રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -111
જબ્બારભાઇ અદિતિ પાસે ગયા.અદિતિ ગુલાબી સલવાર કમીઝમાં સુંદર લાગતી હતી.તેનું ફિગર એકદમ જળવાયેલું હતું અને તેનો ચહેરો પણ એકદમ સુંદર હતો.જબ્બારભાઇ તેની સુંદરતાથી આકર્ષાઇ ગયા.તેમણે અદિતિની નજીક જઇને તેના ગાલ પર બંદૂકને ફેરવી.
"હાય,સુંદરી.આદિત્યની બહેન છે તું?આદિત્ય,તે ક્યારેય કહ્યું નહીં કે તારી આટલી સુંદર બહેન પણ છે.વોટ અ બ્યુટી."જબ્બારભાઇએ પોતાનો હાથ અદિતિના ગાલ પર મુકતા કહ્યું.
અદિતિ ગભરાઇ ગઇ અને જબ્બારભાઇનો હાથ પોતાના ગાલ પરથી હટાવતા પાછળ ખસી.
"શું નામ છે,આ રૂપસુંદરીનું?"જબ્બારભાઇનો અવાજ એકાએક બદલાઇ ગયો.અત્યાર સુધી જે જબ્બારભાઇ આદિત્યનું ખુન કરવા માંગતા હતા તે હવે અદિતિની સુંદરતા પાછળ મોહી ગયા હતા.
અદિતિ ડરેલી હતી.આદિત્ય પણ સમજી ગયો હતો કે જબ્બારભાઇની અદિતિ માટે બગડેલી નિયત સમજી ગયો.તેણે પોતાની બહેનની ઇજ્જતની રક્ષા કરવાનું નક્કી કર્યું.તે અદિતિ પાસે ગયો અને તેને કહ્યું,
"તું જા અહીંથી.મનોજ કુમાર તારી રાહ જોતા હશે."આદિત્ય તેને અહીંથી જલ્દી રવાના કરવા માંગતો હતો.અદિતિ પણ ડરી ગઇ હતી જે રીતે જબ્બારની નજર તેના શરીરને સ્કેન કરી રહી હતી.
"હા ભાઇ."અદિતિ આટલું બોલીને પોતાના ભાઇને તેની હાલ પર છોડીને ભાગવા માંગતી હતી.
જબ્બારભાઇ ,જેમનો ગુસ્સો અદિતિ જોઇને ખોવાઇ ગયો હતો.તે સુંદરીના જવાના કારણે પાછા ગુસ્સે થયા.તેને આદિત્ય પર પાછો ગુસ્સો આવ્યો.તે આદિત્ય પાસે ગયા પોતાના પગથી તેના પેટમાં એક લાત મારી અને તેનું માથું પકડીને દિવાલે જોરથી પછાડ્યું.
"ચુપ,હું અને મારી સુંદરી વાત કરીએ છે તો.ચુપ રહેવાનું.આમપણ તારા કારણે મે બહુ નુકશાન વેઠ્યું છે."જબ્બારભાઇ ગુસ્સામાં ચીસ પાડીને બોલ્યા.
આદિત્યના માથામાથી લોહી નિકળતું હતું.તે પોતાનું માથું અને પેટ પકડીને બેસી ગયો.અદિતિ જે ભાગવાની કોશીશ કરતી હતી.તેને જબ્બારભાઇના માણસોએ તેમના ઇશારાથી પકડી લીધી.જબ્બારભાઇએ તેમના માણસોને બોલાવ્યા અને કહ્યું,
"આદિત્યને આપણા અડ્ડા પર લઇ જઇને કેદ કરી દો અને બાંધીને રાખજો.ભાગવો ના જોઇએ.તેની સાથેનો હિસાબ પછી ક્લિયર કરીશ.પહેલા મારી આ સુંદરી સાથે સમય પસાર કરવાનો છે.જાઓ."જબ્બારભાઇ અદિતિને જોઇને પાછા ગુલાબી મુડમાં આવી ગયા.
