Rudrani ruhi - 105 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-105

રુદ્રની રુહી... - ભાગ-105

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -105

આદિત્ય જબ્બાર ભાઈના ઘરે પાછો આવ્યો ત્યારે ખુબ જ ચિંતામાં હતો પણ અદિતિનો પ્લાન ખૂબ જ જોરદાર હતો એટલે તે નિશ્ચિત હતો.આદિત્યને બહારથી આવેલો જોઇને જબ્બારભાઇએ તેનો કૉલર પકડ્યો.
"બે એય ચિકના,આગળનો શું પ્લાન છે?તું કઇ મારો સાળો નથી કે તને આમ સાચવું."જબ્બારભાઇએ કહ્યું.
"જબ્બારભાઇ,સીડી મારી પાસે સલામત છે અને આપણે હવે આપણા પ્લાનનો પહેલો સ્ટેપ અમલમાં મુકીશું એટલે કે હેત ગજરાલને અહીં મળવા બોલાવો અને પછી ‍અાપણે તેમને ધમકાવીશું અને તેની પ્રોપર્ટી આપણા નામે ટ્રાન્સફર કરવા કહીશું."આદિત્યે ડર્યા વગર અદિતિના પ્લાન પ્રમાણે કર્યું.

આદિત્યની વાત સાંભળીને જબ્બારભાઈ થોડાક ઠંડા પડ્યા.તેમણે હેત ગજરાલને ફોન લગાવ્યો ,
"જબ્બારભાઇ,કેમ છો? બહુ દિવસે યાદ આવી."હેત ગજરાલને થોડો અંદાજો આવી ગયો હતો કે શેના માટે ફોન આવેલો હતો.
"હા હેતભાઇ,વાત જ એવી છે શું કરું?તમારી યાદ આવી ગઇ.આજે બપોરે લંચ એકસાથે કરીશું."આટલું કહીને જબ્બારભાઇએ ફોન મુકી દીધો
"એય આદિત્ય ,તે સીડી હું જલ્દી જ જોવા માંગીશ."જબ્બારભાઇએ કહ્યું.
આદિત્ય માત્ર હકારમાં માથું હલાવી શક્યો.

અહીં સની પણ હરિદ્વાર જવા નિકળી ગયો હતો.તેણે હરિદ્વાર પહોંચીને રુદ્રને ફોન કર્યો.
રુદ્રએ તેને પોતાની ઓફિસ બોલાવ્યો.સની અને રુદ્ર રુદ્રની કેબિનમાં બેસેલા હતા.ઓફિસમાં માત્ર તે બન્ને જ હતા.
" રુદ્ર સર,આ વીડિયો પ્લે કરીએ?"
"હા..પ્લે કર."રુદ્રએ કહ્યું

સનીએ પોતાની બેગમાંથી લેપટોપ નિકાળ્યું અને તે સીડી પ્લે કરી.જેમ જેમ સીડી આગળ વધતી ગઇ તેમ તેમ રુદ્ર અને સનીના ચહેરા પર ઉચાટ અને ગંભીરતા આવતી ગઇ.અંતે સીડી પતી ગઇ.
તે બન્ને અત્યંત આઘાતમાં હતા.
"રુદ્ર સર,પૈસાદાર બનવા માટે આટલું બધું ખોટું કરવું પડે?તો સારું છે કે હું મધ્યમવર્ગમાંથી આવું છું.હેત ગજરાલ,આદિત્ય બધા નિચ અને નાલાયક છે."સની બોલ્યો

"સાચી વાત છે.હેત ગજરાલ અને આદિત્ય બન્નેમાં એક જ વાત કોમન છે કે બન્ને પાસે ખુબજ રૂપિયા છે પણ બન્નેને ખુબજ લાલચ પણ છે.મને તો અનુભવ છે કે મિલકત માટે મારા કાકાએ મારા માતાપિતાની સાથે ભયંકર દગો કર્યો.તેમના કારણે મારા માતાપિતા આ દુનિયામાં નથી.ખેર હેત ગજરાલને તેના કર્યાની સજા જરૂર અપાવીશું પણ હમણાં નહીં પહેલા આદિત્યને પકડવાનો છે.

