેટના ખીસામાં મુકીને તેણે બાઇકને કીક મારી અને સીધો પોતાની ઓફિસ પહોંચ્યો.

ત્યાં જઇને તેણે તે માસ્ક,ટોપી અને જેકેટ નિકાળ્યું.તે સીડી તેની નાનકડી બેગમાં મુકી અને કોઇકને ફોન કર્યો.

"હેલો...રુદ્રભૈયા...સની બોલું ...કામ થઇ ગયું છે અને હું આવી રહ્યો છું હરિદ્વાર જલ્દી જ...બાકી વાત ત્યાં આવીને."તે સની હતો ડિટેક્ટીવ સની.

"અર વાહ.તું ચેમ્પિયન છો..જલ્દી આવ અને હા તારું ધ્યાન રાખજે."રુદ્ર ખુશી સાથે બોલ્યો.તેણે ફોન મુકી દીધો અને વિચાર્યું,

"હવે જાણવા મળશે કે કેમ હેત ગજરાલ આદિત્યથી આટલા ડરીને અને દબાઇને રહે છે.મને શંકા તો પહેલેથી હતો પણ હવે ખાત્રી છે કે આદિત્ય પાસે કઇંક તો છે જ."

*****

આદિત્ય તે સીડી મેળવવા બીજા દિવસે રાત્રે છુપાઈને પોતાના ઘરે જવા નિકળ્યો.અહીં રાતના બાર વાગ્યા હતા અને પિયુષભાઇ અને કેતકીબેન સુઇ ગયા હતા.આદિત્ય તેના બંગલાના પાછળના ભાગથી અંદર ઘુસ્યો જ્ય‍ાં સીસીટીવી નહતા.તેણે ચાવી બનાવડાવનાર પાસેથી માસ્ટર કી ખરીદી હતી.તેની મદદ વળે ઘર ખોલીને અંદર દાખલ થયો.આજે પોતાના ઘરની અંદર તે ચોરની જેમ દાખલ થઇ રહ્યો હતો.

તે થોડીક વાર માટે ભાવુક થયો.પહેલાનો સમય યાદ આવ્યો.રુહી સાથે ગાળેલી પ્રેમભરી ક્ષણો યાદ આવી .આરુહ સાથે કરેલી ધિંગામસ્તી અને માતાપિતાનો સ્નેહ યાદ આવ્યો.

અચાનક જ તેને જબ્બારભાઇ અને બદલાયેલી પરિસ્થિતિ યાદ આવતા તે ચોર પગલે મંદિરમાં ગયો.તે ભગવાન સામે નજર નહતો મિલાવી શકતો.આજે તેણે પોતાની એકપછી એક ભયંકર ભુલના પરિણામે પહેલા રુહી,આરુહ ,રુચિ અને પછી પોતાનું ઘર અને માતાપિતાનો પ્રેમ ગુમાવી દીધો હતો.તેણે તે ચોર ખાનુ ખોલ્યુ જેના વિશે તેને લાગતું હતું કે માત્ર તે જ જાણતો હતો.તે ખોલ્યું અને તે લાલ પોટલી કાઢી.
તેના ચહેરા પર હાસ્ય આવ્યું.
"અરે વાહ,હવે પેલા જબ્બારીયાને શાંતિ થશે."

જેવી તે પોટલી ખોલી તેમાં કાગળના ડુચા નિકળ્યા.તેને ફાળ પડી અને હ્રદયરોગનો હુમલો આવતા રહી ગયો.તેના હાથમાંથી તે પોટલી પડી ગઇ.
"કોણ લઇ ગયું ? તે વીડિયો ક્યાં ગયો? હે ભગવાન હવે હું શું કરીશ? પેલો જબ્બાર મને છોડશે નહીં અને પાક્કું મારું મર્ડર કરશે.આના કરતા તો જેલમાં સુરક્ષિત હતો.હું શું કરું?હા એક કામ કરું પોલીસનેસરેન્ડર કરી દઉં...ના ...જબ્બારને મને મારવો હશે તો ત્ય‍ાં તેના માણસો પહોંચી જશે..શું કરું ?" આદિત્ય બોલતો હતો.

ત્યાં અચાનક કોઇ મોબાઇલની ટોર્ચ ચાલુ કરીને બહાર આવ્યું.
"કોણ છે?"

આદિત્ય ગભરાઇ ગયો.તે પરસેવે રેબઝેબ થઇ ગયો.તે ગભરાઇને ભાગતો હતો ત્યાં અવાજ સંભળાયો.
"ભાઇ.."
"અદિતિ ..."આદિત્યને હાશ થઇ.
અદિતિ આદિત્યની નજીક આવીને તેને ગળે લાગી ગઇ.
"ભાઇ...તમેભાગી ગયા...બહુ સારું કર્યું...ક્યાં હતા? અને અહીં ચોરની જેમ શું શોધો છો?"અદિતિએ પુછ્યું.
"શ..શ..અંદર જઇને વાત કરીએ."આદિત્ય બોલ્યો.
તે બન્ને અંદર ગયા.
આદિત્યે જણાવ્યું કે કેવીરીતે તે જબ્બારભાઇની મદદ વળે ભાગ્યો,પછી પચાસ કરોડની ડિલ અને તેમા થયેલું ફ્રોડ અને અંતે વર્ષોથી હ્રદયમાં છુપાવેલો રાઝ જણાવ્યો કે તેની પાસે એક સીડી હતી જેમા હેત ગજરાલનો એક સ્ફોટક ખુલાસો હતો અને તેના દમ પર તે જબ્બારને વચન આપીને બહાર આવ્યો છે કે તે હેત ગજરાલની પ્રોપર્ટીમાં ૬૦% ભાગ આપશે અને હવે તે ગાયબ છે.
"હું શું કરું અદિતિ?પેલો જબ્બાર મને મારી નાખશે."આદિત્ય રડવા જેવો થઇ ગયો.

"ભાઇ,મારી પાસે પ્લાન છે.પહેલી વાત હું તમારાથી નારાજ છું કે આટલી મોટી વાત તમે મને ના જણાવી.જણાવી હોત તો હું તમને મદદ જ કરત.હશે હવે પણ મદદ કરીશ જ.તમે જબ્બારભાઇ પાસે એવું રાખો કે તે સીડી સુરક્ષિત છે અને હેત ગજરાલ પાસે પ્રોપર્ટી માંગી લો.એક વાર પ્રોપર્ટી આવી જાય પછી કોઇપણ સીડી આપી દેજો.શું ખબર પડશે?" અદિતિ બોલી.

"અરે વાહ,મારી શેતાન..તારું દિમાગ તો કોમ્પ્યુટરથી પણ તેજ છે.વાહ."આદિત્ય ખુશી સાથે બોલ્યો.
"ભાઇ,તમારો નંબર આપી રાખો હું તમને મળવા આવીશ."અદિતિએ કહ્યું.

આદિત્ય નંબર આપીને ત્યાંથી નિકળી ગયો.

શું અદિતિનો પ્લાન સફળ થશે?
રુદ્રએ કેવીરીતે તે સીડી મેળવી?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Neha

Neha 1 year ago

Saroj Bhagat

Saroj Bhagat 1 year ago