આદિત્યની હાલત ખરાબ હતી પણ તેને પોતાની બેનની ચિંતા થઇ.તે બોલ્યો,
"જબ્બારભાઇ,મારી બહેનને જવા દો.પ્લીઝ.તમને મારા કારણે જે પણ નુકશાન થયું છે તે હું ભરપાઇ કરીશ."આદિત્ય રડવા લાગ્યો.અદિતિ ડરના માર્યા ધ્રુજી રહી હતી.તેની બોલતી બંધ હતી.
હવે તે રૂમમાં અદિતિ અને જબ્બારભાઇ હતા.અદિતિ થરથર કાંપી રહી હતી.ફુલ એ.સીમાં પણ તે પરસેવે રેબઝેબ હતી.
"જબ્બારભાઇ,પ્લીઝ મને જવા દો.હું તમારા આગળ હાથ જોડું છું.હું કોઇની પત્ની છું."અદિતિ બે હાથ જોડીને બોલી.
જબ્બારભાઇ જાણે તેની સુંદરતા જોવામાં એટલા ખોવાઇ ગયા કે કઇ સાંભળ્યું જ નહીં.તેની બાજુમાં જઇને બેસી ગયા અને તેનો હાથ પકડી લીધો.
અદિતિ ખુબજ ડરી ગઇ.તે ઝટકા સાથે હાથ છોડાવીને ઊભી થઇ.તે દરવાજા તરફ ભાગી.જબ્બારભાઇ પણ ઊભા થઇને તેની તરફ ભાગ્યાં.દરવાજા આગળ જઇને ઊભા રહ્યા.
જબ્બારભાઇ તેની સામે હસીને બોલ્યા,"સુંદરી,ક્યાં ભાગો છો?હું કશુંજ નહીં કરું પણ મારી જોડે બેસીને બે ઘડી વાત તો કરો."
અદિતિની આંખોમાંથી આંસુ નિકળવાના ચાલું થઇ ગયા હતા.તે અત્યંત ડરેલી હતી.તેને લાગ્યું કે તેનું જીવન અહીં અત્યારે જ ખતમ થવાનું છે.
********
અહીં રુદ્રની હવેલી પર તે માણસ પકડાઇ ગયો હતો અને પોલીસ તેને પોતાની સાથે લઇ ગઇ હતી.
શોર્ય અને રુદ્ર વચ્ચે બધું સરખું થઇ ગયું હતું.
શોર્ય બોલ્યો,"ભાઇ,મને લાગે છે કે આપણે ઉપર જઇને પરિસ્થિતિ કેવી છે તે જોવું જોઇએ પણ તે પહેલા આપણે અમારા ઘરે રહેવા જતું રહેવું જોઇએ.અહીં આમપણ હવે સમારકામ કરાવવું પડશે "
રુદ્ર અને અન્ય બધાં શોર્યની વાત સાથે સહમત થયાં.રુદ્રએ રુહી અને ઘરની અન્ય સ્ત્રીઓને તથાં આરુહને સિક્યુરિટી ગાર્ડ સાથે કાકાસાહેબની હવેલી પર મોકલી દીધાં.
અભિષેક,રુદ્ર અને શોર્ય ઉપરના માળે ગયા.આગ લાગવાના કારણે તે દ્રશ્ય ખુબજ બિહામણું લાગતું હતું.તે ત્રણેય જણા પોતપોતાના રૂમમાં ગયા અને થોડા દિવસ માટે સામાન ભરવા લાગ્યાં.તેટલાંમાં અચાનક જ શોર્યના રૂમમાંથી અવાજ આવ્યો.
"રુદ્રભાઇ...અભિષેકભાઇ."
રુદ્ર અને અભિષેક તુરંત જ ભાગીને શોર્યના રૂમમાં ગયા.શોર્યના રૂમની હાલત ખુબજ અસ્તવ્યસ્ત હતી.રૂમમાં બધું જ વેરવિખેર પડ્યું હતું.
"લાગે છે કે તે માણસ જે પકડાયો તેણે જ તારા રૂમની આ હાલત કરી હશે.તે નક્કી કઇંક શોધતો હશે પણ શું ?અને તેને કોણે મોકલ્યો હશે?" રુદ્રે આટલું કહીને પોલીસ સ્ટેશનમાં તેના મિત્રને ફોન લગાવ્યો.
"રુદ્ર,અમે હજી હમણાં જ તેને અહીં લઇને આવ્યાં છીએ.અમે પુછપરછ કરવાની શરૂઆત હવે કરીશું.જેવું કઇંક ખબર પડશે તને તુરંત જ કોલ કરીશ."સામેથી જવાબ આવ્યો.
"કોણ હોઇ શકે?"અભિષેકે પુછ્યું.
"આદિત્ય?"રુદ્ર અને શોર્ય એકસાથે બોલ્યો.તેમના બોલવામાં પ્રશ્નાર્થના ભાવ હતા.
"આદિત્ય,અહીં શું કામ તેના માણસને મોકલે અને તે આમ શોર્યના રૂમમાં તપાસ કેમ કરાવે?" અભિષેકે પુછ્યું.
"તે સીડી માટે.તેને લાગતું હશે કે તે સીડી મારી પાસે છે.એટલે તેણે માણસ મોકલ્યો હોય.આ મારી શંકા છે.કેમકે ગઇકાલે પપ્પાજીએ કહ્યું હતું કે આદિત્ય અને જબ્બારભાઇ તે સીડીના દમ પર તેમની તમામ સંપત્તિ માંગી રહ્યા છે.હું જ્યારે ત્યાં ગયો ત્યારે કોઇ સીડી નહતી."શોર્યે પુરી વાત કહી.
રુદ્ર ચુપ રહ્યો તેણે તે સીડી પોતાની પાસે છે તે હાલમાં ના જણાવ્યું કેમ કે શોર્ય ભલે બદલાઇ ગયો હતો પણ તેના ઉપર આટલો બધો વિશ્વાસ અચાનક કરવો યોગ્ય ના લાગ્યો.
"ઓહ,તો હેત ગજરાલના કાળા કામના ચિઠ્ઠાની રેકોર્ડિંગ કરેલી છે આદિત્યએ અને હવે તે હેત ગજરાલને બ્લેકમેઇલ કરે છે.વેરી ગુડ.એક એકથી ચઢિયાતા ગુનેગાર છે બંને જણા."રુદ્ર અજાણ બનીને બોલ્યો.
"એવું તો શું કર્યું છે હેત ગજરાલે કે આદિત્ય તે સાબિતીના દમ પર પુરી પ્રોપર્ટી માંગી રહ્યો છે અને આદિત્ય જબ્બારભાઇ સાથે મળી ગયો છે પણ તે કદાચ જાણતો નથી કે તે કેટલો ખતરનાક ડોન છે."અભિષેકે કહ્યું.
"અભિષેકભાઇ,તમારી વાત સાચી છે પણ પપ્પાજીએ મને તે સીડીમાં શું છે તે ના જણાવ્યું."શોર્યે કહ્યું.
તેટલાંમાં કાકાસાહેબ આવ્યાં.તે થોડા ગુસ્સામાં જણાયા પણ ઉપરની આ હાલત જોઇને તે સ્તબ્ધ થઇ ગયા.
"શોર્ય,શોર્ય...ક્યા છો બેટા?"કાકાસાહેબ ગભરામણમાં ચીસો પાડવા લાગ્યાં.તે ત્રણેય જણા બહાર આવ્યાં
"શોર્ય, આ બધું શું થયું?" કાકાસાહેબે પુછ્યું.
શોર્ય બધું જણાવવા જતો હતો પણ રુદ્રે તેને ઇશારો કરીને ચુપ રહેવા કહ્યું.
"કાકાસાહેબ,ઘરમાં એક ચોર ધુસી આવ્યો હતો અને તે ચોરી કરવામાં નિષ્ફળ રહ્યો તો આગ લગાવી દીધી તેણે.બધાં ઠીક છે.ઘરની સ્ત્રીઓ અને આરુહ તમારા ઘરે ગયા છે અમે પણ સામાન લઇને જઇ જ રહ્યા છીએ.તમે પણ તમારો સામાન ભરી લો."રુદ્રે સત્ય વાત ના કહેતા વાત થોડી બદલીને કહી.
"પપ્પા,આટલી મોડી રાત સુધી તમે ક્યાં હતા?"શોર્યે પુછ્યું.
તેના જવાબમાં કાકાસાહેબ શોર્ય સામે જોવા લાગ્યા.તેમણે ટુંકાણમાં જવાબ આપ્યો.
"એક જુના ઓળખીતા મળી ગયા હતા.તો તેમની સાથે થોડી વાત કરવા રોકાયો હતો.ચલો આ જગ્યાએ તો હવે ડર લાગે છે.વાસ પણ મારે છે.ગુંગળામણ થાય છે જલ્દી અહીંથી ચલો.
રુદ્ર,તારા હવેલી પર એવી કેવી સિક્યુરિટી કે ચોર ધુસી જાય અને ખબર ના પડે.હં.."કાકાસાહેબ રુદ્રને ટોળો મારીને સામાન ભરવા ગયા.
અહીં રુદ્ર પોતાના રૂમમાં ગયો અને સામાન પેક કરતા કરતા તેણે સનીને ફોન લગાવ્યો અને તેને અત્યારે બનેલી બધી ઘટના કહી.
"સારું થયું સર કે તે માણસે તમારો રૂમ ચેક ના કર્યો નહીંતર તેને તે સીડી મળી જાત."સની બોલ્યો.
"સની,હું રુદ્ર છું શોર્ય કે આદિત્ય નહીં.સીડી ઘરમાં નથી એવી સુરક્ષિત જગ્યાએ છે કે કોઇ વિચારી પણ નહી શકે.સાંભળ મે તને જે ઇન્ક્વાયરી કરવા કહી હતી.તેમા કઇ આગળ જાણવા મળ્યું?" રુદ્રએ પુછ્યું.
"હા સર,મારો એક મિત્ર છે તેના પિતા એક જાણીતી ન્યુઝપેપરમાં કામ કરે છે.તેમની મદદ વળે મે તે સમયના ન્યુઝ પેપર ચેક કર્યા અને મને ઘણુંબધું જાણવા મળ્યું.
સર,તે વાતને અકસ્માતમા ખપાવી દેવામાં આવી હતી પણ હકીકતમાં તે એક અકસ્માત નહતો.આવો ઉલ્લેખ એક પત્રકારે કર્યો હતો પણ આ આર્ટીકલ લખ્યાં પછી તે માણસે આ લાઇન છોડી દીધી.
બીજી વાત મને તે પત્રકારનો નંબર મળી ગયો છે.હું તેમને મળવા જવાનો છું."સનીએ કહ્યું.
"સની,ગુડ જે પણ કામ કરે તે પાક્કુ કરજે એટલે વીડિયો પ્રુફ સાથે.જેથી કરીને હેત ગજરાલ અને જબ્બારભાઇને સાબિતી સાથે આપણે જેલ કરાવી શકીએ.હવે મારે આ બધું ખતમ કરવું છે.શાંતિથી જીવવું છે અને પેલા ભાગેડુ આદિત્યને હજી લાઇન પર લાવવાનો છે."રુદ્ર બોલ્યો.
"હા સર,એક વાર બધાં આરોપીને સજા મળી જાયને પછી હું પણ તમારી સાથે હરિદ્વાર આવીને વસી જઇશ.એક તો તમે અને બીજી હરકી પૌડીની સંધ્યા આરતી.જીવનમાં બીજું શું જોઇએ?"સનીએ પણ રુદ્રની વાતમાં સાથ આપ્યો.
"હા પણ સની ધ્યાન રાખજે કે જબ્બારભાઇ કે હેત ગજરાલના માણસોના ધ્યાનમાં તું ના આવે.જરૂર પડે તો પોલીસમાં ફરિયાદ નોંધાવી દેજે કે તારા જીવને જોખમ છે."રુદ્ર બોલ્યો.
"સર,બસ બે દિવસ અને બધી જ સાબિતી મારી પાસે હશે અને આરોપી જેલમાં."સનીએ કહ્યું.
શું અપરાધ કર્યો છે હેત ગજરાલે?
અદિતિ કેવીરીતે બચાવી શકશે પોતાની જાતને?
આદિત્ય સાથે જબ્બારભાઇ શું કરશે?
જાણવા વાંચતા રહો.