તેના થકી જબ્બારભાઇ અને હેત ગજરાલને પકડીશું.આદિત્યને હજી ખબર નહીં હોય કે તે સીડી ગાયબ છે.તે હેત ગજરાલને બ્લેકમેઇલ કરી તેની સંપત્તિ પચાવવાની કોશીશ કરશે અને બની શકે કે તેણે જબ્બારભાઇને તે જ સંપત્તિની લાલચ આપી હોય.ખેર તે બધાની લાલચ અને બુરાઇનો અંત નિશ્ચિત છે.જલ્દી જ તે બધાં જેલના સળીયા પાછળ હશે.હાલમાં આ વાત આપણા બે વચ્ચે રહેવી જોઇએ."રુદ્રએ કહ્યું.

"રુદ્રભાઇ,મારા માતાપિતા હવે આ દુનિયામાં નથી પણ મારા માટે તમે જ મારો પરિવાર છો.તમે મને ખુબજ પ્રેમ આપ્યો.એકવાર આ બધાંને જેલભેગા કરીએ પછી હું અહીં જ કાયમ રહેવાનો છું તમારી સાથે.

બાકી તમને કેવીરીતે ખબર પડી કે આદિત્ય હેત ગજરાલને બ્લેકમેઇલ કરે છે?"સનીએ પુછ્યું.
"આદિત્ય જેવા બીજવર સાથે જ્યારે હેત ગજરાલ જેવો અબજોપતિ પોતાનીદિકરી પરણાવે,બીજું મને રુહીએ કહ્યું કે હેત ગજરાલ હંમેશાં આદિત્યથી દબાયેલા રહેતા.ત્રીજી વાત જ્યારે રુચિને મેભગાવી ત્યારે પેલી રુચિની સહેલી એ કહ્યું હતું કે આદિત્યએ હેત ગજરાલને ધમકાવ્યા હતા.બસ મને લાગ્યું કે નક્કી કઇંક તો છે જ પણ રુહીને તે વાત ખ્યાલ નહતી એટલે મેતને કહ્યું કે તું તેમના વર્ષો જુના કામવાળાને ખરીદીને માહિતી કઢાવ."રુદ્ર બોલ્યો.

"હા સર,તમે કહ્યું પછી મે તેમને મળવા કોફી શોપ પર બોલાવ્યા.તે માત્ર વીસ લાખમાં માની ગયા.તેમણે કહ્યું કે આદિત્ય બાબા ઘણીવાર મંદિરમાં કલાકો કાઢે છે એ પણ રાત્રે છુપાઇ છુપાઇને.
પછી તેમણે અડધા રૂપિયાપહેલા લીધા.જ્યારે ઘરે કોઇ નહતું ત્યારે તેમણે મંદિરમાં ખુબજ ઝીણવટપુર્વક જોયું અને મંદિરમાં ઉપરની બાજુએ એક ખુફિયા ખાનું હતું જેમા એક લાલ પોટલી હતી.તેમા આ સીડી હતી.જે તેમણે લઇને તેની જગ્યાએ કાગળના ડુચા મુકીને સીડી મને લાવીને આપી."સનીએ કહ્યું.

"સારું થયું.આપણું તીર નિશાના પર લાગ્યું નહીંતર અગર આ સીડી કોઇ ખોટા હાથમાં લાગતતો ખુબજ ખરાબ થાત."રુદ્રએ કહ્યું.

