Rudrani ruhi - 115 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-115

રુદ્રની રુહી... - ભાગ-115

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -115

"ભાઇ,એક ખરાબ સમાચાર છે.માફ કરજો તમને જણાવવા નહતો માંગતો પણ મારી પાસે બીજો કોઇ રસ્તો નથી."જબ્બારભાઇના ખાસ માણસે તેમની સામે જોતા કહ્યું.જબ્બારભાઇએ પોતાનું માથું બે હાથે પકડ્યું અને પોતાના માણસ સામે જોયું.

"બોલી જ‍ા."જબ્બારભાઇએ પોતાનું માથું પકડતા કહ્યું.

જબ્બારભાઇના ખાસ માણસે તે નર્સ સામે જોયું અને પછી જબ્બારભાઇ સામે જોયું.

"એય નર્સ,થોડીક વાર બહાર જા."જબ્બારભાઇએ કડક અવાજમાં કહ્યું.તે નર્સને ખાસ સુચના મળી હતી કે બહારના જાય અને જબ્બારભાઇને સ્ટ્રેસના લેવા દે

"સર,સોરી પણ મને બહાર જવાની મનાઇ કરેલી છે.સર તમારી હાલત ઠીક નથી.ડોક્ટરસાહેબે કહ્યું છે કે તમે સ્ટ્રેસના લો."નર્સે કહ્યું.

જબ્બારભાઈ આંખોમાં ગુસ્સા સાથે ઊભા થયા તે નર્સ પાસે ગયા.તેનો હાથ જોરથી પકડ્યો અને તેને રૂમની બહાર ધકેલીને દરવાજો અંદરથી બંધ કર્યો.

"હા બોલ,"જબ્બારે કહ્યું.

"બોસ,બહુ મોટી ઉપાધી થઇ ગઇ છે.પેલી અદિતિ અહીંથી ભાગીને જતી રહી સાથે તમને મારીને ગઇ.આપણા માણસો પણ સાવ નકામા કે તેમણે તેને સરળતાથી જવા દીધી.

ભાઇ,તે અદિતિએ તમારા વિરુદ્ધ એફ.આઇ.આર નોંધાવી છે.તેણે તે એફ.આઇ.આરમાં કહ્યું છે કે તમે તેના ભાઇને હરિદ્વાર જેલમાંથી ભગાવ્યો અને તેને અહીં કેદ કર્યો છે.પચાસ કરોડની રકમ વસુલવા માટે.

જ્યારે અદિતિ પોતાના ભાઇને સમજાવવા આવી હતી કે તે સરેન્ડર કરે ત્યારે તમે તેની સાથે જબરદસ્તી કરવાની કોશીશ કરી અને તે તમને માથામાં મારીને પોતાનો જીવ બચાવતા ભાગી ગઇ."જબ્બારના માણસે કહ્યું.

જબ્બારભાઇને ગુસ્સો તો આવ્યો પણ તેમણે ગુસ્સો કરવાની જગ્યાએ અટહાસ્ય કર્યું.

"તે પોલીસ મારા ખિસ્સામાં છે અને મારું કશુંજ નહીં બગાડી શકે ચિંતા ના કર."જબ્બારભાઇએ કહ્યું.

"ભાઇ,ચિંતા કરવી પડશે કેમકે આ વખતે તમારા વિરુદ્ધ એફ.આઇ.આર અદિતિએ આ શહેરના મોટામાં મોટા વકીલ દ્રારા ફાઇલ કરાવી છે.
તમને ખબર છે ને કે પેલો કમિશનર અને તેનો ખાસ એ.સી.પી તમારા પર ખુન્નસ ખાઇને બેસેલા છે.

એટલું જ નહીં આ એફ.આઇ.આરની કોપી અને અદિતિનું સ્ટેટમેન્ટ તેમણે મીડિયાને સોંપી દીધું છે.એટલે આ વખતે તમારું બચવું અઘરું છે.

ભાઇ,પોલીસ અને મીડિયા તમારી પાછળ હાથ ધોઇને પડી જશે."જબ્બારના ખાસ માણસે કહ્યું.

જબ્બારભાઇના ચહેરા પર ચિંતાના વાદળ છવાઇ ગયા.

"પેલો નાલાયક આદિત્ય અને તેની *** બહેન,જયારથી મારા જીવનમાં આવ્યાં છે સાલી હાલત ખરાબ થઇ ગઇ છે.*****

પેલો વકીલ રોય અદિતિનો કેસ લડશે?મે તેને કેટલી વિનંતી કરી હતી કે મારો કેસ લડે પણ તે તેના ગણેલા ક્લાયન્ટ માટે જ કેસ લડે છે.તો નક્કી અદિતિની આ એફ.આઇ.આર પાછળ કોઇ મોટો હાથ છે.

ક્ય‍ાંક હેત ગજરાલ તો નહીંને?
" જબ્બારભાઇ ગુસ્સામા જેમતેમ બોલવા લાગ્યાં.

"ભાઇ,આ ગુસ્સે થવાનો સમય નથી.એકશન લેવાનો સમય છે."તેના માણસે કહ્યું.

"હા,સાચી વાત છે.ટાઇમ ફોર એકશન.એક કામ કર આપણા સારામાં સારા ગુંડાઓને મોકલ અને તે અદિતિ અને આદિત્યના પુરા પરિવારને તેમની નજરો સામે મારી નાખ."જબ્બારભાઇએ કહ્યું.

"ભાઇ,તે શક્ય નથી."


"શું બોલ્યો તું ?"


"એ જ કે ભાઇ અદિતિ અને આદિત્યના પરિવારને પોલીસ પ્રોટેક્શન મળ્યું છે અને બીજી વાત પોલીસ સ્ટેશનથી મને આપણા માણસનો ફોન આવ્યો હતો કે પેલો એ.સી.પી. મોટા કાફલા સાથે તમને એરેસ્ટ કરવા આવે છે અને જો એકવાર તમે એરેસ્ટ થયા તો તમારું બહાર નિકળવું મુશ્કેલ થઇ જશે."જબ્બારભાઇના ખાસ માણસે કહ્યું.

"તો?"

" ભાઇ,તમે અંડરગ્રાઉન્ડ થઇ જાઓ."જબ્બારના ખાસ માણસે કહ્યું.

"શું બકવાસ કરે છે? હું જબ્બાર છું.પુરા મુંબઇનો રાજા.હું ભાગતો ફરું તેવો મામુલી ગુંડો નથી."જબ્બારભાઇએ કહ્યું.

"ભાઇ,બચવું હોય તો ભાગવું પડશે.આપણા ઘણાબધા અડ્ડા પર પોલીસ રેડ પાડી રહી છે.એક કામ કરો આદિત્યને જ્યાં કેદ કર્યો છે તે અડ્ડા વિશે કોઇને જાણ નથી ત્યાં છુપાઇ જાઓ થોડા દિવસ."જબ્બારના ખાસ માણસે કહ્યું.

"મારી હાલત તો જો.આ હાલતમાં ડોક્ટર કે મેડિકલ સારવારની જરૂર પડશે તો?"જબ્બારભાઇએ કહ્યું.

જબ્બારનો ખાસ માણસ પેલી નર્સને પકડીને અંદર લાવ્યો."એય જબ્બારભાઇને અંડરગ્રાઉન્ડ થવાનું છે અને તું પણ તેમની સાથે જઇશ.તો જે જે જરૂરી દવા કે મેડિકલનો સામાન હોય તે આ બેગમાં પેક કર.ચલ ફટાફટ."

તે નર્સ ડરી ગઇ હતી.તે થરથર કાંપતી હતી.
"મને જવા દો મારો નાનો દિકરો છે?

જબ્બારના માણસે ગન કાઢીને તેના લમણે મુકી.તે નર્સ ફટાફટ જે જે દવા અને જરૂરી મેડિકલ સાધન હતા તે પેક કર્યા.જબ્બારભાઇનો જરૂરી બધો જ સામાન તેમના ખાસ માણસે પેક કર્યો.

"એય સિસ્ટર,ચિંતા ના કરો.તમારો એક વાળ પણવાંકો નહીં થાય અને મારો ઇલાજ થઇ જશે પછી હું તમને જવા દઈશ."જબ્બારભાઇએ તે નર્સને આશ્વાસન આપ્યું.જે ખોટું હતું કે સાચું તે માત્ર જબ્બારભાઈ જ જાણતા હતા.

પોલીસના આવતા પહેલા પાછલા રસ્તાથી જબ્બાર તે નર્સ સાથે ભાગી ગયો.પોતાના અડ્ડા પર અંડરગ્રાઉન્ડ થવા માટે.
*******

"દરેક સિક્કાની બે બાજુ હોય છે.આ વાતમાં પણ એવું જ છે."મોહિની બોલી.

બધાંનું ધ્યાન તેની તરફ હતું.કાકાસાહેબ મનમાંને મનમાં પોતાની જાતને પોરસાવી રહ્યા હતા.
"વાહ રઘુવીર વાહ,હવે રુદ્ર પડશે મારા પગમાં."

તેમને યાદ આવ્યું આજે વહેલી સવારે તેણે મોહિનીને ફોન કર્યો હતો.
"મોહિની,રઘુવીર બોલું.તે ભુતકાળમાં ભુલોતો ખુબજ મોટી કરી છે.મારા દેવ જેવા ભાઇઅને દેવી જેવા ભાભીને મારીને.સાથે બધો આરોપ ખોટી રીતે મારા પર લગાવ્યો.જો એકવાત સમજ રુદ્ર તને શોધે છે અગર તું રુદ્રને મળી ગઇ.તો તારું અને તારા પિતાનું કામ તે જ ઘડીએ તમામ કરશે.

પણ જો તારે બચવું હોયને તો મારી વાત સાંભળ.અહીં આવ માફી માંગ અને મને નિર્દોષ સાબિત કર.સત્ય જણાવ મારા વખાણ કર.પછી તારી બાકીની જિંદગી સુખેથી વિતશે.

હું પેલા અભિમાની રુદ્રાક્ષ સિંહને મારા પગે પડેલો જોવા માંગું છું."

મોહિનીએ કાકાસાહેબની વાત સ્વિકારી અને અહીં તેમના આપેલા એડ્રેસ પર આવી ગઇ હતી.

અત્યારે ....

મોહિનીએ બોલવાનું શરૂ કર્યું.
"હું નાની હતી ત્યારથી પિતાજી સાથે અહીં આવતી હતી.રઘુવીર અને સુર્યરાજ સિંહને મે મારી નજરો સામે મોટા થતાં જોયા છે.

મને સુર્યરાજ પહેલેથી ખુબજ પસંદ હતા.તેમને જોવા માટે હું અવારનવાર કક્ષામાં ના જઇને અહીં આવતી પણ તે તો વિદેશ જતા રહ્યા ભણવા.વર્ષો પછી ભણીને આવ્યાં.મે વર્ષો તેમની રાહ જોઇ અને પછી જ્યારે તેમને જોયાને મે તે જ ક્ષણે તેમને મારા પતિ માની લીધાં.

મારા પિતાને બાપુસાહેબે વચન આપ્યું હતું કે તે મારા અને તેમના લગ્ન કરાવશે પણ તેમને પેલી પ્રતિમા ગમી ગઇ.તેમના લગ્ન થઇ ગયા.હું પ્રતિશોધની આગમાં સળગી રહી હતી.મે બદલો લેવાનું નક્કી કર્યું અને પિતાજીને પણ તેમા સામેલ કર્યાં.

રઘુવીરભાઇસાહેબને અમે ફસાવ્યાં હતા અમારી જાળમાં ખોટા પ્રોપર્ટીના કાગળીયા અને ભડકાવવા વાળી વાતો.તેમણે તો માત્ર એજ પ્લાન કર્યો હતો કે ભાઇભાભી વચ્ચે ફુટ પાડી તેમની વચ્ચે મને લાવીને બધું પોતાના નામે કરાવી લેવું.પિતાજી અને મે કઇંક બીજું વિચાર્યું હતું.
આ જે પણ થયું તેમા બધો પ્લાન મારો માત્ર મારી એકલીનો હતો.પિતાજી પણ તેમા સામેલ નહતા.મને નહતી ખબર કે સુર્યરાજ આત્મહત્યા કરી લેશે.હું અહીં માત્ર એજ કહેવા આવી છું કે રઘુવીરભાઇનો કોઇ દોષ નથી.બસ તમે તમારી અને તેમની વચ્ચેનો આ ખટરાગ ખતમ કરી દેશો તો હું ચેનથી મરી શકીશ."

મોહિનીએ આ વખતે પણ રઘુવીરના પ્લાનથી અલગ વિચાર્યું હતું.

રુદ્રે મોહિનીની વાત સાંભળીને આશ્ચર્ય ના પામ્યો.

"મોહિની,પતી ગયું તારું.આ બધી વાત મને જાણ હતી જ.તને શું લાગે છે કે આટલા વર્ષમે કશુંજ ના કર્યું.બધી સચ્ચાઈ મારી સામે હતી પણ હું કાકાસાહેબને ક્યારેય માફ નહીં કરી શકું.જાણતા અજાણતા તે મારા માતાપિતાના દુનિયા છોડવાનું કારણ બન્યાં.

તે અને તારા પિતાએ ભલે સજા ભોગવી પણ રુદ્ર જ્યાં સુધી પોતે તને સજા નહીં આપે ત્યાં સુધીમારા જીવને ઠંડક નહીં પહોંચે."રુદ્રએ કહ્યું.

તેની વાત સાંભળીને કાકાસાહેબ આશ્ચર્ય પામ્યાં.તેમનો રુદ્રને પોતાના પગે પાડવાનો પ્લાન નિષ્ફળ ગયો.મોહિની હવે આ ગરીબીથી કંટાળી ગઇ હતી.તેણે આ હવેલીમાં ધુસવાનો એક મોકો શોધ્યો.તે સમજી ચુકી હતી કે રુદ્રાક્ષ સિંહ એક જ જગ્યાએ ઢીલો પડે છે અને તે છે રુહી.

તે રુહીના પગમાં પડી અને બોલી,"બેન,મહેરબાની કરીને મને અને મારા પિતાને માફી અપાવીને નાનકડું કામ અપાવી દો.હું કઇપણ કરવા તૈયાર છું.બસ.બે ટંક ભોજન અને દવાની વ્યવસ્થા થઇજાય."


રુહી અને અન્ય બધાં તેની સામે આશ્ચર્યસહ જોઇ રહ્યો હતા.
*****

અહીં જબ્બારભાઇ આદિત્યને જ્યાં રાખવામાં આવ્યો હતો તે અડ્ડા પર તે નર્સ સાથે આવ્યો.આદિત્યના હાથપગ બાંધીને તેને ખુબજ માર મારવામાં આવ્યો હતો.તે ખુણામાં પીડામાં કણસતો કણસતો પડ્યો હતો.

જબ્બારભાઇને આમજખ્મી હાલતમાં જોઇને તેને આશ્ચર્ય થયું.તેની સાથે નર્સને આવેલી જોઇને તેને ખુબજ આશ્ચર્ય થયું.જબ્બારભાઇએ આવીને ટીવી ચાલું કર્યું.જેમા બતાવી રહ્યા હતા કે પોલીસ જબ્બારભાઇના ઘરની બહાર મીડીયા સાથે પહોંચી ગઇ હતી અને હવે જબ્બાર નામના મામુલી ગુંડાનો ખરાબ સમય હવે શરૂ થવાનો હતો.

જબ્બારને હવે ગુસ્સો આવ્યો તે આ બધાના માટે આદિત્યનવ જવાબદાર માનતો હતો.તે પોતાની ગન કાઢીને તેને ફુલ બુલેટ સાથે લોડ કરીને ખુન્નસમાં આદિત્યને મારવા માટે આગળ વધ્યો.

શું રુહી મોહિનીની જાળમાં ફસાઇ જશે?અને આ વખતે પોતાના પરિવારની બરબાદીનું કારણ બનશે?આદિત્ય પોતાની જાતને મરતા બચાવી શકશે?કેવીરીતે જબ્બાર બધાંના જીવનમાં આતંક મચાવશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 months ago

Bhimji

Bhimji 12 months ago

rasilapatel

rasilapatel 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago