Rudrani ruhi - 112 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -112

રુદ્રની રુહી... - ભાગ -112

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -112

જબ્બારભાઇ ડરથી થરથર કાંપી રહેલી અદિતિની બાજુમાં આવીને બેસ્યાં.તેમને અદિતિનું નામ નહતી ખબર.
"સુંદરી ,પ્લીઝ આમ ડરો નહી મારાથી.હું કોઇ રેપીસ્ટ છું?હું તો તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું.શું કરું? આટલો મોટો ડોન છું પણ સાવ એકલો છું.બે બે પત્ની છે પણ બંને ગામડે રહે છે.એકપણ અહીં મારી સાથે નથી રહેતી."જબ્બારભાઇ અદિતિની અડીને બાજુમાં બેસતા બોલ્યા.

"જબ્બારભાઇ,પ્લીઝ મને જવા દો.મને કોઇપણ પર પુરુષ સાથે મિત્રતા કરવાનો કોઈ શોખ નથી.હું આદિત્યની બહેન છું અને તમારી પણ નાની બહેન જેવી છું."અદિતિ બે હાથ જોડીને કરગરી.

બહેનવાળી વાત સાંભળીને જબ્બારભાઇ ફરીથી ગુસ્સે થઇ ગયા પણ તેમણે પોતાનો ગુસ્સો કંટ્રોલ કર્યો.

"જો સ્વિટી,હવે મારી એક નબળાઇ છે કે મને ખુબજ ગુસ્સો આવે છે.એ પણ એકદમ જલ્દી.

તો હવે એકપણ વાર મને જવા દો.હું તમારી બહેન છું બોલી તો તારી ખેર નથી.તને પણ તારા ભાઇ સાથે કેદ કરીને રાખીશ."જબ્બારભાઇની ધમકીથી ડરેલી અદિતિ ચુપચાપ અવાજ કર્ય‍ા વગર ખુબજ રડી રહી હતી.જબ્બારભાઇ તેની બાજુમાં બેસેલા હતા.તે ધ્રુજતી હતી.

જબ્બારભાઇએ તેના ચહેરાને પોતાના બે હાથમાં લીધો અને તેના આંસુ લુછ્યાં.
"તને ધમકીની ભાષા જ સમજાય છે તો હવે એક બીજી ધમકી.હવે મને આ આંસુ કે રોતડું મોઢું ના જોઈએ.સ્વિટી શું લઇશ? ચા- કોફી..અમ્મ ના?કઇંક સેલિબ્રેશન વાળું ડ્રિંક."જબ્બારભાઇએ હાર્ડ ડ્રિંક મંગાવ્યું.

તેમણે બે ગ્લાસમાં દારૂ ભર્યો અને અદિતિને આપ્યો.
"ચિયર્સ.અરે લે ને ડાર્લિંગ."જબ્બારભાઇએ પહેલા ધીમા પણ પછી કડક અવાજમાં કહ્યું.

અદિતિએ ગ્લાસ લીધો અને વિચારમાં પડી ગઇ,
"હે ભગવાન,અહીં થોડીક વાર પણ રહીને તો આ રાક્ષસ મારી ઇજ્જત લુંટી લેશે.છેલ્લા બે ત્રણ દિવસમાં મારી સરળ અને સ્મુધ ચાલતી જિંદગીએ ૩૬૦°ડીગ્રીનો ટર્ન લીધો છે.પહેલા તો માયા અને હવે આ જબ્બારભાઇ.

મારી શું ભુલ છે કે મને આવી સજા મળે છે?પહેલા આ જબ્બારભાઇથી પીછો છોડાવું પછી માયાનો વારો."અદિતિએ હવે રડવાનું બંધ કર્યું.દારૂનો ગ્લાસ ગટગટાવી ગઇ અને જબ્બારભાઇ સામે હસી.
"જબ્બાર,મને એક કામ યાદ આવ્યું છે હું જઉં."અદિતિએ પોતાનું શેતાની દિમાગ કામે લગાવ્યું કેમ કે તે જબ્બારભાઇની ધમકીથી ડરી ગઇ હતી.

"અરે વાહ, જબ્બારભાઇથી જબ્બાર.નોટ બેડ."જબ્બારભાઇ હસ્યાં પણ તે ડોન હતો.તે સમજી ગયો હતો કે અદિતિએ પોતાનો સ્વર એટલે બદલ્યો છે કેમકે તે પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવીને અહીંથી છટકવા માંગે છે.

"એય સુંદરી,હું જબ્બાર છું આખા મુંબઇનો વન એન્ડ ઓન્લી નંબર વન ડોન.બીજા બધાં નાનામોટા ડોન,ગુંડા,પોલીસ અને રાજકારણી મારા આગળ ઝુકે છે.તારો આ બદલાયેલો સ્વર હું સમજી ગયો છું.શું કહેવાય પેલું.ડોન્ટ એક્ટ સ્માર્ટ.ચુપચાપ બેસ."કડક શબ્દોમાં અદિતિને ચેતવણી આપીને તેમણે તેનો ખાલી થયેલો ગ્લાસ ભર્યો.

"પી લે ડાર્લિંગ."જબ્બારભાઇએ આટલું કહીને તેની કમર ફરતે હાથ વિંટાળીને તેને પોતાની નજીક ખેંચી.તેને કીસ કરવાની કોશીશ કરી.અદિતિનું શેતાની દિમાગ અને તેની શેતાની તરકીબ સદંતર નિષ્ફળ ગઇ.જબ્બારભાઇની આ હરકતે તેની અંદર એક ભયની લહેર લાવી દીધી.

અદિતિએ છુટવાની કોશીશ કરી અને છટપટાવવા લાગી.જબ્બારે તેને વધુ જોરથી પકડી.જેમા અદિતિના કપડા થોડા ફાટી ગયા.

"એય.હવે તો તારે મારું બનવું જ પડશે.એય લાગે છે કે તું દુખી થઇને તારા ભાઇની મદદ માંગવા આવી હતી.છોડ તારા પતિને અને મારી સાથે લગ્ન કરીલે.આખા મુંબઇની રાણી બનાવીશ તને.રાજ કરીશ રાજ."જબ્બારભાઇએ તેના બંને હાથ પકડવાની કોશીશ કરી.અદિતિએ ફરીથી રડવાનું શરૂ કર્યું.

અદિતિને પોતાની દારૂ પીવાની અને જબ્બાર સામે હસવાની ભુલ સમજાઇ.તેણે વિચાર્યું,
"એક સ્ત્રી નબળી નથી હોતી.હું આ રાક્ષસને મારી ઇજ્જત સાથે નહીં રમવા દઉં.મારી ભુલ મને સમજાઇ ગઇ આજે.હું એકવાર અહીંથી નિકળી જઉ સુરક્ષિત.હું મનોજના પગે પડીને તેની માફી માંગીશ."

અદિતિએ જબ્બારભાઇને એકસાથે બે લાફા મારી દીધાં.જબ્બારભાઇને અનહદ ગુસ્સો આવ્યો તેમણે અદિતિને સામે બે લાફા એટલા જોરથી માર્યા કે તેના મોંમાથી લોહી નિકળવા લાગ્યું.
"હવે હું તને અને તારા ભાઇને નહીં છોડું." જબ્બારે ત્રાડ પાડતા કહ્યું.
અદિતિ પુરા રૂમમાં ભાગતી હતી અને ભાગતા ભાગતા તેણે ટેબલ પર પડેલું ફ્લાવર વાઝ જબ્બારના માથે બે વાર માર્યું.તેના સદનસીબે તેનો સાથ આપ્યો અને જબ્બાર નામનો રાક્ષસ બેભાન થઇ ગયો.

મુંબઇનો મોટો ડોન આટલી સરળતાથી ઢેર થઇ જશે તે વાત પર તેને વિશ્વાસ ના આવ્યો.પણ આજે તેના બદલાયેલા ઇરાદામાં જાણે કે સ્વયં ભગવાને તેને સાથ આપ્યો.તેણે બેભાન થયેલા જબ્બારને પલંગ પર સુવાડી દીધો.જેથી તેના માણસોને શંકાના જાય.

એકવાત સારી હતી કે આ રૂમની આસપાસ કોઇ જબ્બારનો ગુંડો નહતો ફરતો નહીંતર તે આવીરીતે તેમના ડોનને મારીને નિકળી ના શકત.

"રાક્ષસ,તારી હિંમત કેવીરીતે થઇ મારી ઇજ્જત પર ખરાબ નજર નાખવાની.સ્ત્રી તારી ગુલામ નથી કે જેમ તું કહે તેમ કરે.સ્ત્રીની આધુનિકતાને દુનિયા ખોટી નજરે જોવે છે."તે બેભાન જબ્બાર આગળ આટલું બોલી.પોતાના ભગવાન અને માતાજીના આભાર મનોમન માનીને ફટાફટ સરખો દુપટ્ટો વીટી, મોઢું ધોઇને નિકળી ગઇ.
*********
બધાં કાકાસાહેબની હવેલી પર આવી ગયા હતા.કાકાસાહેબ તેમના રૂમમાં ગયા.જ્યાં કાકીમાઁ આરુહને સુવડાવીને તેમની રાહ જોઇને બેસ્યા હતા.

"ક્ય‍ાં હતા તમે?આટઆટલું થઇ ગયું અને તમે આટલી મોડી રાત સુધી ક્યાં ગાયબ હતા."કાકીમાઁના વેધક સવાલનો જવાબ કાકાસાહેબ ના આપી શક્યાં.તેમની એક નબળાઇ હતી કે તે પોતાની પત્નીને ખુબજ પ્રેમ કરતા હતા.તે તેમની આગળ ખોટું નહતા બોલી શકતા.જવાબ આપવાનું ટાળીને તેઓ બાથરૂમમાં જતા રહ્યા.
તેમને રુહી જ્યારથી મુનીમજી અને મોહિની આ શહેરમાં છે તે જણાવ્યું હતું.ત્યારથી તેમણે મનની શાંતિ ગુમાવી દીધી હતી.પોતાના તમામ માણસોને તેમણે તેમને શોધવાના કામે લગાવી દીધાં

આજે સાંજે જ તેમના માણસોએ તે બંનેને શોધી કાઢ્યાં હતા.કાકાસાહેબ જમવાનું પતાવીને તેમના માણસોએ આપેલા સરનામા પર ગયા હતા.

એક સાવ અંધારી અને ગીચ ગલીમાં તે એક ખખડધજ ચાલી જેવા મકાનમાં ત્રીજા રૂમનો દરવાજો ખખડાવ્યો.થોડીક વાર પછી મોહિનીએ દરવાજો ખોલ્યો.

મોહિનીને કાળની થપાટ અને સમયે એક દયનીય સ્થિતિમાં લાવી દીધી હતી.તે રઘુવીર સિંહને જોઇને આઘાતથી પાછળ ખસી ગઇ.રઘુવીર ગુસ્સામાં અંદર આવ્યાં.તેમણે વર્ષોથી દબાવી રાખેલો ગુસ્સો જાણે કે જ્વાળામુખીની જેમ ફાટ્યો.

"નીચ સ્ત્રી,તારા કારણે મે મારા ભાઇને ગુમાવ્યો હતો અને તે પાપનો બોજ આજસુધી હું ઓછો નથી કરી શક્યો અને મુનીમજી તમે બહુ મોટી રમત રમી ગયા.ખોટા કાગળીયા બતાવીને મને ભરમાવ્યો.મોહિની નામની શેતાની સ્ત્રીને મારા ઘરમાં દાખલ કરી.આપણે વાત થઈ હતી કે ભાઇ અને ભાભીને અલગ કરવાના છે.તમે તો મારા ભાઇને સાવ હલકી કક્ષાના અને ચારિત્રહિન સાબિત કરી દીધા.

તમે મારો ઉપયોગ કર્યો.આ બધું તમે અને તમારી દિકરીએ નક્કી કર્યું હતું.મને અજાણ રાખીને આપણે આવી તો કોઇ વાત જ નહતી થઈ કે તમે ભાઇને આમ નશાની ગોળી આપીને તેમને અને મોહિનીને આ અવસ્થામાં દુનિયા સમક્ષ લાવશો.

મારો ભોળો ભાઇ આ રમત સમજી ના શક્યો અને તેણે આત્મહત્યા કરી.ભાભીસાહેબ,હું નહતો ઇચ્છતો કે તે પણ આમ અચાનક દુનિયામાંથી વિદાય લઇ લે.

હું જ મુર્ખ હતો તેમના ગયા પછી પિતાજીએ મને કહ્યું કે તમે બતાવ્યા તેવા કોઇ સંપત્તિના કાગળ જ તેમણે નહતા બનાવ્ય‍ાં.તમને તો જેલ ભેગા કર્યા પણ મોહિની ભાગી ગઇ.

મારા પિતાજી સમક્ષ હું તુટી ગયો અને મે પિતાજી સમક્ષ બધું જ સત્ય સ્વિકાર્યું.શું પરિણામ મળ્યું મને.મારી પત્નીએ મને કેટલા વર્ષ ધિક્કાર્યો.મારા પિતાજીએ એક હવેલી અને નાનકડી જમીન મારા માટે છોડીને તમામ સંપત્તિ રુદ્ર અને અભિષેકના નામે કરી દીધી.

મારા કારણે મારા ભાઇ-ભાભીનો જીવ ગયો છે.તે વાતે મને ક્યારેય શાંતિથી જીવવા ના દીધો.

મારા પ્રતિમાભાભી,તમારી પુરી સચ્ચાઇ જાણ્યાં વગર આ દુનિયામાંથી ગયા.અંતિમ શ્વાસ સુધી તેમણે મને જ આ બધાં માટે જવાબદાર ઠેરવ્યો.મારી શીખા તેને પણ આ વાત પર વિશ્વાસ દેવડાવતા કે મુનીમજી બદલાની આગમાં બધાં સાથે રમત રમી ગયા તેમા પણ મને વર્ષો લાગ્યા.

જોકે ભુલ મારી જ હતી કે હું તમારી વાતમાં આવી ગયો અને આ બરબાદીને અમારા ઘરમાં પગ મુકવા દેવાની પરવાનગી આપી.

આજે મારા અને રુદ્ર વચ્ચે જે દુશ્મનાવટ છે તેનું કારણ તમે જ છો.શીખાને વિશ્વાસમાં લીધાં પછી મે અને શીખાએ ઘણીબધી કોશીશ કરી કે તે સચ્ચાઇ જાણે તમારી અને મને માફ કરે પણ રુદ્ર તેની માઁ જવો જ ગુસ્સાવાળો હતો.

તમને ખબર છે કે તે મારા મોઢા પર થુંકયો.મને અપમાનીત કર્યો.મને પોતાના બરબાદ થયેલા સંસાર માટે જવાબદાર ઠેરવીને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યો.બસ મારી અંદર પણ ગરમ લોહી હતું.મે તેણે શરૂ કરેલી દુશ્મનાવટ આગળ વધારી વ્યાજ સાથે અને મારા દિકરાના મનમાં પણ તે જ દુશ્મનાવટના બીજ રોપ્યાં."કાકાસાહેબ ગુસ્સાથી કાંપતા કાંપતા બોલતા હતા અને હવે તેમને શ્વાસ ચઢ્યો હતો.તે હાંફવા લાગ્યાં અને ત્યાં ફસડાઇ પડ્યાં.

શું હાલ કરશે ઘાયલ જબ્બાર અદિતિ,આદિત્ય અને તેના પરિવારનો?
અદિતિ બધી વાત મનોજને જણાવી શકશે?
કાકાસાહેબનું મુનીમજી અને મોહિનીને મળવાનું શું કારણ હશ?
જાણવા વાંચતા રહો.


Rate & Review

Sharda

Sharda 1 month ago

maya shelat

maya shelat 1 month ago

sandip dudani

sandip dudani 11 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 11 months ago

Bhimji

Bhimji 12 months ago