*****

અહીં શોર્ય મુંબઇથી પાછો આવી ગયો હતો.તે રુચિ પાસે ગયો.તે રુચિને જોઇને ભાવુક થઇ ગયો અને તેને ખબર જ નાપડી કે કેમ તેણે રુચિને આટલી પ્રેમથી ગળે લગાવી.
"થેંક યુ રુચિ.આઇ લવ યુ.તે મને જે ખુશી આપી છે તેની કોઇ કિંમત આંકી ના શકાય તે બહુમુલ્ય છે."શોર્યે કહ્યું.
"શોર્ય,એક વાત કહું હું ક્યારેય માઁ બનવા નહતી માંગતી કેમ કે હું ક્યારેય મારું ફિગર બગાડવા નહતી માંગતી.મને એવું લાગતું કે બાળક આવશે તો મારું કોઇ જીવન જ નહીં બચે પણ શોર્ય તને ખબર છે કે જ્યારથી મને ખબર પડી કે હું માઁ બનવાની છું.ત્યારથી હું મારી જાતને અરીસામાં જોયા કરું છું.મારા પેટ પર હાથ ફેરવ્યા કરું છું.મને અહેસાસ થાય છે કે મારી અંદર કોઇ છે જે આપણા પ્રેમની નિશાની છે.ખરેખર અા અહેસાસ અમુલ્ય છે."રુચિ લાગણી સાથે બોલી.તેની વાતોએ શોર્યની આંખમાં પાણી લાવી દીધું.

"રુચિ,મને પણ જ્યારથી ખબર પડી કે હું બાપ બનવાનો છું,મારું મન અહીં તારી પાસે આવવા ઉતાવળો થયોહતો.આજે મારે કઇંક સ્વિકારવું છે કે મે તારી સાથે લગ્ન તારી પ્રોપર્ટી માટે કર્યા હતા પણ હવે હું ખરેખર તને પ્રેમ કરું છું."શોર્યે કહ્યું.તેણે રુચિને તેના વિશે બધું જ જણાવ્યું.
" સોરી રુચિ,"શોર્ય નીચું જોઇને બોલ્યો.આજે તેણે પોતાના વિશે બધું જ રુચિને જણાવી દીધું હતું.તેને હતું કે રુચિ ગુસ્સે થશે પણ રુચિ તેને ગળે લાગી ગઇ.તેણે શોર્યને જણાવ્યું કે તે તેના વિશે જાણતી હતી અને રુહીએ તેને હિંમત આપી હતી કે હું મારા પ્રેમથી તને બદલી શકીશ.તે બન્નેએ એકબીજા સમક્ષ પ્રેમનો અેકરાર કર્યો.તેણે નીચે બેસીને રુચિના પેટ ફરતે હાથ વિંટાળીને તેના પેટ પર એક કિસ કરી.

રુચિ રુહી પાસે ગઇ આ વાત કહેવા માટે.તેણે રુહીને આ વાત જણાવી રુહી ખુબ જ ખુશ થઇ.
"રુચિ,મને એક વાત નથી સમજાતી કે આદિત્ય ભાગી ગયો એ પણ જબ્બારભાઇની મદદ વળે તો તેણે તેમને કોન્ટેક્ટ કઇરીતે કર્યો હશે?નક્કી કોઇએ મદદ કરીહશે તેને."રુહીએ કહ્યું.
"હા ભાભી,જે દિવસે પિયુષઅંકલ અને કેતકી આંટી અહીં આવ્યા હતા તે દિવસે અદિતિ આદિત્ય પાસે હતી."રુચિએ કહ્યું.
"આપણે એક કામ કરીએ તે દિવસે ડ્યુટી પર જે કોન્સ્ટેબલ હતા તેમને મળીને પુછીએ તો?"રુહીએ કહ્યું.

રુચિ અને રુહી રુદ્રના પોલીસ ઓફિસર મિત્ર પાસેથી તે સરળતાથી જાણી શક્યા કે તે દિવસે કયા હવાલદાર ડ્યૂટી પર હતા.તે બન્ને તેમને મળવા ગયા જ્યાં તેમને જાણવા મળ્યું કે અદિતિ અને આદિત્ય થોડીક વાર એકલા હતા.તે થોડી વાર ચા પીવા ગયો હતો ત્યારે.
"આ અદિતિ,તેણે જ આદિત્ય અને જબ્બારભાઇની વાત કરાવી હશે.આ સ્ત્રી ક્યારેય નહીં સુધરે."રુહી બોલી.

