Rudrani ruhi - 107 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-107

રુદ્રની રુહી... - ભાગ-107

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -107

અદિતિ રાત્રે ઘરે આવી.તેણે વિચાર્યું,
"હે ભગવાન,હજી ઘરે જઇને નાટક ચાલશે.ક્યાં હતી?જમવાનું બાકી છે? આટલું મોડું કરાય?તું તો ઘરમાં ધ્યાન જ નથી આપતી.ઓહ માય ગોડ.માઉથ સ્પ્રે ક્ય‍ાં છે?કરી લેવા દે નહીંતર પાછો બીજો કકડાટ કે તે દારૂ પીધો છે.હવે આજકાલ સોસાયટીમાં આ કોમન છે."
તેણે પોતાનું પર્સ ફેંદવાનું શરૂ કર્યું.અંતે તેમાંથી સ્પ્રે મળતા તેન રાહત થઇ.તેણે માઉથ સ્પ્રે કર્યું અને અંદર ગઇ.મોઢાની વાસ તો છુપાવીદીધી પણ લથડીયા ખાતા પગના સંભાળી શકી.તે અંદર ગઇ ડરતા ડરતા.તેણે પાછું વિચાર્યું,
"હે ભગવાન,આજે તો બહુ ડ્રિન્ક થઇ ગયું.આજે તો વઢ પડશે."
પણ અંદરનું દ્રશ્ય અત્યંત ચોકાવનારુ હતું.બધાં ડ‍ાઇનીંગ ટેબલ પર બેસીને જમી રહ્યા હતા.તે બધાં ખુબજ ખુશ હતા,હસી મજાક ચાલી રહી હતી.એક સ્ત્રી જે લગભગ તેની અને મનોજની ઊંમરની જ હતી.તેણે સાડી પહેરી હતી.તેનું ફિગર અત્યંત મોહક હતું.સ્લિવલેસ બાયમાં તેના ગોરા અને પાતળા હાથ ખુબજ સુંદર લાગી રહ્યા હતા.કમર સુધીના વાળ હાફપોનીમાં બાંધેલા હતા.તેના સેંથામાં સિંદુર હતું અને તે ખુશી ખુશી બધાને લાપસી પિરસી રહી હતી.

અદિતિને આશ્ચર્ય થયું.તે ત્યાં નજીક ગઇ.બધાં તેને જોઇને પણ ઇગ્નોર કરવા લાગ્યાં.
"અરે વાહ,માયાવહુ આ લાપસી તો ખુબજ સ્વાદિષ્ટ છે."મનોજના પિતાજી બોલ્યા.
"અરે પિતાજી,એ તો.."માયા શરમાઇને તેમના પગે લાગી.
"માયાવહુ,આ લો શકુનના રૂપિયા આજે તમે પહેલી વાર કઇંક ગળ્યું રાંધ્યુને તેના."મનોજના મમ્મી બોલ્યા..માયાએ તે રૂપિયા લીધા અને મનોજના માતાપિતાના પગે લાગી.
"માયા,આ ડાયમંડ નેકલેસ મારા તરફથી..તારી પહેલી રસોઇની ભેંટ."મનોજે એક સુંદર ડાયમંડ નેકલેસ તેને આપ્યો.અદિતિનો નશો જાણે ઉતરી ગયો.તે કશુંજ સમજી નહતી શકતી.
"આ સ્ત્રી કોણ છે? અને તેને તમે આમ માયા વહુ માયા વહુ કેમ કરો છો?મનોજ તે તેને આટલો મોંધો નેકલેસ કેમ આપ્યો?"અદિતિએ મોટા મોટા અવાજે બોલવાનું શરૂ કર્યું તે ખુબજ ગભરાયેલી લાગી.
મનોજે તેના માતાપિતા અને માયા સામે હસીને અદિતિ સામે જોયું.તે ઊભો થયો તેણે માયાના કમરમાં હાથ મુક્યો.

"અદિતિ,આમને મળ...આ છે મારી પત્ની માયા.અમે આજે જ લગ્ન કર્યાં મંદિરમાં.મમ્મી પપ્પા પણ હતા."મનોજની વાત સાંભળી અદિતિની આંખો પહોળી થઇ ગઇ.

"એય મનોજ *****,તારી પત્ની હું છું.અદિતિ મનોજ મહેતા અને એક પત્નીના હોવા છતા બીજા લગ્ન કરે તે કાનુની અપરાધ કહેવાય.હું પોલિસ બોલાવીશ,મીડિયા બોલાવીશ,મારા મમ્મીપપ્પાને બોલાવીશ.તને ,તારી નવી પત્ની અને તારા આ માબાપને જેલ ભેગા કરીશ."અદિતિ દારૂના નશામાં ગાળો બોલતા બોલી.
"છી...આજે પણ દારૂ પીને આવી છો.આ બધું શોભે છે તને? તું એક સભ્ય પરિવારની દિકરી અનેવહુ છે.આપણા ઘરમાં કેટલો ચુસ્ત ઘર્મ પળાય છે અને તું આવું બધું કરે.દારૂ પીવે,જુગાર રમે છી..મને તો લાગે છે કે તું બીજા પુરુષ સાથે...છી મને તો બોલતા પણ શરમ આવે છે."મનોજના મમ્મી ગુસ્સામાં બોલ્યા.

"મમ્મીજી..."દારૂના નશામાં અદિતિએ ચિલ્લાવીને તેમના પર હાથ ઊપાડવા હાથ હવામાં કર્યો જેને માયાએ પકડી લીધો અને ઝટકા સાથે નીચે કર્યો
"એય અદિતિ,ખબરદાર મારા માતાપિતા સમાન સાસુસસરાને તે આંગળી પણ અડાડવાની કોશીશ કરી તો.હાથ તોડી કાઢીશ અને હવે આ જ સત્ય છે કે હવે મનોજની પત્ની હું જ છું અને જલ્દી જ તેના બાળકની માઁ પણ બનીશ."માયાએ કહ્યું.

અદિતિ ગુસ્સામાં ધ્રુજી રહી હતી.
"હું હમણાં જ મારા મોમડેડને બોલાવું છું."આટલું કહી તેણે પિયુષભાઇને ફોન કરીને તાત્કાલિક બોલાવ્યા.પિયુષભાઇ અને કેતકીબેન થોડાક જ સમયમાં ત્યાં આવી પહોંચ્યા.અહીં તેમના આવતા જ અદિતિના ચહેરા પર એક વિજયી સ્મિત આવ્યું જેની સામે મનોજ અને બાકી બધાંએ રહસ્યમય સ્મિત આપ્યું.અદિતિ મુંજાઇ ગઇ.

*******

અહીં રુહી રુદ્રના જવાબની રાહ જોઇને ઊભી હતી.
"રુહી,જલ્દી ચલ પેલા લોકો બહાર રીક્ષાની રાહ જોઇને ઊભા હશે તો આપણે તેમને પકડી શકીશુ."રુદ્રએ સિફતતાપુર્વક રુહીની વાત ટાળી.

"હા ચલો."રુહી બોલી પણ તે વિચારી રહી હતી.
"રુદ્ર ,અત્યારે તમે ભલે મારી વાત ટાળો પણ હું જાણું છું કે જરૂર કોઇ વાત છે કે જે તમે મારાથી છુપાવો છો.તમે રુદ્ર છો તો હું રુદ્રની રુહી છું."

રુદ્ર અને રુહી બહાર ગયા પણ તે લોકોને શોધી ના શક્યા.સંધ્યા આરતી પતી ગઇ હતી,અંધારું થઇ ગયું હતું અને બધાં રીક્ષા કે પોતપોતાના રીતે ઘરે જવા નિકળી રહ્યા હતા.રુદ્ર અને રુહી આસપાસ ફરીને તેમને શોધી રહ્યા હતા.લગભગ પાંચથી સાંત મીનીટ જોયું પણ કઇ જ મળ્યું નહીં.
"રુદ્ર,મને લાગે છે કે તે બન્ને જતા રહ્યા હશે પણ અગર તે લોકો અહીં હરિદ્વારમાં જહશે તો ફરીથી ક્યાંકને ક્યાંક મળી જ જશે."રુહીએ થાકીને કહ્યું.
અચાનક રુદ્રને તે બન્ને રીક્ષામાં બેસતા દેખાયા.
"જો પેલા જાય રીક્ષામાં."રુદ્રએ આંગળી ચીંધીને બતાવ્યું.
"હા પણ આપણે ગાડી લઇને આવીશુ તો પણ તેમનેપાછળ નહીં જઇ શકીએ.એક કામ કરીએ તમારા પોલીસ મિત્ર છેને તેમને કહીશુ તે મદદ કરશે તેમને શોધવામા.અત્યારે ઘરે જઇએ જમવાનો સમય છે અને કામબાકી છે.યાદ રાખો રિતુ અને રુચિ બન્ને માઁ બનવાના છે.અવા સમયમાં તેમને કામનું બહુ ભારણ ના અપાય."રુહીએ કહ્યું.
રુદ્રએ હકારમાં માથું હલાવ્યું.

રુદ્ર અને રુહી ઘરે ગયા ,રુદ્ર આજે મુનીમજી અને મોહિનીને અહીં જોઇને ખુબજ બેચેન હતો તેણે પોતાના માતાપિતાના હત્યારાને યોગ્ય સજા આપવાનો નિર્ણય લઇલીધો હતો.તેણે આ વાત અભિષેકનવ જણાવી અને પછી તેણે તે વાત તેના પોલીસ ઓફિસર મિત્રને કહી અને મુનીમજી ક્યારે જેલમાંથી છુટ્યા તે પુછ્યું.રુદ્રના પોલીસ ઓફિસર મિત્રએ તેને થોડો સમય આપવા કહ્યું.

રુહીએ આ વિશે કાકાસાહેબની સાથે વાત કરવાનું નક્કી કર્યું.તે ગાર્ડનમાં ગઇ જ્યાં કાકાસાહેબ બેસેલા હતા
"કાકાસાહેબ,હું તમારા અને રુદ્રના દુશ્મનાવટ વિશે જાણી ગઇ છું અને એ પણ જાણી ગઇ છું કે તમારો ભુતકાળ શું હતો? કેવીરીતે પોતાના જ ભાઇની સાથે દગો કર્યો અને જેનો તમને અફસોસ પણ નહતો પણ મારે તમારી સાથે તે વિશે ચર્ચા નથી કરવી.મારે તે જાણવું છે કે આજે અમે એટલે કે હું અને રુદ્ર સંધ્યા આરતી માટે હરકી પૌડી ગયા હતા જ્યાં અમે મુનીમજી અને મોહિનીને જોયા.

મારે તમને તેટલું જ પુછવું છે કે શું તમે જાણો છો કે તે ક્યાં છે ?અને શું આ વખતે પણ તમે રુદ્રની સાથે બદલો લેવા તેની પ્રોપર્ટી હડપવા આ બધું કરી રહ્યા છો એટલે કે તમે જ તેમને બોલાવ્યાં છે?

જો તેનો જવાબ હા હોય તો આ વખતે તમારી હાર પાક્કી છે કેમ કે આ વખતે તમારી સામે રુદ્રની રુહી છે.જે પોતાના રુદ્રને હારવા નહીં દે."રુહી એકજ સાથે બધું બોલી ગઇ.કાકાસાહેબ આશ્ચર્યચકિત થયા.
"એય છોકરી ,આ કેવી વાતો કરે છે? તારે આ બધાંથી કોઇ લેવાદેવા નથી.રહી વાત મુનીમજી અને મોહિનીથી તો તે ક્યા છે તે મને નથી ખબર."કાકાસાહેબ તાડુક્યાં.રુહી ગુસ્સામાં ત્યાંથી જતી રહી અહીં કાકાસાહેબ તેની વાત પર વિચારમાં પડી ગયા.
"શું મુનીમજી અને મોહિની અહીંયા છે?મારે તપાસ કરાવવી પડશે."આટલું બોલીને તેમણે તેમના સૌથી જુના માણસને ફોનલગાવ્યો.
" સાંભળ,તને પેલો મુનીમ અને મોહિની યાદ છે.તે અહીંયા છે મને તેમની પુરી વિગત જોઇએ.એક જુનો હિસાબ ચુકતે કરવાનો છે."કાકાસાહેબે કહ્યું.

