રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -110
"સીડી શોર્ય પાસે નથી તો કોની પાસે છે?રુદ્ર?" આદિત્યના મગજમાં એક ઝબકારો થયો.
"સાંભળ,એક કામ કર.રૂમમાંથી બહાર નિકળ કોઇપણ એક ખુણામાં આગ લગાવી દે અને ભાગી જા.તે લોકો આગ બુજાવવામા લાગી જશે અને તું સરળતાથી નિકળી જઇ શકીશ."આદિત્યે કહ્યું.
તે માણસ બહાર નિકળ્યો અને બહાર બેઠક જેવા એરિયામાં આગ લગાવી દીધી અને ત્યાં આવેલી બાલ્કનીના પાઇપથી નીચે ઉતરીને ગાર્ડનમાં છુપાઇ ગયો.અહીં ધીમેધીમે આગ પ્રસરી રહી હતી.અચાનક નીચે બેસીને આઇસ્ક્રીમની મજા માણી રહેલા બધાંને જાણ થઇ કે ઉપર આગ લાગી છે.
"આઆ...ગ."રુહીએ જોરથી ચીસ પાડી.
"રુદ્ર ...આરુહ અને કાકીમાઁ ઉપર છે."રુહીએ ડરના માર્યા ચીસ પાડી.
"માઁ,રુદ્ર મારી માઁને બચાવીલે."શોર્યે હાથ જોડ્યાં.તે લોકો ફટાફટ ફાયર સેફ્ટી ઇકવીપમેન્ટ લેવા ભાગ્યાં.
"શોર્ય અને અભિષેક,તમે બંને રિતુ અને રુચિને લઇને ગાર્ડનમાં જાઓ જલ્દી."રુહીએ કહ્યું.
"રુહી તું પણ જા."રુદ્ર ચીલ્લાવીને બોલ્યો.
"ના,યાદ નથી તેજપ્રકાશજીએ શું કહ્યું હતું?રુદ્રહી જ શક્તિ છે અને આ સમય દલીલ કરવાનો નથી."આટલું કહીને તે બંને ઉપર ભાગ્યાં.
ફાયર એક્સ્ટિંગ્વિશર્સની મદદથી તેમણે આગ બુઝાવવાની શરૂ કરી.આગ થોડીક જ વારમાં ખુબજ ફેલાઇ ગઇ હતી.બહારના બેઠકરૂમમાં તે ફેલાઇ ચુકી હતી પણ હવે ધીમેધીમે તે રૂમ તરફ વધી રહી હતી.આ એ જ રૂમ હતો જ્યાં આરુહ અને કાકીમાઁ સુઇ રહ્યા હતા.
અહીં અભિષેક અને શોર્યે તાત્કાલિક ફાયરબ્રિગેડ અને પોલીસ સ્ટેશન ફોન કરી દીધો હતો.તે માણસ ભાગવા જતો હતો પણ અભિષેકે તેને જોઇ લીધો તે રિતુ અને રુચિનું ધ્યાન શોર્યને રાખવા કહીને તે માણસની પાછળ ભાગ્યો.તેની સાથે સિક્યુરિટીનો પણ એક માણસ ગયો હતો.આદિત્યનો માણસ ગભરાઇ ગયો.તેણે આદિત્યને ફોન કર્યો.
"સર, તે ઘરના બે જણા મારી પાછળ પડ્યા છે.હું સમયસર ત્યાંથી નિકળી નાશક્યો."
"ઇડિયટ,એકય કામ ઠીક થી નથી થતાં.હે ભગવાન,શું કિસ્મત છે મારા.જ્યારથી રુહી ગઇ છે.બદનસીબી મારો પીછો નથી છોડતી.એય સાંભળ,એક નાનો છોકરો પણ તે બધાંની સાથે નીચે જ હતોને?"આદિત્યને રહી રહીને આરુહની ચિંતા થઇ.
તે માણસ વિચારમાં પડી ગયો.
"ના સાહેબ,તે નાના બાબાને બચાવવા જ એક સુંદર સ્ત્રી અને એક હિરો ઉપર ગયા હતા."તે માણસે કહ્યું.
"શું ?આરુહ.મારો દિકરો.હે ભગવાન આ શું થઇ ગયું મારાથી અજાણતા.હે ભગવાન મારા દિકરાને બચાવી લે."આદિત્ય જોરજોરથી ચીસો પાડવા લાગ્યો.
અહીં તે માણસ ભાગતા ભાગતા પથ્થર સાથે અથડાઇને નીચે પડી ગયો અને પકડાઇ ગયો.
રુદ્ર અને રુહી ફાયર એક્સ્ટિંગ્વિશર્સથી આગ બુઝાવવાની કોશીશ કરતા હતા.કાકીમાઁ અને અારુહ જાગી ગયા હતા.તેમણે પોતાની જાતને બચાવવા બાથરૂમમાં જઇને શાવર ઓન કરી દીધું.
તેટલાંમાં પોલીસ અને ફાયરબિગ્રેડ આવી ગઇ.ફાયરબ્રિગેડ તેમનું કામ કરી રહી હતી.રુદ્ર અને રુહી કાકીમાઁ અને આરુહને લઇને નીચે ગાર્ડનમાં આવી ગયા.
થોડીક જ ક્ષણોમાં શું થઇ ગયું? તે બધાં સમજી શકે એમ નહતા.આરુહ સતત રડી રહ્યો હતો.
અભિષેક તે માણસને પકડીને લાવ્યો.રુદ્ર અને શોર્ય તેની તરફ આગળ વધ્યાં.
પોલીસે તેને પકડ્યો.
"રુદ્ર,આને તું અમારા હવાલે કરી દે.તેનું મોઢું અમે ખોલાવીશું.જલ્દી જ તે બધું સાચું બોલી જશે."પોલીસ ઓફિસરે કહ્યું.
પોલીસ ઓફિસર તે માણસને લઇને જતા રહ્યા.ઘરમાં આગ બુઝાઇ ગઇ હતી પણ હજી બધાં સ્તબ્ધ હતા.આરુહ હજી ડરેલો હતો.
શોર્ય પોતાની માઁને ગળે મળ્યો અને કહ્યું.
"માઁ,તમે ઠીક છોને?"
"હા બેટા,હું ઠીક છું.મારો રુદ્ર અને મારી રુહી સમયસર આવીને અમને બચાવી લીધાં."કાકીમાઁએ કહ્યું.
શોર્ય નીચું જોઈ ગયો.તે રુદ્રનો ખુબ ખુબ આભારી હતો.તે પોતાની માઁને ખુબજ પ્રેમ કરતો હતો.આજસુધી તેણે રુદ્રનું ખરાબ કરવામાં કશુંજ બાકી નથી રાખ્યું છતાપણ તેણે પોતાના પર આટલો મોટો ઉપકાર કર્યો.તે વાત તેને વિચારવા પર મજબુર કરી ગયો.
"બેટા, આ જ સમય છે વર્ષો જુની તારા પિતાએ તારા પર જબરદસ્તી થોપેલી દુશ્મનાવટ દુર કરવાની.મને એમકે કે આજસુધી રુદ્રએ તારું શું બગાડ્યું.હા તારા પિતાજીને ઘણીવાર ધંધામાં નુકશાન કરાવ્યું છે પણ તારા પિતાએ જે કર્યું છે તેની સામે તો તે કશુંજ નથી.એ ભુતકાળ જે તું સારી રીતે જાણે છે.
વિચાર રુદ્રની જગ્યાએ તું હોય તો.બચાવે દુશ્મનની માઁને?બીજી વાત રુચિ અહીં કેવીરીતે આવી?કોણ પોતાના જીવ પર થઇને તેને અહીં લાવ્યું." કાકીમાઁ બોલ્યા.
કાકીમાઁએ રુચિને રુદ્ર અહીં લાવ્યો હતો અને તે પણ તેના અને રુચિના સારા ભવિષ્ય માટે તે બધી જ વાત કાકીમાઁએ કહી.
કાકીમાઁ બોલ્યા,"બેટા,તેણે તો તેના મોટાભાઈ હોવાની ફરજ નિભાવી તું પણ તારા નાનાભાઇ હોવાની ફરજ નિભાવ."
શોર્ય રુદ્ર પાસે ગયો,તેનું માથું નીચું નમેલું હતું.તે રડવા લાગ્યો બે હાથ જોડીને તેના પગે પડી ગયો.
"રુદ્રભાઇ,તમે ખરેખર મહાન છો.પિતાજીએ તમારી સાથે આટલી હદે ખરાબ કર્યું હતું છતાપણ તમે મારા અને માઁ માટે આટલું વિચાર્યું.મને સુધારવા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને રુચિને અહીં લાવ્યાં.રુહીભાભીએ રુચિને માફ કરી અને તેને એક મોકો આપ્યો.આજે મારી માઁને બચાવી.તમે તો મને તમારો ઋણી બનાવી દીધો.મે બહુ જ ખરાબ કર્યું છે તમારી સાથે થઇ શકે તો મને માફ કરજો."
શોર્ય હવે પુરેપુરી રીતે બદલાઇ ગયો.અભિષેક અને બાકી બધાંની આંખમાં ખુશીના આંસુ હતા.રુહીએ રુદ્રનો હાથ દબાવ્યો અને તેને સંભાળ્યો.
શોર્યની માફીનો જવાબ રુદ્રે તેને ગળે લગાવીને આપ્યો.અભિષેક પણ તેમની સાથે જોડાઇ ગયો.આજે બનેલી એક દુર્ઘટનાએ ત્રણેય ભાઇઓને એક કરી દીધાં હતા.કાકીમાઁની વર્ષો જુની તપસ્યા રંગ લાવી.પતિ અને દિકરામાં દિકરો તો બદલાઇ ગયો પણ પતિ?
"શોર્ય,તારા પિતાજી ક્યાં છે? તે ઘરે નથી ?" કાકીમાઁએ પુછ્યું.
"ના માઁ,પિતાજી તો સાંજના ક્યાંક ગયેલા છે."શોર્યે કહ્યું.
*******
અદિતિ આદિત્યના આપેલા એડ્રેસ પર ગઇ.આટલો મોટો અને આલીશાન બંગલામાં અંદર દાખલ થતાં આંખો તો પહોળી થઇ પણ ગુંડાઓને જોઇને સખત ડર લાગ્યો.તે અંદર ગઇ આદિત્ય આઘાતમાં બેસેલો હતો.
"ભાઇ."અદિતિ આદિત્યને વળગીને રડવા લાગી.
"અદિતિ, આ શું થઇ ગયું બધું ? કેવું જીવન થઇ ગયું છે?ગુનેગાર બનીને છુપાઇને ફરવું પડે છે.મારા એક પછી એક પ્લાન નિષ્ફળ જાય છે.શું વિચાર્યું હતું ?અને શું થઇ રહ્યું છે.એક ભુલ અને તેને છુપાવવા કે તેમાંથી બચવા બીજી ભુલ કરતો જ ગયો કરતો જ ગયો.ના રુહી રહી કે ના રુચિ કે ના આરુહ રહ્યો.
શોરૂમને આગળ વધારવાનો પ્લાન પણ નિષ્ફળ ગયો.સમજ નથી પડતી કે મારી ભુલ શું હતી?"આટલું કહીને આદિત્યે ગઇકાલ રાત વાળી વાત કહી.
" શું તમને લાગે છે કે તે સીડી રુદ્ર પાસે છે?"અદિતિ બોલી.
"હા."
"ભાઇ,તમે તમારી શું વાત કરો છો?મારા પર શું વિતે છે તે તમે શું જાણો?"અદિતિએ મનોજ અને માયા વિશે બધું જ કહ્યું.
"છી.મનોજ આવો નિકળશે તેવું નહતું ધાર્યું."આદિત્ય બોલ્યો.
"ભાઇ,આજે મને મારી ભુલ સમજાય છે.તમે પણ તો એ જકરતા હતાને રુહી સાથે અને રુચિ સાથે અને તમને મનોજ ખરાબ લાગે છે?તમને ભડકાવવામાં મારો પણ હાથ હતો."અદિતિ બોલી.
"અદિતિ ,બની શકે કે મનોજ તને સીધા રસ્તે લાવવા માટે નાટક કરતો હોય."આદિત્ય બોલ્યો.
"ના ભાઇ.કાલે રાત્રે મે તે બંનેને જે અવસ્થામાં જોયેલા છે.તે જોઇને આ મને વિશ્વાસ થયો કે આ નાટક નથી."અદિતિ બોલી.
"તું કહે તો જબ્બારભાઇના એકાદા ગુંડાને કહીને ખર્ચો પાણી અપાઇ દઉ તારા મનોજને?"આદિત્ય બોલ્યો.
"ના ના ભાઇ.હું બધું ધીમેધીમે સરખું કરી દઇશ.મારા સ્વભાવને બદલીને.બસ આજે તમને મળીને મન હળવું કરવું હતું.તે થઇ ગયું અને હા ભાઇ માફ કરજો આજ પછી હું તમને તમારા એકપણ ખોટા કામમાં મદદ નહીં કરી શકું.હવે મારે મારો બગડેલો સંસાર સુધારવાનો છે."અદિતિ આટલું બોલીને ઊભી થઇને જતી હતી.
તેટલાંમાં ત્યાં જબ્બારભાઇ આવ્યાં.તેમને સમાચાર મળી ગયા હતા કે આદિત્યે કોઇ ખાસ માણસને હરિદ્વાર રુદ્રની હવેલી પર કોઇ સીડી શોધવા મોકલ્યો હતો અને તે પકડાઇ ગયો હતો.તે ગુસ્સામાં હતા.તે આદિત્યને હવે મારીમારીને અધમુવો કરવાના ઇરાદામાં જહતા.
તેમણે આવતાવેત આદિત્યનો કોલર પકડ્યો અને તેને ખુબજ મારવાનું શરૂ કર્યું.તેના હાથ પર,પેટમાં ,મોઢા પર મુક્કાઓ અને લાતોનો વરસાદ કર્યો.
"આદિત્ય *****,મારી સાથે ડબલ ગેમ રમે છે.સીડી નહતી તો પણ ખોટું બોલીને મને મુર્ખ બનાવ્યો.મને અબજોની સંપત્તિની ચોકલેટ આપી.અાજે તો તારી ગેમ કરી નાખીશ.વાત જ ખતમ."જબ્બારભાઇ ભયંકર ગુસ્સામાં હતા.તેમણે પોતાની ગન કાઢીને તેને આદિત્યના લમણે મુકી.હેબતાઇ ગયેલી અદિતિ પોતાના ભાઇને બચાવવા આગળ આવી.
તેણે જબ્બારભાઇની ગન હટાવીને આદિત્ય સામે ઊભી રહીને કહ્યું.
"મારો ભાઇ નિર્દોષ છે.તે સીડી રુદ્ર અથવા શોર્યે ચોરી લીધી છે.તેની પાસે તે સીડી હતી અને જબ્બારભાઇ તમારા માટે ખુન કરવું નાની વાત હશે પણ મારા માટે મારો ભાઇ એક જ છે.દયા કરો પ્લીઝ તેને જવા દો.તે પોલીસને સરેન્ડર કરી દેશે તમારું નામ નહીં આપે અને તમારા પચાસ કરોડ તે સોનાના ઘરેણાં જે તૈયાર કરાવ્યા હતા.તે લઇને વસુલી શકો છો."અદિતિ રડતા રડતા બે હાથ જોડીને બોલી.જબ્બારભાઇ અાંખો પટપટાવ્યા વગર તેને જોઇ રહ્યા હતા.
ક્યાં ગયા હશે કાકાસાહેબ?
અદિતિ આદિત્યને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકશે?
શું સની હેત ગજરાલ વિરુદ્ધ પાકા પુરાવા લાવી શકશે?
શું કરશે રુદ્ર તે સીડીનું?
જાણવા વાંચતા રહો.