Rudrani ruhi - 113 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-113

રુદ્રની રુહી... - ભાગ-113

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -113

અત્યંત ડરેલી અદિતિ ઘરે આવી.તેણે દુપટ્ટો પુરો ઓઢેલો હતો.બધાં ડાઇનીંગ ટેબલ પર બેસીને આઇસ્ક્રીમ ખાઇ રહ્યા હતા.અદિતિએ તેમના તરફ એક નજર નાખી અને એક હળવો નિસાસો લઇને પોતાના રૂમમાં જતી રહી.

તેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી.તેના ગયા પછી મનોજ નિસાસા સાથે બોલ્યો,"આપણે ‍આટઆટલા નાટક કરીએ છે પણ તેને શું ફરક પડ્યો?આજે પણ તે દારૂ પીને આવી છે."

માયા થોડા ગંભીર અવાજે બોલી,"મનોજ,વાત કઇંક બીજી લાગે છે.અદિતિ ડરેલી હતી.મને લાગે છે કે આપણું આ નાટક વધુ પડતું થઇ રહ્યું છે.કઇ અનિષ્ટના થાય તો સારું."

અહીં અદિતિ પોતાના રૂમમાં આવી અને સીધી શાવર લેવા જતી રહી.તે આજે માંડ માંડ બચી હતી.
"હે ભગવાન,અત્યારે તો હું બચી ગઇ પણ જ્યારે તે જબ્બાર નામના રાક્ષસને ભાન આવશે ત્યારે શું થશે?ભાઇ,તેમને પણ તે રાક્ષસે કેદ કર્યા છે.શું મારી આ ભુલની સજા તેમને આપશે?શું તે તેમને મારી નાખશે?"

અદિતિ શાવર લઇને ઊંઘની દવા લઇને સુઇ ગઇ.થોડા સમય પછી અચાનક કઇંક અવાજ આવતા તે ઊઠી ગઇ.તે દરવાજો ખોલીને બહાર ગઇ અને તેના પગ નીચેથી જમીન ખસી ગઇ.

સામે મનોજ અને માયા ખુબજ માર ખાઇને ખરાબ હાલતમાં પડેલા હતા.નીચે તેના સાસુસસરા મૃત અવસ્થમાં હતા.તેના મોબાઇલ પર એક ફોટો આવ્યો અજાણ્યા નંબર પરથી જેમા તેના ભાઇની લાશનો અને તેના માતાપિતાની લાશનો ફોટો હતો.

તેણે ડરના માર્યા ચિસો પાડવાની શરૂ કરી અને સામે અટ્ટહાસ્ય કરી રહેલો જબ્બાર નામનો રાક્ષસ હતો.

જબ્બાર અદિતિની નજીક આવ્યો અને બોલ્યો,"અદિતિ,પહેલા તો હું તને મારી રાણી બનાવીને રાખવાનો હતો પણ હવે તારી હાલત જોઈને ખુદ તને તરસ આવશે."

અદિતિ હૈયાફાટ રુદન કરી રહી હતી અને જબ્બારે તેનું કહ્યું કરીને બતાવ્યું.

"નહીં ...." ફુલ એ.સીમાં પરસેવે રેબઝેબ અદિતિ આટલું બિહામણું અને ભયાનક સ્વપ્ન જોઇને ડરી ગઇ હતી.
"હે ભગવાન,કેટલું ડરામણું સ્વપ્ન?પણ મારી એક ભુલ બધાને ભારે પડી શકે છે.મારા સ્વજનોને મારા કારણે હું તકલીફના આપી શકું.શું કરું? કોને કહું મારી તકલીફ ?આજે સમજાય છે કે મારા સ્વભાવના કારણે કોઇ જ મારું નથી.મને ખબર મારે શું કરવાનું છે."

તેણે એક કાગળ લખ્યો.તેને ટેબલ પર મુક્યો અને પંખામાં ગાળીયો બનાવીને પંખે લટકી આત્મહત્યાની કોશીશ કરી.

અહીં અદિતિની ચીસ સાંભળીને માયા ઊઠી ગઇ હતી.તે અદિતિના રૂમ તરફ ગઇ.બારીમાંથી અંદર દ્રશ્ય જોઇને તેણે જોરથી મનોજના નામની ચીસ પાડી.તેણે પાસે પડેલા ટેબલની મદદ વળે તે રૂમનો દરવાજો તોડ્યો.

અદિતિ છટપટાઇ રહી હતી.માયાએ ફટાફટ તેના પગ પોતાના ખભે મુકી દીધાં.મનોજ અને તેના માતાપિતા પણ માયાના અવાજથી ત્યાં આવ્યાં અને અંદરનું દ્રશ્ય જોઇને તે બધાં આઘાત પામ્યાં.

મનોજે તેને નીચે ઉતારી.તેણે ગુસ્સામાં અદિતિને લાફો માર્યો.
"આ શું કરી રહી હતી તું? એકવાર પણ મારા વિશે ના વિચાર્યું કે તારા વગર મારું શું થશે?"મનોજ દુખી થઇને બોલ્યો.

"મનોજ,મને માફ કરી દે પણ મે આજસુધી કામજ એવા કર્યા છે કે મને માફી ના મળે અને આજે તો હદ થઇ ગઇ.મારા કારણે મે મારા પુરા પરિવારનો જીવ જોખમમાં મુક્યો."અદિતિ રડતા રડતા બોલી.

"વાત શું છે અદિતિ?"મનોજે પુછ્યું.

અદિતિએ રડતા રડતા બધી વાત જણાવી કે કેવીરીતે તેણે હરિદ્વારમાં આદિત્યની ફોન પર વાત કરાવી,આદિત્ય જબ્બારભાઇની મદદ વળે ભાગ્યો અને તે આદિત્યને મળવા ગઇ હતી અને ત્યાં શું બન્યું બધું જ જણાવ્યું.તેણે તે સીડી વાળી વાતને કારણે આદિત્યની જે હાલ થઇ તે જણાવ્યું.તેની વાતો સાંભળીને મનોજ અને બધાં ખુબજ આઘાત પામ્ય‍ાં.

"મનોજ મને માફ કરી દે.હું આ ઘર અને આ શહેર છોડીને જતી રહીશ.મારા ભુલોની સજા તને અને પરિવારને નહીં મળે.માયા,તું પ્લીઝ મનોજને ખુશ રાખજે અને મે જે કર્યું તેવું ના કરતી અને હા મમ્મીજી પપ્પાજીને જલ્દી દાદાદાદી બનાવી દેજે.

મનોજ,મને માફ કરી દે.એક વાત કહું આઇ રિયલી લવ યુ લોટ."અદિતિ રડી રહી હતી અને આ વખતે તેની આંખમાં જે આંસુ હતા તે સાચા હતા.રુહી અને રુચિનો પ્લાન સફળ થયો.માયાએ ઇશારો કર્યો કે તેને બધું જ જણાવી દેવું જોઇએ.

"અદિતિ,મારે તને કઈંક કહેવું છે.માયા મારી પત્ની નથી.તે તો મારી કોલેજના સમયની મારી બેસ્ટ ફ્રેન્ડ છે.અત્યાર સુધી જે પણ કર્યું તે નાટક હતું."મનોજે કહ્યું.

તેણે જણાવ્યું કે કેવીરીતે તેણે રુચિ અને રુહીની મદદથી આ પ્લાન બનાવ્યો અને તે સફળ થયો.અદિતિનું રડવાનું બંધ થઇ ગયું હતું.તે પહોળી આંખોએ આઘાત સાથે મનોજ સામે જોઇ રહી હતી.

*******
કાકાસાહેબ મુનીમજીના ઘરે બેભાન થઇને પડી ગયા હતા.

મોહિની અને મુનીમજીએ તેમને ઉપર સુવાડ્યાં.પાસે રહેતા એક ડોક્ટરને બોલાવ્યાં.તેમણે દવા આપી.થોડીક વાર પછી કાકાસાહેબને ભાન આવ્યું.

કાકાસાહેબ પોતાનું માથું પકડીને બેઠા થયા.
"મને શું થયું હતું? તમે બંનેએ પાછી શું ચાલાકી કરી?"કાકાસાહેબ ગુસ્સે થયા.

"રઘુવીર ભાઇ,માફ કરજો પણ અમે અત્યારે કશુંજ નથી કર્યું.આપ બેભાન થઇ ગયા હતા અને અમે ડોક્ટર બોલાવીને તમારી સારવાર કરાવી."મોહિની બોલી.

"હં,નક્કી તમારા બંને બાપદિકરીના કઇંક નવા કાવાદાવા હશે."કાકાસાહેબ બોલ્યા.

"રઘુવીર,અમારી ભુલ હતી અમે તેની આજીવન ખુબજ ખરાબ સજા ભોગવી છે.મારું જીવન જેલમાં નર્ક કરતા પણ વધુ ખરાબ હતું અને મારી મોહિની તેણે પણ કેવીરીતે જીવન વિતાવ્યું છે તે તે જાણે છે માત્ર."મુનીમજીએ પોતાની આપવીતી કહી.

"રઘુવીરભાઇ, અમને અમારા કર્યા પર અફસોસ છે.અમે અમારું બાકીનું જીવન પ્રભુને સમર્પિત કરીને જીવવા માંગીએ છીએ.બસ એકવાર અમે રુદ્રની માફી માંગવા ઇચ્છીએ છીએ અને તમારી પણ."મોહિનીએ વિનંતીભર્યા સ્વરમાં કહ્યું.

"તને શું લાગે છે.કે હું ફરીથી મુર્ખ બની જઇશ અને તારા અને તારા પિતાની વાતમાં આવીશ.તમે બંને સુધરી જાઓ તે વાત મને માનવામાં નથી આવતું."કાકાસાહેબ ઊભા થઇને ત્યાંથી ઘરે આવી ગયાં.

અત્યારે..
કાકાસાહેબ આ બધાં વિચારોમાંથી બહાર આવીને બાથરૂમમાંથી બહાર નિકળ્યાં.કાકીમાઁ આરુહ સાથે સુઇ ગયા હતા.કાકાસાહેબ બાજુમાં આવીને આડા પડ્યાં.

કાકાસાહેબે વિચાર્યું,
"કે શું મોહિની અને મુનીમજી ખરેખર બદલાઇ ગયા હશે? શું ખરેખર તે પસ્તાવો અનુભવતા હશે?મારે એક વાર તેને અહીં બોલવવા જોઇએ જેથી તે રુદ્રની માફી માંગે અને બધું સત્ય કહે.પછી તો હું રુદ્રની ઉપર રોફ જમાવી શકીશ.મારા પર થુંક્યો હતો.મને ધક્કા મારીને કાઢ્યો હતોને."

કાકાસાહેબ મુનીમજી અને મોહિનીને અહીં બોલાવવા માંગતા હતા.

અહીં રુદ્ર અને રુહી તેમના રૂમમાં હતા.
"રુદ્ર,પેલો માણસ જેને અભિષેકે પકડ્યો તે કોણ હતો?તે આપણા ઘરે કેમ આવ્યો હતો?" રુહીએ પુછ્યું.

રુદ્ર તેની સામે જોવા લાગ્યો.તે રુહીને આ બધું જણાવીને તકલીફ નહતો આપવા માંગતો.
રુહી રુદ્રને જોઇને સમજી ગઇ કે કઇંક છુપાવતો હતો.
"રુદ્ર,મારી સામે જુવો અને કહો.મને લાગે છે કે તમે કઇંક છુપાવો છો.મને પ્લીઝ તે જણાવો.તમને યાદ નથી આપણે એકસાથે મળીને વધુ શક્તિશાળી છીએ."રુહી બોલી.

રુદ્રે તેની સામે જોયું તે રુહીથી કશુંજ વધારે છુપાવી શકે તેમ નહતો.તેણે તે સીડીવાળી વાત સંપૂર્ણપણે જણાવી.
"શું ? હેત ગજરાલ આટલું નીચ કામ કરી શકે?રુચિ આ વાત જાણશે ત્યારે તેની પર શું વિતશે?"રુહીએ તિરસ્કાર સાથે કહ્યું.

"રુહી,પ્લીઝ તું મારી જાન છે એટલે તને બધું જ જણાવ્યું પણ રુચિને આ વાત ના ખબર પડવી જોઇએ.તે માઁ બનવાની છે.રુહી શોર્ય સુધરી ગયો છે અને રુચિ સાથે તે ખુશ છે.ખેર કાકાસાહેબે જે કર્યું છે ત્યારબાદ તેમને માફ કરવા શક્ય નથી પણ આ વાત આપણા બે સિવાય કોઇના જાણવું જોઇએ.આજે જે માણસ આવ્યો હતો તે આદિત્યે તે સીડી શોધવા જ મોકલ્યો હશે."રુદ્રએ કહ્યું.

"આદિત્ય,સાવ નીચલી કક્ષાએ પડી ગયો છે.આ બધાંમાં અદિતિ તેને સાથ આપે છે પણ હવે નહીં.અદિતિને સુધારવાનો પ્લાન તો અમે અમલ મુકી દીધો છે."રુહીએ રુદ્રને રુચિ અને તેણે બનાવેલો પ્લાન કહ્યો.

બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર એક અલગ જ પ્રકારની શાંતિ હતી.અભિષેકને એક ફોન આવ્યો.તેના ચહેરા પર ખુશી છવાઇ ગઇ.

"રુદ્ર,મારું રીસર્ચ સકસેસ થયું છે અને ફાઇનલ પેપરવર્ક માટે મારે મુંબઇ જવાનું છે.રુદ્ર,આઇ એમ સો હેપી.હવે મારી બનાવેલી દવા માનસિક રોગીઓને ખુબજ ફાયદાકારક રહેશે.હું મારું સ્વપ્ન પુરું કરી શકીશ.હું એક મોટી હોસ્પિટલ ખોલવા માંગુ છું.જેમા માનસિક રોગીઓને એક અલગ જ રીતે ટ્રીટ કરવામાં આવશે.

એક એવી હેલ્પલાઇન શરૂ કરીશ કે જેમા આત્મહત્યાના વિચારો આવતા હોય કે ડિપ્રેશન લાગતું હોય અને એક ફોન કરવાથી તેમના સુધી યોગ્ય મદદ પહોંચી શકે."અભિષેકની ખુશીનો પાર નહતો.બધાં ખુબજ ખુશ હતા.

"રુદ્ર,હું આજે જ મુંબઇ જવા નિકળી જઇશ."અભિષેકે કહ્યું.

"હું પણ આવીશ."રિતુ બોલી.

"ના રિતુ,આ હાલતમાં તારે આરામ કરવાની વધારે જરૂર છે.તું અહીં રહે આમપણ માત્ર એક જ દિવસનું કામ છે."અભિષેક ના પાડતા કહ્યું.

"હા બરાબર છે,તો હું આવીશ તારી સાથે.તને એકલો નહી જવા દઉં.મારું મન નથી માનતું."રુદ્રએ કહ્યું.

"અરે રુદ્ર,હું કોઇ નાનો બાબો છું.મને શું થવાનું છે? કાલે સાંજે તો પાછો આવી જઇશ.હું જઉં પેકીંગ કરવા."અભિષેકે કહ્યું.

એકાદ કલાકમાં અભિષેક મુંબઇ જવા રવાના થયો.રુદ્રે તેને ગળે મલીને વિદાય આપી.તેનું તેને જવા દેવાનું બિલકુલ મન નહતું.અહીં અભિષેકના ગયાના થોડાક જ સમયમાં ઘરનો દરવાજો ખખડ્યો.નોકરે દરવાજો ખોલ્યો.મોહિની મુનીમજીને લઇને અંદર આવી.મોહિનીને જોઇને બધાં ખુબજ આઘાત પામ્યાં.

અદિતિ પુરી સત્ય વાત જાણ્યાં પછી કેવી રીતે રીએક્ટ કરશે?
મોહિની અને મુનીમજીનું આગમન શું કોઇ નવું તોફાન લાવશે?
જબ્બારભાઇ શું કરશે ?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Mosin Ajmeri

Mosin Ajmeri 5 months ago

Geeta Nilesh

Geeta Nilesh 11 months ago

Chetna Jack Kathiriya
Bhimji

Bhimji 12 months ago