અહીં રુહી ગુસ્સામાં પોતાના રૂમમાં ગઇ.રુદ્ર તેને જોઇને સમજી ગયો કે મેડમ આજે ખુબજ ગુસ્સામાંછે.
"ઓહો,મારા મેડમને કોણે આટલા ગુસ્સે કર્યા ?તેની તો ખેર નથી."રુદ્રએ તેની બાજુમાં બેસીને તેને વ્હાલ કરતા કહ્યું.
"એ તો...કાકાસાહેબ.કઇ નહીં."રુહીને કાકાસાહેબ સાથે થયેલી વાત રુદ્રને કહેવી યોગ્યના લાગી.
"કોઇ વાંધો નહીં.હું હમણાં મેડમનો ગુસ્સો દુર કરી દઉં."આટલું કહીને તેણે રુહીને પોતાની નજીક ખેંચી..
"રુદ્ર,મે કઇંક વિચાર્યું છે.એ સાંભળીને તમને કદાચ સારું ના લાગે."રુહી બોલી.
"અને એ શું ?"રુદ્રએ પુછ્યું.
"રુદ્ર, મે નિર્ણય કર્યો છે કે હું હમણાં માઁ બનવા નથી માંગતી."રુહી ડરતા ડરતા બોલી.રુદ્રને તેની વાત સાંભળીને ઝટકો લાગ્યો.તે રુહીની સામેજોવા લાગ્યો.
****
આદિત્યને હમણાં તો થોડી રાહત મળી પણ તે સીડી શોધવી પડશે તેવું તેને લાગ્યું.તેણે અહીં જબ્બારભાઇ સાથે જોડયા પછી પોતાનો પણ એક માણસ રાખ્યો હતોજેને તેણે હેત ગજરાલ અને પોતાના માતાપિતા પર નજર રાખવા કહ્યું હતું.તે માણસ આજે આદિત્યને મળવા આવ્યો હતો.

તે માણસ તેની સામે બેસ્યો.
"બોલ,શું ખબર લાવ્યો છે?"આદિત્યે પુછ્યું.
"સાહેબ,હેત ગજરાલના ઘરે તેનો જમાઇ આવ્યો હતો જે બે દિવસ પહેલા જ તેના ઘરે હરિદ્વાર પાછોગયો.અંદરની વાત એ જાણવા મળી છે કે હેત ગજરાલે તેના જમાઇને કોઇ ખાસ કામ સોંપ્યું હતું.તે શું છે તે તો મને નથી ખબર પણ હેત ગજરાલ તેની પત્ની અને જમાઇ સાથે ત્રણ દિવસ પહેલા તમારા ઘરે તમારા માતાપિતાને મળવા ગયા હતાજ્યાંથી હેતગજરાલ અને તેમના પત્ની તમારા માતાપિતા સાથે બહાર ગયા હતા અને તેમનોજમાઇ તમારા ઘરે એકલો હતોથોડા કલાક."માણસે કહ્યું.
આ સાંભળીને આદિત્યના હોશ ઉડી ગયા.
"શું !?"આદિત્ય.
"હા, અને બીજી વાત હેત ગજરાલની દિકરી રુચિ માઁ બનવાની છે."

આદિત્યને અત્યંત આઘાત લાગ્યો.

શું હિસાબ ચુકતે કરવાનો હશે કાકાસાહેબને મુનીમજી સાથે?
આદિત્યનું શું રીએક્શન હશે તે માણસે આપેલ સમાચાર પર?
રુહીએ હમણાં માઁ ના બનવાનો નિર્ણય કેમ લીધો?
અદિતિના પતિ મનોજ અને તેના ઘરવાળા શું કરશે હવે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Asha Patel

Asha Patel 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Rasila

Rasila 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago