A Flying Mountain - 5 in Gujarati Children Stories by Denish Jani books and stories PDF | ઉડતો પહાડ - 5

ઉડતો પહાડ - 5

ઉડતો પહાડ

ભાગ 5

શ્રાપ

જેમજેમ સુરજ પોતાના કિરણો પાછા સમેટતો જાય છે સિંહાલયના લોકોના હૃદયમાં ઉમંગ અને ઉત્સાહ ચરમસીમાએ પહોંચતા જાય છે. હવે થોડીજ ક્ષણો માં સૌંદર્યથી ભરપૂર ચંદ્ર શિવીકા નદી માં સ્નાન કરવા અવતરશે અને તેની સાથે જ સમગ્ર સિંહાલય ચમાન્તકારીક રીતે ઝગમગતું થઇ જશે. ચારેકોર શીતળ ચંદ્ર પ્રકાશ પ્રસરાઈ જશે અને સિંહાલય જાણે દેવોના રાજા ઇન્દ્રદેવ ના મુકુટ પર ચમકતો કોઈ કિંમતી માણેક હોય તેમ ઝળકી ઉઠશે. શિવીકા નદીના કિનારે ધીરે ધીરે લોકો, અને પશુ-પક્ષીઓ એકત્રિત થવા લાગ્યા છે. સૌ કોઈ પોતાના હાથેથી બનાવેલા સુંદરથી અતિસુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને ખુબ જ શોભી રહ્યા છે. આખું વર્ષ તેઓ આ પ્રસંગમાટે ખાસ વસ્ત્રો અને આભૂષણો તૈયાર કરે, તમે વિચારી શકો છો કે આજના દિવસે સિંહાલય ના લોકો કેટલા ભવ્ય અને સુંદર દેખાતા હશે. હોયો, ઝોગા, સિહા, મોમો અને રેબાકુ પણ ખુબ જ સુંદર વસ્ત્રો પહેરી અને ઉતસ્વની જગ્યાએ પહોચે છે.

સિંહાલય ના કલાકારો વિભિન્ન પ્રકારના વાજિંત્રોના કર્ણપ્રિય નાદ સાથે ઉત્સવની ઉજવણીનો આરંભ કરે છે. આ વાજિંત્રો ના નાદ થી આસપાસના વિસ્તારમાં રહેતા પશુ, પક્ષીઓ અને જળચર પ્રાણીઓ પણ ત્યાં આશ્ચર્ય સાથે આવી પહોંચે છે અને સિંહાલય ના લોકોની સાથે ઉજવણી માં જોડાય છે.

સુરજનું છેલ્લું કિરણ હવે ધીરે ધીરે પાછું સુરજ પાસે જય રહ્યું દેખાય છે. જેમ જેમ તે કિરણ સુરજ પછે જતું જાય છે તેમ તેમ ગાઢ અંધારું તેની પાછળ પાછળ આગળ વધતું જોઈ શકાય છે. જોત જોતામાં અલૌકિક રાત્રી આવી પહોંચે છે. અને તેની સાથે જ સિંહાલયમાં ગાઢ અંધારું છવાઈ જાય છે. બધા વાજિંત્રો અને નૃત્ય થોડી ક્ષણો માટે શાંત થાય જાય છે. ચારેકોર ગાઢ અંધારું છવાઈ ચૂક્યું હોય છે, માત્ર કોઈક ઝાડ ની ડાળખીઓ પર સ્વયંપ્રકાશિત ભમરાઓ જાણે અંધારા આકાશમાં તારા ચમકતા હોય તે રીતે ચમકી રહ્યા છે. ભમરાઓનું આવું ચમત્કારિક સ્વરૂપ જોઈને સિંહાલય ના બધા બાળકો ખુબ જ આશ્ચર્યચકિત થઇ જાય છે, ખાસ કરીને તે બાળકો કે જે આ ઉત્ત્સવ પહેલીવાર માણી રહયા છે. બાળકો જાણે અદભુત સૌંદર્યથી ભરપૂર કોઈ સ્વપ્ન જોઈ રહ્યા હોય તેવું અનુભવે છે.

એટલા માં જ વિશાળાકારનો ચંદ્ર તેના સફેદ ઘોડાઓના રથ પર બેસીને શિવીકા નદી તરફ ધીરે ધીરે આવતો નજરે પડે છે. સિંહાલય નું ગાઢ અંધરૂ હવે ધીરે ધીરે ઓછું થવા લાગ્યું છે અને તેની જગ્યા અતિ રમણીય ચંદ્રપ્રકાશ લેવા લાગે છે. ચંદ્રપ્રકાશ ના પ્રથમ કિરણો સિંહાલય પર પડતા જ ત્યાંનું સમસ્ત સૌંદર્ય બદલાઈ જાય છે. તેની સાથે જ ફરીથી કર્ણપ્રિય વાંજીત્રો અને નૃત્ય શરુ થઇ જાય છે. જે લોકો ને સારું ગાતા આવડતું હોય તે લોકો ભેગા મળી ને ખુબ જ મધુર સમૂહગાન કરવા લાગે છે. ચંદ્રના ઘોડાઓની મહાકાય પાંખોથી ત્યાં વાતા પવનની તીવ્રતામાં વધારો થાય છે. ચંદ્રનો રથ નદીના કિનારે ઉતારે છે અને તેમાંથી વિશાળ ગોળાકાર ચંદ્ર બહાર નીકળે છે. ચંદ્ર ને આટલો નજદીક થી જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે અને ચંદ્રની પાસે જવાનું મન થાય છે. પરંતુ કોઈ પણ તેમ કરવાની હિમ્મત કરતુ નથી કારણ કે એ સિંહાલાય ના પૂર્વજોના નિયમ ના વિરુદ્ધ છે.

ચંદ્ર ધીરે ધીરે નદી માં નાહવા પડે છે. અને સિંહાલય ના લોકો ઉતસ્વની ઉજવણી માં મગ્ન છે. પાંચ મિત્રો હવે પોતાની યોજના પ્રમાણે ઉત્સવની જગ્યાથી નીકળી ને જે જગ્યા એ આ યોજનાને પાર પાડવાની હોય છે ત્યાં આવી પહોંચે છે. યોજના પ્રમાણે ઝોગા પોતાની શક્તિનો ઉપયોગ કરી અને અદ્રશ્ય થઈને રિવા માછલીઓનું માર્ગદર્શન કરતી કરતી ચંદ્ર પાસે લઇ જાય છે. ચંદ્ર જયારે શિવીકા નદી ના શીતળ જળ માં સ્નાન કરવામાં મગ્ન હોય છે ત્યારે તે જુએ છે કે જેની આસપાસ અત્યંત રમણીય માછલીઓ આમતેમ ફરતી હોય છે. આવી માછલીઓ ચંદ્રએ પહેલા ક્યારેપણ જોઈ નથી. નારંગી રંગની ખુબ જ સુંદર અને ચંચળ જણાતી આ માછલી, જયારે પાણીમાં આમથી તેમ સરવળતી જાણે કોઈ દુર્લભ ચમાન્તકારીક મણિ હોય તેમ ચળકાળાંત કરતી હતી. ચંદ્ર વિચારે છે કે આ માછલીને તો મારી પાર રહેવું જોઈએ કે જેથી મારી શોભા અતિશય વધી જાય. તેમ વિચારી ચંદ્ર માછલીને પકડવા જાય છે પરંતુ ઝોગા પોતાની યોજના મુજબ તે માછલીઓને ચંદ્રથી ધીરે ધીરે દૂર જઈ ને પેલા છટકું તરફ જવાનું કહે છે. રિવા માછલીઓ ચંદ્રને છટકું તરફ દોરતી જાય છે. અને ચંદ્ર તે માછલીઓ ના સૌંદર્યથી અંજાઈ તેઓની પાછળ પાછળ જવા લાગે છે. પાંચેય મિત્રો ખુબજ ખુશ થાય છે કેમકે તેમની યોજના બરાબર પાર પડતી હોય તેવું તેઓને લાગે છે. સિંહાલય ના લોકો હજુ પણ ઉત્સવમાં જ મગ્ન હોય છે એ વાતથી તદ્દન અજાણ કે આગળ શું થવાનું છે.

યોજના પ્રમાણે રિવા માછલીઓ ચંદ્રને છટકું સુધી દોરી લાવવામાં સફળ થાય છે જ્યાં પાંચેય મિત્રો આગળની પ્રક્રિયા માટે તૈયાર જ હોય છે. જેવો ચંદ્ર છટકું પર પ્હોછે છે કે તરતજ બધા મિત્રો સાથે મળીને છાંટીકુની દોરી ખેંચી લે છે કે ચંદ્ર તરત જ તે જાળ માં ફસાઈ જાય છે. પાંચેય મિત્રોની ખુશી નો કોઈ પાર નથી રહેતો. પરંતુ આ આનંદ માત્ર ક્ષણિક જ નીકળે છે. યોજના પ્રમાણે મોમો ચંદ્રને બાથમાં પકડી લે છે પણ ચંદ્ર મોમોની સરખામણી એ ઘણોજ તાકાતવર હોય છે અને એક અતિ ભયંકર ગર્જના સાથે મોમોને એક જોરથી મુક્કો મારે છે અને દૂર ધકેલી મૂકે છે. ચંદ્રની ગર્જના એટલી ભયંકર હોય છે કે તે સાંભળતા જ સિંહાલય ના લિકો ભયથી થરથરી ઉઠે છે અને સમજી જાય છે કે ચોક્કસ કંઈક અનર્થ થવા જઈ રહ્યું છે. તેઓ તરત જ ગર્જનાની દિશામાં દોટ મૂકે છે અને ત્યાં જુએ છે કે ચંદ્ર મોમોને ખુબજ ખરાબ રીતે પછાડતો હોય છે. છટકું માં ફસાયેલો ચંદ્ર ખુબજ ક્રોધિત જણાય છે તેનો રંગ સફેદ માંથી થોડો લાલાશ પડતો થઇ ગયો હોય છે. આજે પણ ચંદ્રને આ ઘટના યાદ આવે છે ત્યારે થોડોક લાલ કલરનો બનીને ઉદય થાય છે. ચંદ્ર મોમોને પકડી પકડી ને ચારે દિશામાં ફેંકે છે, ક્યારેક પથ્થરો પર પછાડે તો ક્યારેક મોમોને ચંદ્ર પોતાના નીચે કચડે પણ છે. મોમોના આવા હાલ થતા જોઈ તેના મિત્રો શાંત કઇ રીતે રહે? ઝોગા અદ્રશ્ય થઇ અને પોતાની શક્તિ મુજબ ચંદ્ર પર પ્રહાર કરે છે પરંતુ કંઈજ ફર્ક નથી પડતો. સિહા પોતાની શક્તિ નો ઉપયોગ કરીને સિંહલયા ના બધા વિશાળકાય સિંહોને મદદ માટે બોલાવે છે પરંતુ ચંદ્રની સામે તે સિંહો પણ લડાઈ હારી જાય છે. અને મોમોને ચંદ્રના હાથમાંથી છોડાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ નીવડે છે. આ જોઈ સિંહાલયના લોકો અત્યંત ગભરાઈ જાય છે અને હવે પછી શું થશે તે વિચારી ને જ ભયના માર્યા ધ્રુજવા લાગે છે. ચંદ્ર વધુ એક ખુંખાર ગર્જના સાથે છટકું પણ તોડી મૂકે છે. હવે રેબાકુ પાસે ચંદ્ર સાથે સીધી લડાઈ લડવા શિવાય બીજો કોઈ રસ્તો જ નથી. રેબાકુ પોતાના જીવનની પ્રથમ ગર્જના કરે છે. જે ગર્જના સાંભળી ને સિંહાલય ના લોકો સહિત ચંદ્ર પણ આશ્ચર્ય પામે છે કેમ કે તે ગર્જનામાં કોઈ અતિશય મહાન યૌદ્ધા હોય તેવો ગંભીર નાદ હોય છે. જોત જોતામાં રેબાકુ સીધો ચંદ્રની ઉપર પોતાના સંપૂર્ણ બળ સાથે ચંદ્ર પર તૂટીપડે છે. રેબાકુની શક્તિ એટલી ગજબની હોય છે કે બે ક્ષણ માટે ચંદ્ર રિબાકુના પ્રહારથી ડઘાઈ જાય છે અને બેહોશ થવા લાગે છે. આ જોઈ ને રેબાકુ ના ચાર મિત્રો સહીત સિંહાલય ના બધા લોકો પણ અચંબામાં પડી જાય છે અને રેબકુની શક્તિથી પ્રભાવિત થઇ જાય છે. રેબાકુ ચંદ્રને એક હાથે થી તો નથી ઊંચકી શકતો પરંતુ મહા મહેનતે તેને ઊંચકી ને બનયન ના ઝાડ પર ટાંગી મૂકે છે. આ ભવ્ય ઘટના જોઈ ને સૌ કોઈ રેબાકુ ની તાકાત થી અંજાઈ જાય છે અને રેબાકુના શૌર્ય ના વખાણ કરે છે. ત્યાંજ ચંદ્રને પાછો હોશ આવી જાય છે અને અતિશય ક્રોધિત થઇ ને જે ઝાડ પર પોતે બાંધેલો હોય છે, તે ઝાડ ને પોતાની ક્રોધાગ્નિથી સળગાવી મૂકે છે. આ જોઈ સિંહાલયના લોકો સમજી જાય છે કે હવે ચંદ્રને કોઈ નહિ રોકી શકે. ચંદ્ર વધુ ક્રોધિત બની અને રેબાકુ ને મારી નાખે તે પહેલા જ સિંહાલય ના વડીલો ચંદ્રની શરણે પડે છે અને ચંદ્ર ને શાંત થવા પ્રાર્થના કરે છે. વડીલો ચંદ્રને સિંહાલયના પાંચ બાળકો ને નાદાન સમજી માફ કરી દેવાની આજીજી કરે છે અને હવે પછી આવું ક્યારે પણ નહિ બને તેવી ચંદ્ર ને ખાતરી પણ આપે છે.

ચંદ્ર નો ક્રોધ આ સાંભળીને થોડો શાંત પડે છે પરંતુ હવે તે શિવીકા નદી માં ક્યારે પણ સ્નાન કરવા નહિ આવે. તે રેબાકુ અને તેના મિત્રો ને છોડી દે છે પરંતુ સિંહાલય ને શ્રાપ આપે છે કે જે જે પણ ચમત્કારિક વસ્તુઓ સિંહાલય પાસે પોતાના કિરણોં ના કારણે છે તે બધી હવે સિંહાલય ને મળતી બંધ થશે. શિવીકા નદી પણ આ બનાવથી અત્યંત પિડીત અને દુઃખી હોય છે. તે પણ ચંદ્રના શ્રાપને યથાર્થ કરવા હવે સિંહાલય માં એક સામાન્ય નદી બની ને રહેશે અને તેનું ચમત્કારિક વહેણ હવે માત્ર ઉડતા પહાડ સુધી જ મર્યાદીત રહેશે. જેવું તેનું પાણી ઉડતા પહાડ પરથી સિંહાલય પહોંચશે કે તરત જ તે સામાન્ય નદીમાં પરિવર્તિત થઇ જશે. હવે ચંદ્ર અદ્રશ્ય થાય છે અને શીવીકા નદી પણ પોતાનું ચમત્કારિક સ્વરૂપ સિંહાલયમાંથી પાછું પરત લઇ અને "ઉડતા પહાડ" પર જ રહેવા ચાલી જાય છે.

આજનો ઉત્સવ જે સિંહાલાય ના લોકોના જીવન માં એક સૌથી ખુશી નો દિવસ હોવો જોઈએ એ હવે ભયંકર દુઃખના દિવસમાં પરિણમ્યો છે. સમસ્ત ગામ ખુબ જ દુઃખી છે અને રેબાકુ અને તેની ટોળકી પર અત્યંત ક્રોધિત પણ છે.

હવે સિંહાલય નું શું થશે તે જાણવા માટે આવતા અંકની રાહ જોવી પડશે...

Rate & Review

Jinu Kapuriya

Jinu Kapuriya 1 year ago

Jagdish Patel

Jagdish Patel 1 year ago

ashit mehta

ashit mehta 1 year ago