રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -106
"મારી એક શરત છે જબ્બારભાઇ."હેત ગજરાલે છેલ્લો દાવ ખેલ્યો.
"અને એ શું છે?"જબ્બારભાઇએ આશ્ચર્ય સાથે પુછ્યું.
"એ શરત એ છે કે મારે એ સીડી જોવી છે પહેલા.તે ઓરીજીનલ સીડી આપણા ત્રણેય સામે ચલાવો.પછી હું તરત જ તે પ્રોપર્ટીના પેપર્સ પર સાઇન કરીને તમને આપી દઇશ."હેત ગજરાલે કહ્યું.
"એય હેત ગજરાલ,તું સમજે છે શું તારી જાતને ?અમારી સામે શરત મુકે છે?જા નહીં જોઇતી પ્રોપર્ટી હવે તો આ સીડી ન્યુઝ ચેનલ ને જ મળશે."જબ્બારભાઇ ગુસ્સે થયા.અહીં સીડી જોવાની વાત સાંભળીને આદિત્યના ખરાબ હાલ હતા.
"હા હા આપી દો..મને જ ફાયદો છે હું તો ફસાઇશ મારી સાથે હું તમને અને આ નાલાયકને લઇને ડુબીશ જબ્બારભાઇ અને રહી વાત પ્રોપર્ટીની તો તે મારી દિકરી,જમાઇ અને પત્નીને મળશે.હું તો ચાલ્યો."આટલું કહીને હેત ગજરાલ ઊભા થયા.
"હેતભાઇ,તમે તો નારાજ થઇ ગયા.મને મંજૂર છે તમારી શરત.એય આદિત્ય તે સીડી જ્યાં પણ હોય તે લાવ અને હેતભાઇ પ્રોપર્ટીના કાગળ તૈયાર કરાવો."જબ્બારભાઇ થોડા ઢીલા પડ્યા અને આદિત્યની હવા નિકળી ગઇ.તેને ફુલ એ.સીમાં પરસેવો થવા લાગ્યો તેને ગભરામણ થવા લાગી કેમકે સીડી ત્યાંથી કોણ લઇ ગયું.તે તેને ખબર નહતી.
"એય આદિત્ય,ચુપ ચાપ શું ઊભો છે? બોલ સીડી બતાવીશને?"જબ્બારભાઇએ કહ્યું.
આદિત્ય પરસેવે નાહી રહ્યો હતો.શું બોલવું કઇ જ સમજ નહતી પડતી.તેટલાંમાં તેને અદિતિના શબ્દો યાદ આવ્યાં.
"ભાઇ,કઇપણ થાય પણ કોઇને ખબર ના પડવા દેતા કે સીડી તમારી પાસે નથી.ફુલ કોન્ફીડન્સ સાથે રહેજો નહીંતર તે ડોન તમને મારી નાખશે.બાકી તે ડોનને આપણે ફસાવીશું."
આદિત્યે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો.
"જબ્બારભાઇ,સીડી એમ સરળતાથી ના મળે.તે સીડી મેળવવા માટે હેત ગજરાલ ખોટા પેપર્સ બનાવી દેતો અને આપણને સોરી ભાઇ તમને દગો આપીને સીડી લઇ લે તો?
ના ....ના... પહેલા પેપર્સ પછી સીડી એટલો વિશ્વાસ તો રાખવો પડશે.નહીંતર સીડીનો ઉપયોગ તમે નહીં ધારો એ રીતે થશે."આદિત્યના ચહેરા પર શેતાની સ્માઇલ આવ્યું.
હેત ગજરાલની છેલ્લી ચાલ નિષ્ફળ નિવડી.
******
રુચિ અને રુહી રુહીના રૂમમાં બેસેલા હતા રુચિએ કોઇને ફોન લગાવ્યો અને સ્પિકર પર રાખ્યો.
"હેલો મનોજ સ્પિકિંગ,કોણ?"
"હેલો મનોજ,હું રુચિ બોલુ."રુચિ બોલી.રુહી ઓળખી ગઇ.તે મનોજ હતો અદિતિનો પતિ.
"મનોજભાઇ,હું રુહી..હું પણ અહીં જ છું.કેમછો તમે?"રુહીએ મનોજને કહ્યું.
મનોજ અદિતિનો પતિ,એક ખુબજ સારો માણસ.અદિતિથી તદ્દન વિરોધી સ્વભાવ વાળો,સાફ હ્રદયનો અને ભલો.તેણે આજસુધી અદિતિના ખરાબ અને ઘમંડી સ્વભાવ,આળસુપણાને ઇગ્નોર કર્યા.
"રુહી ભાભી...રુચિ,તમે ?કેમ છો?"મનોજે નમ્રતાથી પુછ્યું.
"હા મનોજ,અમે કઇંક વાત કરવા માંગતા હતા અદિતિ વિશે."રુચિએ કહ્યું.
રુહી અને રુચિએ અદિતિ વિશે બધું જ કહ્યું.
"અદિતિ ખરેખર સાવ આવું કરવા લાગી છે મને વિશ્વાસ નથી થતો.આદિત્યને ભગાવ્યો,હું શું કરું કંટાળી ગયો છું.
એક તો તેનો સ્વભાવ તુંડ મિજાજી છે.તે મારા માતાપિતા અને બહેન સાથે ખુબજ ખરાબ વર્તન કરે છે.તે ઘરનું એકપણ કામ નથી કરતી તેનો પણ મને કોઇ વાંધો નથી કેમ કે અમારું ઘર વેલ ટુ ડુ છે.ઘરમાં દરેક કામ માટે સર્વન્ટ છે.તેને ખાલી તે બધાં સાથે કામ લેવાનું હોય છે તે પણ નથી કરતી.
આટલા વર્ષ થયા અમારા લગ્નને મને કહેતા પણ દુખ થાય છે કે તે બાળક માટે તૈયાર નથી.હું પરેશાન થઇ ગયો છું.મે તેને કહ્યું કે તેને ઘરના કામમાં રસના હોય તો તેની પસંદગીનું કામ કરે પણ તેને તે પણ નથી કરવું.તેને બસ કિટી પાર્ટી કરવી છે,ફોન પર ગોસીપ કરવી છે.મોટી મોટી પાર્ટી કરવી છે,બીજાની લાઇફમા દખલ કરવી છે.
ભાભી,તમને ખબર છે તે કોઇક કોઇક વાર મોટી પાર્ટીમાં ડ્રિન્ક પણ કરે છે.આદિત્યને ભડકાવવામાં તમારા બન્નેને હેરાન કરવામાં સૌથી વધારે મહત્વનો ભાગ તેણે જ ભજવ્યોછે.
મે અત્યારે કીધું કે આદિત્યભાઇ નથી તો પપ્પાજીને તકલીફ પડે છે તો તું શોરૂમ પર જવાનું શરૂ કર અને તેમને મદદ કર પણ તેમાં તેણે ના પાડી.હવે તો રોજ મારી સાથે પણ ઝગડે છે.આવુંને આવું રહ્યું તો હું તેને ડિવોર્સ આપી દઇશ પણ તેમાય મારી જ બદનામી થશે કેમ કે તે સ્ત્રી હોવાનો ફાયદો ઊઠાવીને બધાની દયા પામશે અને હું ધૃણા.હું શું કરું ભાભી? હું કંટાળી ગયો છું."મનોજની આપવીતી સાંભળીને રુચિ અને રુહી આઘાત પામ્યાં.
"મનોજભાઇ,તમે ચિંતા ના કરો તે અદિતિને તો હવે આપણે ત્રણેય મળીને સીધી કરીશું.બસ તમારે નાનકડું નાટક કરવાનું છે.થોડુંક તમારે તમારા સ્વભાવ વિરુદ્ધ વર્તવું પડશે."રુચિએ કઇંક વિચાર્યું હતું.
"પણ મારે કરવાનું છે શું?"મનોજે કહ્યું.
રુચિએ તેનો પ્લાન રુહી અને મનોજને જણાવ્યો.
"વોટ!રુચિ આ તો ડેન્જરસ છે અગર તેને પોલીસમાં ફરિયાદ કરી તો?"મનોજે ડરતા કહ્યું.
"ના નહીં કરે.તમે ચિંતા ના કરો હું કહું તેમ બોલજો અને કરજો તે કશુંજ નહીં કરે.બહુ જુનો પણ કારગત ઉપાય છે."રુચિએ કહ્યું.
"હા,મનોજભાઇ રુચિએ સાચું કહ્યું.તેનો આ ઉપાય વર્ષો જુનો છે પણ આજે પણ ઇફેક્ટીવ છે.અદિતિ હવે ચોક્કસ સીધી થઇ જશે." રુહી બોલી.
રુહી અને રુચિએ ફોન મુકી દીધો અને એકબીજાની સામે જોઇને હસ્યાં.
રુહી અને રુદ્ર ગંગાકિનારે સંધ્યા આરતીમાં આવ્યાં હતા.સંધ્યા આરતી શરૂ થવાને હજી વાર હતી.તે લોકો નદીના કિનારે શાંતિથી બેસેલા હતા.રુદ્રને અહીં આવીને ખુબજ શાંતિ મળતી.
જ્યારથી રુહીએ રુદ્ર અને કાકાસાહેબની દુશ્મનાવટનો ભુતકાળ જાણવાની કોશીશ કરી હતી.ત્યારથી તેને સતત તેના માતાપિતાની યાદ આવતી.તેને પોતાના માતાપિતા સાથે થયેલો અન્યાય યાદ આવતો.
"રુહી,મને ભુતકાળની વાતો સતત યાદ આવે છે અને રોજ કાકાસાહેબને અહીં મારી નજરોની સામે જોઇને મને ખુબજ દુખ થાય છે."રુદ્રે કહ્યું.
રુદ્રની આંખમાં તકલીફ જોઇ રુહીને પીડા થઇ.રુદ્રના હાથ પર પોતાનો હાથ મુકીને તેણે તેને હિંમત આપી.
તેટલાંમાં સંધ્યા આરતીનો સમય થઇ ગયો હતો.રુદ્ર અને રુહી તેના માટે ઊભા થઇને ગયા.તેમણે પણ અારતીમાં ભાગ લીધો.ખુબજ ભક્તિમય વાતાવરણ હતું.આરતીમાં બધાં ખોવાઇ ગયા હતા.આરતી ઉતારતા અચાનક રુદ્રનું ધ્યાન કોઇની પર ગયુ.તેની આંખો પહોળી થઇ ગઇ.
એક ખુબજ વૃદ્ધ પુરુષ લાકડીના ટેકે ઊભા હતા અને બીના હાથમાં આરતીની થાળી હતી.જેને બીજી બાજુએ એક સ્ત્રીએ પકડી હતી.તે સ્ત્રી પચાસથી પંચાવન વર્ષની હતી.તેના ચહેરા પર કરચલી હતી અને શરીર સાવ કથળી ગયું હતું.
"મોહિની અને મુનીમજી?"રુદ્ર બોલ્યો.
"શું થયું,રુદ્ર ? આરતીમાં ધ્યાન આપશો."રુહી બોલી.
"રુહી,પેલી બાજુ જો."રુદ્ર બોલ્યો.
"રુદ્ર,આરતીમાં ધ્યાન આપો ત્યાં પછી ધ્યાન આપીશુ.!"રુહી તેને બોલી.
"રુહી,તે જો તે મુનીમજી અને મોહિની છે.પણ આટલા વર્ષો પછી તે અહીં શું કરે છે?હરિદ્વારમાં આવ્યાં છે મતલબ ફરીથી કઇંક ગડબડ કરવાના લાગે છે.મે સાંભળ્યું હતું કે તે હરિદ્વાર છોડીને જતા રહ્યા હતા."રુદ્રની વાત પર રુહી ચમકી.
"રુદ્ર,જલ્દી ચલો આરતી પતે અને અહીં ભીડ થઇ જાય તે પહેલા આપણે તેમને પકડી લઇએ.તેમના મોઢથી સત્ય જાણીએ."રુહીએ કહ્યું.
રુદ્ર અને રુહીએ આરતીની થાળીમુકી અને ભગવાનની બે હાથ જોડીને માફી માંગી.તે બન્ને ભીડને ચીરીને તેમની પાસે જતા હતા.એક તો ભીડ ખુબજ વધારે હતી.તેમને તેમની પાસે જવામાં ખુબજ તકલીફ પડી રહી હતી.
અચાનક જ મુનીમજીને ઊભા રહેવામાં તકલીફ પડી રહી હતી અને તેમને ખુબજ ખાંસી ચઢી જેના કારણે તેમને પણ આરતી અધુરી મુકીને જવું પડ્યું તે લોકોની પાછળ પાછળ જભીડને ચિરતા ચિરતા રુદ્ર અને રુહી તેમની પાછળ જઇ રહ્યા હતા પણ અચાનક આરતી ખતમ થઇ અને ભીડ પણ જવા માટે નિકળી.તેમા તે બન્ને કયાંક અદ્રશ્ય થઇ ગયા.
રુહીને ફાળ પડી.
"રુદ્ર,કઇંક અશુભ થવાના અણસાર અાવે છે.આ બન્નેનું ફરીથી અહીં આવવું અને આમ આરતી અધુરી રહેવી.તે બન્ને અપશુકન છે."
"શુકન અપશુકન તો ખબર નથી પણ હવે રુદ્ર તેમને રુદ્ર સ્ટાઇલમાં સજા જરૂર આપશે.તેમણે બે પ્રેમીઓને અલગ કર્યા,એક અજન્મયા બાળકની હત્યા કરી,મને અને અભિષેકને અનાથ કર્યા.દગો કર્યો,છળ કર્યું.હું તેમને નહીં છોડું."રુદ્ર ગુસ્સે થઇને બોલ્યો.
તેટલાંમાં તેને સનીનો ફોન આવ્યો.
"સર,હવે આગળ શું કરવાનું છે?"
"સની,મુંબઇમાં જઇને હેત ગજરાલની પુરી જન્મકુંડળીઆપ અને તેમની એવી વિગત અને વાત જાણી લાવ કે જે કોઈ ભાગ્યે જ જાણે.જુના સમચાર પત્ર વાંચ,ગુગલને ફેંદીનાખ પણ મને કઇંક કામની વાત કહે."રુદ્રએ કહ્યું.
"ઠીક છે રુદ્ર સર.હું આ કામમાં વકિલસાહેબની મદદ લઉં?"સનીએ પુછ્યું .
"હા સની,લઇ શકે છે."રુદ્ર બોલ્યો
"આદિત્ય અને હેત ગજરાલના કાળા કામની સજા તો તેમને મળીને જ રહેશે.માણસ સંપત્તિ માટે કેવો આંધળો થઇ જાય છે કે ..પોતાના જ.તે સીડી મારી પાસે સુરક્ષિત છે."આટલું કહેતા રુદ્રનું ગળું ભરાઇ ગયું.
રુહી પાછળ આવીને ઊભી રહી.
"રુદ્ર ,શું થયું? તમે કોની સાથે વાત કરતા હતા.વાત શું છે?" રુહીએ પુછ્યું.રુદ્ર વિચારમાં પડી ગયો કે આ વાત રુહીને જણાવવી કે નહીં?તે વાત જ એવી ગંભીર હતી કે રુદ્ર રુહીને જણાવીને તેને ચિંતામાં નાખવા નહતો માંગતો
શું રુદ્ર રુહીને સત્ય વાત જણાવશે?
રુચિનો પ્લાન અદિતિને સીધી કરી શકશે?
જાણવા વાંચતા રહો.