"એક નંબરની સ્વાર્થી,લાલચું અને ચાલબાઝ સ્ત્રી છે.તારા અને મારા જીવનમાં આપણે ઘણુંબધું તેના કારણે સહન કર્યું હતું.પોતાના ભાઇની બરબાદી માટે તે જ જવાબદાર છે.તેણે જ આદિત્યને હંમેશાં ચઢાવ્યો છે.અગર તેણે સાચા સમયે પોતાના ભાઇને સાચી સલાહ આપી હોત તો આદિત્યની આ હાલ ના હોત"રુચિ બોલી.

"હા પણ હવે નહીં.હવે અાપણે તેને સીધી કરીશું અને આજ સુધી કરેલા તેના ખરાબ કામની સજા પણ આપીશું."રુહીએ કહ્યું.

"હા અને મને ખબર છે કે તેને સીધી કેવીરીતે કરીશું."રુચિએ કહ્યું.

રુહી અને રુચિ અદિતિને સીધી કરવા માટે કટિબદ્ધ હતા.અહીં હેત ગજરાલ જબ્બારભાઇના ઘરે લંચ પર આવ્યાં .ત્યાં આદિત્યને જોઇને તેમને ખાસ આશ્ચર્ય ના થયું અને તે સમજી ગયા કે તે સીડીના ઉપયોગથી તે હવે તેની પ્રોપર્ટી માંગી શકે છે..

તે ત્રણેય ડ્રિન્ક કરવા બેસ્યા.
"હેતભાઇ,આજે તમારી સાથે એક ડિલ કરવાની છે એકદમ ખાસ."જબ્બારભાઇ બોલ્યા.
"અને એ કઇ ડિલ છે?"હેત ગજરાલ માંડમાંધસ બોલી શક્યાં.

"એ જ કે તમે તમારી બધી પ્રોપર્ટી મારા અને આદિત્યના નામ પર કરી દેશો.મારા ૬૦ અને તેના ૪૦."જબ્બાર ભાઇએ કહ્યું.
"અને તે કેમ કરું હું?"હેત ગજરાલે પુછ્યું .

"અંકલ,પેલી સીડી યાદ છે જેમા તમે તમારો ભયાનક ગુનો કબુલ કર્યો હતો? તે હજી મારી પાસે જ છે અને અગર તે પોલીસ પાસે કે મીડિયા પાસે ગઇ તોતમે બરબાદ તો થશો પણ જેલમાં પણ જશો અને બાકીની પુરી જિંદગી જેલમાં કાઢશો.તમારી પત્ની ભીખ માંગશે અને તમારી દિકરીને તેનો પતિ કાઢી મુકશે.તે બન્ને તમને નફરત કરશે.ચિંતા ના કરો રુચિને હું મારી પાસે રાખી લઇશ."આદિત્યે આંખ મારીને હસ્તા કહ્યું.હેત ગજરાલને સખત ગુસ્સો આવી રહ્યો હતો અને ડર પણ લાગી રહ્યો હતો.

"હા તો હેતભાઇ..જેટલી જલ્દી આ કામથઇ જાય તેટલી જલ્દી સારું થશે."જબ્બારભાઇએ કહ્યું.

હેત ગજરાલે કઇંક વિચાર્યું અને એક છેલ્લો દાવ અજમાવવા વિચાર્યું.

શું રુચિ અને રુહી અદિતિને સીધી કરી શકશે?
હેત ગજરાલ જાણી શકશે કે આદિત્ય પાસે તે સીડી નથી?
રુદ્ર હવે શું કરશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Sharda

Sharda 1 month ago

maya shelat

maya shelat 1 month ago

Geeta Nilesh

Geeta Nilesh 11 months ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago