Rudrani ruhi - 114 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-114

રુદ્રની રુહી... - ભાગ-114

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -114

પહોળી આંખો સાથે અદિતિ મનોજ સામે જોઇ રહી હતી.મનોજ બોલતા તો બોલી ગયો પણ હવે તેને ડર લાગ્યો કે અદિતિ ફરીથી પહેલાની જેમ રીએક્ટ કરશે તો?

શું અદિતિ નાટક કરતી હશે મનોજ પાસેથી સત્ય બોલાવવા?
અદિતિ અંતે આ આઘાતમાંથી બહાર આવીને બોલી,"શું આ બધું રુહી અને રુચિએ કર્યું હતું?"મારે તેમની સાથે વાત કરવી છે."

મનોજે માથું હકારમાં હલાવ્યું.તેણે કહ્યું,"અદિતિ,અત્યારે મોડી રાત થઇ ગઇ છે આપણે કાલે સવારે ફોન લગાવીશું.

મનોજ અદિતિની બાજુમાં બેસ્યો અને તેના માથે પ્રેમથી હાથ ફેરવ્યો.તે સુઇ ગઇ.બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર માયાએ અદિતિને પ્રેમથી નાસ્તો સર્વ કર્યો.

"મનોજ,રુચિને ફોન લગાવશો?"અદિતિ બોલી.

રુચિને ફોન લગાવ્યો.
"હેલો રુચિજી,અદિતિ તમારી અને રુહીજી સાથે વાત કરવા માંગે છે."મનોજે કહ્યું.

રુચિ રુદ્ર અને રુહીના રૂમમાં આવી.તેણે ફોન સ્પિકર પર લગાવ્યો.
"હા અદિતિ બોલ."રુચિએ કહ્યું.


સામે અદિતિ કઇ બોલવાની જગ્યાએ રડવા લાગી.થોડીવાર રડ્ય‍ાં પછી અદિતિ સ્વસ્થ થઇ.


"રુચિ અને રુહી થેંક યું.મને સત્યનો અહેસાસ કરાવવા માટે.છેલ્લા કેટલાક કલાકમાં હું સમજી શકી કે મનોજનો પ્રેમ જ મારા માટે સૌથી મહત્વનો છે.

રુહી,તું આદિત્ય સાથે લગ્ન કરીને આવી હતી ત્યારથી મે તને હેરાણ કરવામાં,આદિત્યની કાન ભંભેરણી કરવામાં કશુંજ બાકી નહતું રાખ્યું.તારું જીવન ખુબજ મુશ્કેલી ભર્યું બનાવ્યું.થઇ શકે તો મને માફ કરી દેજે.

રુચિ,તું તો નાનપણથી મારી સહેલી હતી.મારે આદિત્યના લગ્ન પછી તને આદિત્ય પાસે આવતા રોકવી જોઇતી હતી પણ મે એવું ના કરી તને આદિત્ય અને રુહીના જીવનમાં બીજી સ્ત્રી બનાવી.આજે મારા અને મનોજના લગ્નજીવનમાં માયા નામની અન્ય સ્ત્રી આવી તો મને ખબર પડી કે લગ્નજીવનમાં બીજી સ્ત્રી શું હોય છે."

તેણે જણાવ્યું કે તેણે કેવીરીતે આદિત્યની અને જબ્બારની વાત કરાવી હતી.અહીં પણ આદિત્ય તેના પિતાને કોઇ સીડીના દમ પર બ્લેકમેઇલ કરીને તેમની સંપત્તિ હડપવા માંગતો હતો.તે આદિત્યની મદદ માંગવા ગઇ હતી.આદિત્ય પાસે તે સીડી નહતી જેથી જબ્બારે તેને કેદ કર્યો અને પોતાની સાથે શું થયું અને પોતે કેવીરીતે બચી તે કહ્યું.

મનોજે કહ્યું કે અદિતિ આત્મહત્યા કરવા જઇ રહી હતી એટલે તેને બચાવતા સત્ય તેને કહેવાઇ ગયું.

"મનોજ,કોઇ વાંધો નહીં.અદિતિને તેના કર્ય‍ા પર અફસોસ છે.હવે માયાનું કામ પતી ગયું છે તે જઇ શકે છે.ગુડ જોબ માયા.અદિતિ તારો મનોજ તારો જ છે.તેના અને માયા વચ્ચે કશુંજ નથી."રુચિ બોલી.

"થેંક યુ રુચિ,પણ મને ખુબજ ડર લાગે છે કે જબ્બારને ભાન આવશે પછી શું થશે?"અદિતિ ડરતા ડરતા બોલી.

"અદિતિબેન,હું રુદ્ર.તમે ચિંતા ના કરો.જેમ હું કહું તેમ કરો.જબ્બાર નામનો ગુંડો તમારું કે તમારા પરિવારનું કશુંજ નહીં બગાડી શકે.તમે મારા વકીલસાહેબનો કોન્ટેક્ટ કરો .

તમે તેમને બધું જ સત્ય જણાવો.તે જે કહે તે પ્રમાણે કરજો."આટલું કહી રુદ્રએ વકીલસાહેબને ફોન લગાવ્યો.વકીલસાહેબ થોડીક જ વારમાં અદિતિના ઘરે પહોંચ્યા.

અદિતિએ શરૂઆતથી બધી જ વાત તેમને કહી અને વકીલસાહેબ અદિતિને લઇને પોલીસ સ્ટેશન ગયા.જ્યા તેમણે અદિતિ તરફથી એફ.આઇ.આર નોંધાવી.
જેમા તેમણે અદિતિ જોડે કહેવડાવ્યું કે.
"મારા ભાઇ આદિત્યે બિઝનેસ માટે પચાસ કરોડ રૂપિયા જબ્બારભાઇ જોડેથી રૂપિયા લીધાં.તે ઓર્ડર કેન્સલ થતાં તે પચાસ કરોડ તે સમયસર તેમને ચુકવી ના શક્યો.

તે દરમ્યાન આદિત્યને હરિદ્વારમાં જેલ થઇ.તેને ત્યાં ગુંડાઓ દ્રારા માર પડતા તે હોસ્પિટલ ગયો અને તે ત્યાંથી જબ્બારભાઇના ગુંડાઓની મદદ વળે ભાગી ગયો.
અહીં તેણે મુંબઇ આવીને મને સંપર્ક કર્યો હું તેને સમજાવવા ગઈ હતી જબ્બારભાઇના ઘરે કે તે પોલીસને સરેન્ડર કરી દે.તોજબ્બારભાઇએ તેને કેદ કર્યો અને મારા પર જબરદસ્તી કરવાની કોશીશ કરી.હું તેને ફુલદાની મારીને બચી નિકળી પણ હવે મને ડર લાગે છે.હું તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ઇચ્છું છું અને મને પોલીસ પ્રોટેક્શન જોઇએ છે."

અદિતિની આ જુબાની પર પોલીસે જબ્બારભાઇ વિરુદ્ધ એફ.આઇ.આર નોંધી.પોલીસ પણ જબ્બારભાઇને પકડવા કેટલાય સમયથી એવા પાક્કા પુરાવાની શોધમાં હતા કે જેના દમ પર તેને સજા થાય અને તેને કોઇ બચાવી ના શકે.કોઇ મોટું માથું પણ નહીં.જ

અહીં વકીલસાહેબે આ સમાચાર અને એફ.આઇ.આરની કોપી તમામ મોટા મીડિયામાં પણ આપી દીધી.અદિતિને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન મળી ગયું.તેના માતાપિતાને પણ તેણે પોતાના ઘરે રહેવા બોલાવી દીધાં.

*******

અહીં અભિષેકના મુંબઇ જવા માટે નિકળ્યા બાદ થોડીક જ ક્ષણોમાં મોહિની અને મુનીમજી આવ્યાં.

તેમને જોઇને બધાં ખુબજ આઘાત પામ્યાં.રુદ્ર ખુબજ ગુસ્સે થઇ ગયો.તે ઊભો થઇને લાકડીના ટેકે ઉભેલા મુનીમજી પાસે ગયો.તેણે તેમનો કોલર પકડ્યો.ઊંમરના અને બિમારીના કારણે ખખડી ગયેલા મુનીમજીનું પતલું શરીર રુદ્રનો આ અચાનક હુમલો સહન ના કરી શક્યાં.તે નીચે પડી ગયા.રુદ્ર તેમને મારવા જતો હતો ત્યાં મોહિની આવી અને પોતાના પિતાને બચાવ્યા.

ગુસ્સે થયેલા કાકીમાઁએ મોહિનીને બે લાફા માર્યાં.
"તમારા બાપ દિકરીની હિંમત કેવીરીતે થઇ અમારા ઘરે ફરીથી આવવાની?મોહિની,તું તો ભાગી ગઇ હતીને તારા પિતાને તે હાલતમાં મુકીને અને હવે કેમ તેમને બચાવે છે.

તારા કારણે મે મારા સુર્યરાજભાઇ અને પ્રતિમાભાભીસાહેબને ગુમાવ્યાં.તને તો હવે સજા અપાવીશું.રુદ્ર પોલીસ કમીશનરને ફોન કર અને આ મોહિનીને એરેસ્ટ કરાય.મને આ બાઇ જીવનના છેલ્લા ક્ષણ સુધી તકલીફમાં જ દેખાવવી જોઇએ."

"ના કાકીમાઁ, આ બાપદિકરીને સજા તો હું આપીશ.તેમના જીવનનો અંત મારા હાથે લખેલો છે."રુદ્રના ગુસ્સાનો પાર નહતો.

"રુદ્ર,પ્લીઝ શાંત થાઓ અને તમે કેમ આવ્યાં છો અહીં ?અમારી પીડા વધારવા?"રુહીએ પુછ્યું.

"રુદ્ર ,રુહી સાચું કહે છે.તું હવે એકલો નથી.તારા પર હવે રુહી અને આરુહની જવાબદારી છે.મોહિની કેમ આવી છો અહીંયા ?"કાકીમાઁએ પુછ્યું.

"અગર તું માફી માંગવા આવી હોય તો ભુલી જજે.તારા કામ જ એવા છે કે તને અને તારા બાપને માફી નહીં મળે."કાકાસાહેબ બોલ્યા.

"હા ખબર છે અમને કે અમને માફી નહીં મળે.રુદ્ર,તું શું માને છે કે અહીંથી ભાગ્યાં પછી મારું જીવન સરળ રહ્યું હશે.કેટ કેટલી ઠોકર ખાધી હશે? ભુખ્યા વરૂ જેવા પુરુષોનો સામનોકર્યો છે?વધારે શું કહું?"મોહિની બોલી.

"તો કેમ આવી છે અહીં?હવે આવ્યાં જ છો તો સજા પણ મળશે જ.હું હમણાં જ પોલીસને ફોન કરીશ."રુદ્ર બોલ્યો.

"ના અમે અહીં માફી માંગવા નથી આવ્યાં.ખબર છે મને કે અમને માફી નહીં મળે અને રહી વાત સજાની તો તે અમે પહેલા જ ભોગવી ચુક્યાં છે.છતાપણ તું ઇચ્છતો હોય તો તું પોલીસ બોલાવી શકે છે.

તે પહેલા અમારી એક વાત સાંભળી લે.અમે અહીં પુરી વાત જણાવવા આવ્યાં છીએ.એકવાર અમારી વાત સાંભળી લે પછી તું જે ઇચ્છે તે કરી શકે છે રુદ્ર."મોહિનીએ કહ્યું.

"હા જલ્દી બોલ."કાકાસાહેબે રુદ્ર વતી જવાબ આપ્યો..
"દરેક સિક્કાની બે બાજુ હોય છે.આ વાતમાં પણ એવું જ છે."મોહિની બોલી.
*****

જબ્બારભાઇ તેમના પલંગ પર સુતેલા હતાં.તેમના માથે પટ્ટીઓ બાંધેલી હતી.આજુબાજુ બધાં મેડિકલ સાધનો હતાં.જેમા બધું મોનીટર થઇ રહ્યું હતું.એક નર્સ પાસે બેસીને દર થોડી વારે તેમને ચેક કરી રહી હતી.

તેમનો એક ખાસ માણસ ત્યાં બેસેલો હતો અને બાકીના માણસો બહાર હતા.


જબ્બારભાઇને અદિતિએ જે ફ્લાવર વાસ માર્યું હતું માથામાં તે તેમને ખુબજ ઊંડા ઘા આપી ગયું હતું.અદિતિના ગયા પછી જ્યારે ઘણીવાર પછી જબ્બારભાઇ બહારના આવ્યાં.તો તેના માણસોએ અંદર જઇને ચેક કર્યું.જબ્બારભાઇ બેભાન હતા અને તે પલંગ પર સુતેલા હતા અને તેમના માથામાંથી લોહી નિકળતું હતું.

તેમણે તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યાં.ડોક્ટરે અહીં જ હોસ્પિટલ જેવું વાતાવરણ કરી દીધું અને સારવાર શરૂ કરી દીધી.જબ્બારભાઇની હાલત સ્થીર હતી ોણ તે હજી ભાનમાં નહતા આવ્યાં.

અહીં ડોક્ટર આવ્યાં.તે તેમની સ્થિતિ ચેક કરી રહ્યા હતા.તેટલાંમાં એક જબ્બારભાઇનો એક ગુંડો આવ્યો અને તેણે જબ્બારભાઇના ખાસ માણસને કાનમાં કઇંક કહ્યું.

તેટલાંમાં ડોક્ટરે ચેકઅપ ખતમ કરતા કહ્યું,"જુવો જબ્બારભાઇની હાલત સ્થીર છે પણ તેમને ખુબજ લોહી વહી ગયું છે તો ખુબજ આરામ કરવો પડશે.હું દવા લખી આપું છું અને આ નર્સ અહીં જ રહેશે સવારથી સાંજ સુધી તે તેમને દવા અાપતી રહેશે અને તેમનું ધ્યાન રાખશે."

"બે એ ડોક્ટર,ભાઇ ભાનમાં ક્યારે આવશે?"જબ્બારભાઇના ખાસ માણસે પુછ્યું.

"ગમે તે સમયે ભાનમાં આવી શકે છે.હું જાઉ છું."આટલું કહી ડોક્ટર નર્સને થોડી સુચના આપીને જતા રહ્યા.
ડોક્ટર ગયાના પછી થોડીક મીનીટોમાં જબ્બારભાઇ ભાનમાં આવ્યાં.

"બોસ,કેમ છે તમને?તમારી આ હાલત કોણે કરી?"જબ્બારભાઇના ખાસ માણસે પુછ્યું.

"આદિત્યની બહેન.તે ભાઇ બહેને જિંદગી હરામકરી નાખી છે."જબ્બારભાઇએ બનેલી ઘટના વિશે કહ્યું.

"ભાઇ,એક ખરાબ સમાચાર છે.માફ કરજો તમને જણાવવા નહતો માંગતો પણ મારી પાસે બીજો કોઇ રસ્તો નથી."જબ્બારભાઇના ખાસ માણસે તેમની સામે જોતા કહ્યું.જબ્બારભાઇએ પોતાનું માથું બે હાથે પકડ્યું અને પોતાના માણસ સામે જોયું.

શું નવો ધમાકો કરવાની છે મોહિની?
શું આ કોઇ નવી ચાલ છે કાકાસાહેબની?
જબ્બારભાઇનો માણસ શું કહેશે તેમને?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Geeta Nilesh

Geeta Nilesh 11 months ago

Bhimji

Bhimji 12 months ago

rasilapatel

rasilapatel 1 year ago

Balvant Gusai

Balvant Gusai 1 year ago